આયુર્વેદિક ઔષધિઓ અને તેમની સમાપ્‍તિ તિથિ (એક્સપાયરી ડેટ)

Article also available in :

આયુર્વેદિક ચૂર્ણ, ગોળીઓ, દંતમંજન, કેશ તેલ ઇત્‍યાદિ ઔષધિઓ પર ચોક્કસ સમાપ્‍તિ તિથિ (એક્સપાયરી ડેટ) લખી હોય છે. આ દિનાંક પછી ઔષધ લેવાઈ જાય, તો તેનાં કાંઈ દુષ્‍પરિણામ થાય છે ખરાં ? ધારોકે, અમુક વર્ષની ૩૧ જુલાઈ આ એકાદ ઔષધની સમાપ્‍તિ તિથિ હોય, તો તે વર્ષે ૧ ઑગસ્‍ટે તે ઔષધ લઈએ, તો શું તે ઝેર બની જશે ?

 

૧. સમાપ્‍તિ તિથિ વિશે આયુર્વેદ શાસ્‍ત્રનો મત

‘આયુર્વેદમાં ઔષધનિર્મિતિ સંદર્ભમાં ‘શાર્ઙ્ગધર સંહિતા’ આ તેરમા શતકનો એક પ્રમાણભૂત સંસ્‍કૃત ગ્રંથ છે. તેમાં ઔષધી ચૂર્ણ, ઘી, તેલ ઇત્‍યાદિ કેટલા સમયગાળા પછી ‘હીનવીર્ય’ થાય છે, તેની માહિતી આપી છે. ‘હીનવીર્ય’ એટલે ‘ઔષધના ઔષધી ગુણ તુલનામાં ઓછા થવા’. અહીં ધ્‍યાનમાં લેવા જેવું એટલે ગ્રંથમાં ‘હીનવીર્ય’ એવો શબ્‍દ છે. ‘નષ્‍ટવીર્ય (ઔષધી ગુણ નષ્‍ટ થવા)’ અથવા ‘નિર્વીર્ય (ઔષધી ગુણ નીકળી જવા)’ એવો શબ્‍દ નથી. ઔષધ બનાવવાથી માંડીને તેના પર વાતાવરણ અને કાળનો પ્રભાવ પડવાનું ચાલુ થાય છે. તેને કારણે તેના ઔષધી ગુણધર્મ અંશાંશથી ઓછા થવાનો આરંભ થાય છે; પરંતુ સમાપ્‍તિ તિથિ પછી ઔષધ તરત જ ઝેર બનતું નથી. વૃદ્ધાવસ્થામાં માણસ જેવી રીતે વૃદ્ધ બનીને તેની ક્ષમતા ઓછી થાય છે, તેવી રીતે ઔષધની પરિણામકારીતા થોડી થોડી ઓછી થતી જાય છે; પરંતુ તે ઔષધ જો તેના ગંધ, રસ (સ્‍વાદ) ઇત્‍યાદિ ગુણોથી પરિપૂર્ણ હોય, તો સમય જતાં પણ તેટલું જ પરિણામકારી પુરવાર થાય છે.

આયુર્વેદમાંના ‘આસવ’ અને ‘અરિષ્‍ટ’ પ્રકારની ઔષધિઓ (ઉદા. દ્રાક્ષાસવ, સારસ્‍વતારિષ્‍ટ), તેમજ ધાતુઓના ભસ્‍મો ધરાવતી ઔષધિઓ (ઉદા. ચંદ્રામૃત રસ, વસંત માલતી રસ (સ્‍વર્ણ)) આ ગમે તેટલા જૂના થાય, તો પણ તેમનામાંનું ઔષધી તત્ત્વ ઓછું થતું નથી. તેને કારણે આ પ્રકારની ઔષધિઓ માટે સમાપ્‍તિ તિથિ હોતી નથી.

વૈદ્ય મેઘરાજ પરાડકર

 

૨. વ્‍યવહારમાં સમાપ્‍તિ તિથિ કરતાં ઔષધિઓના ગંધ, રસ (સ્‍વાદ) ઇત્‍યાદિ ગુણધર્મો જોવા અધિક યોગ્‍ય !

વર્તમાનમાં પશ્‍ચિમી વૈદ્યકશાસ્‍ત્રના પ્રભાવને કારણે, તેમજ અન્‍ન અને ઔષધી પ્રશાસનના નિયમોને કારણે આયુર્વેદિક ઔષધિઓ પર સમાપ્‍તિ તિથિ લખવી પડે છે. આ સમાપ્‍તિ તિથિ અને શાર્ઙ્ગધર સંહિતામાં આપેલી હીનવીર્યતાનો સમયગાળો આમાં પુષ્‍કળ ફેર છે. ઔષધને હવા લાગે નહીં, એ રીતે ડબીનું ઢાંકણું ઘટ્ટ બંધ કર્યું હોય અને ઔષધનો ગંધ, રસ (સ્‍વાદ) ઇત્‍યાદિ ગુણોમાં ફેર ન પડ્યો હોય, તો આવું ઔષધ નાખી દેવાને બદલે ઉપયોગ કરવાથી તે કાંઈ ‘ઝેર’ બનતું નથી.’

 

૩. સૂંઠ ચૂર્ણ, પિંપળી ચૂર્ણ ઇત્‍યાદિ આયુર્વેદિક ઔષધિઓમાં ધનેડા પડે તો શું કરવું ?

‘આદુના કંદ, પીપરના ફળો ઇત્‍યાદિ વનસ્‍પતિ પદાર્થોમાં પિષ્‍ટમય પદાર્થોનું (સ્‍ટાર્ચનું) પ્રમાણ વધારે હોય છે. તેને કારણે આદુથી બનાવવામાં આવતું સૂંઠ ચૂર્ણ,  પીપરના ફળોમાંથી બનાવવામાં આવતું  પીપર ચૂર્ણ ઇત્‍યાદિ આયુર્વેદિક ઔષધિઓમાં ચોખામાં પડે, તે રીતે ધનેડા પડે છે. ચોખામાં જો ધનેડા પડે, તો આપણે ચોખા કાંઈ ફેંકી દેતા નથી, પણ ચાળીને ઉપયોગમાં લઈએ છીએ. તેવી જ રીતે તે ચૂર્ણો નાખી દેવાને બદલે ચાળીને વાપરી શકાય છે. આવા ચૂર્ણો ચાળીને, ડબીમાં ભરીને ઢાંકણું ઘટ્ટ લગાડીને કોરા વાતાવરણમાં મૂકવા. વરસાદ ન હોય, ત્‍યારે આ ચૂર્ણો તડકે સૂકવીને ડબીમાં ભરી રાખવા. આ ચૂર્ણો શીતકબાટમાં (ફ્રીઝમાં) મૂકવાથી વધારે સમયગાળા માટે સુરક્ષિત રહે છે.’

વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૩.૭.૨૦૨૨)

Leave a Comment