ઈશ્‍વરનાં ચરણકમળોમાં સમર્પિત કરવા માટે કરેલી ‘નાદ ઉપાસના’ સર્વશ્રેષ્‍ઠ

Article also available in :

અનુક્રમણિકા

પૂ. (સૌ.) ઉમા રવિચંદ્રન્

‘થોડા દિવસો પહેલાં જ મેં ‘યુ-ટ્યૂબ’ પર તામિલ ભાષામાં એક ચર્ચાસત્ર જોયું. આ ચર્ચાસત્રનો વિષય હતો, ‘કર્ણાટક શાસ્‍ત્રીય સંગીત’માં ગાયક-કલાકાર શ્રેષ્‍ઠ કે રસિક શ્રોતાઓ શ્રેષ્‍ઠ ?’ આ કાર્યક્રમ થોડા સમય જોયા પછી મને લાગ્‍યું, ‘અપેક્ષા રાખીને ગાનારો કલાકાર અને પોતાના સુખ-સમાધાન માટે સાંભળનારો શ્રોતા, બન્‍ને શ્રેષ્‍ઠ નથી, પણ ‘ઈશ્‍વરને અર્પણ કરવું’, અર્થાત્ આપણી કળા અથવા વિદ્યા ઈશ્‍વરનાં ચરણોમાં અર્પણ કરવી, એ શ્રેષ્‍ઠ છે.’

 

૧. ભગવાન શ્રીકૃષ્‍ણજીનું ‘વિભૂતિયોગ’ આ અધ્‍યાયમાંનું વચન

શ્‍લોક : यद्यद्विभूतिमत्‍सत्त्वं श्रीमदूर्जितमेव वा ।

तत्तदेवावगच्‍छ त्‍वं मम तेजोंऽशसम्‍भवम् ॥

– ભગવદ્‌ગીતા, અધ્‍યાય ૧૦, શ્‍લોક ૪૧

અર્થ : જે જે ઐશ્‍વર્યયુક્ત, કાંતિયુક્ત અને શક્તિયુક્ત વસ્‍તુ છે, તે તે તું મારા તેજના અંશની જ અભિવ્‍યક્તિ જાણી લે.

 

૨. વ્‍યક્તિ પાસે રહેલી પ્રતિભા એ ભગવાનની જ વિભૂતિ !

આપણી પાસે જે પ્રતિભા, સુંદરતા કે સામર્થ્‍ય છે, તે પરમેશ્‍વરના વિપુલ પ્રમાણમાં રહેલી વિભૂતિનું નાનકડું પ્રતિબિંબ છે. તેથી ‘હું સારું ગાઉં છું અથવા સારું નૃત્‍ય કરું છું’, એમ કહીને બડાઈ મારનારા આપણે કોણ ?

ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે કળા

 

૩. સંતોએ તેમની પ્રતિભા ઇષ્‍ટદેવતાનાં ચરણોમાં અર્પણ કરી હોવાથી તેમનાં ગીતો મનમાં ભક્તિરસ નિર્માણ કરનારા હોવા

ભગવાનના ગુણગાન કરનારા સંતોએ ક્યારે પણ સેંકડો શ્રોતા અથવા રસિકો સામે ગાયું નથી, તેમજ તેમનો ‘ચાહક વર્ગ’ (‘ફૅન ક્લબ’) પણ નહોતો. તેઓ કેવળ તેમના શિષ્‍યો સામે ગાતા, તો પણ તેમના ગીતો કાળની કસોટી પર ખરા ઉતર્યા છે અને આજે પણ તે લોકોના મનમાં ભક્તિરસ નિર્માણ કરે છે. તેનું મુખ્‍ય કારણ એટલે તેમણે પોતાની પ્રતિભા, અર્થાત્ તેમનામાં રહેલી (ઈશ્‍વરની) વિભૂતિ તેમના ઇષ્‍ટદેવતાનાં ચરણોમાં અર્પણ કરી છે. તેમણે લોકૈષણા, પ્રસિદ્ધિ અથવા પૈસો આમાંથી કોઈની પણ અભિલાષા કરી નહીં.

