સનાતનના શ્રદ્ધાસ્થાન સંત ભક્તરાજ મહારાજ

૧. ‘પ્રીતિ’નું મૂર્તિમંત સ્‍વરૂપ રહેલા ભજનાનંદી સંત ભક્તરાજ

મહારાજ શિષ્‍ય દિનકરની(પ.પૂ. ભક્તરાજ મહારાજની) ગુરુદેવ પરની ભક્તિ અને
શ્રદ્ધા કેટલા ઉચ્‍ચ સ્‍તર પરના હતા, એ આગળ આપેલા કેટલાક ઉદાહરણો દ્વારા ધ્‍યાનમાં આવશે.

અ. ગુરુદેવે જમી લીધા પછી જ તેમનું એંઠું, પ્રસાદ તરીકે દિનકર આરોગતા હતા. દિનકર પ્રતિદિન સવારે ગુરુના (શ્રી અનંતાનંદ સાઈશનાં) ચરણ ધોઈને તે પાણી ‘તીર્થ’ તરીકે પ્રાશન કરતા હતા. એકવાર શ્રી સાઈશની પાછળ કાદવમાંથી જતી વેળાએ શ્રી સાઈશનાં ચરણ પડીને પડેલા ખાડામાંના કાદવ મિશ્રિત પાણી તીર્થ તરીકે પીતા દિનકર પાછળથી ચાલી રહ્યા હતા ! ગુરુદેવના કપડાં ધોયા પછી રહેલું સાબુનું થોડું પાણી દિનકર તીર્થ તરીકે પીતા. આવા વાતની એકાદ સાધક કલ્‍પના પણ કરી શકે નહીં.

આ. એકવાર દીકરીને, નાની મીનાને લઈને દિનકર રસ્‍તા પરથી ચાલતા હતા ત્‍યારે તેમના મનમાં વિચાર આવ્‍યો, ‘દીકરીને સંભાળીને લઈ જનારો હું કોણ ? ગુરુદેવ સમર્થ છે.’ આ વિચાર સાથે જ તેમણે મીનાને રસ્‍તા પર જ છોડી દીધી અને એકલા જ આગળ નીકળી ગયા. તે સાંજે પોલીસચોકીમાં મળી !

ઇ. એકવાર દિનકર ગુરુદેવ સાથે મેહતાખેડી ખાતે પગદંડીથી જઈ રહયા હતા. ગુરુદેવ આગળ અને દિનકર પાછળ. બપોર થઈ હતી. જતાં જતાં દિનકરને અચાનક બે થી અઢી ફૂટ ઊંચાઈની ફેણ કાઢીને માર્ગમાં ઊભો રહેલો એક નાગ દેખાયો. ગુરુદેવ ક્યાંય પણ દેખાતા નહોતા. મરવું કે જીવિત રહેવું તે તે નાગની ઇચ્‍છા પર જ હતું. ગુરુ ચાલતા ગયા તે જ પગદંડી પર નાગ દેખાવાથી દિનકરે ભૂમિ પર માથું ટેકવીને તે નાગને નમસ્‍કાર કર્યા. માથું ઊંચું કરીને જુએ છે, તો નાગના સ્‍થાન પર ગુરુદેવ ઊભા હતા. તેમણે તેને કહ્યું, ‘‘ચાલ, ઊભો થા.’’ થોડા સમય પછી દિનકરની પહેલી મુલાકાતમાં પીરબાબાએ તેમને કહેલું સાંભર્યું, ‘વે (ગુરુ) સાપ બનેંગે, બિચ્‍છુ બનેંગે, તો ભી ડરના નહીં ।’

ઈ. એકવાર લોધીપુરમાં હરિભાઊના ઘરમાં હતા ત્‍યારે સૌ. સુશીલા (પ.પૂ. બાબાનાં પત્ની) બીમાર હતાં. ગુરુદેવ આવ્‍યા પછી સુશીલાને આરામ કરતી જોઈને તેમણે દિનકરને પૂછ્‍યું, ‘‘સુશીલા બીમાર છે શું ?’’ દિનકરે ‘‘હા’’ પાડી; પણ રસોઈનું કાંઈ કરતા નહોતા. તે વિશે ગુરુદેવે પૂછ્‍યા પછી દિનકરે કહ્યું, ‘‘સર્વ સંસારનો ભાર તમારા પર મૂક્યો છે, ત્‍યારે હું શા માટે તેની ચિંતા કરું ?’’ પછી ગુરુદેવે પોતે રસોઈ કરી તેમજ દિનકર અને સુશીલાને પીરસ્‍યું !

