ભારતીય શાસ્‍ત્રીય સંગીતની નિર્મિતિ અને તેની આધ્‍યાત્‍મિક વિશિષ્‍ટતાઓ

Article also available in :

૧. આત્‍માની ભાષા

‘આત્‍મા પ્રકાશભાષા અને નાદભાષાના માધ્‍યમ દ્વારા વિશ્‍વ સાથે અને પરમાત્‍મા સાથે સુસંવાદ સાધ્‍ય કરવાનો પ્રયત્ન કરે છે. આત્‍મામાંથી પ્રક્ષેપિત થનારા પ્રકાશકિરણોને કારણે જીવને વિવિધ દેવતાઓના દર્શન થાય છે. આત્‍મામાંથી વ્‍યક્ત થનારાં નાદકંપનોને કારણે જીવને વિવિધ પ્રકારના સાત્ત્વિક નાદ સંભળાય છે.

 

૨. પંચમહાભૂતોના મિલનથી નાદની નિર્મિતિ થવી

આત્‍મા પોતાને વ્‍યક્ત કરતી વેળાએ મનને પ્રભાવિત કરે છે. મનમાંની ઊર્જા દેહમાંનો સૂક્ષ્મ અગ્‍નિ પ્રજ્‍વલિત કરે છે. દેહમાં પ્રજ્‍વલિત થયેલો સૂક્ષ્મ અગ્‍નિ બ્રહ્મગ્રંથિઓમાં વાસ કરનારા સૂક્ષ્મ વાયુને સ્‍પર્શ કરે છે. પૃથ્‍વીતત્ત્વમય રહેલા મૂલાધારમાં સ્‍થિત રહેલો આ સૂક્ષ્મ વાયુ ઊર્ધ્‍વદિશામાં માર્ગક્રમણ કરીને ચરણ-દર-ચરણ કુંડલિનીમાર્ગમાંના સ્‍વાધિષ્‍ઠાન, મણિપૂર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્રાર ચક્રો સુધી પહોંચે છે અને તે મુખ દ્વારા વ્‍યક્ત થાય છે. આત્‍માનાં કંપનો મુખમાંના નાદ દ્વારા પ્રગટ થાય છે. નાદલહેરોનો સ્‍પર્શ મનોમય આપતત્ત્વાત્‍મક લહેરોને થઈને તેમનામાં હિલચાલ નિર્માણ થાય છે અને મનમાં વિવિધ તરંગો ઉમટે છે. મનમાં ઊઠનારા આ તરંગોને આપણે ભાવ અથવા ભાવના કહીએ છીએ. આ રીતે પંચમહાભૂતોના મિલનથી નાદની નિર્મિતિ થાય છે. ભારતીય શાસ્‍ત્રીય સંગીતના સપ્‍તસ્‍વરોના માધ્‍યમ દ્વારા આત્‍માનો દૈવી પ્રકાશ અને દૈવી નાદ સગુણ દ્વારા પ્રગટ અથવા વ્‍યક્ત થાય છે.

 

૩. ભારતીય શાસ્‍ત્રીય સંગીત

અ. વ્‍યાખ્‍યા

મન સાત્ત્વિક અવસ્‍થામાં હોય ત્‍યારે મુખ દ્વારા અથવા વાદ્ય વગાડવાથી પ્રગટ થનારો નાદ સાત્ત્વિક હોય છે. આ સાત્ત્વિક નાદને જ ‘ભારતીય શાસ્‍ત્રીય સંગીત’, આ રીતે સંબોધવામાં આવે છે.

આ. વિશિષ્‍ટતાઓ

૧. સંગીત એ દિવ્‍યત્‍વ સાથે સંબંધિત કલા છે અને સંગીતની ઉપાસના, અર્થાત્ ભગવાનને કરેલી પ્રાર્થના છે.

૨. સંગીત એટલે આત્‍માનો અવાજ સાંભળવો અને ભગવાન સાથે અનુસંધાન જોડવું.

૩. ભારતીય શાસ્‍ત્રીય સંગીતમાંથી સારી શક્તિ, ભાવ, ચૈતન્‍ય, આનંદ અને શાંતિની અનુભૂતિ જીવને થાય છે.

