ચાતુર્માસ

અષાઢ સુદ પક્ષ અગિયારસથી કારતક સુદ પક્ષ
અગિયારસસુધીના ચાર મહિનાના સમયગાળાને ચાતુર્માસ કહે છે.


૧. કાળ અને દેવતા

માનવનું એક વર્ષ એટલે દેવતાઓની એક અહોરાત્રિ હોય છે. જેમ જેમ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જઈએ, તેમ તેમ કાળના પરિમાણોમાં પરિવર્તન આવે છે. હવે અંતરિક્ષ યાત્રીઓ ચંદ્રમા પર જઈ આવ્યા, તેમના અનુભવ દ્વારા પણ આ બાબત સિદ્ધ થઈ છે.

બ્રહ્મદેવ દ્વારા નવસૃષ્ટિ નિર્મિતિનું કાર્ય ચાલુ રહે છે અને પાલનકર્તા વિષ્ણુ ભગવાન નિષ્ક્રિય રહે છે; તેથી ચાતુર્માસને વિષ્ણુશયન પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે સમયે શ્રીવિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે. અષાઢ સુદ પક્ષ એકાદશીએ વિષ્ણુશયન, તેમજ કારતક સુદ પક્ષ એકાદશી પછી અર્થાત્ બારસને દિવસે વિષ્ણુ પ્રબોધોત્સવ ઊજવવામાં આવે છે.

મહત્ત્વ

દેવતાઓના નિદ્રાકાળમાં અસુરો પ્રબળ બને છે અને માનવોની સતામણી કરવા લાગે છે. અસુરોથી પોતાનું રક્ષણ કરવા માટે પ્રત્યેક વ્યક્તિને કોઈકને કોઈક તો વ્રત અવશ્ય કરવું જોઈએ , એવું ધર્મશાસ્ત્ર કહે છે.

૨. વિશિષ્ટતાઓ

અ. આ સમયગાળામાં વરસાદને કારણે ધરતીનું રૂપ પલટાઈ જાય છે.

આ. ઘનઘોર વરસાદ વરસવાથી વધારે પ્રમાણમાં યાતાયાત રહેતી નથી. તેથી ચાતુર્માસ દરમિયાન એક સ્થાન પર રહીને વ્રત કરવાની પ્રથા છે. એક સ્થાન પર બેસીને ગ્રંથવાચન, મંત્રજપ, નામસ્મરણ, અધ્યયન, સાધના કરવી, આ બધી ઉપાસનાઓનું મહત્ત્વ છે.

ઇ. માનવીના માનસિક રૂપમાં પણ આ કાળમાં પરિવર્તન થાય છે. શરીરની પચનાદિ ક્રિયાઓ પણ નોખી રીતે ચાલે છે. તે અનુસાર કંદમૂળ, રીંગણ ,આમલી ઇત્યાદિ ખાદ્યપદાર્થો વર્જિત કહ્યા છે.

ઈ. પરમાર્થ માટે પોષક બાબતોની વિધિઓ અને સંસાર માટે મારક બાબતોનો નિષેધ, આ છે ચાતુર્માસની વિશિષ્ટતા.

ઉ. ચાતુર્માસમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્ત્વ છે. ભાદરવા મહિનાના વદ પક્ષમાં મહાલયશ્રાદ્ધ કરવામાં આવે છે.

ઊ. ચાતુર્માસ દરમિયાન તહેવારો અને વ્રતો વધારે હોવાનું કારણ

અષાઢ સુદ પક્ષ એકાદશીથી કારતક સુદ પક્ષ એકાદશી સુધી, પૃથ્વી પર આવનારી લહેરોમાં તમોગુણ પ્રબળતા ધરાવતી લહેરોનું પ્રમાણ વધારે હોય છે. તેમનો સામનો કરી શકાય તે માટે સાત્ત્વિકતા વધારવી આવશ્યક હોય છે. તહેવાર અને વ્રતો દ્વારા સાત્ત્વિકતામાં વૃદ્ધિ થવાથી ચાતુર્માસમાં વધારેમાં વધારે તહેવારો અને વ્રતો આવે છે. શિકાગો (અમેરિકા) સ્થિત મેડિકલ સ્કૂલના સ્ત્રીરોગ-વિશેષ તજ્જ્ઞ, પ્રોફેસર ડૉ. ડબલ્યૂ.એસ. કોગર દ્વારા કરવામાં આવેલા શોધમાં જાણવા મળ્યું કે જુલાઈ, ઑગસ્ટ, સપ્ટેંબર અને ઑક્ટોબરના ચાર માસ દરમિયાન, ખાસ કરીને ભારતમાં સ્ત્રીઓને ગર્ભાશયના રોગ થાય છે અને વધે છે.

