વાસા (અરડૂસી) ચૂર્ણ

Article also available in :

વાસા (અરડૂસી) ચૂર્ણ ઠંડા ગુણધર્મ ધરાવતું છે અને પિત્ત તેમજ કફ નાશક છે.

 

૧. ગુણધર્મ અને સંભાવ્‍ય ઉપયોગ

આ ઔષધ ઠંડા ગુણધર્મો ધરાવે છે અને પિત્ત તેમજ કફ નાશક છે. તેના વિકારમાંના સંભાવ્‍ય ઉપયોગ નીચે જણાવ્‍યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્‍ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેને કારણે વૈદ્યના માર્ગદર્શન હેઠળ જ ઔષધ લેવું.

વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર
ઉપયોગ ઔષધ લેવાની પદ્ધતિ સમયગાળો
અ. નાકમાંથી લોહી આવવું, ઉષ્‍ણતાના વિકાર, રક્તપ્રદર (માસિક ધર્મ સમયે વધારે રક્તસ્રાવ થવો) અનેશ્‍વેતપ્રદર (યોનિમાર્ગમાંથી ધોળો સ્રાવ થવો) દિવસમાં ૨-૩ વાર ૧ ચમચી અરડૂસી ચૂર્ણ અને ૧ ચમચી ખડીસાકરનું મિશ્રણ પાણી સાથે લેવું ૭ દિવસ
આ.  કફ પડતી ઉધરસ અને દમ (અસ્‍થમા) ૧ ચમચી અરડૂસી ચૂર્ણ, અડધી ચમચી સૂંઠ અથવા પીપરનું ચૂર્ણ, ૨ ચમચી મધ આ રીતે મિશ્રણ બનાવવું. દિવસમાં ૫-૬ વાર આ મિશ્રણ થોડું થોડું ચાટવું. ૭ દિવસ
ઇ. ક્ષય (ટી.બી.) ઉપચારો માટે સહાયક સવારે અને સાંજે ૧ ચમચી અરડૂસી ચૂર્ણ, ૧ ચમચી ઘી અને ૧ ચમચી સાકર ભેગું કરીને લેવું. ઉપરથી એક વાટકી ગરમ પાણી પીવું. ૧ થી ૩ માસ
ઈ. તાવના લક્ષણ રહેલા ચેપના વિકાર, તેમજ ઓરી અને અછબડા સવારે અને સાંજે અડધી ચમચી અરડૂસી ચૂર્ણ અને અડધી ચમચી જ્‍યેષ્‍ઠમધ ચૂર્ણનું મિશ્રણ પાણી સાથે લેવું ૭ દિવસ
ઉ. કોઈપણ પ્રકારના ઘા (જખમ) દિવસમાં ૨ વાર અરડૂસી ચૂર્ણમાં ઉકાળીને ઠંડું કરેલું પાણી ભેળવીને વ્રણ પર લેપ લગાડવો ૭ દિવસ

 

૨. સૂચના

અ. વયજૂથ ૩ થી ૭ માટે પા અને ૮ થી ૧૪ માટે અડધા પ્રમાણમાં ચૂર્ણ લેવું.’

 

૩. ઔષધનું સુયોગ્‍ય પરિણામ થવા માટે આ ટાળવું !

મેંદો અને ચણાના લોટ (બેસન)ના પદાર્થો; ખાટા, ખારા, વધારે તળેલા અને તીખા પદાર્થો; આઈસ્‍ક્રીમ, કાકવી (ગોળ બનવા પહેલાંનું પ્રવાહી), દહીં, પનીર, ચીઝ; વાસી, કસમયે અને અતિપ્રમાણમાં ભોજન; તડકામાં ફરવું; તેમજ રાત્રે જાગરણ.

 

૪. ઔષધ લેતી સમયે ઉપાસ્‍ય દેવતાને પ્રાર્થના કરવી !

‘હે ભગવાન, આ ઔષધ હું આપના ચરણોમાં અર્પણ કરીને આપના ‘પ્રસાદ’ તરીકે ગ્રહણ કરું છું. આ ઔષધથી મારા વિકાર દૂર થવા દેશો.’

વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૬.૨૦૨૧)

વધુ માહિતી માટે વાંચો : સનાતનનો ગ્રંથ ‘આયુર્વેદ અનુસાર આચરણ કરીને ઔષધિઓ વિના નિરોગી રહો !’ (હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષાઓમાં ઉપલબ્ધ)

Leave a Comment