 

૪. સંગીતના સપ્‍તસ્‍વરોની નિર્મિતિ

અ. પંચમુખી શિવે આપેલા જ્ઞાનના ઉપદેશ દ્વારા વેદોની અને ઉચ્‍ચારેલા નાદમાંના ચડ-ઉતાર દ્વારા ભારતીય શાસ્‍ત્રીય સંગીતના મૂલાધાર રહેલા સપ્‍તસ્‍વરોની ઉત્‍પત્તિ થવી

પૌરાણિક કથા અનુસાર પંચમુખી શિવના પંચાનનસ્‍વરૂપમાંથી સપ્‍તસ્‍વરોની ઉત્‍પત્તિ થઈ. પંચમુખી શિવે જે આધ્‍યાત્‍મિક જ્ઞાનનો ઉપદેશ કર્યો તેમાંથી વેદોની નિર્મિતિ થઈ અને  શિવે ઉચ્‍ચારેલા નાદમાંના ચડ-ઉતારો દ્વારા સપ્‍તસ્‍વરોની નિર્મિતિ થઈ. આ જ સપ્‍તસ્‍વર ભારતીય શાસ્‍ત્રીય સંગીતના મૂલાધાર છે.

(આ કથાની જાણકારી જ્ઞાન દ્વારા મળી છે. કાળના પ્રવાહમાં આ પુરાણોમાંની કથા લોપ પામી ગઈ છે.’ – કુ. મધુરા ભોસલે)

આ. સપ્‍તસ્‍વરોની નિર્મિતિની પ્રક્રિયા

અનાહત નાદ દ્વારા શ્રુતિઓની નિર્મિતિ થઈ. ત્‍યાર પછી સામવેદની નિર્મિતિ થઈ અને તેમાંથી સપ્‍તસ્‍વરોની નિર્મિતિ થઈ. સપ્‍તસ્‍વરોમાંથી પ્રાચીન ભારતીય શાસ્‍ત્રીય સંગીતની ઉત્‍પત્તિ થઈ. શિવજીએ ઉચ્‍ચારેલા શબ્‍દોમાંથી ભારતીય શાસ્‍ત્રીય સંગીતમાંના મૂલતત્ત્વ રહેલા સપ્‍તસ્‍વરોની નિર્મિતિ થઈ છે. સપ્‍તસ્‍વરોના જનક નટરાજ શિવશંકર છે.

 

૫. સંગીતના વિવિધ રાગ

અ. સંગીતના રાગોની નિર્મિતિ

૫ અ ૧. રાગ

ધ્‍વનિની વિશિષ્‍ટ રચનાને સ્‍વરવર્ણ ઇત્‍યાદિ ક્રિયાથી (વિશિષ્‍ટ સ્‍વર સમૂહથી) રંગકત્‍વ આવે છે. આવી ધ્‍વનિમાલિકાને ‘રાગ’ કહે છે. સ્‍વરો દ્વારા વિશિષ્‍ટ સૂક્ષ્મ શક્તિનું નિર્માણ થઈને તેમાંથી સૂક્ષ્મ રંગ પ્રગટ થાય છે. આને જ ‘સ્‍વરોમાંથી રંગકત્‍વ નિર્માણ થવું’, એમ કહેવાય છે.

૫ અ ૨. રાગમાંના સ્‍વરોના ઉચ્‍ચાર પ્રમાણે રાગોના વિવિધ પ્રકાર નિર્માણ થવા

સપ્‍તસ્‍વરોનો ઉચ્‍ચાર વિશિષ્‍ટ પદ્ધતિથી, ઉદા. તીવ્ર, મધ્‍યમ અથવા કોમલ કરવાથી વિશિષ્‍ટ રાગની નિર્મિતિ થાય છે.

૫ અ ૩. રાગમાંના સ્‍વરોની સંખ્‍યા

કેટલાક રાગમાં રહેલા સ્‍વરોની સંખ્‍યા ૭ અથવા તેના કરતાં ઓછી હોય છે. સ્‍વરોની સંખ્‍યા ઓછી-વધતી કરવાથી પણ વિવિધ રાગોનું નિર્માણ થાય છે, ઉદા. રાગ માલકંસ અને રાગ દુર્ગા માં ૫ સ્‍વર હોય છે, રાગ ભૈરવ, મારવા, સોહની, પુરીયા લલીત, અડાણા ઇ. રાગોમાં ૬ સ્‍વર છે, જ્‍યારે રાગ યમનમાં ૭ સ્‍વર છે.

