નજર લાગવાની સૂક્ષ્મ-સ્તર પરની પ્રક્રિયા અને નજર લાગી છે, એ ઓળખવાના લક્ષણો

Article also available in :

આ લેખમાં આપણે ‘નજર લાગવી’ એટલે શું ?’, ‘નજર લાગવાની સૂક્ષ્મ-સ્‍તર પરની પ્રક્રિયા’ અને ‘નજર લાગવાનાં પરિણામ અથવા નજર લાગી છે, એમ ઓળખવાના લક્ષણો’, આ સૂત્રો વિશે જાણી લઈશું.

 

૧. ‘નજર લાગવી’ એટલે શું ?

અ. એકાદ વ્‍યક્તિના રજ-તમયુક્ત ઇચ્‍છાનું બીજી વ્‍યક્તિ પર થનારું દુષ્‍પરિણામ એટલે જ નજર લાગવી.

આનું એક ઉદાહરણ એટલે, બાળકને નજર લાગવી. હસતા-ખીલતા ગેલ કરતા બાળકને જોતા વેંત કેટલાક લોકોના મનમાં અજાણ્‍યે એક પ્રકારના આસક્તિયુક્ત વિચારો આવે છે. આસક્તિયુક્ત વિચારો રજ-તમયુક્ત હોય છે. બાળકનો સૂક્ષ્મ-દેહ વધારે પડતો સંવેદનશીલ હોવાથી તેના પર  રજ-તમયુક્ત સ્‍પંદનોનું અનિષ્‍ટ પરિણામ થાય છે, એટલે જ બાળકને નજર લાગે છે.

આ. કેટલીક વાર એકાદ વ્‍યક્તિ, પ્રાણી અથવા વસ્‍તુ વિશે એકાદ વ્‍યક્તિના અથવા એકાદ અનિષ્‍ટ શક્તિના મનમાં અનિષ્‍ટ વિચારો આવે છે અથવા તો તેમનું સારું થયાનું તે વ્‍યક્તિ જોઈ શક્તી નથી. તેને કારણે નિર્માણ થનારાં અનિષ્‍ટ સ્‍પંદનોનું તે વ્‍યક્તિ, પ્રાણી અથવા વસ્‍તુ પર પરિણામ થવું, એને જ ‘નજર લાગવી’ એમ કહેવાય છે.

એકાદ વ્‍યક્તિના મનમાં બીજી વ્‍યક્તિ વિશે તીવ્ર મત્‍સર અથવા દ્વેષયુક્ત વિચારોનું પ્રમાણ ૩૦ ટકા કરતાં વધારે હોય, તો તે વ્‍યક્તિની બીજી વ્‍યક્તિને તીવ્ર પ્રમાણમાં નજર લાગી શકે છે.  નજરની પ્રક્રિયા દરમ્‍યાન તે બીજી વ્‍યક્તિને શારીરિક સ્‍તર કરતાં માનસિક સ્‍તર પર ત્રાસ થવાનું પ્રમાણ વધારે હોય છે. આને ‘સૂક્ષ્મ-સ્‍તર પર તીવ્ર પ્રમાણમાં નજર લાગવી’, એમ કહેવાય છે.

ઇ. અઘોરી વિધિ કરનારા દ્વારા એકાદ વ્‍યક્તિ પર કરણી (મેલી વિદ્યા) કરવા જેવી  વિધિ કરાવી લેવાથી પણ તે વ્‍યક્તિને નજર લાગે છે.

કરણીની વિશિષ્‍ટતા :

* કરણી એક વિશિષ્‍ટ ઉદ્દેશ રાખીને કરવામાં આવે છે.

* નજર લાગવામાં એકાદ વ્‍યક્તિની કપટી વાસના ૩૦ ટકા જેટલા પ્રમાણમાં તીવ્ર હોય છે, જ્‍યારે કરણી થવામાં એ જ દુષ્‍ટ વાસના ૩૦ ટકા કરતાં પણ વધારે થઈને ઉગ્ર રૂપ ધારણ કરી શકે છે.

* નજરનાં સ્‍પંદનો ૩૦ ટકા કરતાં વધારે પ્રમાણમાં ત્રાસદાયક સ્‍વરૂપમાં કાર્ય કરવા લાગ્‍યા પછી, તેનું રૂપાંતર કરણીસદૃશ ઘટનામાં થાય છે.

ઈ. અનિષ્‍ટ શક્તિએ છોડેલી ત્રાસદાયક શક્તિથી એકાદ વ્‍યક્તિને ત્રાસ થવો, એને પણ ‘વ્‍યક્તિને તે અનિષ્‍ટ શક્તિની નજર લાગી’, એમ કહેવાય છે.

