હમણાનું (આધુનિક) સંગીત અને (પહેલાંનું) શાસ્ત્રીય ભારતીય સંગીતમાં જણાયેલો ભેદ

હમણાના ગીતો અને સંગીતની પહેલાંના ગીતો અને સંગીત સાથે તુલના કર્યા પછી આગળ જણાવેલી બાબતો મારા ધ્‍યાનમાં આવી.

શ્રી. સ્નેહલ રાઊત

 

અ. શાસ્‍ત્રીય સંગીતમાંની અર્થપૂર્ણતા અને હમણાના ગીતોની અર્થહીનતા

૧. વર્તમાનમાં પ્રચલિત રહેલું પશ્‍ચિમી સંગીત અને પ્રસિદ્ધ રહેલાં સિનેગીતો સાંભળતી વેળાએ મને તેમાંના શબ્‍દો અથવા અર્થ આ બાબતો જ્ઞાત નહોતી. હજીસુધી મેં તમોગુણી ગીતો જ વધારે સાંભળ્યા હતાં. ‘આ ગીતો અર્થવિહોણાં છે અને તે સાંભળનારને માયા ભણી લઈ જનારા છે’, એવું મને જણાયું.

૨. હવે મને ‘ખરૂં સંગીત, તેમાંનાં ગીતોનો સુંદર અર્થ અને તેનું આપણા જીવનમાં રહેલું મહત્વનું સ્‍થાન’, આ વાત શીખવા મળી. આ ગીતો સાંભળતી વેળાએ તે અર્થસહિત સાંભળવાથી તે વિશે મનમાં લાગણી નિર્માણ થવા લાગી અને તે સાંભળવાનો કંટાળો આવતો, તે પણ આવવાનું થોભ્‍યું.

 

આ. સંગીતનું પરિણામ

૧. હમણાનું સંગીત સાંભળતી વેળાએ મનમાં માયાના વિચારોનું પ્રમાણ વધે છે. તેથી આનંદ મળવો તો ઘણી દૂરની વાત છે; ઊલટું આપણા પર માયાનું આવરણ આવીને મન સુખ-દુઃખના વમળમાં અટકાઈ જાય છે.

૨. અનાથી ઊલટું પહેલાંનાં ગીતો અને સંગીત સાંભળીએ કે, તેમાંથી ઈશ્‍વરપ્રત્‍યેનો ભાવ જાગૃત થઈને મન આનંદિત બને છે. પહેલાંનાં ગીતો આપણને જીવનનો ખરો અર્થ વિશદ કરનારાં હતાં. ‘આપણું જીવન કેવું છે ? તે આદર્શ કેવી રીતે હોવું જોઈએ ? આપણાં જીવનમાં ભગવાનનું મહત્વ કેટલું છે ?’, આ સર્વ પહેલાંના સંગીતમાં પ્રસ્‍તુત કરવામાં આવ્‍યું છે.

 

ઇ. કલાકારોની સમર્થતા

૧. પહેલાંના કલાકારોએ સંગીતને ‘સાધના’ અને ‘ઈશ્‍વરપ્રાપ્‍તિના માધ્‍યમ’ તરીકે અંગીકાર કર્યા હતા. તેથી તેમણે સંગીત સાધનાના બળ પર દીવા પ્રગટાવ્યા અને વરસાદ વરસાવ્‍યો.

૨. આવી બાબતો આજના લોકોને સપનામાં પણ કરવી સંભવ જ નથી. ક્યાં ‘આરાધના’ તરીકે સંગીતોપાસના કરનારા તે કાળના કલાકાર અને ક્યાં આધુનિકતાના નામ હેઠળ આદર્શ બાબતોનો નાશ કરનારા હમણાના કલાકારો !

 

ઈ. કલાકારોમાંનો અહમ્

૧. હમણાના કાળમાં અહમ્‌નું પ્રમાણ ઓછું રહેલા કલાકારોની સંખ્‍યા ઘણી ઓછી છે. ઘણીવાર હમણાના કલાકારોમાં અહમ્‌નું પ્રમાણ વધારે હોવાનું ધ્‍યાનમાં આવે છે. અહમ્‌ને કારણે આ કલાકારો ભગવાને આપેલી કલાનો ઉપયોગ કેવળ લોકેષણાની પૂર્તિ કરવા માટે કરે છે.

૨. ભારતીય શાસ્‍ત્રીય સંગીત શીખતી વેળાએ કલાકાર ગુરુદેવનાં ચરણોમાં વિનમ્ર થઈને આ કળા શીખતો હોવાથી તે કલાકારોમાં વિનમ્રતા જોવા મળે છે.

 

ઉ. લોકેષણા

૧. લોકેષણા અને ધનાર્જન કરવું, એ જ હમણાના સંગીતનો મુખ્‍ય ઉદ્દેશ હોય છે.

૨. ભારતીય શાસ્‍ત્રીય સંગીત ગાનારા કલાકારો દ્વારા આ કલા સામે ‘ઈશ્‍વરપ્રાપ્‍તિના સાધન’ તરીકે જોવામાં આવે છે. તેથી આ સંગીત ઈશ્‍વરચરણોમાં અર્પણ કરવામાં આવે છે.

 

ઊ. સંગીતને કારણે થનારા લાભ અને હાનિ

૧. હાલમાં આધુનિકતાના ચસકાને કારણે ‘રિમિક્સ’ ગીતો યુવાન પેઢીનું શ્રદ્ધાસ્‍થાન બની ગયાં છે. હમણાંથી તો ગામેગામ સદર ચસકો વધતો જઈ રહ્યો છે. તે ગીતોને કારણે યુવાન પેઢી વહી જઈ રહી છે. તે સંસ્‍કારહીન બની રહી છે. આ આધુનિકતાના ચસકાને કારણે આપણને આપણી પરંપરાઓ, સંસ્‍કૃતિ અને મહાન ભારતીય વાદ્યોનું વિસ્‍મરણ થઈ રહ્યું છે.

૨. આનાથી ઊલટું મહાન ભારતીય સંગીતને કારણે ઘણાં લોકોના જીવનમાં સકારાત્‍મક પાલટ થયા છે. તેના પર પુષ્‍કળ સંશોધન થયું છે અને તે વિશેનાં અનેક ઉદાહરણો સહુકોઈ સમક્ષ છે. ઈશ્‍વરી જ્ઞાનનો ભંડાર આપણી પાસે પણ હોવા છતાં આપણે હંમેશાં અન્‍યો દ્વારા ઉછીનું જ્ઞાન લઈને જીવવામાં જ ધન્‍યતા માનીએ છીએ.

 શ્રી. સ્‍નેહલ રાઊત, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment