શ્રીક્ષેત્ર રાક્ષસભુવન ખાતેનું આદ્ય દત્તપીઠ : વરદ દત્તાત્રેય મંદિર !

Article also available in :

અનુક્રમણિકા

શ્રી. નિતીન (યોગિરાજ મહારાજ) ડોળ

‘સતી અનસૂયાના સતીત્વની પરીક્ષા લેવા માટે બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશ ભૂતલ પર આવ્‍યા અને તેમનાં તપોબળને કારણે ત્રિદેવોનું અવતરણ ત્રણ નાના બાળકોમાં થયું. તેમાં શ્રીવિષ્‍ણુનું અવતરણ જે બાળકમાં થયું, તે એટલે શ્રીગુરુ દત્તાત્રેય !

આ ઘટના જે ઠેકાણે બની, તે સ્‍થાન એટલે શ્રીક્ષેત્ર રક્ષોભુવન ! મહારાષ્‍ટ્રના બીડ જિલ્‍લાના ગેવરાઈ તાલુકામાં ગોદાવરી નદીના દક્ષિણ કાંઠે વસેલું એક પવિત્ર દત્તપીઠ !! સમય જતાં આ તીર્થક્ષેત્રનું નામ ‘શ્રી રાક્ષસભુવન’ થયું.

 

૧. શ્રી રાક્ષસભુવન ખાતેના
સ્‍થાનને ‘આદ્ય દત્તપીઠ’ શા માટે કહે છે ?

શ્રી દત્તગુરુદેવના અન્‍ય પીઠો, ઉદા. કારંજા, માણગાંવ, નૃસિંહવાડી ઇત્‍યાદિ સ્‍થાનો એટલે માનવી દેહાવતારી દત્તપીઠો છે. આ પીઠો શ્રી દત્તાત્રેયના તે તે અવતારના નામોથી પ્રસિદ્ધ છે; પરંતુ રાક્ષસભુવન ખાતે પ્રત્‍યક્ષ દત્ત ભગવાનનો જન્‍મ થયો છે. તેથી આ તત્ત્વરૂપી દત્તપીઠ છે. તેને કારણે જ આ સ્‍થાનને ‘આદ્ય દત્તપીઠ’ એમ પણ કહે છે. અહીં બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશે માતા અનસૂયાને વરદાન આપ્‍યો હોવાથી આ ‘વરદ દત્તાત્રેય મંદિર’ તરીકે પ્રસિદ્ધ છે. આ નિર્ગુણ પીઠ હોવાથી આ મંદિરને કલશ નથી.

મંદિરમાંની એકમુખી શ્રી દત્તમૂર્તિ

 

શ્રી દત્ત પાદુકા       

 

૨. દત્તમંદિરમાંની દત્તપ્રભુની વિલોભનીય એકમુખી મૂર્તિ

દત્ત મંદિરના ગર્ભગૃહમાં ગયા પછી સામે દેખાય છે તે, વાલુકાશ્‍મથી બનાવેલી અને પૂર્વભિમુખ રહેલી સુંદર એકમુખી દત્તમૂર્તિ ! મૂર્તિ પર નાગની ફેણ છે. આ મૂર્તિનું જમણું પગલું આગળ ઉપાડેલું છે. દત્તના ઉપરના બે હાથમાં શંખ અને ચક્ર, વચલા હાથમાં ડમરૂ અને ત્રિશૂળ, તેમજ નીચેના બે હાથમાં દીપમાળા અને કમંડલુ છે. આવી આ દત્તપ્રભુની વિલોભનીય એકમુખી મૂર્તિ છે.

નિર્ગુણ દત્તતત્ત્વ આકર્ષિત કરનારું દુર્લભ દત્તયંત્ર

 

