નજર ઉતારવાથી થનારા લાભ

Article also available in :

આ લેખમાં આપણે ‘નજર ઉતારવી’ એટલે શું ?, નજર ઉતારવાથી થનારા લાભ, નજર ઉતારનારી વ્‍યક્તિ પર નજર ઉતરવાની ફળનિષ્‍પત્તિ, નજર ઉતારવાની પ્રક્રિયામાં ભાવનું મહત્વ આ વિશે જાણી લઈશું.

 

૧. ‘નજર ઉતારવી’ એટલે શું ?

‘વ્‍યક્તિ પર બહારની દિશાથી થતાં સૂક્ષ્મ અનિષ્‍ટ આક્રમણોને લીધે તે વ્‍યક્તિને ત્રાસ થતો હોય છે. તે ત્રાસ પર માત કરવા માટે બાહ્ય મંડળમાંથી યોજવામાં આવેલી આઘ્‍યાત્‍મિક ઉપાય યોજનાઓમાંથી એક એટલે ‘નજર ઉતારવી’. આ પદ્ધતિનો અવલંબ કરવાથી વ્‍યક્તિના સ્‍થૂળદેહ, મનોદેહ અને સૂક્ષ્મદેહ પર આવેલું રજ-તમાત્‍મક આવરણ દૂર થાય છે.

એકાદ વ્‍યક્તિના પ્રાણમયકોષ અને મનોમયકોષમાં આવેલા ત્રાસદાયક સ્‍પંદનો નજર ઉતારવા માટે વાપરવામાં આવતા પદાર્થોમાં ખેંચાઈ જવાં અને પછી તે પદાર્થો બાળીને અથવા વિસર્જન કરીને તે ત્રાસદાયક સ્‍પંદનો નષ્‍ટ કરવાં, એને ‘નજર ઉતારવી’ એમ કહેવાય છે.

નજર ઉતારવાની કેટલીક પદ્ધતિઓમાં નજર ઉતારવા માટે વાપરેલા પદાર્થો પછી બાળવામાં આવે છે અથવા વિસર્જન કરવામાં આવે છે. નજર ઉતારવાની અન્‍ય પદ્ધતિઓ પણ છે.

 

૨. નજર ઉતારવાથી થનારા લાભ

અ. નજર ઉતારવાથી વ્‍યક્તિના દેહમાંની મન:શક્તિ
સબળ થઈને કાર્ય કરવા માંડવાથી વ્‍યક્તિના કાર્યમાં વિધ્‍નો ન આવવા

નજર ઉતારવાથી વ્‍યક્તિના દેહ પરનું રજ-તમાત્‍મક આવરણ સમય-સમય પર દૂર થવાથી વ્‍યક્તિના દેહમાં રહેલી મન:શક્તિ સબળ થઈને કાર્ય કરવા માંડે છે. તેને કારણે વ્‍યક્તિના કાર્યોમાં વિઘ્‍ન આવવાને બદલે તે કર્મસહિત પૂર્ણ કરવાનું ફાવે છે.

આ. નજર ઉતારવાથી નજર લાગવાની અથવા કરણીની તીવ્રતા સમજાવી

પ્રત્‍યેક પદાર્થની પ્રકૃતિ પ્રમાણે તેના ગુણધર્મો પણ જુદા હોય છે. કોઈ પણ પદાર્થ ઘણું કરીને અનિષ્‍ટ સ્‍પંદનોનું પરિણામ થવાને કારણે તેનો મૂળ ગુણધર્મ છોડીને તેનાંથી ઊલટું પરિણામ દર્શાવે છે. નજર ઉતારવા માટે જે ઘટકો (પદાર્થ ) વાપરવામાં આવે છે તે ઘટકો પર અનિષ્‍ટ સ્‍પંદનોનું પરિણામ થવાથી તેમના વિશિષ્‍ટ એવાં લક્ષણો જણાય છે, ઉદા. મીઠું-રાઈથી નજર ઉતાર્યા પછી મીઠું-રાઈ બાળ્‍યા પછી આવનારો વાસ, ઉતારી નાખેલા મરચાં બાળ્‍યા પછી આવનારો મરચાંનો ઠાંસો. આ વિશિષ્‍ટ લક્ષણો પરથી નજર લાગવાની તીવ્રતા સમજાય છે. નજર લાગવાની તીવ્રતા સમજાવાથી ત્રાસ કેટલા પ્રમાણમાં છે, એ સમજાય છે. આના પરથી નજર ઉતારવાનાં આવર્તનો વધારી શકાય છે, તેમ જ નજર ઉતારવા માટે વધારે પ્રભાવી ઘટક વાપરી શકાય છે. ત્રાસ વહેલો (જલદી) ઓછો થાય, તે માટે નજર ઉતારવાની સાથે જ નામજપ-સાધના, સંતસેવા એના જેવા અન્‍ય પ્રતિબંધાત્‍મક ઉપાય પણ તરત જ અમલમાં મૂકી શકાય છે.

