સાધકો માટે સૂચના

૧. વર્ષ ૧૯૯૯ થી સાધકો મુખ્યત્વે પ્રતિદિન નીચે પ્રમાણે વ્યષ્ટિ સાધના કરી રહ્યા છે
૧ અ. કુલદેવતાનો જપ : આ જપ વધુમાં વધુ સમય સુધી કરવો. આ જપ પ્રારબ્ધના કષ્ટોને ઓછા કરવામાં સહાયતા કરે છે.
૧ આ. દત્તનો જપ – ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ : કષ્ટની તીવ્રતા અનુસાર આ જપ ૩ થી ૯ માળા કરવો. આ જપ પૂર્વજોના કારણે થતા કષ્ટોને ઓછા કરવામાં સહાયતા કરે છે.
૨. વર્ષ ૨૦૧૦ થી વ્યષ્ટિ સાધના કરનારાઓ માટે સમષ્ટિ હેતુ જપ
વર્ષ ૨૦૧૦ માં જણાવવામાં આવ્યું હતું કે ‘કાળ અનુસાર સમષ્ટિ સાધના કરનારા સાધકો ‘ૐ નમો ભગવતે વાસુદેવાય ।’ આ જપ વધુમાં વધુ સમય સુધી કરે’.
૩. વર્ષ ૨૦૨૧ માં ‘નિર્વિચાર’ નામજપ કરવા માટે કહેવામાં આવ્યું હતું
૪. વર્ષ ૨૦૨૬ ની મહાશિવરાત્રિથી વ્યષ્ટિ અને સમષ્ટિ સાધના કરનારાઓ માટે નામજપ

‘‘હવે ત્રીજા વિશ્વયુદ્ધનો સમય નજીક આવી રહ્યો છે, તેથી તેમાં આપણું રક્ષણ થાય અને આગળ ‘રામરાજ્યની સ્થાપના થાય’, તે માટે ‘શ્રીરામ જય રામ જય જય રામ ।’ આ જપ ઓછામાં ઓછી ૧૦ માળા અને વધુમાં વધુ જેટલું શક્ય હોય એટલું કરો.
આ સાથે જ દિવસમાં એકવાર રામરક્ષા અને હનુમાન ચાલીસા (જેમને હિન્દી આવડે છે) અથવા મારુતિ સ્તોત્ર (જેમને મરાઠી આવડે છે) નો અર્થ સમજીને ભાવપૂર્ણ પાઠ કરો.
આ નામજપ હવે ત્રીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થઈને રામરાજ્યની સ્થાપના થાય ત્યાં સુધી કરવાનો છે.’’ – સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલે (૩૧.૧.૨૦૨૬)
૫. મહાશિવરાત્રિથી આ નામજપ શરૂ કરવાનું કારણ :
‘‘સ્વયં ભગવાન શિવ પણ સદાય રામનામનો જપ કરે છે. તેથી તેમના આશીર્વાદથી કાળ અનુસાર સાધનાના રૂપમાં આપણે આ નામજપ શરૂ કરીશું.’’ – સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલે (૩૧.૧.૨૦૨૬)
કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ
૧. વ્યષ્ટિ સાધનાના દૃષ્ટિકોણથી નામજપ
૧ અ. નવા સાધકો માટે નામજપ : નવા સાધકો કુલદેવતાનો નામજપ ઓછામાં ઓછો ૧ કલાક અને દત્તનો નામજપ પૂર્વજોના કષ્ટ અનુસાર ૩, ૬ કે ૯ માળા કરે અને પછી બાકીના સમયમાં શ્રીરામનો નામજપ કરે.
૧ આ. અનિષ્ટ શક્તિઓના કષ્ટ નિવારણ હેતુ : ‘પ્રાણશક્તિ વહન પદ્ધતિ’ અનુસાર શોધાયેલો નામજપ અથવા બીમારી માટે કોઈ વિશિષ્ટ નામજપ જણાવવામાં આવ્યો હોય, તો તે પૂર્ણ થયા પછી બાકીના સમયમાં શ્રીરામનો નામજપ કરવો.
૨. સમષ્ટિ સાધનાના દૃષ્ટિકોણથી નામજપ
જે સાધકો શ્રીકૃષ્ણ અથવા ‘નિર્વિચાર’ નામજપ કરી રહ્યા હતા, તેઓ તેને રોકીને હવે માત્ર શ્રીરામનો જપ કરે.
રાત્રે નિદ્રા ન આવતી હોય, તો આંખો પર છવાયેલું આવરણ દૂર કરીને આખોમાં રહેલી ત્રાસદાયક...
મનુષ્યને રાત્રે અનિષ્ટ શક્તિઓનો ત્રાસ અધિક પ્રમાણમાં થવા પાછળનું અધ્યાત્મશાસ્ત્ર !
આધ્યાત્મિક ઉપાયો માટે ‘દશપ્રણવી ગાયત્રી મંત્ર’
‘ડિસીઝ એક્સ’ આ ઘાતક એવી સંભાવ્ય મહામારી પર કરવાનો નામજપ
વ્યક્તિની પ્રકૃતિ અનુસાર અને શારીરિક સ્થિતિ અનુસાર યોગ્ય પડખે સૂઈ જવાથી વહેલી અને શાંત નિદ્રા...
વિકાર દૂર થવા માટે આવશ્યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૫)