કોરોના કાળમાંના નિર્બંધો સમયે હનુમાન જયંતી આ રીતે ઊજવો !

હનુમાન જયંતી અને હનુમાનજીની ઉપાસના

નાનાથી મોટા સુધી બધાને જ આત્‍મીય લાગનારા દેવ એટલે ‘મારુતિ’ ! મારુતિનું અન્‍ય સર્વપરિચિત નામ છે, હનુમાનજી. શક્તિ, ભક્તિ, કલા, ચતુરાઈ અને બુદ્ધિમત્તામાં શ્રેષ્‍ઠ હોવા છતાં પણ હંમેશાં પ્રભુ રામચંદ્રજીનાં ચરણોમાં લીન રહેનારા હનુમાનજીના જન્‍મનો ઇતિહાસ, હનુમાન જયંતી પૂજાવિધિ અને હનુમાનજીની ઉપાસના પાછળનું શાસ્‍ત્ર સનાતન સંસ્‍થા દ્વારા સંકલિત કરેલા આ લેખ દ્વારા જાણી લઈએ. હનુમાન જયંતીના દિવસે અન્‍ય દિવસોની તુલનામાં ૧ સહસ્ર ગણું મારુતિતત્વ કાર્યરત હોય છે. તેનો લાભ લેવા માટે તે દિવસે મારુતિનો જપ ‘શ્રી હનુમતે નમઃ ।’ વધારેમાં વધારે કરવો. આ વેળાએ કોરોનાની પાર્શ્‍વભૂમિ પર અનેક ઠેકાણે આ ઉત્‍સવ હંમેશાંની જેમ ઊજવવામાં મર્યાદાઓ આવી શકે છે. આ લેખમાં કોરોનાના સંકટકાળમાં પ્રતિબંધો વચ્‍ચે પણ હનુમાન જયંતી કેવી રીતે ઊજવવી, એ પણ આપણે સમજી લેવાના છીએ. હનુમાન જયંતીની પાર્શ્‍વભૂમિ પર બલોપાસના સાથે જ ભગવાનની ભક્તિ કરવાનો સંકલ્‍પ કરીએ !

 

૧. જન્મનો ઇતિહાસ

રાજા દશરથે પુત્રપ્રાપ્તિ માટે  યજ્ઞ કર્યો. ત્યારે યજ્ઞમાંથી અગ્નિદેવ પ્રકટ થઈને તેમણે દશરથની રાણીઓ માટે પાયસ (ખીર, યજ્ઞનો અવશિષ્ટ પ્રસાદ) પ્રદાન કર્યો હતો. દશરથની રાણીઓ પ્રમાણે જ તપશ્ચર્યા કરનારી અંજનીને પણ પાયસ મળ્યું હતું અને તેને લીધેજ હનુમાનજીનો જન્મ થયા હતો. એ દિવસે ચૈત્ર પૂર્ણિમા હતી. આ દિવસ  હનુમાન જયંતી તરીકે ઊજવવામાં આવે છે. વાલ્મિકી રામાયણમાં (કિષ્કિંધાકાંડ, સર્ગ ૬૬) નીચે પ્રમાણે હનુમાનજીની જન્મકથા આપવામાં આવી છે – અંજનીના પેટે હનુમાનજીએ જન્મ લીધો. જન્મ થયા પછી સૂર્યબિંબ એ એકાદ ફળ હશે એમ સમજીને હનુમાનજીએ આકાશમાં ઉડાણ કરીને તેના ભણી છલાંગ મારી. એ દિવસે પર્વતિથિ હોવાને કારણે સૂર્યને ગળી જવા માટે રાહુ આવ્યો હતો. સૂર્ય ભણી છલાંગ મારનારા હનુમાન એ બીજા રાહુ જ છે, એમ સમજીને ઇંદ્રએ તેમના પર વજ્ર ફેંકયું. તે તેમને હડપચી પર લાગીને તે કપાઈ ગઈ. આ પરથી તેમનું હનુમાન આ નામ પડ્યું.

 

૨. હનુમાન જયંતીની પૂજાવિધિ

હનુમાનજીનો જન્મોત્સવ પરોઢિયે સૂર્યોદયના સમયે ઊજવવામાં આવે છે. શ્રી હનુમાનજીની મૂર્તિનું અથવા છબીનું આપણને શક્ય હોય તે પ્રમાણે પંચોપચાર અથવા ષોડશોપચાર પૂજન કરવું. સૂર્યોદયના સમયે શંખનાદ કરીને પૂજનનો પ્રારંભ કરવો. નૈવેદ્ય માટે પંજરી (સૂંઠ અને સાકરનું એકત્રિત મિશ્રણ) મૂકી શકાય. ત્યાર પછી તે બધાને પ્રસાદ તરીકે વાંટવું. હનુમાન માટે આકડાનાં પાન અને ફૂલોનો હાર કરવો. પૂજા પછી શ્રીરામની અને હનુમાનની આરતી કરવી.

