નજર ઉતારવા માટે ઉપયોગમાં લેવાતા ઘટકો અને નજર ઉતારવાની વિવિધ પદ્ધતિઓ

Article also available in :

આ લેખમાં આપણે મીઠું-રાઈથી નજર ઉતારવાના પ્રકાર વિશે જાણી લઈશું.

નજર ઉતારવાની વિવિધ પદ્ધતિઓ

નજર ઉતારવા માટે વાપરવામાં આવતા ઘટકોમાં રજ-તમાત્‍મક લહેરો આકર્ષિત કરીને તે ઘનીભૂત કરીને પછી તેનું ઉચ્‍ચાટન કરવાની ક્ષમતા હોવી જોઈએ, તો જ નજર ઉતારવી પ્રભાવી બની શકે છે. ખાસ કરીને રાઈ-મીઠું, મીઠું-લાલ મરચાં, રાઈ-મીઠું-લાલ મરચાં, લિંબુ અને નારિયેળ આ ઘટકોનો ઉપયોગ કરીને નજર ઉતારવામાં આવે છે. મોટા ભાગે બે ઘટકોનું સંયોગીકરણ એ કાર્યની વેગધારણા વધારવા માટે વપરાય છે. રાઈ, મીઠું, લાલ મરચાં અને નારિયેળ આ ઘટકો તેમનામાં રહેલા અંત:સ્‍થ ગુણધર્મોને કારણે રજ-તમયુક્ત લહેરોને ઘનીભૂત કરીને જાળવી રાખવાનું સામર્થ્‍ય દર્શાવે છે; એટલા માટે વિશેષ કરીને આ ઘટકોને પ્રમુખતાથી વાપરવામાં આવે છે.

 

૧. મીઠું અને રાઈની સહાયતાથી નજર ઉતારવાની પદ્ધતિ

પદ્ધતિ

* મીઠું અને રાઈ ભેગા કરવા. મીઠાંનું પ્રમાણ વધારે અને રાઈનું પ્રમાણ ઓછું લેવું.

* પાંચે આંગળીઓ ભેગી કરીને તેમાં સમાય તેટલું મીઠું-રાઈ બન્‍ને હાથમાં લઈને હાથની મૂઠી વાળવી.

* વાળેલી મૂઠી નીચેની એટલે જ કે ભૂમિની દિશા ભણી કરીને હાથની સ્‍થિતિ ‘ચોકડી’ના આકાર જેવી કરીને ઊભા રહેવું.

* ત્‍યાર પછી નજર ઉતારનાર વ્‍યક્તિએ તેના હાથ નીચેથી ઉપરની દિશા ભણી ગોળાકાર પદ્ધતિથી અંદરથી બહારની દિશા     ભણી ફેરવવા.

* નજર ઉતાર્યા પછી મીઠું-રાઈ અંગારા (બળતાં કોલસા) પર બાળવા.

 

૨. મીઠું અને રાઈનો ઉપયોગ
એક સાથે શા માટે કરવામાં આવે છે ?

મીઠું અને રાઈની સહાયતાથી નજર ઉતારવાથી સ્‍થૂળદેહ પરનું રજ-તમાત્‍મક આવરણ મીઠાંની સહાયતાથી ખેંચાઈ જઈને તે રાઈમાં વેગવાન લહેરોની સહાયતાથી ઘનીભૂત થઈને પછી અગ્‍નિની સહાયતાથી બાળીને નષ્‍ટ કરવામાં આવે છે. સ્‍થૂળદેહ પરનું આવરણ નીકળવાને કારણે નજર ઉતાર્યા પછી શરીરને હલકાપણું આવે છે, તેમજ શરીરમાં રહેલું બધિરતાનું પ્રમાણ પણ ઓછું  થાય છે.

 

૩. મીઠાંનો ઉપયોગ કરવાનું મહત્વ

કોરા મીઠાંનો ગુણધર્મ વાયુની સહાયતાથી રજ-તમ ગુણને ઘનીભૂત કરવાનો છે. પાણીમાં ઓગળેલું મીઠું સંપર્કજન્‍યતાના સ્‍તર પર વધારે ઉપયુક્ત છે. મીઠાં ફરતે રહેલો ભેજદર્શક વાયુકોષ એ દેહ પર આવેલું કાળી શક્તિનું રજ-તમયુક્ત આવરણ ખેંચી લેવામાં અગ્રેસર હોય છે. મીઠું હાથમાં લઈને ઉતારવાની પ્રક્રિયા દ્વારા કાર્યરત થનારી રજોગુણી લહેરોના સ્‍પર્શથી મીઠાં ફરતે રહેલો ભેજજન્‍ય વાયુકોષ કાર્યમાન થાય છે અને તેના સંપર્કમાં રહેલા જીવના દેહ પરનું રજ-તમયુક્ત આવરણ ખેંચી લઈને તેને પોતાના કોષમાં ઘનીભૂત અથવા તો બદ્ધ કરી રાખે છે. ત્‍યાર પછી મીઠામાં રહેલો ભેજજન્‍ય કોષ અગ્‍નિના સંપર્કમાં આવીને નષ્‍ટ થાય છે અને આવી રીતે તેમાં રહેલી રજ-તમયુક્ત લહેરોનું વિઘટન થવામાં સહાયતા થાય છે. નજર ઉતારવાની પ્રક્રિયામાં મીઠામાં રહેલો ભેજજન્‍ય કોષ એ મુખ્‍યત્‍વે વિઘટન કરવાની પ્રક્રિયા સુધી રજ-તમયુક્ત લહેરોનું એકત્રિત વહન કરવામાં અત્‍યંત ઉપયુક્ત પુરવાર થાય છે.

