સૂતશેખર રસ (ગોળીઓ)

Article also available in :

સૂતશેખર રસ આ ઔષધ પિત્તની માત્રા તરીકે પ્રસિદ્ધ છે.

 

૧. સૂતશેખર રસ  : ગુણધર્મ અને સંભાવ્‍ય ઉપયોગ

આ ઔષધ પિત્તની માત્રા તરીકે પ્રસિદ્ધ છે. તેના વિકારમાંના સંભાવ્‍ય ઉપયોગ નીચે જણાવ્‍યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્‍ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેથી વૈદ્યના માર્ગદર્શન હેઠળ જ ઔષધ લેવું.

વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર

 

ઉપયોગ ઔષધ લેવાની પદ્ધતિ સમયગાળો
અ. આમ્‍લપિત્ત, ઊલટી, પેટનો દુઃખાવો, પચનશક્તિ ઓછી હોવી, ઝાડા, મોઢું આવવું, ચક્કર આવવા, માથાનો દુઃખાવો, હેડકી, દમ, તાવ, શરીર લેવાઈ જવું, શરીર પર પિત્તના ચાઠાં ઉઠવા, પિત્તને કારણે નિદ્રા ન આવવી, લોહીના ઉચ્‍ચ દબાણના વિકારોમાં, તેમજ મગજ અને હૃદય માટે હિતકારી દિવસમાં ૨-૩ વાર ૧-૨ ગોળીઓ ૨ ઘૂંટડા પાણી સાથે/અડધી વાટકી દૂધ અને ૧ ચમચી ઘી સાથે/અડધી ચમચી મધ અને ૧ ચમચી ઘી સાથે લેવી. ગોળીઓ લેવા પહેલાં અને પછી ૧ કલાક કાંઈ ખાવું-પીવું નહીં. તાત્‍કાલિક અથવા ૪૦ દિવસ
આ. પેટનો અથવા માથાનો તીવ્ર દુઃખાવો પ્રત્‍યેક અડધા કલાકે ૧ ગોળી પા ચમચી મધમાં ભેળવીને લેવી વધારેમાં વધારે ૧૦ ગોળીઓ

૨. સૂચના

અ. ગોળી ચાવીને અથવા ચૂર્ણ કરીને લેવાથી તેની પરિણામકારકતા વધે છે.

આ. વયજૂથ ૩ થી ૭ માટે પા અને ૮ થી ૧૪ માટે અડધા પ્રમાણમાં ગોળીઓનું ચૂર્ણ લેવું.

ઇ. હાથ-પગ અથવા શરીરની બળતરા થવી, શરીરમાંથી વરાળ બહાર પડતી હોય, તેમ લાગવું, આંખો ગરમ થવા જેવા ઉષ્‍ણતાના તીવ્ર લક્ષણો હોય તો આ ઔષધનો ઉપયોગ કરવો નહીં.

 

૩. ઔષધનું સુયોગ્‍ય પરિણામ થવા માટે આ ટાળવું !

મેંદો અને ચણાના લોટ (બેસન)ના પદાર્થો; ખાટા, ખારા, વધારે તળેલા અને તીખા પદાર્થો; આઈસ્‍ક્રીમ, કાકવી (ગોળ બનવા પહેલાંનું પ્રવાહી), દહીં, પનીર, ચીઝ; વાસી, કસમયે અને અતિપ્રમાણમાં ભોજન; તડકામાં ફરવું; તેમજ રાત્રે જાગરણ.

 

૪. ઔષધ લેતી સમયે ઉપાસ્‍ય દેવતાને પ્રાર્થના કરવી !

‘હે ભગવાન, આ ઔષધ હું આપના ચરણોમાં અર્પણ કરીને આપના ‘પ્રસાદ’ તરીકે ગ્રહણ કરું છું. આ ઔષધથી મારા વિકાર દૂર થવા દેશો.’

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૬.૨૦૨૧)

Leave a Comment