નામજપનું મહત્ત્વ

Article also available in :

અનુક્રમણિકા

નામથી અસાધ્‍ય એવું કાંઈજ નથી. આ લેખમાં આપણે ઈશ્‍વરના નામનું મહત્ત્વ જાણી લેવાના છીએ. ‘ભગવાનના રૂપ કરતાં તેમનું નામ મહત્ત્વનું’, ‘નામજપ એ બધા માટે સુલભ એવી સાધના કેવી રીતે છે’, ‘નામને કારણે ધ્‍યેયનિશ્‍ચિતિ કેવી રીતે થાય છે’ એવાં વિવિધ સૂત્રોનું વિવરણ સમર્પક ઉદાહરણો સાથે સદર લેખમાં કર્યું છે.

 

૧. ભગવાનને નામ હોવાનું મહત્ત્વ

૧ અ. આપણા નામથી અન્‍ય આપણાં રૂપને ઓળખી
શકે છે, તેવી જ રીતે ઈશ્‍વરના નામથી તેમને ઓળખવાનું ફાવવું

‘મારો’ જન્‍મ થયો, ત્‍યારે પહેલાં રૂપ આવ્‍યું. નામાભિધાન પછી થયું. નામકરણ પછી જગત્ તે નામથી તે રૂપને (‘મને’) ઓળખવા અને સંબોધવા લાગ્‍યું. વાસ્‍તવિક રીતે ‘હું’ (રૂપ) અને તેને મળેલું નામ તેનો કાંઈજ સંબંધ નથી; કારણકે આ શરીરને ‘રાજા’ કહીએ, કે ‘ગોવિંદ’ કહીએ, તે શરીરમાં કાંઈ ફેર પડવાનો છે ખરો ? નહીં ને ! તો પછી આ સંબંધથી જો આટલી મહતી નિર્માણ થતી હોય, તો જેણે ‘મને’ (‘મારા રૂપને’) નિર્માણ કર્યો, તે જગત્ નિયંતાના નામજપથી કેટલી મહાનતા નિર્માણ થશે ! જો ‘હું’ મારું નામ ભૂલીને ઈશ્‍વરનું જ નામ જપવા લાગું, તો તેનામાંના મહત્ત્વપૂર્ણ સંબંધથી મારી મહતી પણ સહેજે વૃદ્ધિંગત નહીં થાય શું ?

૧ આ. નામને કારણે ભગવાન સુધી પહોંચી શકવું

ભલે ભગવાન ગુપ્‍ત હોય, તો પણ તેમનું નામ ગુપ્‍ત નથી. તેથી નામના આધાર પર આપણે તેમને શોધી કાઢી શકીએ.

સંત તુકારામ મહારાજ

कोठे लपशी नारायणा । तरी नाम कोठे नेशी ?

आम्ही अहर्निशी । तेचि घोकू ॥

–  સંત તુકારામ મહારાજ

ભાવાર્થ : સંત તુકારામ મહારાજ કહે છે, ‘હે ભગવાન, તમે ભલે ગમે ત્‍યાં છૂપાઈ જાવ, તો પણ અમે તમને તમારા નામના બળ પર શોધી કાઢીશું.’ ‘એકાદ માણસ આપણો ઓળખીતો હોય, તો પહેલા તેનું રૂપ આપણી દૃષ્‍ટિ સમક્ષ આવે છે અને પછી તેનું નામ આવે છે; પણ તેની ઓળખાણ ન હોય અને જો આપણે તેને જોયો ન હોય, તો આપણા મનમાં તેનું નામ પહેલા આવે છે અને પછી તેનું રૂપ આવે છે. (શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ, ગંધ અને તેની સાથે સંબંધિત શક્તિ એકત્રિત હોય છે’, આ અધ્‍યાત્‍મના સિદ્ધાંત અનુસાર નામ (શબ્‍દ) અને રૂપ એકત્રિત હોય છે, તેથી નામનું સ્‍મરણ થાય, કે રૂપ આંખો સામે તરવરે છે જ. – સંકલક) આજે આપણે ભગવાનને ઓળખતા નથી; તેથી તેમના રૂપ વિશે જાણતા નથી; પરંતુ તેમનું નામ લઈ શકાશે. તેમનું નામ લેતી વેળાએ તેમનું સ્‍મરણ થાય છે, અન્‍યોનું નહીં. આ આપણો અનુભવ છે. વ્‍યવહારમાં જેવી રીતે એકજ માણસના અનેક નામો હોય છે અને તેમાનાં કોઈપણ નામને તે સાદ આપે છે, તેવી રીતે ભલે ગમે તે નામથી સાદ પાડીએ, તો પણ એકજ ભગવાન સાદ આપે છે.’