૩ અ. ત્‍યાગરાજે પોતાના સર્વ ગીતો શ્રીરામનાં ચરણોમાં સમર્પિત કર્યા હોવાથી રાજાએ આપેલા ગાયનના નિમંત્રણ માટે તેમણે નકાર આપવો

‘કર્ણાટક શાસ્‍ત્રીય સંગીત’ના રચનાકાર ત્‍યાગરાજ (વર્ષ ૧૭૬૭ થી ૧૮૪૭)એ ગાયેલું તેલુગુ ભાષામાંનું એક ગીત છે, ‘નિધિ ચાલ સુખમ્, રામુડુ સન્‍નિધી ચાલ સુખમ્ ।’, અર્થાત્ ‘આનંદ શાનાથી પ્રાપ્‍ત થશે ? સંપત્તિથી કે શ્રીરામના સાન્‍નિધ્‍યથી ?’ એકવાર તંજાવરના રાજાએ ત્‍યાગરાજને તેમની સામે ગાવા માટે બોલાવ્‍યા હતા. ત્‍યારે ત્‍યાગરાજે પોતાના સર્વ ગીતો ઇષ્‍ટદેવતાના, અર્થાત્ શ્રીરામ ભગવાનનાં શ્રીચરણોમાં સમર્પિત કર્યા હોવાથી લોકો સામે ગાવાની ના પાડી. તે પ્રસંગે તેમણે આ ગીત ગાયું હતું.

 

૪. ઐહિક સુખ માટે ગાયેલું સંગીત અને ઈશ્‍વરને સમર્પિત કરેલું સંગીત

૪ અ. પ્રેક્ષકો સામે ગીત પ્રસ્‍તુત કરવાથી કલાકારને ભૌતિક સુખ મળવું; પરંતુ કળા અને પ્રતિભા ઈશ્‍વરનાં ચરણોમાં સમર્પિત કરવાથી ‘નાદ ઉપાસના’ થવી

આપણે જ્‍યારે પ્રેક્ષકો સામે ગીત પ્રસ્‍તુત કરીએ છીએ, ત્‍યારે તે સામાન્‍ય સંગીત હોય છે; અર્થાત્ ગાયક અને શ્રોતાઓ ધરાવતો સંગીતનો એક મેળાવડો (મહેફીલ) હોય છે. આમાંથી આપણને ભૌતિક સુખ મળે છે; પણ જ્‍યારે આપણે આપણી કળા અને પ્રતિભા ઈશ્‍વરનાં ચરણકમળોમાં સમર્પિત કરીએ છીએ, ત્‍યારે તે ‘નાદ ઉપાસના’ થાય છે. ‘નાદની ઉપાસના’, એ ઈશ્‍વર સુધી પહોંચવાનો અને તેમની સાથે એકરૂપ થવાનો સહેલો માર્ગ છે.

૪ આ. સામાન્‍ય સંગીતને કારણે અહંકાર વધવો, જ્‍યારે ‘નાદ ઉપાસના’થી અહં ઓછો થવામાં સહાયતા થવી

પ્રેક્ષકો સામે ગીત પ્રસ્‍તુત કરવાથી આપણો અહંકાર, તેમજ અભિમાન વધવાની સંભાવના હોય છે. આનાથી ઊલટું ‘નાદ ઉપાસના’ને કારણે આપણું અસ્‍તિત્‍વ ઓછું  થાય છે અને આપણામાંના પરમાત્‍માની અનુભૂતિ થવાથી આપણો અહં ઓછો થવામાં સહાયતા થાય છે.

૪ ઇ. કલાકારોમાં રહેલા તીવ્ર અહંને કારણે તેઓ અનિષ્ટ શક્તિનું સહેજે લક્ષ્ય બની શકવા, જ્‍યારે ઈશ્‍વરનાં ચરણોમાં જીવન સમર્પિત કરવાથી સંતોના જીવન પર ઈશ્‍વરનું નિયંત્રણ હોવું

‘શાસ્‍ત્રીય સંગીત’ ગાનારા કેટલાક કલાકારોમાં તીવ્ર અહં હોવાથી તેઓ અનિષ્‍ટ શક્તિઓનું સહેજે લક્ષ્ય બની શકે છે. આ જ કારણસર કેટલાક ગાયકો ધર્મ અને શાસ્‍ત્રીય સંગીતના મૂળભૂત સિદ્ધાંતોના વિરોધમાં અધિકારવાણીથી, ઉદ્દામ થઈને અને બેદરકાર રીતે બોલવા લાગે છે. તેથી સંભ્રમમાં રહેલા કેટલાક હિંદુઓ આડે માર્ગે દોરાય છે.

ઈશ્‍વરનાં ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરેલા સંતોના સંદર્ભમાં ઈશ્‍વર જ તેમને ગીતના બોલ લખવાનું સૂચવે છે, તેમના દ્વારા ઈશ્‍વરના તાલ પર ગાઈને અને નચાવી પણ લે છે; અર્થાત્ તેમનું સંપૂર્ણ જીવન તે જ નિયંત્રિત કરે છે. આપણે ત્‍યાં અનેક પુરાવા છે, ઉદા. ભક્ત જયદેવે લખેલા ‘અષ્‍ટપદી’માંની છેકી નાખેલી પંક્તિ ભગવાન શ્રીકૃષ્‍ણએ પોતે આવીને ફરી લખી અને ‘જયદેવે લખેલું યોગ્‍ય હતું’, એવું તેમને આશ્‍વાસન આપ્‍યું.

