
નાગેશ્વર મંદિર, દેવભૂમિ દ્વારકા
પ્રસ્તાવના
શિવપુરાણ અનુસાર, ‘દારુકા’ નામનો રાક્ષસ અને તેની પત્ની ‘દારુકી’ સમુદ્ર કિનારે આવેલા જંગલમાં રહેતા હતા. તેઓ સ્થાનિક લોકોને હેરાન કરતા હતા. તેઓએ ‘સુપ્રિય’ નામના મહાન શિવભક્તને કેદ કર્યા હતા. કેદમાં હોવા છતાં, સુપ્રિયએ અન્ય કેદીઓ સાથે ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ અને સતત શિવપૂજન ચાલુ રાખ્યું હતું. તેનાથી ક્રોધિત થઈને જ્યારે દારુકાએ સુપ્રિયને મારવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ભગવાન શિવ પોતાના તેજસ્વી સ્વરૂપમાં પ્રગટ થયા અને પોતાના ભક્તનું રક્ષણ કર્યું. શિવે રાક્ષસોનો વિનાશ કર્યો અને ભક્તોની વિનંતી સાંભળીને, તેમજ સૌનું રક્ષણ કરવા અને આશીર્વાદ આપવા માટે ત્યાં ‘નાગેશ્વર જ્યોતિર્લિંગ’ સ્વરૂપે કાયમી નિવાસ કર્યો. ભગવાન શિવે દારુકા રાક્ષસથી પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે અવતાર લીધો. તેથી તેમને વિશ્વના રક્ષક અને નાગ ધારણ કરનારા દેવ તરીકે ‘નાગેશ્વર’ નામ પ્રાપ્ત થયું.

નાગેશ્વર મંદિરનું છાયાચિત્ર જોઈને એક સંતને જણાયેલી તેની સૂક્ષ્મમાંની વિશેષતાઓ નીચે આપવામાં આવી છે.
સૂક્ષ્મમાંનું પરિણામ દર્શાવતું ચિત્ર

૧. ‘સૂક્ષ્મ જ્ઞાન વિશેના ચિત્રની સત્યતા (વાસ્તવિકતા સાથે મેળ) : ૮૦ ટકા
૨. સૂક્ષ્મ જ્ઞાન વિશેના ચિત્રમાંના સાત્ત્વિક સ્પંદનો : ૭૫ ટકા’
– (સદ્દગુરુ) ડૉ. મુકુલ ગાડગીળ (૧૨.૨.૨૦૨૬)
૩. એક સંતને નાગેશ્વર મંદિરની જણાયેલી સૂક્ષ્મમાંની વિશેષતાઓ :
૩ અ. ભાવ
૩ અ ૧. નાગેશ્વર મંદિરમાં આધ્યાત્મિક ભાવના કણો કાર્યરત હોવા : ભક્તોનો ભગવાન શિવ પ્રત્યે ભાવ હોવાને કારણે નાગેશ્વર મંદિરમાં આધ્યાત્મિક ભાવના કણો કાર્યરત છે.
૩ આ. શિવતત્ત્વ
૩ આ ૧. નાગેશ્વર મંદિરના શિવલિંગમાં શિવતત્ત્વનું વલય કાર્યરત હોવું.
૩ આ ૨. શિવતત્ત્વનું વલય મંદિરમાંથી વાતાવરણમાં પ્રક્ષેપિત થઈ રહ્યું હોવું.
૩ આ ૩. મંદિરની આસપાસ શિવતત્ત્વ કાર્યરત હોવું.
૩ ઇ. નાગદેવતાનું તત્ત્વ
૩ ઇ ૧. શિવલિંગ અને મંદિરની આસપાસ જમીનને સમાંતર નાગદેવતાના તત્ત્વનું ચક્રાકાર અને કણ સ્વરૂપ વલય કાર્યરત હોવું : નાગદેવતાનું તત્ત્વ ગૂંચળું વળીને બેઠા હોય તેમ શિવલિંગ અને મંદિરની આસપાસ કાર્યરત છે અને તે શિવલિંગ તથા મંદિરનું રક્ષણ કરે છે.
૩ ઇ ૨. ભક્તોનું સંકટોથી રક્ષણ કરવા માટે શિવમંદિરની આસપાસ નાગદેવતાના તત્ત્વનું કણ સ્વરૂપ વલય કાર્યરત હોવું : નાગદેવતાનું તત્ત્વ ભગવાન શિવ સાથે સંબંધિત છે, તેમજ ભક્તોનું સંકટોથી રક્ષણ કરવા અને તેમના આધ્યાત્મિક ત્રાસ ઘટાડવા માટે નાગદેવતા ભગવાન શિવને સહાય કરે છે. તેથી શિવમંદિરની આસપાસ નાગદેવતાના તત્ત્વનું વલય કાર્યરત છે.
૩ ઈ. મારક શક્તિ
૩ ઈ ૧. નાગેશ્વરના શિવલિંગમાં મારક શક્તિનું વલય કાર્યરત હોવું.
૩ ઈ ૨. મંદિરની આસપાસ મારક શક્તિ કાર્યરત હોવી.
૩ ઈ ૩. મંદિરમાંથી વાતાવરણમાં મારક શક્તિના કણો પ્રક્ષેપિત થઈ રહ્યા હોવા : ભક્તોનું રક્ષણ કરવા અને તેમના આધ્યાત્મિક ત્રાસ તથા સાધનામાં આવતી અડચણો ઘટાડવા માટે મંદિરમાંથી મારક શક્તિના કણો વાતાવરણમાં પ્રક્ષેપિત થાય છે.
૪. નાગેશ્વર મંદિરની અનુભવવામાં આવેલી અન્ય આધ્યાત્મિક વિશેષતાઓ
અ. નાગેશ્વર મંદિરના સ્પંદનો સગુણ સ્તરના છે.
આ. પ્રાચીન કાળમાં જ્યારે અહીં શિવલિંગ અથવા નાગેશ્વર મંદિર અસ્તિત્વમાં નહોતું, ત્યારે એક શિવભક્ત અહીં રહેતી હતી. ભગવાન શિવને પ્રસન્ન કરવા અને ભક્તોનું સંકટોથી રક્ષણ કરવા માટે તે શિવને ભાવપૂર્ણ વિનંતી કરતી હતી. તેની ઉત્કટ ભક્તિને કારણે શિવે તેને આશીર્વાદ આપ્યા અને ત્યાં આપોઆપ એક શિવલિંગ પ્રગટ થયું. તેણે પોતાના જીવનના અંત સુધી આ શિવલિંગની પ્રતિદિન ભક્તિભાવથી પૂજા કરી.’
ઓતુર (પુણે) ખાતેના શ્રી કપર્દિકેશ્વર મંદિરની જાત્રાની વિશિષ્ટતા
જ્યોતિર્લિંગોનાં સ્થાનો અને મહત્ત્વ
પૌરાણિક ઇતિહાસ ધરાવતું માળવા (મધ્યપ્રદેશ) ખાતેનું વિશ્વવિખ્યાત ‘બાબા વૈજનાથ મહાદેવ મંદિર’ !
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ
અરેયૂરુ (કર્ણાટક) સ્થિત શ્રી વૈદ્યનાથેશ્વર શિવજીના દર્શન કર્યા પછી શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને થયેલી અનુભૂતિઓ...
ધાયરી, પુણે ખાતે આવેલું સ્વયંભૂ દેવાલય શ્રી ધારેશ્વર !