નજર ઉતારવાનું મહત્વ

Article also available in :

હમણાના સ્‍પર્ધાત્‍મક અને ભોગવાદી યુગમાં ઈર્ષા, દ્વેષભાવ, લોકેષણા, આના જેવી અનેકો વિકૃતિઓથી મોટા ભાગના લોકો ગ્રસિત છે. આ વિકૃતિજન્‍ય રજ-તમયુક્ત સ્‍પંદનોનું ત્રાસદાયક પરિણામ સૂક્ષ્મમાંથી અજાણ્‍યે બીજી વ્‍યક્તિ પર થાય છે. એને જ તે વ્‍યક્તિને ‘નજર લાગવી’ એમ કહેવાય છે.

નજર લાગ્‍યા પછી તેના પર ‘નજર ઉતારવી’ આ આધ્‍યાત્‍મિક ઉપાય સદૃશ પ્રક્રિયા વિશે જાણી લઈએ. આ લેખમાં આપણે કળિયુગમાં વ્‍યક્તિને નજર લાગવાનું પ્રમાણ વધારે શા માટે હોય છે ?, નજર ઉતારવાનું મહત્વ અને તે શા માટે ઉતારવી ? આ વિશે જાણી લઈશું.

 

કળિયુગમાં વ્‍યક્તિને નજર
લાગવાનું પ્રમાણ વધારે શા માટે હોય છે ?

કળિયુગ તમોગુણી સંસ્‍કારોથી વ્‍યાપેલું છે. મોટાભાગની વ્‍યક્તિઓ સાધના તેમજ આધ્‍યાત્‍મિક ઉપાય કર્યા સિવાય જીવન વ્‍યતીત કરે છે. તેથી તેઓ આ જન્‍મમાં પોતાની જ અત્‍યંત હાનિ કરી લઈને જન્‍મ-મૃત્‍યુના ફેરામાં અટવાઈ જાય છે.

પ્રત્‍યેક મનુષ્‍યમાં ષડરિપુનું પ્રમાણ તેના કર્મપ્રારબ્‍ધ અનુસાર ઓછું-વધતું હોય છે. કળિયુગમાં માનવીનું ષડરિપુના પ્રમાણમાં કાર્ય કરવાનું પ્રમાણ વધારે હોવાથી તેને બીજાઓ પ્રત્‍યે ઈર્ષા, અનેક વાતો વિશે અપેક્ષા અને આસક્તિ હોય છે. કળિયુગમાંના માનવીનું મન ૭૦ ટકા વિકલ્‍પોથી ભરેલું હોય છે. તેથી તેના મનમાં આવનારો અને મનમાંથી બહાર નીકળનારો પ્રત્‍યેક વિચાર તમોગુણયુક્ત હોય છે.

આ તમોગુણને કારણે નિર્માણ થનારા ક્રોધ, દ્વેષ, મત્‍સર જેવા દોષોનું પરિણામ બીજાઓ પર થઈને જેના વિશે આપણને વાસનાજન્‍યરૂપી આસક્તિદર્શક રજ-તમયુક્ત વિચાર આવે છે, તે વિચારોની તીવ્રતા પ્રમાણે સંબંધિત વ્‍યક્તિને નજર લાગવાનું પ્રમાણ હોય છે.

કળિયુગમાં વાયુમંડળ જ તમોગુણી વિચારોથી ગ્રસિત હોવાથી પ્રત્‍યેક વ્‍યક્તિને કોઈને કોઈની તો નજર લાગતી જ હોય છે. તે માટે વ્‍યક્તિએ સાધના કરીને પોતાની ફરતે રહેલું વાયુમંડળ નિરંતર શુદ્ધ રાખવું અને તેમાંથી જ શ્‍વાસ લઈને ઈશ્‍વરની ચૈતન્‍ય લહેરોનો અપેક્ષિત એવો લાભ કરી લેવો ઇષ્‍ટ પુરવાર થાય છે.

 

કળિયુગમાં નજર ઉતારવાનું મહત્વ

આધ્‍યાત્‍મિક ઉપાયો અંતર્ગત આવેલી પ્રક્રિયાના એક ભાગ તરીકે નજર ઉતારવી, આ પદ્ધતિનો આધાર લેવાથી, સ્‍થુળદેહ પર, તેમજ મનોદેહ પર આવેલું રજ-તમાત્‍મક આવરણ દૂર થઈને જીવની જીવનચર્યા વિકાસ પામી શકે છે.

