નજર ઉતારવાની પદ્ધતિ પાછળનું શાસ્‍ત્ર અને અનુભૂતિ

Article also available in :

અનુક્રમણિકા

આ લેખમાં આપણે નજર ઉતારતી વેળાએ નજર ઉતારનારે અને જેની નજર ઉતારવાની છે આ બન્‍નેએ પ્રાર્થના કરવાનું મહત્વ; જેની નજર ઉતારવાની છે, તેણે હથેળી ઉપરની દિશામાં શા માટે રાખવી; ઓવાળવાનું મહત્વ, નજર ઉતારનારે પાછળ વળીને શા માટે ન જોવું, નજર ઉતારી લીધા પછી બન્‍નેએ નામજપ શા માટે કરવો, તેમણે હાથ-પગ શા માટે ધોવા, પ્રત્‍યેક કલાકે નજર ઉતારવાનું કારણ અને નજર ઉતારતી વેળાએ સંબંધિત શબ્‍દ ભારતીય ભાષામાં બોલતી વેળાએ થયેલી અનુભૂતિ, આ વિશે જાણી લઈશું.

 

૧. નજર ઉતારતા પહેલાં જે
વ્‍યક્તિની નજર ઉતારવાની છે તે વ્‍યક્તિ અને
નજર ઉતારનારી વ્‍યક્તિએ પ્રાર્થના શા માટે કરવી ?

અ. પ્રાર્થનાનું મહત્વ

ઈશ્‍વરને પ્રાર્થના કરીને પ્રાર્થનાના બળ પર નજર ઉતારવાથી નજર ઉતારનાર વ્‍યક્તિને ત્રાસ થતો નથી અને ત્રાસ ધરાવતી વ્‍યક્તિનો ત્રાસ પણ શીઘ્ર ઓછો થાય છે.

આ. પ્રાર્થનાને લીધે થનારા લાભ

પ્રાર્થનાને લીધે ભગવાનના આશીર્વાદથી ત્રાસ ધરાવતા વ્‍યક્તિના દેહમાં રહેલાં, તેમજ દેહની બહારનાં ત્રાસદાયક સ્‍પંદનો ઓછા સમયગાળામાં કાર્યરત થઈને જે ઘટકોની સહાયતાથી નજર ઉતારવાની છે, તે ઘટકોમાં ઘનીભૂત થઈને પછી અગ્‍નિની સહાયતાથી ઓછા સમયગાળામાં નષ્‍ટ કરવામાં આવે છે. નજર ઉતારવાની કેટલીક પદ્ધતિઓમાં નજર ઉતારવા માટેના ઘટકો પછી બાળવામાં આવે છે.દેવતાની કૃપાને લીધે બન્‍ને વ્‍યક્તિઓ ફરતે સંરક્ષણ-કવચ નિર્માણ થઈને આગળ થનારાં અનિષ્‍ટ આક્રમણોની સામે તેમનું રક્ષણ થવામાં સહાયતા થાય છે.

 

૨. જેની નજર ઉતારવાની છે,
તે વ્‍યક્તિએ બન્‍ને હાથના તળિયા ઉપરની
(આકાશની) દિશામાં ઉઘાડા શા માટે મૂકવા ?

પાતાળમાંથી અનિષ્‍ટ શક્તિઓ ત્રાસદાયક શક્તિનું પ્રક્ષેપણ મોટા પાયે કરતી હોય છે. હાથની બહારની બાજુ કરતાં અંદરની બાજુ (હથેળી) શક્તિ ગ્રહણ અને પ્રક્ષેપણના સંદર્ભમાં વધારે સંવેદનશીલ હોય છે. બન્‍ને હાથની હથેળીઓ ઉપરની (આકાશની) દિશામાં ઉઘાડી મૂકવાથી પાતાળમાંથી આવતી કાળી શક્તિ સીધી જ હાથમાં ગ્રહણ થતી નથી. તેમજ બન્‍ને હાથની હથેળીઓ ઉપરની દિશા ભણી ઉઘાડી રાખવાથી શરીરમાં રહેલી કાળી શક્તિ હથેળીઓ દ્વારા નજર ઉતારવા માટે વાપરવામાં આવતા ઘટકોમાં ખેંચાઈ જવામાં પણ સહાયતા થાય છે.

 

૩. જે વ્‍યક્તિની નજર
ઉતારવાની છે, તે વ્‍યક્તિ ફરતે નજર
ઉતારવાના ઘટકો શા માટે ઓવાળવા ?

