પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યના પ્રેરણાસ્‍થાન પ.પૂ. ભક્તરાજ મહારાજજી !

પ.પૂ. ભક્તરાજ મહારાજ, સનાતન સંસ્‍થાના પ્રેરણાસ્‍થાન

પ.પૂ. ભક્તરાજ મહારાજજીની (પ.પૂ. બાબાની) પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી પર ઑગસ્‍ટ ૧૯૮૭માં તેમના શિષ્‍ય તરીકે સ્‍વીકાર કરવાથી માંડીને આજ સુધી સ્‍થૂળ તેમજ સૂક્ષ્મ દ્વારા કૃપાદૃષ્‍ટિ જ છે. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને વિવિધ પ્રસંગો દ્વારા આપેલી શિખામણ અને તેમની અધ્‍યાત્‍મમાં કરાવી લીધેલી પ્રગતિ, એ પ.પૂ. બાબાના કૃપાશીર્વાદનું જ પરિણામ છે. આ વિશેની વિગતવાર જાણકારી સનાતન-નિર્મિત આદર્શ શિષ્‍ય, ગુરુ અને સંત ભક્તરાજ મહારાજજીની શિખામણ આ (હિંદી અને અંગ્રેજી ભાષાઓમાં ઉપ્‍લબ્‍ધ) ગ્રંથમાલિકામાં આપી છે.

પ.પૂ. ભક્તરાજ મહારાજ એ જ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યના પ્રેરણાસ્‍થાન છે. પ.પૂ. બાબાની સંકલ્‍પશક્તિ અને કૃપાશીર્વાદને કારણે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય દિવસે દિવસે વધી રહ્યું છે. આ વિશે શબ્‍દોમાં કાંઈપણ વ્‍યક્ત કરવું સંભવ નથી. તેમ છતાં પણ પ.પૂ. બાબાનો પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી પરનો પ્રેમ, તેમજ તેમણે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યને આપેલા આશીર્વાદ લૌકિક અર્થથી સમજાય, એ માટે અત્રે વિશદ કરી રહ્યા છીએ.

પ.પૂ. ભક્તરાજ મહારાજજીને તેમના ગુરુદેવના ચિત્રોનો ફલક બતાવતી વેળાએ પ.પૂ. ડૉ. આઠવલેજી (ગોવા ૧૯૯૩)

 

૧. પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ સાધકો
પાસે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના વખાણ કરવા

એકવાર પ.પૂ. બાબાએ કહ્યું, ડૉક્‍ટર (પ.પૂ. ડૉ. આઠવલે) જે કાંઈ કરી રહ્યા છે, તે સૌથી મોટી સેવા ! તમે જોશો, ડૉક્‍ટર મારું નામ, મારા ભજનો સર્વ જગત્‌માં પહોંચાડશે. સર્વ જગત્‌માં મારું નામ થશે. – શ્રી. શશિકાંત પંડિત, નાગપૂર (૨૩.૧૨.૨૦૧૩)

 

૨. પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ પરાત્‍પર ગુરુ ડૉ.
આઠવલેજીનાઆધ્‍યાત્‍મિક અધિકાર વિશે કાઢેલા ગૌરવોદ્‌ગાર !

અ. વર્ષ ૧૯૮૯માં એકવાર હું જમવા માટે અન્‍યો સાથે સમૂહમાં બેસતો હતો ત્‍યારે પ.પૂ. બાબાએ મને કહ્યું, તમે અહીં બેસશો નહીં. જુદા બેસો. તમે તેમના કરતાં જુદા છો !

આ. વર્ષ ૧૯૯૦માં નરસોબાની વાડી (એક ગામ) ખાતે ગુરુપૂર્ણિમાની આગલી રાત્રે પરંપરાનુસાર પ.પૂ. બાબાનું ત્‍યાંના એક સભાગૃહમાં ભજન હતું. ભજનનો આરંભ કરવા પહેલાં પ.પૂ. બાબાએ અમને આગળ બેસવા માટે કહ્યું અને મારી ઓળખાણ કરાવતી વેળાએ કહ્યું, જે કાંઈ હું પદ્યમાં ગાવું છું, તે જ આ ગદ્યમાં કહે છે !

ઇ. વર્ષ ૧૯૯૧માં મારી દેખતા ઘણીવાર પ.પૂ. બાબા અન્‍યોને કહેતા, તે તો જીવનમુક્ત છે.

ઈ. વર્ષ ૧૯૯૨માં સ્‍થિતપ્રજ્ઞતાના સ્‍તર પર રહેવાની ઇચ્‍છા ધરાવનારા મને બાબાએ કહ્યું, સ્‍થિતપ્રજ્ઞ એટલે અંતિમ એવું નથી. તેની કરતાં પણ આગળ જવું જોઈએ.