૩. દત્તયંત્ર

દત્ત મંદિરની ઉપર જ દત્તયંત્ર છે. યંત્ર નિર્ગુણ સાથે સંબંધિત હોય છે. આ દત્તયંત્રની સહાયતાથી વાતાવરણમાંનું નિર્ગુણ દત્તતત્ત્વ આ ઠેકાણે આકર્ષિત થાય છે. આ અતિશય દુર્લભ એવું દત્તયંત્ર છે. આ યંત્રની રચના ત્રણ ભાગમાં કરી છે. ઉપરના ભાગમાં ‘દત્તયંત્ર’ એમ લખેલું છે. વચ્‍ચેના ભાગમાં ‘શ્રી ગુરવે નમઃ ।’ લખ્‍યું છે અને અંતિમ ભાગ પર ‘શ્રી વરદ દત્તાત્રેય’ એમ લખેલું છે. આ યંત્ર પથ્‍થરનું બનેલું છે. આ યંત્રની રચના અષ્‍ટકમળદળ ની આકૃતિ છે. વચમા તારલા છે. દત્તમૂર્તિના માથા પર યંત્ર રહેલી આવી રચના અન્‍યત્ર ક્યાંય પણ જોવા મળતી નથી. સંપૂર્ણ ભારતમાં દત્ત મંદિરના ઉપરના ભાગમાં દત્તયંત્ર રહેલું, આ એકમાત્ર સ્‍થાન છે.

સગુણ રૂપમાંનાં શ્રી અન્‍નપૂર્ણામાતા

 

૪. સર્વ આયુધો સાથે રહેલી અન્‍નપૂર્ણામાતાજીની મૂર્તિ

જે ઠેકાણે દત્તકાર્ય થાય છે, તે ઠેકાણે અન્‍નપૂર્ણામાતા હોય છે જ. તેથી આ ઠેકાણે અન્‍નપૂર્ણામાતા સગુણ રૂપમાં નિવાસ કરે છે. અન્‍ય ઠેકાણે અન્‍નપૂર્ણામાતાની મૂર્તિના હાથમાં કડછી હોય છે; પણ અહીં તે સગુણ રૂપમાં હોવાથી તે સર્વ આયુધો સાથે છે.

 

૫. મંદિરમાં થનારી અન્‍નપૂર્ણામાતાની આરાધના

પ્રત્‍યેક માસની પૂર્ણિમાએ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્‍વતી, એવો ઉલ્‍લેખ કરીને તેમને પુરણ-દાળનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે. તેમના નામે જોગવા (દેવીના નામે મંગાતી ભિક્ષા) માંગવામાં આવે છે અને તેમની આરાધના કરવામાં આવે છે. આજે પણ સાધકો અથવા સ્‍ત્રીઓને સેવા પછી અન્‍નપૂર્ણામાતાનું સગુણ રૂપમાં દર્શન થયું હોવાની અનુભૂતિ પ્રાપ્‍ત થઈ શકે છે.

 

૬. દત્ત મહારાજની શોભાયાત્રા નીકળ્યા
પછી સાધક અને ભક્તોને થનારી અનુભૂતિ

આજે પણ દત્ત મહારાજના આશીર્વાદ અને અન્‍નપૂર્ણામાતાની અવર-જવર આપણને જણાય છે. જે સમયે દત્ત મહારાજનું શોભાયાત્રા નીકળે છે, ત્‍યારે ચમેલી અને ગુલાબના ફૂલોની સુવાસ સર્વત્ર મઘમઘે છે. ક્યારેક સાધક અને ભક્તોને સ્‍નાન-સંધ્‍યા કરતી વેળાએ પળિયું-પવાલાનો જે મંજુલ ધ્‍વનિ નિર્માણ થાય છે, તે સંભળાય છે. એવું આ જાજ્‍વલ્‍યમાન અને જાગૃત સ્‍થાન છે.

 

૭. શ્રી. નિતીન ઉર્ફે યોગીરાજ
મહારાજ ડોળેના કુળમાંનાં દત્તભક્તોની માહિતી

દત્તમૂર્તિનાં ચરણો પાસે અમારા મૂળ પુરુષ, અર્થાત્ સદ્‌ગુરુ ભાઊ મહારાજ ઉર્ફે દત્તાસ્‍વામી ડોળેની સમાધિ છે. પ.પૂ. ભાઊસ્‍વામીનો જન્‍મ અયોનિ સંભવ રીતે થયો હતો. તેથી ગઊબાઈ અને ગોપાલસ્‍વામી તેમના ઐહિક યુગના માતા-પિતા હતા. તેઓ આજાનુબાહુ હતા. તેમના કાનની બૂટ ખભા સુધી હતી. ભાઊસાહેબ મહારાજ, અંતોબાદાદા, દત્તાસ્‍વામી, અવધૂતબુવા, કેશવબુવા, ઋષિકેશસ્‍વામી ઇત્‍યાદિ સાત પેઢીઓ સુધી આજાનુબાહુ પરંપરા કાયમ હતી. આઠમી, નવમી અને દસમી પેઢીમાં તેમાં પરિવર્તન થયું. અમારી પરંપરાગત ગાદી પર એક પુત્ર અને બે દીકરીઓ એવી પરંપરા હતી. એકજ પુત્ર હોવાથી એટલે વર્ષ ૧૬૦૦ થી ભાઊ મહારાજથી માંડીને અમારા ગુરુ સુધી પરંપરા અખંડ હતી. તે કાળમાં સંતાન સંખ્‍યા વધારે હતી. ત્‍યારે પણ અમારે ત્‍યાં એકજ દીકરો રહેતો. પરંતુ મને બે ભાઈઓ છે અને હવે અમારા વંશવૃક્ષનો વિસ્‍તાર થશે. પીઠ પરના મહારાજે અન્‍નદાન, ગુરુમંત્ર, શિષ્‍ય સંપ્રદાય, કુળધર્મ આ રીતે સાધના કરી. તેને કારણે જગ્‍યાની પવિત્રતા વધતી ગઈ.