 

  ૨. ભક્તવત્‍સલ અને પ્રીતિસ્‍વરૂપ પ.પૂ. બાબા

આધુનિક કાળમાં બાબા (પ.પૂ. ભક્તરાજ મહારાજ) જેટલું લાખો કિલોમીટર ભ્રમણ કરેલા અન્‍ય કોઈ સંત હશે કે કેમ, આ એક શંકા જ છે. બાબા પ્રત્‍યેક બે-ત્રણ દિવસ પછી નવા ગામમાં રહેતા. આ ભ્રમણ પાછળનો ઉદ્દેશ આ પ્રમાણે હતો. શિષ્‍યોની જો પ્રગતિ થવી હોય, તો ગુરુ-શિષ્‍ય સંપર્ક વધારેમાં વધારે હોવો જોઈએ.

શિષ્‍યોને સંસારી અડચણો હોવાથી તેઓ નિરંતર બાબા પાસે જઈ શકતા નહોતા; તેથી બાબા પોતે જ તેમની પાસે જતા હતા. આ પાછળનો હજી એક ઉદ્દેશ હતો અને તે એટલે ધુળે, જળગાવ, નાશિક, પુના, મુંબઈ ઇત્‍યાદિ જુદા જુદા સ્‍થાનો પર શિષ્‍યોએ પૈસો અને સમયનો વ્‍યય કરીને (વેડફીને) બાબા પાસે જવા કરતાં બાબા પોતે જ એકાદ ઠેકાણે જાય, તો ત્‍યાંના સર્વ શિષ્‍યોને આપમેળે જ ગુરુદર્શન, ગુરુસહવાસ અને ગુરુસેવાનો લાભ થતો હતો.

જેવી રીતે સાકરનો ગુણધર્મ મીઠાશ, તેવી રીતે બાબાનો એકજ ગુણધર્મ કહેવાનું થાય, તો ‘પ્રીતિ’ કહી શકાશે. સાવ નિરપેક્ષ, પ્રેમને ખાતર પ્રેમ, એવું જ તેનું સ્‍વરૂપ છે. આ પ્રીતિને કારણે કોઈને રાત્રે શિયાળામાં સૂતી વેળાએ ઓઢવાનું આપવું, કોઈ ભલે ગમે ત્‍યારે આવે, તો પણ તેના ખાવા-પીવાની પ્રથમ સગવડ કરવી, આ રીતે બાબા વર્તન કરતા જોવા મળતા.

બાબા પ્રીતિ સ્‍વરૂપ હોવાથી જ તેમને અરતે-ફરતે નિરંતર માણસો જોઈતા હતા. માણસો ન હોય, તો તેઓ અસ્‍વસ્‍થ જણાતા; કારણકે જો માણસો ન હોય, તો પ્રીતિ કોના પર કરવી ! ‘પ્રીતિ’ આ એકજ કારણસર બાબા ભણી ભક્તો આકર્ષિત થતા હતા.

 

૩. ભજનાનંદી બાબા

ભજન એટલે બાબાનું સૌથી ગમતું વિશ્રાંતિનું સ્‍થાન. બાબા એટલે જ ભજન અને ભજન એટલે જ બાબા. શિષ્‍યાવસ્‍થામાં ભજન એટલે બાબાની સાધના, સેવા હતી. ગુરુદેવની સામે ઊભા રહીને બાબાએ કલાકોના કલાકો સુધી ભજનો ગાયા છે. ગુરુપદ પર આરૂઢ થયા પછી  ભજન એટલે બાબા દ્વારા શિષ્‍યોને ઉપદેશ કરવાનું અને ચૈતન્‍ય સાથે એકરૂપ થવાનું; માર્ગદર્શન કરવાનું એક માધ્‍યમ બની ગયું હતું. બાબાના ગુરુદેવે એકવાર તેમને કહ્યું, ‘‘ખુદકે લિયે લિખા, અબ દૂસરોંકે લિયે લિખ.’’ ત્‍યાર પછી બાબાએ ઉપદેશપર ભજનો પણ લખ્‍યાં.

