પ્રભુ શ્રીરામચંદ્રજીનું ગુરુકુળ, શરયૂમાતા અને ભક્તશિરોમણી હનુમાનજીની અયોધ્‍યા ખાતેની કેટલીક સ્‍મૃતિઓના પવિત્ર દર્શન

Article also available in :

હનુમાનજીનું સ્‍થાન ધરાવતા હનુમાન ગઢીનું પ્રવેશદ્વાર ! ૭૬ પગથિયાં ચઢ્યા પછી, શ્રી હનુમાનજીના દર્શન થાય છે !

 

૧. પ્રભુ શ્રીરામચંદ્રજીનું
ગુરુકુળ રહેલો મહર્ષિ વસિષ્‍ઠનો આશ્રમ

મહર્ષિ વસિષ્‍ઠ ગુરુકુળમાં સ્થાપિત મૂર્તિ ! મધ્ય ભાગમાં ગુરુ વસિષ્ઠ સમેત ડાબી બાજુએથી શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્‍નની સુંદર મૂર્તિઓ !

મહર્ષિ વસિષ્‍ઠ એ પ્રભુ શ્રીરામના ગુરુ ! અયોધ્‍યા સ્‍થિત મહર્ષિ વસિષ્‍ઠનો આશ્રમ એ શ્રીરામનું ગુરુકુળ છે. આ જ ઠેકાણે પ્રભુ શ્રીરામ અને તેમના ભાઈ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્‍ન આ સર્વેએ ગુરુ વસિષ્‍ઠ પાસેથી લૌકિક શિક્ષણ લીધું.

 

૨. મહર્ષિ વસિષ્‍ઠ આશ્રમ સ્‍થિત
શરયૂ નદીનું અયોધ્‍યામાંનું ઉગમસ્‍થાન

વસિષ્‍ઠ ઋષિના આશ્રમ સ્‍થિત પવિત્ર ‘વસિષ્‍ઠ કુંડ’ ! આ જ ઠેકાણે અયોધ્‍યામાં શરયૂ નદી પ્રગટ્યાં !

શ્રીગુરુ વસિષ્‍ઠ ઋષિના આશ્રમ સ્‍થિત વસિષ્‍ઠ કુંડમાંથી અયોધ્‍યામાં શરયૂ મહાનદી પ્રગટ્યાં. પ્રાચીન કાળમાં અયોધ્‍યાના છાક નામના મહારાજાએ એક વેળાએ વસિષ્‍ઠ ઋષિને પ્રાર્થના કરી કે, ‘આપણા રાજ્‍યમાં સરિતા (નદી) નથી. તેથી અહીં કોઈપણ ધાર્મિક કાર્ય સફળ થતું નથી.’ ત્યારે મહર્ષિ વસિષ્‍ઠ માનસ સરોવર ગયા. તેમણે શરયૂમાતાને આવાહન કર્યું અને ત્‍યાં રહેલું બ્રહ્મદેવનું કમંડળ લઈને અયોધ્‍યા આવ્‍યા. એ જ કમંડળમાં શ્રીવિષ્‍ણુનું નેત્રજળ હતું. એ જ જળમાંથી માનસ સરોવર નિર્માણ થયું હતું. એવા દિવ્‍ય કમંડળમાંનું તીર્થ તેમણે આશ્રમમાંના કુંડમાં રેડ્યું અને ત્‍યાં શરયૂ નદી પ્રગટ્યાં. વસિષ્‍ઠ ઋષિ શરયૂ નદીને આવાહન કરવા ગયા, ત્‍યારે તેણીએ મહર્ષિને પૂછ્‌યું, ‘‘તમે મને કયા ભાવથી લઈ જઈ રહ્યા છો ?’’ મહર્ષિ વસિષ્‍ઠ બોલ્‍યા, ‘‘હું તને મારી કન્‍યા તરીકે લઈ જઈ રહ્યો છું.’’ તેથી શરયૂ નદી ‘વસિષ્‍ઠી’ નામે પણ ઓળખાય છે.

આગળ જતા આ જ શરયૂમાં પ્રભુ શ્રીરામચંદ્રજીએ અવતાર સમાપ્‍તિ કરી.

 

૩. ‘અયોધ્‍યાના રાજા’ શ્રી હનુમાનજીનું મંદિર : શ્રી હનુમાનગઢી !

શ્રી હનુમાનગઢી એટલે જ શ્રી હનુમાનજીનું મંદિર ! પ્રભુ શ્રીરામજીએ જ્‍યારે અવતાર સમાપ્‍ત કરવાનું નિશ્‍ચિત કર્યું, ત્‍યારે તેમણે હનુમાનજી પર અયોધ્‍યાનું રક્ષણ કરવાનું દાયિત્‍વ સોંપ્‍યું અને અયોધ્‍યા બહારના ગામો ભરત, શત્રુઘ્‍ન અને લક્ષ્મણના પુત્રોને સોંપ્‍યાં. ત્‍યારથી માંડીને અત્‍યાર સુધી હનુમાનજી અયોધ્‍યાનું રક્ષણ કરી રહ્યા છે. હનુમાનજીને ‘અયોધ્‍યાના રાજા’ કહેવામાં આવે છે. સર્વત્ર હનુમાનજીના મંદિરોમાંની મૂર્તિઓ વીરમુદ્રા ધરાવતી અથવા દાસ્‍યમુદ્રા ધરાવતી હોય છે, જો કે અહીં હનુમાનજીની સિંહાસન પર આરૂઢ થયેલી મૂર્તિ છે. અયોધ્‍યા નગરનું રક્ષણ કરવા માટે જ્‍યારથી ભગવાને અયોધ્‍યા હનુમાનજીને સોંપી, ત્‍યારથી આ સ્‍થાન ‘હનુમાનગઢી’ તરીકે ઓળખાય છે. અયોધ્‍યામાં ગયા પછી શરયૂ નદીમાં સ્‍નાન કરીને પાપમુક્ત થતા પહેલાં હનુમાન ગઢી પર આવીને શ્રી હનુમાનજીની આજ્ઞા લેવી, એવો સંકેત છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ તેમના અયોધ્‍યાના પ્રવાસમાં પ્રથમ આ જ હનુમાનજીના દર્શન કર્યા હતા.

Leave a Comment