 

૨. નજર લાગવાની સૂક્ષ્મ-સ્‍તર પરની પ્રક્રિયા

 

૩. નજર લાગવાનાં પરિણામ
અથવા નજર લાગી છે, એ ઓળખવાના લક્ષણો

અ. સ્‍થૂળદેહ, મનોદેહ અને સૂક્ષ્મદેહના સંદર્ભમાં કેટલાક લક્ષણો

‘નજર લાગવી’,  પ્રકારમાં જે વ્‍યક્તિને નજર લાગી હોય, તેના ફરતે રજ-તમાત્‍મક ઇચ્‍છાધારી સ્‍પંદનોનું વાતાવરણ બનાવવામાં આવે છે. આ વાતાવરણ રજ-તમયુક્ત નાદલહેરોથી ભારિત હોવાથી તેના સ્‍પર્શથી તે વ્‍યક્તિના સ્‍થૂળદેહ, મનોદેહ અને સૂક્ષ્મદેહ પર અનિષ્‍ટ પરિણામ થઈ શકે છે.

સ્‍થૂળદેહ

જે સમયે સ્‍થૂળદેહ રજ-તમાત્‍મક ઇચ્‍છાધારી લહેરોથી યુક્ત બને છે, તે સમયે તે વ્‍યક્તિ અનેક શારીરિક વ્‍યાધિથી ત્રસ્‍ત થાય છે. શારીરિક વ્‍યાધિઓમાં માથાનો તીવ્ર દુ:ખાવો, કાનમાં સબાકા,આંખો દુ:ખવી, તમ્‍મર ચડવી, હાથે-પગે ખાલી ચડવી, છાતીમાં ધડધડવું, હાથ-પગ ટાઢાંબોળ થઈને લેવાઈ જવા ઇત્‍યાદિ ત્રાસ થાય છે. આવાં લક્ષણો દેખાય કે તરત જ નજર ઉતારવાથી સંબંધિત ત્રાસનું પ્રમાણ ઘટે છે.

 મનોદેહ

જે સમયે રજ-તમાત્‍મક ઇચ્‍છાધારી લહેરોની શક્તિ પ્રબળ થઈને વેગે કાર્ય કરવા માંડે છે, તે વેળાએ  લહેરોનું સંક્રમણ વ્‍યક્તિના મનોદેહ પર પોતાનો પ્રભાવ દર્શાવે છે. મનોદેહની રજ-તમાત્‍મક ધારણાને લીધે મનમાં અનાવશ્‍યક વિચાર અને વિકલ્‍પ આવવા, તેને લીધે ઘરમાં ઝગડા થવા, તેમજ  વિચારોના પ્રભાવ હેઠળ કાર્ય કરવાથી તેની પરિણતિ મારામારી થવા સુધી પહોંચવી, વિચાર આવ્‍યા પછી અચાનક ઘર છોડીને નીકળી જવું, તેમજ વેગે ગાડી ચલાવવાથી અકસ્‍માત થવો આવી ઘટનાઓનો એમાં સમાવેશ થાય છે.

 સૂક્ષ્મદેહ

સમય જતાં સૂક્ષ્મદેહ પણ  લહેરોથી પ્રભાવિત થવા લાગે, તો પછી પ્રસંગે વ્‍યક્તિનું મૃત્‍યુ પણ થવાની શક્યતા હોય છે.

આ. કેટલાંક સમસ્‍યાપ્રધાન લક્ષણો

* શારીરિક સમસ્‍યા : વ્‍યસન, સતત માંદા પડવું, દવા લેવા છતાં પણ નાની નાની બીમારીઓ (ઉદા. તાવ, શરદી, ઉધરસ, પેટનો દુખાવો) ન મટવી, કોઈપણ શારીરિક કારણ ન હોવા છતાં પણ ઘણાં દિવસો સુધી થાક રહેવો અને શરીર લેવાઈ જવું, વારંવાર ઉદ્‍ભવનારા ત્‍વચા વિકારો ઇત્‍યાદિ.

* માનસિક સમસ્‍યા : સતત તણાવ અને નિરાશા, વધારે પડતો બીકણ સ્‍વભાવ, કારણ સિવાય મનમાં નકારાત્‍મક વિચાર આવીને મન અસ્‍વસ્‍થ થવું ઇત્‍યાદિ.

* શૈક્ષણિક સમસ્‍યા : સારો અભ્‍યાસ કરવા છતાં પરીક્ષામાં ઉત્તીર્ણ ન થવું, બુદ્ધિમત્તા હોવા છતાં વાંચેલું યાદ ન રહેવું ઇત્‍યાદિ.

* આર્થિક સમસ્‍યા : નોકરી ન મળવી, વ્‍યવસાય ન ચાલવો, સતત આર્થિક નુકસાન થવું અથવા ફસામણ થવી ઇત્‍યાદિ.

* વૈવાહિક અને કૌટુંબિક સમસ્‍યા : વિવાહ ન થવો, વિવાહ થાય તો પતિ-પત્નીમાં અણબનાવ, ગર્ભધારણા ન થવી, ગર્ભપાત થવો, બાળક અધૂરા દિવસોનું જન્‍મવું, મતિમંદ કે વિકલાંગ અપત્‍ય નીપજવું, અપત્‍યો બાળપણમાં જ મૃત્‍યુમુખે પડવા ઇત્‍યાદિ.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘નજર ઉતારવાના પ્રકાર (ભાગ ૧)’

Leave a Comment