‘ઓવાળવું’, આ રજોગુણાત્‍મક હિલચાલના માધ્‍યમ દ્વારા નજર ઉતારતી વેળાએ વાપરવામાં આવતાં ઘટકોમાં રહેલી કાર્યસદૃશ લહેરોને વેગ અપાવવો, આ ઘટકો ઓવાળવા પાછળનો ઉદ્દેશ છે.

 

૪. નજર ઉતારી લીધા પછી જતી વેળાએ
નજર ઉતારનારે પાછું વળીને શા માટે ન જોવું ?

નજર ઉતાર્યા પછી નજર ઉતારનારે પાછા વળીને જોવું અશુભ માનવામાં આવે છે; કારણકે નજર ઉતાર્યા પછી નજર ઉતારવા માટે વાપરવામાં આવતી વસ્‍તુઓમાં રજ-તમાત્‍મક સ્‍પંદનો ખેંચાઈ ગયેલા હોય છે. તેને કારણે આપણે જતા હોઈએ તે માર્ગ પણ રજ-તમાત્‍મક સ્‍પંદનોથી યુક્ત થતો હોવાથી અનેક અનિષ્‍ટ શક્તિઓ આપણી પાછળ આવવાની શક્યતા વધે છે. પાછું વળીને જોવાથી આપણાં જ અશુભદર્શક સ્‍પંદનોમાં આપણું મન અટવાઈ પડવાથી આપણે આ જ અશુભ માર્ગથી ક્રમણ કરનારી અનિષ્‍ટ શક્તિઓનાં આક્રમણનો ભોગ બની શકીએ; એટલા માટે ‘નજર ઉતાર્યા પછી બને ત્‍યાં સુધી મનમાં નામજપ કરતાં કરતાં આગળ ચાલતા રહેવું’ એવું કહેવામાં આવે છે.

 

૫. નજર ઉતાર્યા પછી નજર ઉતારનાર અને
જેની નજર ઉતારી છે તે બન્‍નેએ કોઈની પણ સાથે વાત
કરવાને બદલે મનમાં નામજપ કરતાં કરતાં આગળનું કર્મ શા માટે કરવું ?

અ. નજર ઉતાર્યા પછી થનારી પ્રક્રિયા અને તેના દેહ પર થનારાં દુષ્‍પરિણામ

નજર ઉતારનારી વ્‍યક્તિનો દેહ પણ થોડાઘણાં પ્રમાણમાં રજ-તમાત્‍મક સ્‍પંદનોને બલિ ચડવો

નજર ઉતારી લીધા પછી જે વ્‍યક્તિની નજર ઉતારવામાં આવે છે, તે વ્‍યક્તિના રજ-તમાત્‍મક સ્‍પંદનોનો પ્રભાવ નજર ઉતારનારી વ્‍યક્તિ પર પણ પડતો હોવાથી તેનો દેહ પણ સદર સ્‍પંદનોથી થોડા ઘણા પ્રમાણમાં યુક્ત થયેલો હોય છે.

ભાવનિક સ્‍તર પર બોલવું એ રજ-તમાત્‍મક સ્‍પંદનોને પોતાના ભણી આકર્ષિત કરી લેતું હોવાથી વ્‍યક્તિની હાનિ થવી

આ સમયગાળામાં  નામજપ સિવાય કોઈની સાથે કાંઈપણ બોલવાથી ઘણું કરીને આ બોલવું ભાવનિક સ્‍તર પર થતું હોવાથી તેમાં આવેલાં સૂક્ષ્મ નાદસ્‍પંદનો ભણી દેહ પર ફેલાયેલા રજ-તમાત્‍મક સ્‍પંદનો વધારે પ્રમાણમાં આકર્ષિત થઈને મોઢું, નાક, આંખ અને કાનના પોલાણોમાંથી શરીરમાં સંક્રમિત થઈ શકે છે.

આ. નામજપમાં રહેલાં દૈવી સ્‍પંદનોથી દેહ પરના
રજ-તમરૂપી આવરણનો નાશ થવો અને વ્‍યક્તિને થનારા અન્‍ય લાભ

અનાવશ્‍યક બોલીને દેહ પર આઘાત કરનારાં રજ-તમાત્‍મક સ્‍પંદનોની ઘેરી છાયાને દેહમાં ઉતારવા કરતાં નામજપ કરતાં કરતાં આગળનું કર્મ કરવામાં આવે તો નામમાં રહેલા દૈવી સાત્ત્વિક સ્‍પંદનોથી દેહ પર આવેલું રજ-તમરૂપી આવરણ નષ્‍ટ થાય છે.