ઉ. નવેંબર ૧૯૯૨માં મારા વિશે મુંબઈના શ્રી. શિવાજી વટકરને ચાર-પાંચ વેળા બાબાએ કહ્યું, Dr. Athavale remembers his real self. (ડૉ. આઠવલેજીને સ્‍વસ્‍વરૂપનું સ્‍મરણ થયું છે.)

ઊ. વર્ષ ૧૯૯૪માં પ.પૂ. બાબાજીએ એક શિષ્‍યને કહ્યું, કેવળ બે જણનો નામજપ સતત ચાલુ છે. એક એટલે જ્‍યોતિ (મૂળ નામ ઇંગે, એક જર્મન સાધિકા) અને બીજા એટલે ડૉક્‍ટર (ડૉ. જયંત આઠવલે) !

એ. વર્ષ ૧૯૯૫માં એક જ્‍યોતિષી પ.પૂ. બાબા પાસે આવ્‍યા હતા. તેમણે બાબાજીની જન્‍મકુંડલીનો અભ્‍યાસ કર્યો હતો. તેમને મારી ઓળખાણ કરાવતી વેળાએ બાબાએ કહ્યું, તેમની અને મારી એકજ પત્રિકા (કુંડલી) છે !

ઐ. ૧૫.૫.૧૯૯૫ના દિવસે પ.પૂ. બાબાએ મને કહ્યું, તમે મરી ગયા જ છો (અહમ્ લય થયો છે.) કોઈપણ સંત પાસે જશો, તો તેઓ એમ જ કહેશે !

 (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે

પ.પૂ. ભક્તરાજ મહારાજજીને તેમના ગુરુદેવના ચિત્રોનો ફલક બતાવતી વેળાએ પ.પૂ. ડૉ. આઠવલેજી (ગોવા ૧૯૯૩)

 

૩. પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ પરાત્‍પર ગુરુ
ડૉ. આઠવલેજીના અધ્‍યાત્‍મપ્રસારના કાર્યનો આરંભ કરવો

વર્ષ ૧૯૯૧માં નાશિક ખાતે હતા ત્‍યારે બાબાએ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને કહ્યું કે, અધ્‍યાત્‍મનું શિક્ષણ અને પ્રસારનું કાર્ય સનાતન ભારતીય સંસ્‍કૃતિ સંસ્‍થાના નામ હેઠળ કરો. આ રીતે બાબાજીએ જ સનાતનનું નામકરણ કર્યું અને તે સાથે જ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના અધ્‍યાત્‍મપ્રસાર-કાર્યનો પણ આરંભ કર્યો.

ગુરુદેવને વંદન કરતી વેળાએ શિષ્‍ય ડૉ. આઠવલેજીનો ભાવ… મારા ચિત્તની નિમણૂક તારી સેવા માટે કરી છે -। હવે કરવા જેવું બાકી કાંઈ રહેતું નથી -॥

 

૪. પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ અધ્‍યાત્‍મપ્રસારના કાર્યને આપેલા આશીર્વાદ !

અધ્‍યાત્‍મપ્રસારના સંદર્ભમાં પ.પૂ. બાબાએ મને આગળ જણાવેલા વર્ષે ઉત્તરોત્તર પ્રગતિપર આશીર્વાદ આપ્‍યા.

૧૯૯૨ : અધ્‍યાત્‍મનો પ્રસાર સમગ્ર મહારાષ્‍ટ્રમાં કરો.
૧૯૯૩ : અધ્‍યાત્‍મનો પ્રસાર સમગ્ર ભારતમાં કરો.
૧૯૯૫ : અધ્‍યાત્‍મનો પ્રસાર સમગ્ર જગત્‌માં કરો.

૪ અ. પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ પરાત્‍પર ગુરુ
ડૉ. આઠવલેજીને અધ્‍યાત્‍મપ્રસાર માટે પોતાની ઍમ્‍બૅસેડર ગાડી આપવી

૧૯૯૩માં મારી ગાડી જૂની થઈ હોવાથી અને નવી ગાડી લેવા માટે પૈસા ન હોવાથી પ્રસાર માટે સર્વત્ર જવું મારા માટે કઠિન છે, એવું મેં પ.પૂ. બાબાને કહ્યા પછી તેમણે તેમની ઍમ્‍બૅસેડર ગાડી મને આપી. આ કાર્ય માટે જાણે કેમ આશીર્વાદ ન આપતા હોય તેમ બાબા એ ૧૯૯૩માં પોતાની ગાડીનો ધ્‍વજ મને આપ્‍યો અને કહ્યું, આ ઝંડો લગાડીને સર્વત્ર અધ્‍યાત્‍મપ્રસાર માટે ફરો ! વર્તમાનમાં આ ગાડી દેવદ, પનવેલ સ્‍થિત સનાતનના આશ્રમમાં છે.

