વ્યક્તિની પ્રકૃતિ અનુસાર અને શારીરિક સ્‍થિતિ અનુસાર યોગ્‍ય પડખે સૂઈ જવાથી વહેલી અને શાંત નિદ્રા આવવી !

સદ્‌ગુરુ (ડૉ.) મુકુલ ગાડગીળ

‘વ્‍યક્તિની ડાબી બાજુએ ચંદ્રનાડી, જમણી બાજુએ સૂર્યનાડી અને વચ્‍ચે સુષુમ્‍ણાનાડી હોય છે. સૂર્યનાડી જ્‍યારે ચાલુ હોય ત્‍યારે જમણો હાથ અને જમણા પગની હિલચાલ વધારે પ્રમાણમાં થાય છે. તેનાથી બરાબર ઊલટું પરિણામ સૂઈ ગયા પછી થાય છે. જ્‍યારે આપણે ડાબા પડખે સૂઈએ છીએ, ત્‍યારે આપણી ચંદ્રનાડી બંધ થઈને સૂર્યનાડી ચાલુ થાય છે. જ્‍યારે આપણે જમણા પડખે સૂઈએ છીએ, ત્‍યારે આપણી સૂર્યનાડી બંધ થઈને ચંદ્રનાડી ચાલુ થાય છે.

‘સ્‍વરોદય શાસ્‍ત્ર’ અનુસાર ચંદ્રનાડીમાં અવરોધ નિર્માણ થવાથી સૂર્યનાડી જાગૃત થાય છે અને સૂર્યનાડીમાં અવરોધ નિર્માણ થવાથી ચંદ્રનાડી જાગૃત થાય છે. તેની જ પ્રતીતિ એટલે જમણા પડખે સૂવાથી ડાબી બાજુની ચંદ્રનાડી કાર્યરત થાય છે અને ડાબે પડખે સૂવાથી જમણી બાજુની સૂર્યનાડી કાર્યરત થાય છે, એવું દેખાઈ આવે છે. એકાદ પડખે સૂઈ ગયા પછી જેવું પરિણામ સાધ્‍ય થાય છે, તેવું પરિણામ એકાદ કાનમાં રૂનું પૂમડું મૂકવાથી પણ થાય છે. જમણા કાનમાં રૂનું પૂમડું મૂકવાથી ચંદ્રનાડી કાર્યરત થાય છે અને ડાબા કાનમાં રૂનું પૂમડું મૂકવાથી સૂર્યનાડી કાર્યરત થાય છે. વ્‍યવહારમાં આપણે જોઈએ છીએ કે, સ્‍ત્રીઓ ડાબા નસકોરાંમાં નથ પહેરે છે, તેમજ કમરમાં ડાબી બાજુએ કંદોરો પહેરે છે. તેનું કારણ સૂર્યનાડી કાર્યરત કરવી, એ જ છે. તેમજ ધાર્મિક વિધિ સમયે ધોતિયું-ખેસ પરિધાન કર્યું હોય, તો ખેસ ડાબા ખભે પરિધાન કરે છે. તેને કારણે પણ કાર્ય માટે સૂર્યનાડી કાર્યરત રહે છે. સમર્થ રામદાસસ્‍વામી ધર્મદંડનો ઉપયોગ કરતા અને બેઠા પછી ધર્મદંડ જમીન પર ઊભો કરીને તેના પર તેમનો ડાબો હાથ મૂકતા.’

– (સદ્‌ગુરુ) ડૉ. મુકુલ ગાડગીળ, પીએચ.ડી., ગોવા.

 

૧. વ્‍યક્તિની પ્રકૃતિ
અનુસાર તેણે સૂવાની યોગ્‍ય પદ્ધતિ

૧ અ. વાત (વાયુ) પ્રકૃતિ હોય તો પીઠ પર સૂવું

‘વાત પ્રકૃતિની વ્‍યક્તિએ વધારે સમય પીઠ પર સૂવું. તેને કારણે તેની સુષુમ્‍ણાનાડી ચાલુ થઈને દેહમાં ચૈતન્‍ય ફેલાઈને વાયુરૂપી વાત ઓછું થશે. જો પીઠ પર સૂઈને વધારે લાભ થતો ન હોય, તો ડાબા અથવા જમણા પડખે સૂઈ જોવું. સૂર્યનાડીને કારણે ઉષ્‍ણ સ્‍પંદનો, ચંદ્રનાડીને કારણે શીતલ સ્‍પંદનો અને સુષુમ્‍ણાનાડીને કારણે આહ્‌લાદયુક્ત સ્‍પંદનો દેહમાં ફેલાઈને દેહમાં થયેલો વાતપ્રકોપ શાંત થાય છે. તેને કારણે વહેલી અને શાંત નિદ્રા આવે છે. જે પડખે સૂતા પછી વાત ઓછો થાય છે, તેનો અભ્‍યાસ કરીને તે પડખે વધારેમાં વધારે સમય સૂવું અથવા વારાફરતે પ્રયોગ કરવો.

૧ આ. પિત્ત પ્રકૃતિ હોય તો જમણા પડખે સૂવું

પિત્ત પ્રકૃતિ હોય તો જમણા પડખે સૂવું. તેને કારણે સૂર્યનાડી બંધ થઈને ચંદ્રનાડી ચાલુ થાય છે અને સંપૂર્ણ દેહમાં ઠંડક (શીતલતા) ફેલાય છે. તેને કારણે પિત્ત વધવાથી દેહમાં નિર્માણ થયેલી ઉષ્‍ણતા ઓછી  થાય છે અને વહેલી તેમજ શાંત નિદ્રા આવે છે.

