દશેરા નિમિત્તે સંદેશ

Article also available in :

હિંદુઓ, પ્રતિકારક્ષમ બનો !

‘દશેરા એટલે જ વિજયાદશમી ! આ દિવસ માત્ર પરંપરાગત મીઠાઈઓ ખાવાનો કે આસોપાલવ/આપટાના પાન વહેંચીને ક્ષણિક આનંદ માણવાનો નથી, પરંતુ આ અધર્મ પર ધર્મના અને અન્યાય પર ન્યાયના વિજયનો ઉત્સવ છે. પ્રભુ શ્રીરામે રાવણનો વધ કરીને આ જ દિવસે ધર્મધ્વજ ફરકાવ્યો હતો, મહિષાસુરમર્દિની દુર્ગાએ આ જ દિવસે દુષ્ટ શક્તિઓનો સંહાર કર્યો હતો અને છત્રપતિ શિવાજી મહારાજે સ્વરાજ્યની સીમાઓનો વિસ્તાર કરવા માટે આ જ મુહૂર્તે ‘સીમોલ્લંઘન’ (સરહદ ઓળંગવી) કર્યું હતું. આ શૌર્યપૂર્ણ ઇતિહાસનું સ્મરણ કરવાની આજે આવશ્યકતા છે.

હાલમાં ‘જે માર ખાશે તે હિંદુ’, એવી હિંદુઓની દુર્બળ વ્યાખ્યા બની ગઈ છે. પછી ભલે તે પાડોશી દેશોમાં લઘુમતી હિંદુઓ પર થતા અત્યાચાર હોય કે દેશની અંદર વિવિધ કારણોસર હિંદુઓના સરઘસો (શોભાયાત્રાઓ) પર થતા હુમલા હોય, ઘણીવાર હિંદુ સમાજ માત્ર મૌખિક પ્રતિક્રિયા આપનારો કે નુકસાન સહન કરનારો પુરવાર થાય છે. હિંદુઓ, એ ધ્યાનમાં રાખો કે અન્યાય સહન કરવો એ ધર્મનું લક્ષણ નથી પરંતુ નિર્બળતાનું લક્ષણ છે. દરેક સમયે હુમલો થયા પછી શોક વ્યક્ત કરવો કે માત્ર મૂક મોરચા કાઢવા પૂરતા છે? આ અંગે અંતરમુખ બનીને વિચાર કરો !

હિંદુઓ, વિજયાદશમી એ સીમોલ્લંઘનનું પ્રતીક છે. આજનું સીમોલ્લોંઘન એટલે હિંદુ સમાજે લઘુતાગ્રંથિ અને પરાજયની માનસિકતાની સીમાઓ ઓળંગીને આત્મસન્માન તથા શૌર્યનો સ્વીકાર કરવો. પ્રત્યેક વ્યક્તિને પોતાના, પરિવારના અને સંપત્તિના રક્ષણનો મૂળભૂત અધિકાર કાયદાએ આપેલો છે, આ ધ્યાનમાં રાખો અને આવનારા ભયાનક સમયમાં પોતાના તથા પરિવારજનોના રક્ષણ માટે પ્રતિકારક્ષમ બનો !’

– સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડો. જયંત આઠવલે, સંસ્થાપક, સનાતન સંસ્થા

Leave a Comment