૧ ઇ. ભગવાનના સ્મરણ માટે તેમનું નામ આવશ્‍યક

‘જ્‍યારે આપણને એકાદ વ્‍યક્તિને સાદ પાડવો હોય, અને તેનું જો નામ જાણતા ન હોઈએ, તો સાદ કેવી રીતે પાડીશું ? ટૂંકમાં સાદ પાડી શકીએ નહીં. (એવું જ ભગવાનના સંદર્ભમાં પણ છે.) બરાબર આ જ ભાવ વ્‍યક્ત કરવા માટે જ્ઞાનેશ્‍વર મહારાજે ‘ॐ नमो जी आद्या । वेदप्रतिपाद्या ।’ અર્થાત્ બધાયનું મૂળ રહેલા અને વેદોના પ્રતિપાદનનો વિષય ધરાવનારા ‘હે શ્રી ઓંકાર, તમને નમસ્‍કાર છે’, આ શબ્‍દોથી જ્ઞાનેશ્‍વરીનો આરંભ કર્યો છે. તેને કારણે જ આ મંગલાચરણ એકમેવાદ્વિતીય એવું સિદ્ધ થયું છે.

– પ.પૂ. કાણે મહારાજ, નારાયણગાવ, જિલ્‍લો પુણે, મહારાષ્‍ટ્ર.

૧ ઈ. જે કામ ભગવાન કરે છે, તે જ કામ તેમનું નામ કરે છે

‘મોટો અધિકારી પોતાની સહીની છાપ (સિક્કો) બનાવે છે. તે છાપ જેના હાથમાં હોય, તે મનુષ્‍ય તે છાપથી સાહેબ જેટલું જ કામ કરાવી લઈ શકે છે. આ જેવી રીતે વ્‍યવહારમાં છે, બરાબર તેવી જ રીતે ભગવાન વિશે પણ છે. જે કામ ભગવાન કરે છે, તે જ કામ તેમનું નામ કરે છે.’

 

૨. ભગવાનના રૂપ કરતાં તેમનું નામ મહત્ત્વનું

‘ભગવાનનું નામ લેતાં લેતાં જો પ્રત્‍યક્ષ ભગવાન સામે પ્રગટ થાય અને પૂછે કે ‘તારે શું જોઈએ છે’, તો ‘આપનું નામ જ મને આપો’, એ જ તેમની પાસે માગવું, એનું નામ નિષ્‍કામતા. રૂપથી વ્‍યક્ત થયેલા ભગવાન ક્યારેક અદૃશ્‍ય થશે; પણ તેમનું નામ તો અખંડ રહેશે અને તેમનું નામ લઈએ, તો તેમને અહીં (નામ ભણી) આવવું જ પડશે.’

૨ અ. ભગવાનના રૂપને બંધનો છે, જ્‍યારે ભગવાનનું નામ બંધનાતીત છે

‘ભગવાનનું રૂપ એ જડ (સ્‍થૂળ) અને દૃશ્‍ય હોવાથી ઉત્‍પત્તિ-સ્‍થિતિ-લય, સ્‍થળ ઇત્‍યાદિ બંધનો તેને લાગુ પડે છે; પણ નામ દૃશ્‍યની પેલેપારનું, અર્થાત્ સૂક્ષ્મ હોવાથી તેને દેશકાળ મર્યાદા ઇત્‍યાદિ વિકાર નથી; તેથી નામ આજે છે અને આગળ પણ તેમજ રહેશે; કારણકે તે સત્‌સ્‍વરૂપ છે.’

