અનુક્રમણિકા

૧. મહાસુદર્શન ઘનવટી

‘કોઈપણ પ્રકારના તાવમાં કોઈપણ વયજૂથમાં ધોકા વિના (અડચણ વિના) ઉપયોગમાં લઈ શકાય એવી આ ઔષધી છે. (સાભાર : ‘સિદ્ધયોગ સંગ્રહ’ / ‘આયુર્વેદ સાર સંગ્રહ’) આ ઔષધીને કારણે શરીરમાંનું તાવનું ઝેર મળ વાટે બહાર પડી જવામાં સહાયતા થાય છે. હમણા જ આવેલા તાવમાં, તેમજ જૂના તાવમાં પણ આ ઔષધી લાભદાયક છે. આ ઔષધી તાવ આવવાની સંભાવના હોય ત્યારે પણ લેવાથી તાવનો પ્રતિબંધ કરવામાં સહાયક પુરવાર થાય છે.
૧ અ. તાવ
તાવ આવવાની સંભાવના હોય અથવા તાવ આવ્યો હોય, ત્યારે ૨ – ૩ દિવસ એકેક ગોળીનું ચૂર્ણ નવશેકા પાણી સાથે દિવસમાં ૨ – ૩ વાર લેવું. ૩ વર્ષથી નાના બાળકો માટે પા પ્રમાણમાં, જ્યારે ૩ થી ૧૨ વર્ષના બાળકોને અડધા પ્રમાણમાં ઔષધ આપવું. કેટલીક વાર તાવમાં સૂકી ઉધરસનો ઠાંસો લાગે છે. આવા સમયે આ ઔષધનો ઉપયોગ કરવાને બદલે સંશમની વટી જેવા અન્ય ઔષધિઓનો ઉપયોગ કરવો.
૧ આ. પિત્ત થવું
ગળામાં અથવા છાતીમાં બળતરા થતી હોય, ત્યારે આ ઔષધ ચાવીને ખાવાથી લાભ થાય છે. જ્યારે ત્રાસ થાય, ત્યારે ૧ ગોળી ચાવીને ખાવી. ગોળી અત્યંત કડવી હોય છે.
૨. સંશમની વટી
આ ઔષધ હમણા જ આવેલા તાવ કરતાં જૂના તાવમાં વધારે સારું કાર્ય કરે છે. (હમણા જ આવેલા તાવમાં મહાસુદર્શન ઘનવટી ઔષધ લેવું.) આ ઔષધમાં ગળા (ગળો)ની સાથે જ લોહભસ્મ, સુવર્ણમાક્ષિક ભસ્મ અને અબરક ભસ્મ ઘટકો હોય છે. તેથી લોહી સકસ બનવામાં સહાયતા થાય છે. સર્વસામાન્ય રોગપ્રતિકારક શક્તિ વધવા માટે આ ઔષધીનો ઉપયોગ થાય છે. કોરોના મહામારીના કાળમાં આ ઔષધ ઘણું પ્રસિદ્ધ થયું. ગર્ભવતી, સુવાવડી સ્ત્રી, નાના બાળકો, નાજુક પ્રકૃતિના માણસો, તેમજ વયોવૃદ્ધો માટે પણ આ ઔષધી ધોકા વિના (અડચણ વિના) આપી શકાય છે. દિવસમાં એકેક ગોળીનું ચૂર્ણ ૨ વાર લેવું. ૩ વર્ષથી નાના બાળકો માટે પા પ્રમાણમાં, જ્યારે ૩ થી ૧૨ વર્ષના બાળકો માટે અડધા પ્રમાણમાં ઔષધ આપવું.
૨ અ. જૂનો તાવ
શરીરમાં શોષાઈ ગયેલા (સંગ્રહાયેલા) જૂના તાવમાં આનો સારો ઉપયોગ થાય છે. આવા તાવમાં ઘણીવાર પ્લીહા (સ્પ્લીન, બરોળ) વધે છે. તે સમયે આ ઔષધ ઉપયુક્ત પુરવાર થાય છે. આ ઔષધ ૧ માસ લેવું.