દેહ પર સંરક્ષણ-કવચ નિર્માણ થવાથી બાહ્ય વાયુમંડળમાંથી અનિષ્‍ટ શક્તિનું આક્રમણ થવાની શક્યતા પણ ઘટે છે.

ભાવનિક સ્‍તર પર માયામાંનું કાંઈક બોલવા કરતાં ગમે ત્‍યારે નામજપ કરતાં કરતાં રજ-તમાત્‍મક સ્‍પંદનોનું દેહ પર આવેલું આવરણ દૂર કરીને આ અશુદ્ધદર્શક પ્રક્રિયાનો ભોગ બનેલા પોતાના દેહની શુદ્ધિ કરી લેવી વધારે યોગ્‍ય પુરવાર થાય છે.

જેની નજર ઉતારવામાં આવે છે, તેણે પણ નજર ઉતારી લીધા પછી નામજપ કરવો જ વધારે યોગ્‍ય પુરવાર થાય છે, નહીંતર તેના પર તરત જ અનિષ્‍ટ સ્‍પંદનોનું આક્રમણ થવાની શક્યતા વધે છે.

 

૬. નજર ઉતાર્યા પછી નજર
ઉતારનારી વ્‍યક્તિ અને જેની નજર ઉતારી છે તે,
આ બન્‍નેએ હાથ-પગ ધોઈને જ આગળના કામનો આરંભ શા માટે કરવો ?

અ. નજર ઉતારી લેવી અને નજર ઉતારવી,
આ બન્‍ને પ્રક્રિયામાં રજ-તમાત્‍મક સ્‍પંદનોની
મોટા પ્રમાણમાં લેણ-દેણ થવી અને તેનાં દુષ્‍પરિણામ

નજર ઉતારી લેવી અને નજર ઉતારવી, આ બન્‍ને પ્રક્રિયામાં રજ-તમાત્‍મક સ્‍પંદનોની મોટા પ્રમાણમાં લેણ-દેણ થતી હોય છે.

નજર ઉતારતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરતી વેળાએ જો ભાવ ઓછો થાય, તો તરત જ અનિષ્‍ટ શક્તિઓનું આક્રમણ થવાની શક્યતા વધે છે.

આ પ્રક્રિયા દરમ્‍યાન બન્‍ને વ્‍યક્તિ તેટલા જ પ્રમાણમાં આ અશુભ કર્મમાં સહભાગી હોવાથી બન્‍ને વ્‍યક્તિઓ પર તેટલા જ પ્રમાણમાં ચીડાઈને અનિષ્‍ટ શક્તિઓ આક્રમણ કરવાની શક્યતા હોવાથી આ પ્રક્રિયામાં બન્‍ને જીવોને તેટલા જ પ્રમાણમાં અનિષ્‍ટ શક્તિઓ દ્વારા આક્રમણ કરવાનું જોખમ હોય છે.

આ પ્રક્રિયા જ મૂળમાં રજ-તમાત્‍મક હોવાથી અને પગ અન્‍ય અવયવો કરતાં ભૂમિને વધારે પ્રમાણમાં સંલગ્‍ન હોવાથી પગના માધ્‍યમ દ્વારા દેહમાં ઊર્ધ્‍વ દિશા ભણી પાતાળમાં રહેલી લહેરો સંક્રમિત થવાની શક્યતા ઘેરી બને છે. આ લહેરોથી જો દેહ યુક્ત બને, તો હાથના માધ્‍યમ દ્વારા સંપૂર્ણ દેહમાં, એટલે જ માથા સુધી પણ આ શક્તિનો પ્રાદુર્ભાવ થઈ શકે છે.

આ. પાણીથી હાથ-પગ ધોવાથી થતા લાભ

નજર ઉતાર્યા પછી બાહ્ય વાયુમંડળમાં રહેલા રજ-તમાત્‍મક સ્‍પંદનોને તરત જ પ્રતિસાદ આપતા હાથ-પગ જેવા અવયવો પાણીથી ધોવા.

પાણી સર્વસમાવેશક એવા સ્‍તર પર કાર્ય કરતું હોવાથી તે કોઈપણ પ્રકારના રજ-તમાત્‍મકરૂપી પાપજન્‍ય લહેરોને પોતાનામાં સમાવી લઈને દેહને શુદ્ધ કરે છે; એટલા માટે સદર પ્રક્રિયા પછી હાથ-પગ ધોવાને પુષ્‍કળ મહત્વ આપવામાં આવ્‍યું છે.

