પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ કહેલું નામજપનું શ્રેષ્‍ઠત્‍વ

ધ્‍યાનયોગમાં ‘હું ધ્‍યાન કરવા બેસું છું’, ‘હું ધ્‍યાન ધરી રહ્યો છું’, ‘હું સમાધિમાંથી જાગૃત અવસ્‍થામાં આવ્‍યો’, આ રીતે સૂક્ષ્મ વિચારોને કારણે અહં રહે છે, જ્‍યારે નામજપમાં ‘સદ્‌ગુરુ આપણી પાસેથી નામજપ કરાવી રહ્યા છે’, આ ભાવને કારણે સાધનાનો અહં નિર્માણ થતો નથી, ઊલટું અહં નષ્‍ટ થવામાં સહાયતા થાય છે.

ભજન, ભંડારો (અન્‍નદાન) અને નામસ્‍મરણના માધ્‍યમ દ્વારા અધ્‍યાત્‍મ શીખવનારા પ.પૂ. ભક્તરાજ મહારાજજી !

‘‘હું સંન્‍યાસી છું. એકવાર જ ભોજન કરું છું.’’ બાબાના તો પ્રાણ કંઠે આવ્યા; પણ પછી બધો જ ખુલાસો થયો ત્‍યારે તેમણે નૈવેદ્યની થાળીમાંથી કઢી અને બેસનચીકીનો સ્‍વીકાર કરીને (આ બન્‍ને વાનગીઓ શ્રી સાઈબાબાને પ્રિય હતી.) સ્‍વામીએ પોતે પ્રત્‍યક્ષ સાઈબાબા હોવાનો શુભ સંકેત આપ્‍યો.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યના પ્રેરણાસ્‍થાન પ.પૂ. ભક્તરાજ મહારાજજી !

પ.પૂ. ભક્તરાજ મહારાજ એ જ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યના પ્રેરણાસ્‍થાન છે. પ.પૂ. બાબાની સંકલ્‍પશક્તિ અને કૃપાશીર્વાદને કારણે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય દિવસે દિવસે વધી રહ્યું છે.

સનાતનના શ્રદ્ધાસ્થાન સંત ભક્તરાજ મહારાજ

 આ જીવનમાં આપણી ભૂમિકા એક મહેમાન જેવી હોવી જોઈએ. ‘આપણે મહેમાન છીએ અને આપણે ફરી આપણા ઘરે જવાનું છે’, તેનું ભાન રાખવું.