૨ આ. રામ કરતાં રામનામ મહત્ત્વનું, તેવી રીતે
પોતાના કરતાં પોતાની સહી (લિખિત નામ) મહત્ત્વનું !

શ્રી રામચંદ્રનું નામ લઈને વાનરોએ સમુદ્રમાં પત્‍થર ફેંકીને સેતુ બાંધ્‍યો. નામને કારણે સમુદ્રમાં પત્‍થરો તરી શક્યા; પણ પોતે રામચંદ્રજીએ પત્‍થર ફેંક્યો ત્‍યારે તે ડૂબી ગયો, તેથી જ કહે છે, ‘राम से बडा रामका नाम ।’ ‘આજના કાળમાં પણ અક્ષરોનો અનુભવ થાય છે. બેંકમાં ૧ કરોડ રૂપિયા રહેલો લક્ષ્મીપુત્ર બેંકમાં જઈને ૧૦૦ રૂપિયા માંગવા લાગે, તો તેને મળતાં નથી; પણ જો તે પોતાની સહીનો ઉપયોગ કરીને એટલે કે નામ લખીને કાગળ અર્થાત્ ધનાદેશ આપે, તો તેને પૈસા મળે છે.’

૨ ઇ. સગુણ અવતાર જે કરી શકતા નથી, તે ભગવાનના નામથી સંભવ થવું

‘સગુણ અવતાર દ્વારા વાસના અથવા બુદ્ધિ પાલટવાનું કાર્ય થઈ શકતું નથી. સદ્‌બુદ્ધિ ઉત્‍પન્‍ન કરવાનું સામર્થ્‍ય કેવળ ભગવાનના નામમાં જ છે.’

 

૩. નામને કારણે ધ્‍યેયનિશ્‍ચિતિ થવી

૩ અ. ‘એક યાત્રીને એક ક્ષેત્રે જવું હતું. તેણે સ્‍ટેશનમાસ્‍તરને કહ્યું, ‘મારે જે ક્ષેત્રએ જવું છે તેનું નામ મને યાદ આવતું નથી; પણ મેં તે ક્ષેત્ર જોયું છે. હું તેનું વર્ણન કરું છું – ‘વારુણા’ અને ‘અસિ’ આ નદીઓના સંગમ પર આ ક્ષેત્ર છે. આ નદીઓના આગળના પ્રવાહને ‘ગંગા’ કહે છે. અહીં દેવોની વસ્‍તી હતી; તેથી આ ક્ષેત્રને ‘દેવનગરી’ કહે છે અને અહીંની લિપિને ‘દેવનાગરી’ કહે છે. આ વિદ્યાનું (જ્ઞાનનું) પિયર અને ભારતીય સંસ્‍કૃતિનું મર્મસ્‍થાન છે. આયખામાં એકવાર તોયે હિંદુઓ ત્યાં જઈને ગંગાસ્નાન કરીને ત્યાંના વિશ્વેશ્વરનાં દર્શન કર્યા વિના રહેતાં નથી. આ ક્ષેત્રમાં મૃત્‍યુ પામેલાને મુક્તિ મળે છે. અહીં કીડી-મકોડા જો મરી જાય, તો તેમને મુક્તિ મળે છે. એટલું જ નહીં, જ્‍યારે ગરીબ, આંધળા-લૂલા એવાં, જેઓ આ ક્ષેત્રે જઈ શકતા નથી, તેમને પણ આ ક્ષેત્રના સ્‍મરણથી મુક્તિ મળે છે.’’ યાત્રીએ આટલું વર્ણન કર્યા પછી પણ અંતે તેને આરક્ષણ ટિકિટ મળી નહીં. અન્‍ય એક માણસ, તે ક્ષેત્રે ગયો ન હતો; પણ તેને તે ક્ષેત્રનાં નામની જાણ હતી. તેણે ‘કાશી’ એવી રીતે નામ કહ્યા પછી તેને આરક્ષણ મળ્યું અને તે કાશી ક્ષેત્રે ગયો.