તે પહેલાંના ભજનો સાધક-અવસ્‍થામાંની તાલાવેલી, અડચણો, અનુભૂતિ વિશેના હતાં. બાબાને શબ્‍દોમાંથી જે કાંઈ શીખવવું હતું, તે તેમણે પ્રમુખતાથી ભજનો દ્વારા શીખવ્‍યું. ભજનો દ્વારા શીખવતી વેળાએ બાબા પોતે આપેલા રાગ દ્વારા અપ્રતિમ રીતે ભજનો ગાતા હોવાથી તેમનામાં નાદશક્તિ સહિત ચૈતન્‍ય પણ છે; તેથી જ ભજનો સાંભળનારાઓને શબ્‍દજન્‍ય અને શબ્‍દાતીત આ રીતે બન્‍ને પ્રકારની શિખામણ મળે છે. તેથી જ બાબાએ વ્‍યાખ્‍યાનો, પ્રવચનો ઇત્‍યાદિના માધ્‍યમો દ્વારા અધ્‍યાત્‍મ શીખવવાને બદલે તે ભજનોના માધ્‍યમ દ્વારા શીખવ્‍યું.

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘સંત ભક્તરાજ મહારાજજીના બાળપણ થી શિષ્‍યાવસ્‍થા’

 

   સાધનાના સંદર્ભમાં પ.પૂ. બાબાજીનું અમૂલ્‍ય માર્ગદર્શન

૧. સ્‍વામિત્‍વ (માલિકી હક)

વર્ષ ૧૯૮૭માં વિશાખાપટ્ટણમ્ ખાતે ગુરુપૂજન સમયે બાબા બેઠા હતા ત્‍યારે વરસાદ પડવાનો ચાલુ થયો. બાબાએ સ્‍થાન પરથી હલ્‍યા સિવાય ભજન ગાવાનું ચાલુ કર્યું. તે સમયે બાબા વરસાદમાં પલળે નહીં, તેથી ‘ઇંગે’ નામક જર્મન સ્‍ત્રીએ તેમના પર વસ્‍ત્ર ઓઢાડ્યું. બાબાને લાગ્‍યું ‘આ સ્‍ત્રી શરીરથી ભલે જર્મન હોય, તો પણ મનથી, સંસ્‍કારોથી ભારતીય જ છે.’

ઇંગે : મારા ઘરનું નામ શું પાડું ?

બાબા : જો આ ઘર તારું છે, તો પછી હું શા માટે નામ પાડું ?

ઇંગે : તમારું જ છે. તમે જ લઈ લો.

બાબા : તારા આ રીતે કહેવા પર મારો વિશ્‍વાસ નથી. દસ્‍તાવેજ પર ઘર મારા નામે થવું જોઈએ. આ સંભાષણ પછી બાબાએ કહ્યું, ‘‘તારે રહેવા માટે એક ઓરડો પૂરતો છે. આટલા મોટા ઘરનું શું કરવાની છો ? જો એકજ ઓરડો હશે, તો તને હિલચાલ કરવામાં સગવડ રહેશે. ગમે ત્‍યાં આવી-જઈ શકાશે.’’ અંતમાં બાબાએ કહ્યું, ‘‘ઠીક છે. આ બધું તારું દાયિત્‍વ છે. મારું નહીં.

