નજર ઉતારવાની પદ્ધતિ

Article also available in :

જેની નજર ઉતારવાની છે તે વ્‍યક્તિ ઉપસ્‍થિત હોય  ત્‍યારે અને ન હોય  ત્‍યારે કરવાની કૃતિઓ આગળ જણાવી છે.

 

૧. જેની નજર ઉતારવાની  છે તે
વ્‍યક્તિ  ઉપસ્‍થિત  હોય ત્‍યારે કરવાની કૃતિઓ

નજર બને ત્‍યાં સુધી સાંજે ઉતારવી. ત્રાસ દૂર થવા માટે તે સમય વધારે સારો હોય છે; કારણકે તે સમયે અનિષ્‍ટ શક્તિનું સહજતાથી પ્રગટીકરણ થઈને તે ત્રાસ નજર ઉતારવામાં ઉપયોગમાં લેવાતી વસ્‍તુમાં ખેંચી લઈ શકાય છે. તીવ્ર ત્રાસ હોય તો ત્રણ-ચાર વાર સળંગ અથવા પ્રત્‍યેક કલાકે અથવા દિવસમાં ત્રણ-ચાર વાર નજર ઉતારવી.

અ. જે વ્‍યક્તિની નજર ઉતારવાની છે, તેને પાટલા પર બેસાડવી.

આ. નજર ઉતારતા પહેલાં આગળ જણાવ્‍યા પ્રમાણે પ્રાર્થના કરવી.

નજર લાગેલી વ્‍યક્તિએ  ઉપાસ્‍યદેવતાને  કરવાની  પ્રાર્થના  

‘નજર ઉતારવા માટે વાપરવામાં આવનારા ઘટકોમાં મારા શરીરની અંદર રહેલા, તેમજ શરીરની બહારનાં ત્રાસદાયક સ્‍પંદનો ખેંચાઈ જઈને તેમનો સંપૂર્ણ નાશ થવા દેજો.’

નજર ઉતારનારી  વ્‍યક્તિએ  ઉપાસ્‍યદેવતાને  કરવાની પ્રાર્થના 

‘નજર ઉતારવા માટે વાપરવામાં આવતા ઘટકોમાં નજર લાગેલા જીવના દેહમાં રહેલા અને દેહની બહારનાં ત્રાસદાયક સ્‍પંદનો ખેંચાઈ જઈને તેમનો સંપૂર્ણ નાશ થવા દેજો. નજર ઉતારતી વેળાએ તમારી કૃપાનું સંરક્ષણ-કવચ મારા ફરતે નિર્માણ થવા દેજો.’

ઇ. જે વ્‍યક્તિની  નજર ઉતારવાની  છે, તેણે પાટલા પર બેસવાની અને બન્‍ને હાથ મૂકવાની  સ્‍થિતિ :

ઈ. નજર ઉતારનારી  વ્‍યક્તિએે  કરવાની  કૃતિ

* મીઠું-રાઈ, મીઠું-રાઈ-લાલ મરચાં, લિંબુ, નારિયેળ ઇત્‍યાદિ વિવિધ ઘટકો નજર ઉતારવા માટે વાપરવામાં આવે છે. જે ઘટક દ્વારા નજર ઉતારવાની છે, તે ઘટક નજર લાગેલી વ્‍યક્તિની સામે હાથમાં ધરવો.

* ‘આવેલા-ગયેલાની, પથિકની, પશુ-પક્ષીની, ઢોર-ઢાંખરની, ભૂત-પ્રેતની, માંત્રિકોની અને  વિશ્‍વમાં રહેલી કોઈપણ પ્રકારની શક્તિની નજર લાગી હોય, તો તે નીકળી જવા દેજો’, એવું બોલતાં બોલતાં નજર ઉતારવાનો ઘટક ત્રાસ ધરાવનારી વ્‍યક્તિ પરથી સાધારણ રીતે ૩ વાર ઉતારવો. ઘટક ઉતારવાની રીત તે તે ઘટક અનુસાર થોડી જુદી હોય છે.

* નજર ઉતારવાનો ઘટક ઉતારતી વેળાએ પ્રત્‍યેક વેળાએ ભૂમિ પર હાથ ટેકવવા. એવું કરવાથી વ્‍યક્તિમાં રહેલાં ત્રાસદાયક સ્‍પંદનો ઘટકમાં ખેંચાઈ આવીને પછી ભૂમિમાં વિસર્જિત થવામાં સહાયતા થાય છે.

