અલંકારોમાં રહેલા વિવિધ રત્નોનું શરીર પર થનારું પરિણામ

Article also available in :

દાગીનામાં જુદા જુદા પ્રકારના રત્નો જડાવવામાં આવે છે. આ રત્નોનું શરીર પર થનારું પરિણામ, તેમજ અલંકારોમાંના રત્નો પ્રત્‍યે અલંકાર પરિધાન કરનારાએ કેવો ભાવ રાખવો જોઈએ, તે આ લેખ દ્વારા જાણી લઈએ.

 

૧. સોનું, મોતી અને હીરાથી
બનાવેલા અલંકારોમાં આકર્ષિત થનારી લહેરો

અલંકારોના પ્રકાર આકર્ષિત થનારી લહેરો
એક ‘વિદ્વાન’એ આપેલું જ્ઞાન (નોંધ ૧) ‘ઈશ્‍વર’એ આપેલું જ્ઞાન (નોંધ ૨)
૧. ‘સુવર્ણ અલંકાર તેજતત્ત્વયુક્ત લહેરો  તેજતત્ત્વયુક્ત ઈશ્‍વરી લહેરો
૨. મોતીના અલંકારો આપતત્ત્વની પ્રબળતા અને અંશત:    તેજતત્ત્વયુક્ત લહેરો વાયુ અને તેજ તત્ત્વયુક્ત દેવતાઓની લહેરો
૩. હીરાના અલંકારો પૃથ્‍વી અને તેજતત્ત્વોથી
યુક્ત લહેરો (નોંધ ૩)
પ્રકટ શક્તિ અને તેજતત્ત્વયુક્ત દેવતાઓની લહેરો’

નોંધ ૧ : શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૧૬.૧૧.૨૦૦૭, સવારે ૧૧.૨૮

નોંધ ૨ :  કુ. મધુરા ભોસલેના માધ્‍યમ દ્વારા

નોંધ ૩ : હીરામાં તેજતત્ત્વ આકર્ષિત કરીને તે શક્તિના સ્‍તર પર ઘનીભૂત કરવાની ક્ષમતા પ્રક્ષેપણ કરતાં વધારે હોય છે; પરંતુ સોનું અન્‍ય સર્વ ધાતુઓની તુલનામાં સૌથી વધારે પ્રમાણમાં તેજતત્ત્વ ગ્રહણ કરનારું અને પ્રક્ષેપણ કરનારું છે.

 

૨. દાગીનામાં જડાવેલા રત્નોનું શરીર પર સારું પરિણામ થવું

‘સોના-ચાંદીના દાગીનાઓમાં જુદા-જુદા રત્ન, હીરા, માણેક, પરવાળા, લીલમ જેવા રત્નો જડાવેલા હોય છે. આ રત્નોને લીધે શરીરને જુદું જ તેજ પ્રાપ્‍ત થાય છે. સૂર્ય, ચંદ્ર અને અન્‍ય ગ્રહો દ્વારા આવનારા કિરણો રત્નોમાંથી પરાવર્તિત થતા હોવાથી તેનું શરીર પર સારું પરિણામ થાય છે. આજકાલ આ રત્નો કૃત્રિમ બનાવટના હોવાથી તેનું સાચું પરિણામ દેખાતું નથી.’

અ. અલંકારોમાં જડાવેલા વિવિધ રત્નોનું શરીર પર થનારું પરિણામ

૧. માણેક : ‘આ શક્તિદાયી હોવાથી એ સ્‍થૂળ દેહને સંરક્ષણ આપી શકે છે.

૨. હીરો : હીરામાંથી પ્રક્ષેપિત થનારું તેજ એ પ્રવાહની ગતિશીલતામાં અખંડતા જાળવનારું હોવાથી તે ઓછા સમયગાળામાં સ્‍થૂળદેહની અને મનોદેહની શુદ્ધિ કરી શકે છે.

૩. પરવાળુ : આ વધારે પ્રમાણમાં શરીરમાંની પ્રાણશક્તિ તત્ત્વાત્‍મક ચેતનાને જાગૃતિ આપનારું હોવાથી એ ક્રિયાધારકતાના પ્રતીક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એના સ્‍પર્શથી કાર્યમાંની ઉત્તેજનામાં વધારો થાય છે.

૪. મોતી : આ આપતત્ત્વસ્‍વરૂપ ઠંડકરૂપી તારકતાનું પ્રતીક હોવાથી તેને લીધે જીવને સતત જાગૃત ચેતનાના રૂપમાં સજાગતા અને પ્રસન્‍નતા પ્રાપ્‍ત થાય છે.

૫. લીલમ : આ તારકતાનું, એટલે કે શક્તિરૂપી તારકતા ઘનીભૂત કરીને રાખવા માટેનું પ્રતીક હોવાથી અપ્રકટ શક્તિતત્ત્વમાં અખંડતા જાળવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે.’