એ. ચાતુર્માસમાં ચાર મહિના વ્રતસ્થ રહેવાનું વિધાન છે.

૩. વ્રત

સામાન્ય માણસો ચાતુર્માસ દરમિયાન કોઈ એક તો વ્રત રાખે છે. પર્ણોજન (પાંદડા પર ભોજન કરવું), એકટાણું કરવું, અયાચિત (માગ્યા વિના જેટલું મળે તેટલું જ ખાવું) અથવા કેવળ એકવાર બધા પદાર્થો પીરસી લઈને જમવું, મિશ્રભોજન (થાળીમાંના સર્વ પદાર્થો ભેગા કરી, ભોજન કરવું) ઇત્યાદિ ભોજન નિયમો કરી શકાય છે.

અનેક સ્ત્રીઓ ચાતુર્માસમાં આ રીતે વ્રત રાખે છે – સતત ચાર મહિનાઓ સુધી એક દિવસ ભોજન અને બીજા દિવસે ઉપવાસ. અનેક સ્ત્રીઓ ચાતુર્માસમાં એક અથવા બે અનાજ ખાઈને ભોજન કરે છે. તેમાંની કેટલીક પંચામૃતનો ત્યાગ કરે છે, કેટલીક એકભુક્ત રહે છે. દેશભેદ અનુસાર ચાતુર્માસના વિવિધ આચરણો જોવા મળે છે.

૪. વર્જ્યાવર્જ્ય

૪ અ. વર્જ્ય (ન ખાવું)

૧. પ્રાણીઓના હાડકાંનો ચૂનો, ચામડાના પાત્રનું જળ, ઇડનિંબૂ, મહાળૂંગ, વૈશ્વદેવ (દેવતાઓને અગ્નિ દ્વારા જે આહુતિ આપવામાં આવે છે) કરવામાં આવેલું તેમજ વિષ્ણુ ભગવાનને અર્પણ ન કરેલું અન્ન, મસૂર, માંસ, સફેદ વાલ, ફણસી, ચોળા, અથાણાં, રીંગણ , કલિંગડ, બહુબીજ અથવા નિર્બીજ ધરાવતા ફળો, મૂળા, કોળું, બોર, આમળા, આમલી, પલાંડુ (ડુંગળી), લસણ જેવા પદાર્થો વર્જ્ય કરવા જોઈએ.

૨. પલંગ પર સૂવું,

૩. ઋતુકાળ અતિરિક્ત સ્ત્રીગમન

૪. પરાન્ન (બીજાઓનું અન્ન)

૫. આ કાળમાં વિવાહ તેમજ અન્ય શુભકાર્યો નિષિદ્ધ કહેવામાં આવ્યા છે.

૬. યતિ (સંન્યાસી) માટે ચાતુર્માસમાં વપન વર્જ્ય કહ્યું છે. આ ચારેય મહિના અથવા ઓછામાં ઓછા બે મહિના માટે તોયે એક સ્થાન પર રહેવું, એવું ધર્મસિંધુ અને અન્ય કેટલાક ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે.

૪ આ. સેવન

ચાતુર્માસમાં હવિષ અન્ન સેવન કરવું, એવું કહ્યું છે. ચોખા, મગ, જવ, તલ, વટાણા, ઘઉં, સમુદ્રલવણ, ગાયનું દૂધ, દહીં, ઘી, કટહલ, કેરી, નારિયેળ, કેળાં ઇ. પદાર્થોને હવિષ્ય (ખાવા યોગ્ય) માનવા.

વર્જ્ય પદાર્થો રજ-તમગુણયુક્ત હોય છે અને હવિષ્યાન્ન સત્ત્વગુણપ્રધાન હોય છે.
વધુ જાણકારી માટે વાંચો : સનાતનનો (હિંદી ભાષામાં) ગ્રંથ ‘તહેવાર ઊજવવાની યોગ્ય પદ્ધતિઓ’