તારા ઘરની કાળજી લેજે. તારા ઘરનું નામ ‘‘નામમાત્ર’’. આટલું બોલીને બાબાએ તેનો અર્થ કહ્યો, ‘‘વસ્‍તુ અને શરીર આવે અને જાય છે. આપણે તેને જુદા જુદા નામ આપીએ છીએ. તે ગયા પછી કાંઈ જ રહેતું નથી, એટલે જ કે તે નામ પૂરતાં રહે છે. તેથી મેં તારા ઘરનું નામ ‘નામમાત્ર’ પાડ્યું. ઘરમાં આવતા-જતાં નામ દેખાય પછી તને સ્‍મરણ થશે કે, તું ભલે ઘરની સ્‍વામિની રહેતી, તો પણ નામ પૂરતી જ છો.’’

૨. મહેમાનની જેમ જગત્‌માં રહેવું

આ જીવનમાં આપણી ભૂમિકા એક મહેમાન જેવી હોવી જોઈએ. ‘આપણે મહેમાન છીએ અને આપણે ફરી આપણા ઘરે જવાનું છે’, તેનું ભાન રાખવું. સ્‍ત્રી ભલે ગમે તેવી રસોઈ બનાવે, તો પણ મહેમાન તેના વખાણ જ કરે છે. તેવી જ રીતે આપણે જીવનમાંના સુખદુઃખોનો આનંદથી સ્‍વીકાર કરવો જોઈએ. ‘સુખદુઃખે સમે કૃત્‍વા.’, કારણકે આ જીવ આ જીવનમાં મહેમાન છે. આપણું નિત્‍ય ઘર પ્રભુચરણોમાં છે. તેનું સદૈવ ભાન રાખવું, અર્થાત્ તેમનું નામસ્‍મરણ. આપણે આપણા ઘરે ગુસ્‍સે થઈએ છીએ, હઠ કરીએ છીએ, રિસાઈએ છીએ; તેથી પરમેશ્‍વર સાથે ઝગડવું, તેમના પર રિસાવું અને તેમની પાસે હઠ કરવી. શરીરનો ત્‍યાગ કરતી વેળાએ જીવ આનંદથી ગાંડો થવો જોઈએ, કારણકે તે તેના ઘરે જતો હોય છે.

૩. ભક્તિયોગનું મહત્વ ‘પાણીના હોજમાં જો હીરાનો નગ પડે, તો તે કાઢવા
માટે એક તો પાણી ઉલેચવું પડે, અથવા તો તે પાણીમાં ઝંપલાવવાનું સાહસ ખેડવું પડશે.

આ સાહસ બતાવતી વેળાએ પણ હીરો કાઢવાના નિજધ્‍યાસ (ધ્‍યેય)નું ભાન પૂર્ણ રીતે હોવું જોઈએ. પાણીનો ભય ભૂલીને જો કાર્ય બને, તો પ્રાપ્‍તિ. જો હીરાનો ધ્‍યાસ અધવચ્‍ચે જ પાણીના ભયથી છૂટી જાય, તો જીવ ગૂંગળાઈ જશે, આ વાત નક્કી અને નિરાશ થઈને પાછું આવવું પડશે; પણ આ બધા કષ્‍ટપ્રદ બાબતોની ભક્તોને શું આવશ્‍યકતા ? તે પરમેશ્‍વર કરતાં જુદો ન હોવાથી તેનું બધું જ ઈશ્‍વરે અંગીકાર કર્યું છે. કેવળ તેમનું સ્‍મરણ કરવું પડે છે. પછી નામ લો કે ન લો.

‘નિષ્‍ઠાવંત ભાવ એ ભક્તનો સ્‍વધર્મ છે. નિર્ધાર આ વર્મ ચૂકવું જોઈએ નહીં ॥
નિષ્‍કામ નિશ્‍ચલ વિઠ્ઠલ વિશ્‍વાસ છે । કરવી નહીં આશા હજી કોઈની ॥
તુકારામ કહે છે એવા કોઈની ઉપેક્ષા થઈ નથી, કે ઉપેક્ષા થઈ હોવાનું સાંભળ્યું પણ નથી ॥

આ તુકારામ મહારાજનું સુભાષ્‍ય છે.’

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘સંત ભક્તરાજ મહારાજજીની શિખામણ : સાધના વિશે પ્રત્‍યક્ષ માર્ગદર્શન’ (ગ્રંથ અંગ્રેજી ભાષામાં ઉપલબ્‍ધ છે.)

Leave a Comment