કૃષ્ણભક્ત સંત મીરાંબાઈ
ઈશ્વર નિર્ગુણ-નિરાકાર અને સગુણ-સાકાર પણ છે. નિરાકાર ચેતન રૂપમાં સૃષ્ટિમાં સમાયેલા છે. તેમના વિના ક્યાંય પણ કશું જ નથી. જેવી રીતે વસ્ત્રમાં સૂતર અને મોજાંમાં પાણી હોય છે, તેવી રીતે તેઓ સર્વત્ર છે. તેમના વિના વિશ્વમાં કોઈ સત્તા નથી.