૩ આ. એક રુગ્‍ણને ડૉક્‍ટરે તપાસીને એક ગોળી આપી હતી. તેણે તે ગોળીનો આકાર અને રંગ જોઈને, તેમજ તે ગોળીનો સ્‍વાદ લઈને પછી તે ગોળી લીધી. ડૉક્‍ટરે તે ગોળીનું નામ કાગળ પર લખીને (પ્રિસ્‍ક્રીપ્‍શન) તેને ઔષધાલયમાંથી (કેમિસ્‍ટ પાસેથી) તે ગોળીઓ લેવા માટે કહ્યું. તે ઔષધાલયમાં ગયો અને ડૉક્‍ટરે આપેલો કાગળ કાઢવા લાગ્‍યો; પણ તેને તે મળ્યો નહીં. ત્‍યારે તેણે ઔષધાલયના કર્મચારીને (કેમિસ્‍ટને) તે ગોળીનો આકાર, રંગ અને સ્‍વાદ આ બાબતો કહી; પણ તે કર્મચારી (કેમિસ્‍ટ) એ કહ્યું, ‘‘હું તમને ગોળીઓ આપી શકું નહીં. તમે જો નામ કહો, તો હું ગોળીઓ આપી શકીશ.’’

એકાદ બાબત મેળવવી હોય, તો તે વિશે ‘નામ’ કેટલું ઉપયુક્ત પુરવાર થાય છે, તે ઉપર જણાવેલાં ઉદાહરણો પરથી ધ્‍યાનમાં આવે છે. ભગવાનના નામના સંદર્ભમાં પણ તેમજ છે. તેના નામજપથી ઈશ્‍વરપ્રાપ્‍તિનું ધ્‍યેય નિશ્‍ચિત થાય છે.

 

૪. ભગવાનના નામથી ભગવાન વિશે પ્રેમ જાગૃત થવો

‘સાદા શબ્‍દોનું આપણી વૃત્તિ પર પરિણામ થઈને, તે તે ભાવ આપણા મનમાં જાગૃત થાય છે. તો પછી ભગવાનના નામથી ભગવાન વિશે પ્રેમ શા માટે નહીં લાગે ?’

 

૫. બધા માટે સુલભ એવી સાધના

૫ અ. બંધનરહિત

યજ્ઞ, દાન, સ્‍નાન, જપ ઇત્‍યાદિને કાળશુદ્ધિની આવશ્‍યકતા હોય છે; પણ નામજપને દેશકાળનું બંધન નથી, તેમજ શુચિત્‍વ-અશુચિત્‍વ અથવા આભડછેટનું પણ બંધન નથી.

૫ આ. મંત્રજપમાં હોય છે, તેવી
રીતે નામજપમાં ઉચ્‍ચાર મહત્ત્વનો ન હોવો

વાલ્‍મીકિ બ્રાહ્મણપુત્ર હતા; પણ ભીલ લોકોની કુસંગતને કારણે લૂંટેરા અને હત્‍યારા બની ગયા. ત્‍યાર પછી તેમને નારદમુનિનો સત્‍સંગ મળ્યો. રામનામનો ગમે તેમ જપ કરીને, નામ ઊલટું લઈને, તેઓ મહર્ષિ વાલ્‍મીકિ બની ગયા. સર્વસામાન્‍ય રીતે સાધક તો કુળદેવતાનો અથવા ઇષ્‍ટદેવતાનો નામજપ ભાવપૂર્ણ અને પ્રયત્નપૂર્વક કરે છે. વાલિયા કોળીની જેમ તે લૂંટેરો અથવા હત્‍યારો હોતો નથી; તેથી થોડા નામજપથી પણ તેની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ ઝડપથી થઈ શકે છે.

૫ ઇ. અપંગો માટે નામજપ એ જ તીર્થયાત્રા

‘પાંગળાં અથવા આંધળાં તીર્થક્ષેત્રે જઈ શકતા નથી. તેમના માટે ‘रामनाम कथा गंगा । श्रवणे पावन करी जगा ।’ આ સૂત્ર મહત્ત્વનું પુરવાર થાય છે.’