નજર ઉતારવાની અનેક પદ્ધતિઓ અને તે વિશેનું શાસ્‍ત્ર છે. બુદ્ધિજીવી લોકોને આ બધું ગળે ન ઉતરતું હોય, તો પણ તે એક શાશ્‍વત સત્‍ય છે. તે આપણે સ્‍વીકારવું જ પડશે. કળિયુગમાં મોટી સંખ્‍યામાં અવર-જવર કરતી અનિષ્‍ટ શક્તિઓથી ડગલેને પગલે જોખમ છે, એ ઓળખીને જ આપણું જીવન જીવવું જોઈએ.

નજર ઉતારવાથી દેહ પરના રજ-તમાત્‍મક આવરણ સમય સમય પર દૂર થવાથી જીવના દેહમાંની મન:શક્તિ સબળ થઈને કાર્ય કરવા લાગે છે. તેને કારણે કાર્યમાં વિઘ્‍ન આવવાને બદલે, તે કર્મસહિત પૂર્ણ કરવાનું ફાવે છે. નજરથી વ્‍યાપ્‍ત વ્‍યક્તિના દેહમાં ઘનીભૂત થયેલા રજ-તમયુક્ત સ્‍પંદનો જો વધારે સમય સુધી તેના દેહમાં રહે, તો તેના દ્વારા તે વ્‍યક્તિને જોખમ ઉદ્‍ભવી શકે છે; કારણકે આ સ્‍પંદનોના માધ્‍યમ દ્વારા અનિષ્‍ટ શક્તિઓનો તેના દેહમાં પેસારો થઈ શકે છે.

શારીરિક વ્‍યાધિઓ મનુષ્‍યના મૃત્‍યુ સાથે જ પૂરી થઈ જાય છે; પરંતુ આધ્‍યાત્‍મિક વ્‍યાધિઓ જનમોજનમ સુધી હોય તેમજ ચાલુ રહે છે. સદર વ્‍યાધિઓને તીવ્ર સાધનાથી, તેમજ વખતો વખતે નજર ઉતારવી અને અન્‍ય આધ્‍યાત્‍મિક ઉપાય કરવા, આ માધ્‍યમો દ્વારા દૂર કરવી પડે છે. તો જ કળિયુગમાં મનુષ્‍યને જીવનમાં સુખ, શાંતિ અને સમાધાન મળી શકે છે.

 

‘નજર ઉતારવી’ આ સરળ
ઘરગથ્‍થુ આધ્‍યાત્‍મિક ઉપાય શા માટે કરવો ?

નાના બાળકને આંજણની ટીલડી લગાડવાનો સંસ્‍કાર આજે પણ જળવાય છે. કેટલીક સ્ત્રીઓ ઘેર પધારેલા મહેમાનો પરથી રોટલાનું બટકું-લીંબુ આજે સુદ્ધા ઉતારે છે. પરંપરાઓ જ્‍યારે વર્ષો સુધી સાચવવામાં આવે છે, ત્‍યારે તેની પાછળ ચોક્કસ કાંઈક તો શાસ્‍ત્ર હોય છે, એ આપણે સમજી લેવું જોઈએ.

કુટુંબમાં ઝગડા, વ્‍યાધિઓ, આર્થિક હાડમારી, દુ:સ્‍વપ્નો પડવા, નિરાશા આવવી, સિગારેટ અથવા મદ્યનું વ્‍યસન જેવી સમસ્‍યાઓ હવે તો જાણે કેમ રોજની જ થઈ છે. અને આ સમસ્યાઓ પાછળ નજર લાગવી આ પણ એક કારણ હોઈ શકે. જીવનની ૮૦ ટકા સમસ્‍યાઓ પાછળનાં કારણો દેખીતી રીતે સ્‍થુળ લાગતા હોવા છતાં પણ મૂળ કારણ તો સૂક્ષ્મ, એટલે જ કે, અનિષ્‍ટ શક્તિનો ત્રાસ હોય છે. અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ હોવો એ પણ નજર લાગવાનો જ એક પ્રકાર હોય છે.

ટૂંકમાં, જીવન સમસ્‍યા વિહોણું અને આનંદી બનાવવું હોય, તો ‘નજર ઉતારવી’ આ ઘરગથ્‍થુ અને સહેલા આધ્‍યાત્‍મિક ઉપાયનો આધાર લેવો ઉપયુક્ત પુરવાર થાય છે. નજર ઉતારવાનું મહત્વ ધ્‍યાનમાં લઈને વધારેમાં વધારે લોકોની નજર ઉતારીને પોતાની ફરતે નિર્માણ થયેલાં ત્રાસદાયક સ્‍પંદનોનું આવરણ દૂર કરીને સાધનાથી બ્રહ્માંડમાં રહેલી ઈશ્‍વરી લહેરોનો લાભ કરી લેવો જોઈએ.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘નજર ઉતારવાના પ્રકાર (ભાગ ૧)’

Leave a Comment