અનુક્રમણિકા
વાળા (ખસ) ચૂર્ણ ઠંડા ગુણધર્મ ધરાવતું છે અને પિત્ત તેમજ કફ નાશક છે.

૧. વાળા (ખસ) ચૂર્ણ : ગુણધર્મ અને સંભાવ્ય ઉપયોગ
વાળા ચૂર્ણ આ ઔષધ ઠંડા ગુણધર્મો ધરાવે છે અને પિત્ત તેમજ કફ નાશક છે. તેના વિકારમાંના સંભાવ્ય ઉપયોગ નીચે જણાવ્યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેથી વૈદ્યના માર્ગદર્શન હેઠળ જ ઔષધ લેવું.

| ઉપયોગ | ઔષધ લેવાની પદ્ધતિ | સમયગાળો |
|---|---|---|
| અ. ઉષ્ણતાના વિકાર (ઉષ્ણ પદાર્થ ન સહન થવા, મોઢું આવવું, શરીરની બળતરા થવી, મૂત્રમાર્ગમાં બળતરા થવી, શરીર પર ફોલ્લીઓ ઉઠવી, ચક્કર આવવા, ગૂમડા થવા, ઇત્યાદિ) | સવારે નયણે કોઠે ૧ ચમચી વાળા (ખસ) ચૂર્ણ ૧ કપ દૂધ અને ૧ ચમચી ગાંગડા સાકરના મિશ્રણ સાથે લેવું. આ ઔષધ લીધા પછી સામાન્ય રીતે ૧ કલાક કાંઈ ખાવું-પીવું નહીં. | ૭ દિવસ |
| આ. ઊલટી જેવું લાગવું, ઊલટી, ઝાડા થવા અને શૌચના માર્ગે લોહી પડવું | વાળા (ખસ) ચૂર્ણ, નાગરમોથનું ચૂર્ણ, ધાણા પાવડર અને વરિયાળી પાવડરનું સમભાગ મિશ્રણ કરવું. તેમાંનું ૧ ચમચી ઔષધ દિવસમાં ૩-૪ વાર એક વાટકી ગરમ પાણીમાં લેવું. | ૩ થી ૪ દિવસ |
| ઇ. તાવ | દિવસમાં ૩-૪ વાર પા ચમચી વાળાનું ચૂર્ણ એક વાટકી ગરમ પાણીમાં લેવું | ૩ થી ૪ દિવસ |
| ઈ. ઉનાળાના દિવસોમાં ઉષ્ણતાના વિકાર ન થાય, તે માટે | પીવાના ૧ લિટર પાણીમાં અડધી ચમચી આ પ્રમાણે વાળાનું ચૂર્ણ પલાળી રાખવું. તરસ લાગે ત્યારે આ જ પાણી પીવું. | ઉનાળો અને શરદ ઋતુ (ઑક્ટોબરની ગરમી) |
૨. સૂચના
અ. વયજૂથ ૩ થી ૭ માટે પા અને ૮ થી ૧૪ માટે અડધા પ્રમાણમાં ચૂર્ણ લેવું.’
૩. ઔષધનું સુયોગ્ય પરિણામ થવા માટે આ ટાળવું !
મેંદો અને ચણાના લોટ (બેસન)ના પદાર્થો; ખાટા, ખારા, વધારે તળેલા અને તીખા પદાર્થો; આઈસ્ક્રીમ, કાકવી (ગોળ બનવા પહેલાંનું પ્રવાહી), દહીં, પનીર, ચીઝ; વાસી, કસમયે અને અતિપ્રમાણમાં ભોજન; તડકામાં ફરવું; તેમજ રાત્રે જાગરણ.
૪. ઔષધ લેતી સમયે ઉપાસ્ય દેવતાને પ્રાર્થના કરવી !
‘હે ભગવાન, આ ઔષધ હું આપના ચરણોમાં અર્પણ કરીને આપના ‘પ્રસાદ’ તરીકે ગ્રહણ કરું છું. આ ઔષધથી મારા વિકાર દૂર થવા દેશો.’
વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૬.૨૦૨૧)
વધુ માહિતી માટે વાંચો : સનાતનનો ગ્રંથ ‘આયુર્વેદ અનુસાર આચરણ કરીને ઔષધિઓ વિના નિરોગી રહો !’ (હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષાઓમાં ઉપલબ્ધ)
તાવમાં ઉપયોગી એવી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ
શ્વસનસંસ્થાના વિકારોમાં ઉપયોગી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ
આયુર્વેદિક ઔષધિઓ અને તેમની સમાપ્તિ તિથિ (એક્સપાયરી ડેટ)
હૃદય અને શ્વસનસંસ્થાને બળ આપનારી કેટલીક આયુર્વેદિક પ્રસિદ્ધ ઔષધિઓ
વાસા (અરડૂસી) ચૂર્ણ
સૂતશેખર રસ (ગોળીઓ)