 

૭. ત્રાસની તીવ્રતા પ્રમાણે  પ્રત્‍યેક
કલાકે નજર ઉતારવી શા માટે આવશ્‍યક છે ?

બને ત્‍યાં સુધી અને મોટા પાયે ત્રાસ હોય તો પ્રત્‍યેક કલાકે નજર ઉતારવી, નહીંતો નજર ઉતાર્યાનું પરિણામ ટકવાના સમયગાળામાં પણ વ્‍યક્તિને ફરી પાછો ત્રાસ થવાની શક્યતા હોય છે. પ્રત્‍યેક કલાકે નજર ઉતારવાથી ફરી ફરીને ભેગી થનારી કાળી શક્તિનું પ્રમાણ થોડું ઓછું થાય છે.

 

૮. નજર ઉતારતી વેળાએ ‘આવેલા-ગયેલાની,
પથિકની’ આ શબ્‍દો બોલવાના સંદર્ભમાં થયેલી અનુભૂતિ

અંગ્રેજીની તુલનામાં ભારતીય ભાષામાં બોલીને નજર ઉતાર્યા
પછી અનિષ્‍ટ શક્તિનો તીવ્ર ત્રાસ ઘરાવતી સાધિકાનો ત્રાસ વધારે પ્રગટ થવો

ડિસેંબર ૨૦૦૭ માં અનિષ્‍ટ શક્તિનો તીવ્ર ત્રાસ ઘરાવતી યુરોપની એક ખ્રિસ્‍તી સાધિકાની મીઠું, રાઈ અને મરચાં દ્વારા નજર ઉતારવાના પ્રસંગનું ધ્‍વનિચિત્રીકરણ ચાલુ હતું. નજર ઉતારનારી સાધિકા પણ યુરોપની અને ખ્રિસ્‍તી હતી. નજર ઉતારતી વેળાએ બોલવાના વાક્યો તે સાધિકા અંગ્રેજીમાં બોલ્‍યા. તે સમયે જે સાધિકાની નજર ઉતારવામાં આવતી હતી, તે પ્રગટ થઈ (તેનામાં રહેલી અનિષ્‍ટ શક્તિ પ્રગટ થઈ). ત્‍યાર પછી અમને ‘નજર ઉતારનારી સાધિકાને નજર ઉતારતી વેળાએ બોલવાના વાક્યો ભારતીય ભાષામાં બોલતા આવડે છે’, એમ ખબર પડી. તેને લીધે ફરીવાર વાક્યો ભારતીય ભાષામાં બોલીને નજર ઉતારવામાં આવી. તે સાધિકાએ ભારતીય ભાષામાં વાક્યો બોલવાનો પ્રારંભ કરતાવેંત જ જેની નજર ઉતારવામાં આવતી હતી, તે સાધિકા પહેલાની તુલનામાં અનેક ગણી પ્રગટ થઈ. એના પરથી ઉપસ્‍થિત સાધકોને ભારતીય ભાષાનું મહત્વ ધ્‍યાનમાં આવ્‍યું.

(‘કાળી શક્તિ’ અને તેના જેવા શબ્‍દો : આ લેખમાં ‘કાળી શક્તિ, તેમજ ત્રાસદાયક/માયાવી/અનિષ્‍ટ શક્તિ’ જેવા શબ્‍દો ધર્મગ્રંથમાં (ઉદા. શ્રીમદ્ભગવદ્ગીતામાં) વર્ણન કરેલા ‘તમ’ અથવા ‘તમોગુણ’ આ અર્થથી, જ્‍યારે ‘કાળું આવરણ, તેમજ કાળી લહેરો/સ્‍પંદનો/કણ જેવા શબ્‍દો ‘તમોગુણનું આવરણ તેમજ તમોગુણી લહેરો/સ્‍પંદનો/કણ’ આ અર્થથી ઉપયોગમાં લેવાયા છે. ‘તમ’ આ સંસ્‍કૃત શબ્‍દનો અર્થ ‘અંધારું’ એવો છે. અંધારું કાળું હોવાથી ‘તમ’ અથવા ‘તમોગુણ’ કાળો હોવાનું વર્ણન કર્યું છે, તેવું જ ચિતારેલું છે. – સંપાદક)

સંદર્ભ : નજર ઉતારવાના પ્રકાર (ભાગ ૧)

Leave a Comment