૪ આ. પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ પરાત્‍પર ગુરુ
ડૉ. આઠવલેજીને અધ્‍યાત્‍મપ્રસાર માટે પૈસા ન હોવાથી પૈસા પણ આપવા

ગુરુપ્રાપ્‍તિ પછી સમય સમય પર હું પ.પૂ. ભક્તરાજ મહારાજજીને કાંઈક તોયે અર્પણ કરતો જ હતો. તો પણ બધું ગુરુદેવનું જ છે, આપનારો હું કોણ ? આ ભાવ નિર્માણ થયો નહીં. આગળ જતાં ગુરુકૃપાથી ઉપચાર માટે આવતા દર્દીઓ ઓછા થવાથી પ.પૂ. બાબાને અર્પણ કરવાની અમારી ક્ષમતા ઓછી થઈ. જાન્‍યુઆરી ૧૯૯૩માં બાબાને ૨ સહસ્ર રૂપિયા અર્પણ કર્યા. બાબાએ તે પાછા આપ્‍યા અને કહ્યું, અધ્‍યાત્‍મપ્રસાર માટે અમારે જ તમને આપવા જોઈએ.

ફેબ્રુઆરી ૧૯૯૩માં મહાશિવરાત્રિ માટે બાબા મોરચંડી ખાતે આવ્‍યા. તે સમયે અમે તેમને કાંઈપણ અર્પણ કરી શક્યા નહીં. ઊલટું તેમણે જ વાહનમાં (મોટરમાં) પેટ્રોલ ભરી આપ્‍યું અને પાછા ફરતી વેળાએ ૫૦૦ રૂપિયા આપ્‍યા. અમે બાબાને કાંઈ અર્પણ કરીએ તેને બદલે તેમણે જ અમને પૈસા આપ્‍યા, એ જોઈને અમને લાગી આવ્‍યું. તેવું અમે જ્‍યારે બાબાના પરમશિષ્‍ય પ.પૂ. રામજીદાદા (પ.પૂ. રામાનંદ મહારાજને) કહ્યું ત્‍યારે તેમણે કહ્યું, ગુરુદેવ પર બધો જ ભાર સોંપી દેવાથી તેમણે જ પૈસા આપવા જોઈએ. તે જ મહિનામાં પ.પૂ. કાણે મહારાજજીને થોડા પૈસા અર્પણ કર્યા. તેમણે પણ તે પાછા આપ્‍યા. સર્વ સંતો અંદરથી એકજ હોય છે, તેનો ફરી એકવાર અનુભવ થયો.

 (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે (૧૯૯૩)

૪ ઇ. પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ પરાત્‍પર
ગુરુ ડૉ. આઠવલેજીને શ્રીકૃષ્‍ણાર્જુનનો રથ આપવો

૯.૨.૧૯૯૫ના દિવસે પ.પૂ. ભક્તરાજ મહારાજજીના અમૃતમહોત્‍સવ સમયે તેમણે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી, ડૉ. પાંડુરંગ મરાઠે અને મને બોલાવ્‍યા. શ્રીકૃષ્‍ણ-અર્જુનનું મહત્ત્વ અને મહતી વિશદ કરી. તે સમયે લગભગ પોણો કલાક સુધી પ.પૂ. બાબા બોલી રહ્યા હતા. ત્‍યાર પછી પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના હાથમાં શ્રીકૃષ્‍ણાર્જુનનો ચાંદીનો એક રથ આપ્‍યો અને કહ્યું, ગોવા ખાતે આપણું કાર્યાલય થશે. ત્‍યાં મૂકજો. – શ્રી. પ્રકાશ વાસુદેવ જોશી, ફોંડા, ગોવા.

(પ.પૂ. બાબાના કહેવા અનુસાર સનાતન સંસ્‍થાનું મુખ્‍ય કાર્યાલય (આશ્રમ) પણ હવે ગોવામાં જ છે. ત્‍યાં પ.પૂ. બાબાએ આશીર્વાદ તરીકે આપેલો શ્રીકૃષ્‍ણાર્જુનનો ચાંદીનો રથ મૂક્યો છે. – સંકલક)

 

૫. સનાતન હું ચલાવીશ ! – પ.પૂ. ભક્તરાજ
મહારાજજીએ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને આપેલી સાક્ષી !

ફેબ્રુઆરી ૧૯૯૫માં પ.પૂ. બાબાનો અમૃતમહોત્‍સવ થયો. ત્‍યારે એકવાર અચાનક પથારીમાંથી બેઠા થઈને વિશિષ્‍ટ અવાજમાં શ્રી. શરદ મેહેરને કહ્યું, ’સનાતન હું ચલાવીશ !’

Leave a Comment