 

૩. હનુમાનજીની ઉપાસના
અંતર્ગત કરવાની કૃતિઓ હનુમાનને સિંદૂર,
તેમજ  આકડાના પાન અને ફૂલો ચઢાવવા અને પ્રદક્ષિણા કરવી

સિંદૂર, તેમજ  આકડાના પાન તેમજ તલના તેલમાં હનુમાનજીનાં પવિત્રકો આકર્ષિત કરવાની ક્ષમતા સૌથી વધારા હોવાને લીધે આ વસ્તુઓ હનુમાનજીને અપર્ણ કરવી. હનુમાનજીને ફૂલો ચઢાવતી સમયે પૃથ્વી, આપ, તેજ, વાયુ અને આકાશ આ પંચતત્વો પર હનુમાનજીનું અધિપત્ય હોવાનું પ્રતીક સમજીને તે પાંચ અથવા પાંચના ગુણાકારમાં ચઢાવવા. તે રીતે જ હનુમાનજીના મંદિરમાં દર્શન લીધા પછી પાંચ પ્રદક્ષિણા કરવી. અધિક સંખ્યામાં પ્રદક્ષિણા કરવી હોય તો બને ત્યાં સુધી તે પાંચના ગુણાકારમાં, એટલે કે દસ, પંદર, વીસ એમ કરવી.

 હનુમાનજીને નારિયેળ અર્પણ કરવાની પદ્ધતિ

હનુમાનનાં મંદિરમાં જઈને હનુમાનજીને નારિયેળ અર્પણ કરવાની પ્રથા પહેલાંથી ચાલી આવી છે. નારિયેળ અર્પણ કરવા પહેલાં હનુમાનજીની મૂર્તિ સામે તે હાથમાં પકડવું. હાથમાં પકડેલા નારિયેળની શિખા મૂર્તિ ભણી રાખવી. આ સમયે હનુમાનજીના સાત્વિક સ્પંદનો નારિયેળમાં આવે તે માટે હનુમાનજીને પ્રાર્થના કરવી. તે પછી નારિયેળ વધેરીને તેનો અર્ધો ભાગ પોતાના માટે રાખવો અને શેષ ભાગ સ્થાનદેવતાને અર્પણ કરવો.

 આધ્યાત્મિક ત્રાસ અને ગ્રહપીડાના નિવારણ માટે હનુમાનજીની ઉપાસના

ગ્રહપીડા, શનિની સાડાસાતી દૂર કરવા માટે પણ હનુમાનજીની ઉપાસના કહેવામાં આવી છે. આસુરી શક્તિ સામે તેમજ આધ્યાત્મિક ત્રાસ સામે રક્ષણ કરવા માટે કરેલી હનુમાનજીની ઉપાસના પણ વિશેષ ફળદાયી છે.

  નામજપ અને સ્તોત્રપાઠ

હનુમાન જયંતીના દિવસે હનુમાનતત્વ હંમેશ કરતાં ૧ સહસ્ર ગણું કાર્યરત હોય છે. તેનો લાભ લેવા માટે શ્રી હનુમતે નમ:  આ નામજપ વધારેમાં વધારે કરવો. સમર્થ  રામદાસસ્વામીએ રચેલા મારુતિસ્તોત્ર (ભીમરુપીસ્તોત્ર)માં વિવિધ નામોથી હનુમાનજીના રૂપોનું વર્ણન અને સ્તુતિ કરવામાં આવી છે. નિયમિત સ્તોત્રપાઠ કરવાથી પાઠ કરનારી વ્યક્તિ ફરતે સૂક્ષ્મ સ્તર પરનું સંરક્ષણકવચ નિર્માણ થઈને તેનું અનિષ્ટ શક્તિ સામે રક્ષણ થાય છે. હનુમાનજીની આરતી પણ સમર્થ રામદાસસ્વામીએ રચેલી હોવાથી તેનામાં મૂળમાં જ ચૈતન્ય ભરેલું છે.

 

   પ્રાર્થના

હનુમાન જયંતીના નિમિત્તે આપણે શ્રી હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરીએ કે, તમે જે રીતે શ્રીરામની ભક્તિ કરી, તેવી ભક્તિ કરવા માટે મને પણ શીખવો. ધર્મરક્ષણ માટે મને ભક્તિ અને શક્તિ આપો, એવી તમારા ચરણોમાં પ્રાર્થના છે.

 

૪.  કોરોના કાળમાંના
નિર્બંધો સમયે હનુમાન જયંતી આ રીતે ઊજવો !