 

૩. નજર ઉતારવાની પ્રક્રિયામાં ભાવ મહત્વનો

અધ્‍યાત્‍મમાં ભાવને મહત્વ છે અને નજર ઉતારવી, આ એક આધ્‍યાત્‍મિક સ્‍તર પરની પ્રક્રિયા હોવાથી નજર ઉતારતી વેળાએ પણ ભાવ હોવો અત્‍યંત મહત્વનું છે.

અ. જેની નજર ઉતારવાની છે, તે વ્‍યક્તિનો ભાવ કેવો હોવો જોઈએ ?

‘નજર ઉતારનારી વ્‍યક્તિ એટલે પ્રત્યક્ષ ઉપાસ્‍ય દેવતા છે અને તે નજર ઉતારવાના ઘટકોથી મારા શરીર ફરતેનું બધું જ ત્રાસદાયક શક્તિનું આવરણ, તેમજ શરીરમાં રહેલી બધી જ ત્રાસદાયક શક્તિ ખેંચી લે છે અને મારા ફરતે ચૈતન્‍યનું સંરક્ષણ-કવચ નિર્માણ કરે છે’, એવો ભાવ નજર ઉતારી લેનારી વ્‍યક્તિએ રાખવો.

આ. નજર ઉતારનારી વ્‍યક્તિનો ભાવ કેવો હોવો જોઈએ ?

‘હું પોતે નજર ઉતારતી/ઉતારતો નથી પણ મારા સ્‍થાને દેવતા જ છે અને તે સામેની વ્‍યક્તિની નજર ઉતારીને તેની ફરતે રહેલું ત્રાસદાયક શક્તિનું આવરણ, તેમજ તેના શરીરમાં રહેલી ત્રાસદાયક શક્તિ નજર ઉતારવાના ઘટકોમાં ખેંચી લે છે’, એવો ભાવ નજર ઉતારનારી વ્‍યક્તિએ રાખવો.

ઇ. નજર ઉતારતી વેળાએ એકબીજાએ ભાવ રાખવાથી થનારા લાભ

* નજર ઓછા સમયગાળામાં ઉતરે છે.

* દેવતાના આશીર્વાદ મળીને બન્‍ને વ્‍યક્તિ ફરતે સંરક્ષણ-કવચ નિર્માણ થાય છે. આ સંરક્ષણ-કવચ ટકાવી રાખવા માટેનો સમયગાળો વ્‍યક્તિના ભાવ પર આધાર રાખે છે.

 

૪. નજર ઉતારનારી વ્‍યક્તિ પર નજર
ઉતરવાની ફળનિષ્‍પત્તિ આધારિત હોવી

સાધના ન કરતી સર્વસામાન્‍ય વ્‍યક્તિએ નજર ઉતારવી અને સારો આધ્‍યાત્‍મિક સ્‍તર ધરાવનારા સાધકે નજર ઉતારવી તેને કારણે થનારા સૂક્ષ્મમાંના પરિણામ

 

સાધના ન કરનારી સામાન્‍ય વ્‍યક્તિએ નજર ઉતારવી આધ્‍યાત્‍મિક સ્‍તર સારો હોય એવા સાધકે નજર ઉતારવી
૧. વ્‍યક્તિનો આધ્‍યાત્‍મિક સ્‍તર ૨૦ ટકા ૫૦ અથવા ૫૦થી અધિક ટકા
૨. વ્‍યક્તિનો અહમ ૩૦ ટકા ૧૦ થી ૧૫ ટકા
૩. વ્‍યક્તિમાં રહેલા સ્‍પંદનો  –  –