– સૂક્ષ્મ જગત્‌ના ‘એક વિદ્વાન’ (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૨૭.૧૨.૨૦૦૭, બપોરે ૨.૩૯)

 

૩. અલંકારમાં રહેલી ધાતુ અથવા રત્નોનો ભાવ સાથે સંબંધ

‘અલંકારમાં રહેલી ધાતુ અથવા રત્નો એ પંચતત્ત્વોની સહાયતાથી તેની અલંકારિક પદ્ધતિ પ્રમાણે ઘડાવેલી આકારરચનાના પ્રમાણમાં દેવત્‍વદર્શક લહેરો જીવના ભાવ પ્રમાણે ગ્રહણ કરીને તે આવશ્‍યકતા પ્રમાણે પ્રક્ષેપિત કરે છે.

અ. ભાવનું મહત્ત્વ : જીવે કોઈ પણ પ્રકારના અલંકારો ધારણ કર્યા હોય, તોયે તે જીવનો તે અલંકાર પ્રત્‍યે ભાવ હશે, તો જ તે અલંકાર તેને તેના ભાવ અનુસાર દેવત્‍વના માધ્‍યમ દ્વારા અધિકતમ (કમાલ) સ્‍તર પર તે તે પંચતત્ત્વોની સહાયતાથી લાભ મેળવી આપે છે.

આ. ધાતુ અથવા રત્નો એ ક્યા દેવતાના તત્ત્વ સાથે સંબંધિત છે, એના કરતાં એ બ્રહ્માંડમાંના ક્યા પંચતત્ત્વો સાથે સંબંધિત છે, એ મહત્ત્વનું છે.

ઇ. સોનું : સોનાનો સ્‍પર્શ કોઈ પણ જીવના અંત:કરણમાંના તે તે દેવતાના તત્ત્વના ભાવ પ્રમાણે તેને તેજના સ્‍તર પર લાભ કરી આપે છે.

ઈ. ચાંદી : આ ધાતુ રજોગુણના આધારે કાર્યનો વેગ વધારે છે.

ઉ. મોતી : આ તેને આપતત્ત્વના સ્‍તર પર પ્રતિસાદ આપે છે.’

– સૂક્ષ્મ જગત્‌ના ‘એક વિદ્વાન’ (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, અષાઢ વદ પક્ષ ૭, કળિયુગ વર્ષ ૫૧૧૦ (૨૫.૭.૨૦૦૮), સાંજે ૬.૨૦)

 

૪. સાત્ત્વિકતા અને ચૈતન્‍ય પ્રદાન કરનારા સોનાના અલંકારોનું મહત્ત્વ

અ. ‘સોનું શરીરમાં રહેલા પ્રતિકૂળ જંતુઓનો નાશ કરે છે. – બ્રાહ્મણગ્રંથ’

આ. સર્વ ધાતુઓમાં સોનું એ સૌથી સાત્ત્વિક ધાતુ છે.

ઇ. સોનું એ સાત્ત્વિક અને ચૈતન્‍યમય લહેરો ગ્રહણ અને પ્રક્ષેપણ કરનારી ધાતુ : ‘સોનું આ ધાતુ સાત્ત્વિક અને ચૈતન્‍યમય લહેરોનું ગ્રહણ અને તેટલા જ વેગે વાયુમંડળમાં પ્રક્ષેપણ કરે છે. સોનું આ ધાતુ તેજતત્ત્વરૂપી ચૈતન્‍યમય લહેરોનું સંવર્ધન કરવામાં અગ્રેસર છે.’ તેથી સોનાના અલંકારો પરિધાન કરનારી વ્‍યક્તિને સાત્ત્વિકતા અને ચૈતન્‍યનો લાભ મોટા પ્રમાણમાં થાય છે.’ – એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ ‘એક વિદ્વાન’, આ ઉપનામથી પણ લખાણ કરે છે, ૧૦.૧૦.૨૦૦૫)

ઈ. સોનામાંથી પ્રક્ષેપિત થનારી તેજોમય લહેરોને કારણે સ્‍ત્રીમાં રહેલું શક્તિતત્ત્વ કાર્યરત થવું : ‘અલંકારો સોનાના હોવાથી, તેમ જ સોનું આ ધાતુ તેજોમય, એટલે કે તેજતત્ત્વ પ્રદાન કરનારું હોવાથી આ ધાતુમાંથી પ્રક્ષેપિત થનારી તેજોમય લહેરોને કારણે સ્‍ત્રીના શરીરમાંની સૂર્યનાડી કાર્યરત થઈને તેના આધારે સ્‍ત્રીમાં રહેલું શક્તિતત્ત્વ કાર્યરત થઈને સંપૂર્ણ કુટુંબનું રક્ષણ કરે છે.’ – એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ ‘એક વિદ્વાન’, આ નામથી પણ લખાણ કરે છે. ૧૭.૧૨.૨૦૦૫)

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘અલંકારશાસ્‍ત્ર’

Leave a Comment