અનેક ભક્તો હનુમાન જયંતીના નિમિત્તે પ્રાતઃકાળે મારુતિના મંદિરમાં જઈને દર્શન લે છે. સૂર્યોદય સમયે હનુમાન જન્મોત્સવ ઊજવવામાં આવે છે; પણ કોરોનાની પાર્શ્વભૂમિ પર લાગુ કરવામાં આવેલા અવર-જવર પ્રતિબંધને કારણે અનેક ઠેકાણે ધાર્મિક સ્થળો બંધ છે. તેથી મંદિરોમાં જઈને દર્શન લેવા સંભવ નથી. આવા સમયે હનુમાન જયંતી નિમિત્તે ઘરે જ શ્રી મારુતિની ઉપાસના કરવી.

૧. કળિયુગમાં નામસ્મરણ સર્વોત્તમ સાધના કહેવામાં આવી છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનતત્વ અન્ય દિવસો કરતાં 1 સહસ્ર ગણું વધારે પ્રમાણમાં કાર્યરત હોય છે. તેનો આધ્યાત્મિક સ્તર પર લાભ થવા માટે શ્રી હનુમતે નમઃ આ નામજપ વધારેમાં વધારે ભાવપૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો.

૨. જેમના ઘરે હનુમાન જન્મોત્સવ ઊજવવામાં આવે છે, તેમણે પ્રાતઃકાળે શ્રી મારુતિની પંચોપચાર અશ્રવા ષોડશોપચાર પૂજા કરવી. પૂજા કરવા માટે શ્રી મારુતિની મૂર્તિ અથવા પ્રતિમા (ચિત્ર) જો ઉપલબ્ધ ન હોય, તો શ્રી મારુતિનું મુખપૃષ્ઠ પર ચિત્ર ધરાવતો એકાદ ગ્રંથ અથવા  હનુમતે નમઃ આ નામપટ્ટી પૂજામાં મૂકી શકાય છે. તે પણ જો સંભવ ન હોય, તો પાટલા પર રંગોળીથી  શ્રી હનુમતે નમઃ આ નામમંત્ર લખીને તેની પૂજા કરવી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને તેની સાથે સંબંધિત શક્તિ એકત્રિત હોય છે, એવો અધ્યાત્મમાંનો સિદ્ધાંત છે. તે અનુસાર મારુતિની મૂર્તિમાં જે તત્વ હોય છે, તે જ શબ્દમાં અર્થાત્ શ્રી મારુતિના નામમાં પણ હોય છે.

૩. પૂજા માટે આવશ્યક સામગ્રી મળવામાં જો અડચણ હોય, તો ઉપલબ્ધ પૂજા સામગ્રીમાં હનુમાનજીની ભાવપૂર્ણ પૂજા કરવી. જે પૂજા સામગ્રી ઉપલબ્ધ ન હોય, તો તેને બદલે અક્ષત સમર્પિત કરવા. ઘરે ઉપલબ્ધ હોય તો ભગવાન સામે શ્રીફળ વધેરી શકાય છે. પંજરીનો નૈવેદ્ય ધરાવવો સંભવ ન હોય, તો અન્ય મીઠી વાનગીનો નૈવેદ્ય ધરાવવો.

 

  ૫.  બળ-ઉપાસના કરીને હનુમાનજીની કૃપા સંપાદન કરો !

ધર્મ-અધર્મની લડાઈમાં મહત્વના દેવ એટલે હનુમાનજી ! હનુમાનજીએ ત્રેતાયુગમાં રાવણના વિરોધમાંના યુદ્ધ સમયે પ્રભુ શ્રીરામને સહકાર્ય કર્યું, જ્યારે દ્વાપરયુગમાં મહાભારતના ઘનઘોર યુદ્ધમાં તેઓ શ્રીકૃષ્ણ-અર્જુનના રથ પર બિરાજમાન હતા. હિંદુસ્થાનમાં મુગલ સત્તા અત્યાચારોના ધિંગાણાં કરતી હતી, તે સમયે મહારાષ્ટ્ર ખાતે બલોપાસના અંકિત કરવા માટે સમર્થ રામદાસસ્વામીજીએ હનુમાનજીની 11 ઠેકાણે સ્થાપના કરીને હિંદુઓં  સ્વરાજ્ય સ્થાપનાનું સ્ફુલ્લિંગ ચેતવ્યું. કોરોનાને કારણે જે વિદારક પરિસ્થિતિ આજે બની છે, તેમાં બળ-ઉપાસનાનું મહત્વ રેખાંકિત થાય છે. તેથી હનુમાન જયંતીની પાર્શ્વભૂમિ પર બલોપાસના સાથે જ ભગવાનની ભક્તિ કરવાનો સંકલ્પ કરીએ.

Leave a Comment