૫ ઈ. કેટલાંક એકત્રિત સૂત્રો (મુદ્દાઓ)

૧.  नामसंकीर्तन साधन पै सोपे । जळतील पापें जन्मांतरींची ।

न लागती सायास जावें वनान्तरा । सुखे येतो घरा नारायण ॥

ठायींच बैसोनि करा एक चित्त । अंतरां अनंत आठवावा ।

‘रामकृष्ण हरि मुकुंद केशवा’ । मंत्र हा जपावा सर्वकाळ ॥

– સંત તુકારામ

૨. ‘નામસાધના અત્‍યંત સહેલી છે. અન્‍ય યોગયોગાદિ સાધનાઓમાં જેવી રીતે શરીરને કષ્‍ટ થાય છે, તેવી રીતે નામસ્‍મરણમાં કોઈપણ કષ્‍ટ થતા નથી. કેવળ વાણીથી ‘નામોચ્‍ચાર’ કરવો, એટલું કરીએ કે ઘણું થયું. નામસ્‍મરણ માટે જુદો સ્‍વતંત્ર સમય કાઢવો પડતો નથી. કોઈપણ લૌકિક વ્‍યવહાર કરતી વેળાએ પણ નામસ્‍મરણ કરી શકાય છે. સંસારમાં આપણે રાત-દિવસ જેટલા કષ્‍ટ કરીએ છીએ તેટલા જો નામસ્‍મરણ માટે કરીએ, તો સર્વ સાધ્‍ય થાય છે.’ – પ.પૂ. કાણે મહારાજ, નારાયણગાવ, જિલ્‍લો પુણે, મહારાષ્‍ટ્ર. (શ્રીમદ્‌ભાગવતમાંના અજામિળના આખ્‍યાન પરથી, સ્‍કંધ ૬, અધ્‍યાય ૧ થી ૩)

સમર્થ રામદાસ મહારાજ

૩. જ્ઞાનમાર્ગથી સાધના કરવા માટે તીક્ષ્ણ બુદ્ધિ લાગે છે, જ્‍યારે

‘चहूं वर्णां नामाधिकार । नामीं नाहीं लहान थोर । जडमूढ पैलपार । पावती नामे ॥’

એવું શ્રી દાસબોધમાં (દશક ૪, સમાસ ૩, શ્‍લોક ૨૪) કહ્યું છે. દાસબોધના આ વચનોનો ભાવાર્થ આ પ્રમાણે છે – ચારેય વર્ણના લોકોને ભગવાનનું નામ લેવાનો અધિકાર છે. નામસ્‍મરણના સંદર્ભમાં નાના-મોટા એવો ભેદ નથી. નામના આધાર પર અજ્ઞાની અને મૂરખ  લોકો પણ સુખેથી સંસાર સાગર તરી જાય છે.

 

૬. નામ સદાચારી અને પાપી આ બધાને તારનારું હોવું

‘આગગાડીમાં બેસનારા સર્વ માણસો, પછી તે પ્રથમવર્ગના, બીજાવર્ગના કે આરક્ષણવિનાના (ટિકિટ વિનાના) હોય, જો તેઓ ગાડી છોડે નહીં, તો બધા લોકો ઇચ્‍છિત સ્‍ટેશન સુધી પહોંચી જાય છે. તેવી જ રીતે નામધારકો સદાચારી (ટિકિટ લીધેલા) અથવા પાપી, દુષ્‍ટ અને દુરાચારી (ટિકિટ વિહોણા) ભલે હોય અને જો તેઓ નામને ન છોડે, તો મોક્ષ મેળવે છે. પણ કોઈએ નામગાડીનો ત્‍યાગ કરવો નહીં.’

૬ અ. ‘આપણે પુષ્‍કળ પાપો કરવા છતાં પણ ભગવાનનું નામ લેવાનો આપણને અધિકાર છે, એ જ ભગવાનની કેટલી કૃપા છે !’

– પ.પૂ. કાણે મહારાજ, નારાયણગાવ, જિલ્‍લો પુણે, મહારાષ્‍ટ્ર.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘નામજપનું મહત્ત્વ અને લાભ’ (હિંદી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ)

Leave a Comment