૧ ઇ. કફ પ્રકૃતિ હોય તો ડાબા પડખે સૂવું

કફ પ્રકૃતિ હોય તો ડાબા પડખે સૂવું. તેને કારણે ચંદ્રનાડી બંધ થઈને સૂર્યનાડી ચાલુ થાય છે અને દેહમાં સર્વત્ર ઉષ્‍ણતા ફેલાય છે. તેને કારણે કફ વધવાથી દેહમાં નિર્માણ થયેલી ટાઢક ઓછી થાય છે તેમજ વહેલી અને શાંત નિદ્રા આવે છે.

 

૨. વિવિધ પ્રકારના શારીરિક
ત્રાસ થતા હોય ત્‍યારે સૂવાની પદ્ધતિ

૨ અ. અપચાનો ત્રાસ થવો

અન્‍ન પચતું ન હોય, તો જમ્‍યા પછી ડાબા પડખે થોડીવાર સૂવું. ડાબી બાજુએ જઠરનો ભાગ વધારે હોવાથી, ડાબે પડખે સૂવાથી જઠરને લોહીનો પુરવઠો સારી રીતે થઈને અન્‍નપાચન થવામાં સહાયતા થાય છે. તેવી જ રીતે ડાબી બાજુએ સૂવાથી ચંદ્રનાડી બંધ થઈને સૂર્યનાડી ચાલુ થાય છે અને જઠરાગ્‍નિ સારી રીતે પ્રજ્‍વલિત થાય છે. તેને કારણે અન્‍નપાચન સારી રીતે થાય છે અને વહેલી અને શાંત નિદ્રા આવે છે.

૨ આ. દમનો ત્રાસ થવો

જો દમનો ત્રાસ થતો હોય, તો ડાબા પડખે સૂવું. તેને કારણે ચંદ્રનાડી બંધ થઈને સૂર્યનાડી ચાલુ થાય છે અને દેહમાંની ઉષ્‍ણતા વધીને શ્‍વસનમાર્ગમાંના કફના કણ ઓગળી જઈને દમનો ત્રાસ ઓછો થાય છે. તેને કારણે શાંત નિદ્રા આવે છે.

 

૩. વિવિધ પ્રકારના ત્રાસ થતા હોય,
ત્‍યારે વિશિષ્‍ટ પડખે સૂવું અને વિશિષ્‍ટ પ્રકારની
મુદ્રા કરવી આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ લાભદાયક હોવું

 

વિવિધ પ્રકારના ત્રાસ કયા પડખે સૂવું કઈ મુદ્રા કરવી ?
૧. પ્રકૃતિ અનુસાર
૧ અ. વાત (વાયુ) વધવો પીઠ પર તર્જનીની ટોચ અંગૂઠાની ટોચ સાથે જોડવી (વાયુતત્ત્વની મુદ્રા)
૧ આ. પિત્ત વધવું જમણા પડખે અંગૂઠાની ટોચ અનામિકાના મૂળિયે લગાડવી (આપતત્ત્વની મુદ્રા)
૧ ઇ. કફ વધવો ડાબા પડખે અંગૂઠાની ટોચ મધ્‍યમાના મૂળિયે લગાડવી (તેજતત્ત્વની મુદ્રા)
૨. અન્‍ય વ્‍યાધિ
૨ અ. અન્‍નપાચન સરખું ન થવું ડાબા પડખે અંગૂઠાની ટોચ મધ્‍યમાના ટોચે લગાડવી (તેજતત્ત્વની મુદ્રા)
૨ આ. લોહીનું ઉચ્‍ચ દબાણ જમણા પડખે અંગૂઠાની ટોચ અનામિકાના મૂળિયે લગાડવી (આપતત્ત્વની મુદ્રા)
૨ ઇ. લોહીનું દબાણ ઓછું હોવું ડાબા પડખે અંગૂઠાની ટોચ મધ્‍યમાના ટોચે લગાડવી (તેજતત્ત્વની મુદ્રા)
૨ ઈ. દમનો ત્રાસ થવો ડાબા પડખે અંગૂઠાની ટોચ મધ્‍યમાના ટોચે લગાડવી (તેજતત્ત્વની મુદ્રા)
૩. આધ્‍યાત્‍મિક ત્રાસ થવો ડાબા અથવા જમણા પડખે અથવા પીઠ પર જે તત્ત્વની મુદ્રા કરવાથી ત્રાસ ઓછો થાય છે, તે મુદ્રા શોધવી અને કરવી
 – કુ. મધુરા ભોસલે (સૂક્ષ્મમાંથી પ્રાપ્‍ત જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૧.૧૧.૨૦૨૧)

સૂક્ષ્મ : વ્‍યક્તિના સ્‍થૂળ અર્થાત્ પ્રત્‍યક્ષમાં જોઈ શકાય તેવા અવયવો નાક, આંખો, કાન, જીભ અને ત્‍વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિની પેલેપાર એટલે ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરેલી કેટલીક વ્‍યક્તિઓને ‘સૂક્ષ્મ’ સંવેદનાઓ જણાય છે. આ ‘સૂક્ષ્મ’ જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્‍લેખ છે.

Leave a Comment