દત્ત મંદિરની ડાબી બાજુએ, અર્થાત્ આપણી જમણી બાજુએ ડોળે કુળની બીજી પેઢીમાંના દત્તભક્ત, અર્થાત્ પ.પૂ. ભાઊસ્‍વામીના દીકરા પ.પૂ. બાબાસ્‍વામી, ઉર્ફે કેશવસ્‍વામીની સમાધિ છે. તે સમાધિની ઉપરની બાજુએ એક શિવલિંગ છે. આ સમાધિ મંદિર પર શીલાલેખ કંડારેલો જોવા મળે છે. આ જ મંદિરની ડાબી બાજુએ એક ઘૂમટી જોવા મળે છે. આ ઘૂમટીમાંથી પ.પૂ. બાબાસ્‍વામીની સમાધિ ભણી જવાનો માર્ગ ભોંયરામાંથી છે.

દત્તપીઠમાંના ભગવા રંગમાંની પાંચ સમાધિઓ ડોળે કુળના દત્તભક્તોની છે. ભગવો રંગ વૈરાગ્‍યનું પ્રતીક છે. પ.પૂ. ભાઊસ્‍વામી અને પ.પૂ. બાબાસ્‍વામી સાથે કુલ સાત સમાધિઓ આ સ્‍થાન પર છે. પછીની ત્રણ પેઢીઓને આદેશ ન હોવાથી તેમની સમાધિઓ અહીં નથી. હું (શ્રી. નિતીન ઉર્ફે યોગિરાજ મહારાજ ડોળે) પ.પૂ. ભાઊસ્‍વામીનો અગિયારમો વંશજ છું.

 

૮. ભારતમાંનું નંદી (પોઠિયો) ન રહેલું એકમાત્ર શિવમંદિર !

પ.પૂ. બાબાસ્‍વામી ડોળેની સમાધિ મંદિર ભણી લઈ જનારી ઘૂમટીની બાજુમાં સોમેશ્‍વર મહાદેવનું મંદિર છે. અત્રિઋષિનાં પત્ની અનસૂયા સતી થવાના સમયે ભગવાન શિવ નંદી વિના ત્‍યાં પધાર્યા હતા. તેથી આ મંદિર ભારતમાંનું નંદી ન રહેલું એકમાત્ર શિવમંદિર છે.

 

૯. દત્તભક્ત શ્રી. નિતીન ઉર્ફે
યોગીરાજ મહારાજ ડોળેનું આધ્‍યાત્‍મિક કાર્ય

૯ અ. સદ્‌ગુરુની આજ્ઞાથી વૈદ્યકીય વ્‍યવસાય બંધ કરીને આધ્‍યાત્‍મિક ક્ષેત્રમાં કાર્ય કરવું

મારા પિતાજી અને સદ્‌ગુરુ એકજ ! તેમણે મને વર્ષ ૨૦૦૮માં આજ્ઞા કરી, ‘‘હજી કેટલો સમય વૈદ્યકીય સેવા કરશે ?’’ મેં ૧૬ વર્ષ વૈદ્યકીય સેવા કરી. ‘કોઈપણ પિતા પોતાના પુત્રને વ્‍યવસાય બંધ કર’, એમ કહેશે નહીં; પણ ‘તે મારા પિતાજીની નહીં, જ્‍યારે ગુરુદેવની આજ્ઞા છે’, એ મારા ધ્‍યાનમાં આવ્‍યું. પછી મેં વ્‍યવસાય ધીમે ધીમે ઓછો કરી નાખ્‍યો. મેં આધ્‍યાત્‍મિક ક્ષેત્રમાં કામ ચાલુ કર્યું. સંસ્‍થાનનું કામ વધાર્યું. એક વર્ષમાં મારા પિતાનું દેહાવસાન થયું. પછી મારા ધ્‍યાનમાં આવ્‍યું, ‘એક વર્ષ પહેલાં તેમણે મને આ ક્ષેત્રમાં આવવાની સૂચના શા માટે કરી હતી ?’