* વ્‍યક્તિને જો વધારે ત્રાસ હોય તો ઘટક ત્રણ કરતાં વધારે વાર ઉતારવો. મોટે ભાગે માંત્રિકો ૩, ૫, ૭ અથવા ૯ આવી વિષમ સંખ્‍યાની કરણી કરે છે; એટલા માટે બને ત્‍યાં સુધી વિષમ સંખ્‍યામાં ઘટક ઉતારવો જોઈએ.

* ક્યારેક ૨-૩ વાર નજર ઉતારીને પણ ત્રાસ ઓછો થતો નથી. વરિષ્‍ઠ અનિષ્‍ટ શક્તિનો ત્રાસ હોય તો એવું થાય છે. આવા સમયે નજર ઉતારતી વેળાએ નજર ઉતારવાનો ઘટક ત્રાસ ધરાવતી વ્‍યક્તિની આગળથી ઉતારી લીધા પછી તેની પાછળથી પણ ઉતારવો. હંમેશાંના ભૂતો હોય તો કેવળ આગળથી ઉતારીએ, તો પણ પૂરતું છે. મોટી અનિષ્‍ટ શક્તિ શરીરના પાછળના ભાગમાં સ્‍થાનો બનાવે છે. તેને કારણે નજર ઉતારતી વેળાએ બન્‍ને બાજુએથી ઉતારવી જોઈએ.

* નજર ઉતારી લીધા પછી તે લઈ જતી વેળાએ પાછા વળીને જોવું નહીં.

ઉ. નજર ઉતાર્યા પછી નજર ઉતારનારો અને જેની નજર ઉતારી છે તે, તેમણે કોઈની સાથે પણ બોલ્‍યા વિના મનમાં ૧૫-૨૦ મિનિટ નામજપ કરતાં કરતાં આગળનું કર્મ કરવું.

ઊ. નજર ઉતારનારે જે ઘટકોથી નજર ઉતારી હોય, તે ઘટકોમાં ખેંચાઈ આવેલી ત્રાસદાયક શક્તિ નષ્‍ટ કરવાની પદ્ધતિ તે તે ઘટકો અનુસાર જુદી જુદી છે, ઉદા. મરચાં અને લિંબુ બાળવા, જ્‍યારે નારિયેળ હનુમાનજીના મંદિરમાં ફોડવો અથવા પાણીમાં વિસર્જિત કરવો.

એ. નજર ઉતારનાર અને જેની  નજર ઉતારી છે તે, બન્‍ને જણે હાથ-પગ ધોવા, શરીર પર ગોમૂત્ર અથવા વિભૂતિયુક્ત પાણી છાંટવું, ભગવાન અથવા ગુરુદેવનું સ્‍મરણ કરીને અને તેમના પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યક્ત કરીને વિભૂતિ લગાડવી અને પોતાના આગળનાં કર્મો કરવાનો આરંભ કરવો.

 

૨. જેની નજર ઉતારવાની  છે તે
વ્‍યક્તિ અનુપસ્‍થિત હોય ત્‍યારે કરવાની  કૃતિઓ

કેટલીક વાર માંદી વ્‍યક્તિ નજર ઉતારવાના સ્‍થાન પર આવી શક્તી ન હોય અથવા એકાદ વ્‍યક્તિ વિદેશમાં હોય, ત્‍યારે તે વ્‍યક્તિની આગળ આપ્‍યા પ્રમાણે નજર ઉતારવી.

  • વ્‍યક્તિનું છાયાચિત્ર (ફોટો) મૂકીને તેના પરથી નજર ઉતારવી
  • વ્‍યક્તિનું નામ કાગળ પર લખીને તે કાગળ પરથી નજર ઉતારવી
  • વ્‍યક્તિનું નામ ઉચ્‍ચારીને નજર ઉતારવી

ઉપર જણાવેલી નજર ઉતારવાની સર્વસામાન્‍ય પદ્ધતિઓ હંમેશાં આપણે નજર ઉતારીએ છીએ તેવી જ છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘નજર ઉતારવાના પ્રકાર (ભાગ ૧)’

Leave a Comment