સામાન્‍ય મીઠાં કરતાં ગાંગડા (આખું) મીઠું વાપરવું શા માટે યોગ્‍ય છે ?

સામાન્‍ય મીઠાં પર કરવામાં આવતી રસાયણિક પ્રક્રિયાને કારણે તેનું અનિષ્‍ટ સ્‍પંદનો ખેંચી લેવાનું પ્રમાણ ગાંગડા મીઠાં કરતાં ઓછું થાય છે.

આખું મીઠું ગાંગડાના રૂપમાં હોવાથી અનિષ્‍ટ સ્‍પંદનો જાળવી રાખવાની તેની ક્ષમતા પણ સામાન્‍ય મીઠાં કરતાં વધારે હોય છે.

 

૪. નજર ઉતારી લીધા પછી
મીઠું-રાઈ અંગારા પર બાળવાનું મહત્વ

અગ્‍નિ જેવી રીતે વિઘટનને પૂરક છે, તે જ રીતે તે સંબંધિત ઠેકાણે ઘનીભૂત રહેલી ઊર્જાના સંગ્રહને ઉદ્દીપિત કરનારો પણ છે. તેને કારણે મીઠું અને રાઈ દ્વારા આકર્ષિત કરવામાં આવેલી કાળી લહેરો અગ્‍નિના સ્‍પર્શથી પ્રવાહી બનીને તેમાં રહેલા તેજમાં ભસ્‍મ થાય છે. ત્‍યારે વિઘટનાત્‍મક પ્રક્રિયાની વેળાએ કાળી શક્તિની તીવ્રતાના પ્રમાણમાં દુર્ગંધ છૂટે છે.

વિશિષ્‍ટતા : મીઠું અને રાઈ અગ્‍નિના સ્‍પર્શથી તરત જ કાળી શક્તિનું ખેંચેલું આવરણ ત્‍યાગે છે.

 

૫. નજર લાગવાનું પ્રમાણ
કેટલું છે, તે કેવી રીતે ઓળખવું ?

 નજર લાગેલી ન હોવી

જો નજર લાગી જ ન હોય, તો મીઠું અને રાઈની જ બળવાની વાસ આવે છે. તે દુર્ગંધ વિરહિત હોય છે.

 મંદ નજર

ક્યારેક જરા પણ દુર્ગંધ આવતી નથી, તે વેળાએ રાઈ અને મીઠાંએ ખેંચેલી રજ-તમયુક્ત લહેરોનું પ્રમાણ અતિશય નગણ્‍ય હોવાથી તે અગ્‍નિમાં તરત જ ભસ્‍મીભૂત થાય છે. તેને કારણે તીવ્ર નજર લાગવાના પ્રમાણમાં વાયુમંડળમાં સ્‍થૂળ દ્વારા વર્તાય તેવી તીવ્ર દુર્ગંધ નિર્માણ થતી ન હોવાથી દુર્ગંધ આવવાનું પ્રમાણ ઘણું જ અલ્‍પ હોય છે. તે વેળાએ મંદ પ્રમાણમાં નજર લાગેલી હોય છે.

તીવ્ર નજર

જ્‍યારે દુર્ગંધનુ પ્રમાણ વધારે હોય છે, ત્‍યારે તીવ્ર પ્રમાણમાં નજર લાગી હોય છે.’

સૂચના : ઉપરના સૂત્રમાં (મુદ્દામાં) આપ્‍યા પ્રમાણે નજર લાગી જ ન હોય, તો મીઠું અને રાઈ બાળ્‍યા પછી દુર્ગંધ આવશે નહીં. એનો અર્થ ‘વ્‍યક્તિને આધ્‍યાત્‍મિક ત્રાસ નથી’, એવો થાય છે. આ કર્યા પછી પણ જો વ્‍યક્તિને સ્‍થૂળમાંથી ત્રાસના લક્ષણો જણાતાં જ રહે, તો ‘નજર ઉતરી જ નથી’, એવું સમજવું અને એક-એક કલાકે નજર ઉતારતા જ રહેવું. તેમ છતાં નજર ઉતરતી જ ન હોય, તો નજર ઉતારવા માટે આગળના તબક્કાનો ઘટક ઉદા. નારિયેળ વાપરી જોવો, આટલું કરવા છતાં પણ ત્રાસ ન જાય, તો તે વિશે અધ્‍યાત્‍મની જાણકાર વ્‍યક્તિને અથવા ઉન્‍નતોને પૂછવું. તેઓ કહે તે પ્રમાણે આધ્‍યાત્‍મિક ઉપાય કરવા.

સંદર્ભ : સનાતનનો ગ્રંથ – ‘નજર ઉતારવાના પ્રકાર (ભાગ ૧)’

Leave a Comment