૫ અ ૪. પૂર્ણરાગ અને સ્‍વલ્‍પરાગ

જે રાગોમાં સાત સ્‍વર હોય છે તેમને ‘પૂર્ણરાગ’ કહેવાય છે. કેટલાક રાગોમાં પાંચ અથવા તેના કરતાં ઓછા સ્‍વર હોય છે. તેમને ‘સ્‍વલ્‍પરાગ’ એમ કહે છે. ‘પૂર્ણરાગ અને સ્‍વલ્‍પરાગ’, આ રાગોને આપેલી આધ્‍યાત્‍મિક પરિભાષામાંની સંજ્ઞા છે.

આ. સંગીતના રાગોની વિશિષ્‍ટતાઓ

૧. પ્રત્‍યેક રાગને પોતાનું અલગ વ્‍યક્તિમત્ત્વ છે.

૨. પ્રત્‍યેક રાગ દ્વારા વિવિધ પ્રકારના ભાવ અને ભાવનાઓ વ્‍યક્ત થાય છે.

૩. સંગીતના વિવિધ રાગોનો પરસ્‍પર સાથે ઘનિષ્‍ઠ સંબંધ છે.

૪. સંગીતમાંના રાગ એ નિસર્ગના પંચતત્ત્વ, દિનચક્ર અને ઋતુચક્ર સાથે સંકળાયેલા છે.

૫. રાગોનો સંબંધ માનવી મનની વિવિધ દશાઓ અને અવસ્‍થાઓ સાથે હોય છે.

૬. પ્રત્‍યેક રાગ દ્વારા વિશિષ્‍ટ પ્રકારની શક્તિ પ્રક્ષેપિત થાય છે.

૭. પ્રત્‍યેક રાગનો સૂક્ષ્મ રંગ અલગ છે.

૮. રાગનો સંબંધ અધ્‍યાત્‍મશાસ્‍ત્ર સાથે છે. વિવિધ રાગ વિવિધ દેવતા સાથે સંબંધિત છે.

૯. સંગીતમાંના નાદ અથવા સપ્‍તસ્‍વર એ શરીરમાંના પંચપ્રાણો સાથે સંબંધિત છે.

૧૦. ભારતીય શાસ્‍ત્રીય સંગીતમાંના રાગ સાત્ત્વિક હોવાથી તેમને દેવત્‍વ પ્રાપ્‍ત થયું છે.

ઇ. સંગીતમાંના રાગોના વિવિધ પ્રકાર

સર્વ રાગોનો એકબીજા સાથે સંબંધ હોય છે. આ સંબંધને માનવીરૂપ આપીને તેમનું વિભાજન ‘પુરુષ રાગ, સ્‍ત્રીરાગ અને પુત્ર રાગ’ આ પ્રમુખ ત્રણ જૂથમાં કર્યું છે. રાગોને દેવ માનીને તેમનાં કુટુંબો નિશ્‍ચિત કર્યા છે. સંગીતમાંના પ્રમુખ ૬ રાગ પુરુષવાચક છે જ્‍યારે રાગિણીઓ આ રાગોની પત્ની છે અને ઉપરાગોને રાગોના પુત્ર માનવામાં આવે છે. આ પ્રમાણે ભારતીય શાસ્‍ત્રીય સંગીતમાં કુલ ૮૪ રાગરાગિણીઓ છે.

૫ ઇ ૧. પુરુષ રાગ (પ્રમુખ રાગ)

ભૈરવ, માલકંસ, હિંદોલ, દીપક, શ્રીરાગ અને મેઘરાગ આ ૬ પ્રમુખ અથવા પુરુષ રાગ છે.

૫ ઇ ૨. સ્‍ત્રીરાગ (રાગિણીઓ)

પ્રત્‍યેક રાગની ૫ પત્નીઓ પ્રમાણે ૩૦ રાગિણીઓ છે.

૫ ઇ ૩. પુત્રરાગ (ઉપરાગ)

પ્રત્‍યેક રાગના ૮ પુત્રો પ્રમાણે ૪૮ ઉપરાગ છે.’

 – કુ. મધુરા ભોસલે (સૂક્ષ્મમાંથી પ્રાપ્‍ત થયેલું જ્ઞાન) સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૩.૨૦૧૮, રાત્રે ૧૧.૩૮)

Leave a Comment