૯ આ. આદ્યપીઠનું મહત્ત્વ જાણી લેવા માટે અભ્‍યાસ કરવો

વર્ષ ૨૦૦૯ થી સંસ્‍થાનનું પૂર્ણ દાયિત્‍વ મારી પાસે આવ્‍યું. તે સમયે મેં વૈદ્યકીય વ્‍યવસાય ઓછો કર્યો હતો. હું વિજ્ઞાન શાખાનો વિદ્યાર્થી હોવાથી મને જિજ્ઞાસા વધુ હતી. મેં નક્કી કર્યું, ‘દત્ત ભગવાનનું જે આદ્યપીઠ છે, તે કેવળ પૂર્વજ કહે છે તે માટે નહીં, પણ ‘આદ્યપીઠ એટલે શું ?’, એ આપણે શોધી કાઢીએ.’ તે માટે મેં વાચન, લેખન અને અભ્‍યાસ ચાલુ કર્યો.

૯ ઇ. ‘મહાન વિભૂતિઓને કારણે એકાદ
સ્‍થાનને મહત્ત્વ પ્રાપ્‍ત થાય છે’, એ ધ્‍યાનમાં આવવું

મેં સંપૂર્ણ ભારતમાં પ્રવાસ કર્યો અને નેપાળથી માંડીને કન્‍યાકુમારી સુધી સર્વ દત્તસ્‍થાનોએ ગયો. હું કારંજા, ગાણગાપુર, પિઠાપુર, નરસોબાચી વાડી અને માહુર આ ઠેકાણે ગયો. મેં બને તેટલી સાધના કરી. અક્‍કલકોટના સ્‍વામી સમર્થ, શેગાવના ગજાનન મહારાજ, નરસોબાચી વાડીએ નૃસિંહ સરસ્‍વતી અને કુરવપુર ખાતે શ્રીપાદ શ્રીવલ્‍લભને કારણે જ મહત્ત્વ પ્રાપ્‍ત થયું.

અર્વાચીન કાળમાં પ.પ. ટેંબ્‍યેસ્‍વામીએ કારંજા, કુરવપુર અને પિઠાપુર આ સ્‍થાનોનો શોધ કર્યો અને પ્રચાર, પ્રસાર કર્યો. તે પહેલાં ‘પિઠાપુર એ શ્રીપાદ શ્રીવલ્‍લભનું જન્‍મસ્‍થાન છે’, એ કોઈ જાણતું નહોતું. પ.પ. ટેંબ્‍યેસ્‍વામીએ તેનો પ્રચાર કર્યો; તેથી આજે તે ‘દત્તસ્‍થાન’ તરીકે ઉદય પામ્‍યું છે.

 

૧૦. દત્તાસ્‍વામીએ રાક્ષસભુવન ક્ષેત્રમાંના દત્તસ્‍થાનનો શોધ કરવો

આ પહેલાં વર્ષ ૧૬૦૦માં નરસિંહ સરસ્‍વતીના ૩૦૦ વર્ષ પહેલાં અમારા મૂળ પુરુષ દત્તાસ્‍વામીએ રાક્ષસભુવન ક્ષેત્રમાંના દત્તસ્‍થાનનો શોધ કર્યો અને તે ઠેકાણે જઈને પોતે સાધના કરી. તેમણે દત્તજન્‍મનો ઉત્‍સવ ચાલુ કર્યો અને આજે પણ તે નિરંતર ચાલુ છે. આ સર્વ દત્તપ્રભુની ઇચ્‍છા હોવાથી ચાલી રહ્યું છે. અમારું કર્તૃત્‍વ આ ઠેકાણે શૂન્‍ય છે.’

– દત્તભક્ત શ્રી. નિતીન ઉર્ફે યોગીરાજ મહારાજ ડોળે, રાક્ષસભુવન, ગેવરાઈ, જિલ્‍લો બીડ, મહારાષ્‍ટ્

Leave a Comment