‘ડિસીઝ એક્સ’ આ ઘાતક એવી સંભાવ્‍ય મહામારી પર કરવાનો નામજપ

Article also available in :

‘વર્ષ 2020 અને 2021માં આખા વિશ્‍વને વેઠે ધરેલા ‘કોરોના’ મહામારીમાંથી હજી આપણે ઊંચા આવતા નથી, ત્‍યાં જ 27.9.2023ના દિવસે હજી એક તેનાથી ભયંકર મહામારી આવવાના સમાચાર છાપામાં પ્રસિદ્ધ થયા. તેમાં ‘જાગતિક આરોગ્‍ય સંગઠને’ (WHO એ) દાવો કર્યો છે કે, સમગ્ર વિશ્‍વમાં ‘કોરોના’ મહામારી કરતાં પણ 7 ગણી વધારે ઘાતક એવી ‘ડિસીઝ એક્સ’ નામની મહામારી આવવાની છે. તેને કારણે વિશ્‍વના 5 કરોડ લોકોનું મૃત્‍યુ થઈ શકે છે. આ મહામારી વિશ્‍વ પર ગમે ત્‍યારે સંકટ ઊભું કરી શકે છે. આ મહામારી વિશેની જાણકારી, અર્થાત્ તે કેવી રીતે ફેલાવાની છે, તેનાં લક્ષણો ઇત્‍યાદિ સૂત્રો હજી સુધી પ્રસિદ્ધ કરવામાં આવ્‍યા નથી. ગમે ત્‍યારે આવી શકનારી આ મહામારી વિશે સહુએ સતર્ક રહેવું અને તેના પર વૈદ્યકીય ઉપચારો સાથે જ આધ્‍યાત્‍મિક ઉપાયયોજના કરવી આવશ્‍યક છે.

 

૧. ‘ડિસીઝ એક્સ’ આ મહામારી વિશે સૂક્ષ્મમાંથી જણાયેલાં સૂત્રો

અ. આ રોગના વિષાણુ હવામાંથી ફેલાવો કરનારા છે અને તે શ્‍વસન માર્ગે શરીરમાં પ્રવેશ કરશે.

આ. શ્‍વસન માર્ગે શરીરમાં ગયા પછી તે વિષાણુ હૃદય પર પરિણામ કરશે. તેને કારણે હૃદયનું કાર્ય મંદ થશે અને રુધિરાભિસરણના કાર્યમાં નડતર નિર્માણ થશે.

ઇ. ત્‍યાર પછી મગજને લોહીનો પુરવઠો ઓછો થઈને મગજ પર પરિણામ થશે. આ પરિણામ અધિકતર મગજની જમણી બાજુએ થશે. (મગજની જમણી બાજુ ભાવના, ભાન, વિવિધ કળા, આજુબાજુની બાબતોનું જ્ઞાન થવું ઇત્‍યાદિ સાથે સંબંધિત કાર્ય સંભાળે છે.)

ઈ. આ રોગને કારણે હૃદય અને મગજ આ શરીરની મુખ્‍ય ઇંદ્રિયો પર પરિણામ થશે અને સંપૂર્ણ શરીર પર પરિણામ થવાનું પ્રમાણ પુષ્‍કળ હશે. તેથી માનવી લાચાર થઈને તેની સ્‍થિતિ 7 – 8 કલાકમાં ગંભીર બની શકે છે અને તેનું મૃત્‍યુ થઈ શકે છે.

ઉ. ‘કોરોના’ મહામારી સમયે ચેપ લાગેલી વ્‍યક્તિને શરદી, તાવ, ઉધરસ એવા લક્ષણો દેખાઈ આવતાં હતાં; પણ ‘ડિસીઝ એક્સ’ આ રોગનાં બાહ્ય લક્ષણો વધારે દેખાઈ આવશે નહીં.

 

૨. ‘ડિસીઝ એક્સ’ આ મહામારી પર માત કરવા માટે કરવાનો જપ

સદ્‌ગુરુ ડૉ. મુકુલ ગાડગીળ

‘શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રી દુર્ગાદેવ્‍યૈ નમઃ । શ્રીરામ જય રામ જય જય રામ । શ્રી હનુમતે નમઃ । ૐ નમઃ શિવાય ।’

આ પાંચેય નામજપ આપેલા ક્રમ પ્રમાણે સળંગ બોલવાથી એક જપ થશે. આ રીતે આ 5 નામજપનો એકત્રિત નામજપ ‘ડિસીઝ એક્સ’ આ રોગ પર માત કરવા માટે 4 થી 5 કલાક કરવો પડશે.

આ નામજપ કરતી વેળાએ વચ્‍ચે વચ્‍ચે કપૂરની સુવાસ લેવાથી સારો લાભ થશે.

 

૩. કૃતજ્ઞતા

‘ડિસીઝ એક્સ’ આ રોગ વિશે સૂક્ષ્મમાંની જાણકારી અને તેના પર કરવાનો નામજપ ગુરુકૃપાથી જ પ્રાપ્‍ત થયો. તે માટે હું સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીનાં ચરણોમાં કૃતજ્ઞતા વ્‍યક્ત કરું છું. ‘ડિસીઝ એક્સ’ મહામારીના કાળમાં આ નામજપનો સહુને લાભ થવા દેશો’, એવી શ્રી ગુરુચરણોમાં પ્રાર્થના કરું છું.’

 – (સદ્‌ગુરુ) ડૉ. મુકુલ ગાડગીળ, ગોવા. (1.10.2023)

Leave a Comment