નોંધ ૧ – નજર ઉતારનારી વ્‍યક્તિ જો સામાન્‍ય હોય, તો પણ તેનામાં રહેલી તાલાવેલીને પણ મહત્વ હોય છે, ઉદા. ‘પોતાના બાળકનો ત્રાસ ઓછો થવો’, એવી તાલાવેલી માતાને હોવાથી અને તાલાવેલીથી તેના દ્વારા નજર ઉતાર્યા પછી બાળકનો ત્રાસ ઓછો થાય છે.

 નિષ્‍કર્ષ

અ. ઉપર દર્શાવેલી સારણી પરથી ધ્‍યાનમાં આવે છે કે, સાધના ન કરનારી સર્વસામાન્‍ય વ્‍યક્તિમાં ભાવનાઓનું પ્રમાણ અધિક હોવાથી તેના પર ત્રાસદાયક શક્તિઓનું આક્રમણ થવાની શક્યતા વધારે હોય છે. આનાથી ઊલટું સાધના કરવાથી અહંનું પ્રમાણ ઓછું થઈને દેહમાં દૈવી શક્તિનો સંચય વધારે પ્રમાણમાં થાય છે. તેને કારણે ત્રાસદાયક શક્તિનું આક્રમણ થવાની શક્યતા ઘણી ઓછી હોય છે. આના પરથી સાધના કરવી શા માટે આવશ્‍યક છે, તે ધ્‍યાનમાં આવે છે.

આ. નજર ઉતારવાની ફળનિષ્‍પત્તિ વધારવા માટે નજર ઉતારનારી વ્‍યક્તિનો આધ્‍યાત્‍મિક સ્‍તર સારો હોવો આવશ્‍યક છે. બધાનો જ આધ્‍યાત્‍મિક સ્‍તર સારો હોય, એવું નથી. સ્‍તર ભલે ઓછો હોય, છતાં પણ ભાવ અને તાલાવેલી હોવા અત્‍યંત આવશ્‍યક છે. નજર ઉતારવાની પ્રક્રિયામાં પ્રાર્થના, કૃતજ્ઞતા અને નામજપને એટલા માટે જ વિશેષ મહત્વ  છે.

નજર ઉતારવાથી ત્રાસ ઓછો થાય છે; પરંતુ જો ત્રાસ આપનારી અનિષ્‍ટ શક્તિ વધારે ક્ષમતા ધરાવતી હોય તો ત્રાસ વારંવાર થઈ શકે છે. તેમજ હાલના કળિયુગમાં રહેલું વાયુમંડળ જ તમોગુણી વિચારોથી ઘેરાયેલું હોવાથી પ્રત્‍યેક જીવને કોઈકની તો નજર લાગતી જ હોય છે. એના પરનો ઉપાય એટલે નજર વારંવાર ઉતારવી. નજર વારંવાર ઉતારવામાં મર્યાદા આવે છે. તેના પરનો ઉપાય એટલે, આપણી એવી સ્‍થિતિ નિર્માણ કરવી કે, અનિષ્‍ટ શક્તિઓનાં આક્રમણોનું અથવા તમોગુણી સ્‍પંદનોનું આપણા પર પરિણામ જ થવા પામે નહીં. આપણાં ફરતે સાત્વિકતાનું અભેદ્ય કવચ નિર્માણ થયા પછી જ તે શક્ય બને છે. સાત્વિકતાનું અભેદ્ય કવચ કેવળ યોગ્‍ય માર્ગથી કરેલી સાધના અને ગુરુકૃપાથી જ નિર્માણ થાય છે. એટલા માટે વ્‍યક્તિના જીવનમાં સાધનાને બીજો પર્યાય નથી, એ ધ્‍યાનમાં લેવું.

સંદર્ભ : સનાતનનો ગ્રંથ – ‘નજર ઉતારવાના પ્રકાર (ભાગ ૧)’

Leave a Comment