૨ આ. પંડુરોગ
શરીર ક્ષીણ થવું, થાક લાગવો અને પંડુરોગ (હિમોગ્લોબિન ઓછું હોવું)માં પણ આ ઔષધ ઉપયુક્ત છે. આ ઔષધ ૧ થી ૩ માસ લેવું. આ સાથે જ લોહી વધારનારી અન્ય ઔષધિઓ પણ લેવી.
૨ ઇ. ઘણાં સમયની ઉધરસ
૧ – ૨ અઠવાડિયા આ ઔષધ લેવું. ૧ માસ કરતાં વધારે દિવસથી ઉધરસ ચાલુ હોય, તો વૈદ્યની સલાહ લેવી.
૨ ઈ. શ્વેતપ્રદર (યોનિમાર્ગમાંથી ધોળો સ્રાવ થવો) અને વીર્યસ્રાવ
૧ થી ૩ માસ ઔષધ લેવું
૨ ઉ. સ્મરણશક્તિ વધવા માટે, મગજ અને પચનસંસ્થાને બળ આપવા માટે, તેમજ કોઈપણ દીર્ઘકાળ રહેલા જૂના રોગમાં લોહી સકસ બનીને શક્તિ આવવા માટે
૧ થી ૩ માસ ઔષધ લેવું
૩. જયમંગલ રસ
આ સુવર્ણયુક્ત ઔષધ છે અને તાવની આત્યંતિક અવસ્થામાં (આખરી, અંતિમ, ઇમર્જન્સીમાં) ઉપયોગી થાય છે. તાવ ૧૦૪ અંશ ફેરનહીટ કરતાં વધારે થાય તો એક ગોળીનું ચૂર્ણ, ૨ ચપટી જીરાનું ચૂર્ણ અને થોડા મધમાં ભેળવીને આપવું. જીરાનું ચૂર્ણ ઉપલબ્ધ ન હોય, તો કેવળ મધ સાથે અને જો મધ પણ ઉપલબ્ધ ન હોય, તો ગોળી ચાવીને ખાવી. (આટલા વધારે તાવમાં પોતાના મનથી ઔષધ લેવા કરતાં ત્વરિત વૈદ્યને મળવું જોઈએ; પણ વૈદ્ય પાસે પહોંચવા સુધી પ્રાથમિક ઉપચાર તરીકે આ ઔષધ લેવામાં વાંધો નથી.) આ ઔષધમાં સોનાના ભસ્મ સાથે ચાંદીનું ભસ્મ પણ હોવાથી આ ઔષધનું મૂલ્ય વધારે હોય છે.’
ઔષધિઓ પોતાના મનથી લેવા કરતાં વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ લેવી જોઈએ; પરંતુ ઘણીવાર વૈદ્ય પાસે તરત જ જવા જેવી પરિસ્થિતિ હોતી નથી. કેટલીક વાર વૈદ્ય પાસે પહોંચીએ ત્યાં સુધી તરત જ ઔષધ મળવું આવશ્યક હોય છે, જ્યારે ઘણીવાર થોડીઘણી ઔષધિઓ લેવાથી વૈદ્ય પાસે જવાનો વારો જ આવતો નથી. તેથી ‘પ્રાથમિક ઉપચાર’ તરીકે અહીં આયુર્વેદની કેટલીક ઔષધિઓ આપી છે. જો ઔષધિઓ લઈને પણ સારું ન લાગે, તો બીમારી સહન કર્યા કરવા કરતાં સ્થાનિક વૈદ્યને મળવું.
શ્વસનસંસ્થાના વિકારોમાં ઉપયોગી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ
આયુર્વેદિક ઔષધિઓ અને તેમની સમાપ્તિ તિથિ (એક્સપાયરી ડેટ)
હૃદય અને શ્વસનસંસ્થાને બળ આપનારી કેટલીક આયુર્વેદિક પ્રસિદ્ધ ઔષધિઓ
વાસા (અરડૂસી) ચૂર્ણ
વાળા (ખસ) ચૂર્ણ
સૂતશેખર રસ (ગોળીઓ)