અનુક્રમણિકા
વાસા (અરડૂસી) ચૂર્ણ ઠંડા ગુણધર્મ ધરાવતું છે અને પિત્ત તેમજ કફ નાશક છે.

૧. ગુણધર્મ અને સંભાવ્ય ઉપયોગ
આ ઔષધ ઠંડા ગુણધર્મો ધરાવે છે અને પિત્ત તેમજ કફ નાશક છે. તેના વિકારમાંના સંભાવ્ય ઉપયોગ નીચે જણાવ્યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેને કારણે વૈદ્યના માર્ગદર્શન હેઠળ જ ઔષધ લેવું.

- વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર
| ઉપયોગ | ઔષધ લેવાની પદ્ધતિ | સમયગાળો |
|---|---|---|
| અ. નાકમાંથી લોહી આવવું, ઉષ્ણતાના વિકાર, રક્તપ્રદર (માસિક ધર્મ સમયે વધારે રક્તસ્રાવ થવો) અનેશ્વેતપ્રદર (યોનિમાર્ગમાંથી ધોળો સ્રાવ થવો) | દિવસમાં ૨-૩ વાર ૧ ચમચી અરડૂસી ચૂર્ણ અને ૧ ચમચી ખડીસાકરનું મિશ્રણ પાણી સાથે લેવું | ૭ દિવસ |
| આ. કફ પડતી ઉધરસ અને દમ (અસ્થમા) | ૧ ચમચી અરડૂસી ચૂર્ણ, અડધી ચમચી સૂંઠ અથવા પીપરનું ચૂર્ણ, ૨ ચમચી મધ આ રીતે મિશ્રણ બનાવવું. દિવસમાં ૫-૬ વાર આ મિશ્રણ થોડું થોડું ચાટવું. | ૭ દિવસ |
| ઇ. ક્ષય (ટી.બી.) ઉપચારો માટે સહાયક | સવારે અને સાંજે ૧ ચમચી અરડૂસી ચૂર્ણ, ૧ ચમચી ઘી અને ૧ ચમચી સાકર ભેગું કરીને લેવું. ઉપરથી એક વાટકી ગરમ પાણી પીવું. | ૧ થી ૩ માસ |
| ઈ. તાવના લક્ષણ રહેલા ચેપના વિકાર, તેમજ ઓરી અને અછબડા | સવારે અને સાંજે અડધી ચમચી અરડૂસી ચૂર્ણ અને અડધી ચમચી જ્યેષ્ઠમધ ચૂર્ણનું મિશ્રણ પાણી સાથે લેવું | ૭ દિવસ |
| ઉ. કોઈપણ પ્રકારના ઘા (જખમ) | દિવસમાં ૨ વાર અરડૂસી ચૂર્ણમાં ઉકાળીને ઠંડું કરેલું પાણી ભેળવીને વ્રણ પર લેપ લગાડવો | ૭ દિવસ |
૨. સૂચના
અ. વયજૂથ ૩ થી ૭ માટે પા અને ૮ થી ૧૪ માટે અડધા પ્રમાણમાં ચૂર્ણ લેવું.’
૩. ઔષધનું સુયોગ્ય પરિણામ થવા માટે આ ટાળવું !
મેંદો અને ચણાના લોટ (બેસન)ના પદાર્થો; ખાટા, ખારા, વધારે તળેલા અને તીખા પદાર્થો; આઈસ્ક્રીમ, કાકવી (ગોળ બનવા પહેલાંનું પ્રવાહી), દહીં, પનીર, ચીઝ; વાસી, કસમયે અને અતિપ્રમાણમાં ભોજન; તડકામાં ફરવું; તેમજ રાત્રે જાગરણ.
૪. ઔષધ લેતી સમયે ઉપાસ્ય દેવતાને પ્રાર્થના કરવી !
‘હે ભગવાન, આ ઔષધ હું આપના ચરણોમાં અર્પણ કરીને આપના ‘પ્રસાદ’ તરીકે ગ્રહણ કરું છું. આ ઔષધથી મારા વિકાર દૂર થવા દેશો.’
વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૬.૨૦૨૧)
વધુ માહિતી માટે વાંચો : સનાતનનો ગ્રંથ ‘આયુર્વેદ અનુસાર આચરણ કરીને ઔષધિઓ વિના નિરોગી રહો !’ (હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષાઓમાં ઉપલબ્ધ)
તાવમાં ઉપયોગી એવી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ
શ્વસનસંસ્થાના વિકારોમાં ઉપયોગી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ
આયુર્વેદિક ઔષધિઓ અને તેમની સમાપ્તિ તિથિ (એક્સપાયરી ડેટ)
હૃદય અને શ્વસનસંસ્થાને બળ આપનારી કેટલીક આયુર્વેદિક પ્રસિદ્ધ ઔષધિઓ
વાળા (ખસ) ચૂર્ણ
સૂતશેખર રસ (ગોળીઓ)