૪ ઈ. સામાન્‍ય સંગીતને કારણે મન બહિર્મુખ, જ્‍યારે કલા ઈશ્‍વરને સમર્પિત કરવાથી મન અંતર્મુખ થવું

જ્‍યારે આપણે શ્રોતાઓની સામે ગીત પ્રસ્‍તુત કરીએ છીએ, ત્‍યારે આપણું મન બહિર્મુખ થાય છે. આનાથી ઊલટું જ્‍યારે આપણે આપણી કળા ઈશ્‍વરને સમર્પિત કરીએ છીએ, ત્‍યારે આપણું મન અંતર્મુખ થાય છે.

૪ ઉ. શ્રોતાઓની રુચિનો વિચાર કરવાથી ક્યારેક શાસ્‍ત્રીય સંગીતમાં સુલેહ કરવામાં આવવો અને ‘ઈશ્વરને અર્પણ’ કરેલી કળા મૂળ શુદ્ધ રૂપમાં અર્પણ થવી

શ્રોતાઓની સામે ગીત પ્રસ્‍તુત કરતી વેળાએ કેટલીક વાર શ્રોતાઓની રુચિ, વલણ અને અભિરુચિને પ્રાધાન્‍ય આપવાથી શાસ્‍ત્રીય સંગીતમાં તડજોડ કરવામાં આવે છે. તેથી તેની શુદ્ધતાને ગૌણ સ્‍થાન પ્રાપ્‍ત થાય છે. આનાથી ઊલટું જ્‍યારે આપણી કળા ‘ઈશ્વરને અર્પણ’ થાય છે, ત્‍યારે ત્‍યાં તડજોડ ન હોવાથી તે તેના મૂળ શુદ્ધ રૂપમાં હોય છે. કેવળ સંગીતમાં જ એવું અનુભવી શકાય છે અને જગત્‌ની ચલ-અચલ વસ્‍તુઓ પર તેનો પ્રભાવ પડે છે.

૪ ઊ. શ્રોતાઓ માટે ગાનારા ગાયકમાંના ભક્તિભાવ અનુસાર તે ગાયન શક્તિ અથવા ઘણું કરીને ભાવ ના સ્‍તર પરનું હોવું.

શ્રોતાઓ માટે ગાનારા ગાયકના ભક્તિભાવ અનુસાર તે ગાયન શક્તિ અથવા ઘણું કરીને ભાવ ના સ્‍તર પરનું હોય છે. તેની તુલનામાં ‘નાદ ઉપાસના’ કરનારા સંતોનું સંગીત ચૈતન્‍ય, આનંદ અને શાંતિના સ્‍તર પરનું હોય છે.

 

૫. કલાકાર ગુરુ-શિષ્‍યોએ ભગવાનની સામે ભાવપૂર્ણ ગાયન પ્રસ્‍તુત કરીને લોકોના મનમાં ભક્તિભાવ નિર્માણ કરવો અને તેના સામર્થ્‍યને કારણે અનેક દૈવી ચમત્‍કાર થવા

આપણી પાસે રહેલી કળા અથવા વિદ્યા ઈશ્‍વરને અર્પણ કરવી, એ સૌથી મહત્ત્વનું છે. એમ કરીએ, તો જ આપણા ઈશ્‍વરપ્રાપ્‍તિનો માર્ગ નિશ્‍ચિત થઈ શકે છે. તો પછી એવો પ્રશ્‍ન નિર્માણ થાય છે કે, જો કોઈ ગાયન પ્રસ્‍તુત ન કરે, તો ‘કર્ણાટક શાસ્‍ત્રીય સંગીત’ વિકસિત કેવી રીતે થશે ? સંગીતપ્રેમીઓને સંગીતમાંનો દૈવી આનંદ કેવી રીતે અનુભવવા મળશે ? સંગીત ઈશ્‍વરને સમર્પિત કરવાની ઉત્‍કૃષ્‍ટ પરંપરા આગળ ચાલુ રહે, તે માટે આપણા સનાતન ધર્મએ આપણને ગુરુ-શિષ્‍ય પરંપરા આપી છે. તે (ગુરુ-શિષ્‍ય) મંદિરમાં ભગવાન સામે ગાતા અને ત્‍યાં એકઠાં થયેલાં ભક્તોના મનમાં ભક્તિભાવ નિર્માણ કરતા. ‘આપણું ગીત કોણ સાંભળી રહ્યું છે ?’ આ વિશે ભલે તેઓ અજાણ હોય, છતાં પણ તેમના ગીતમાંના શબ્‍દોમાંના ચૈતન્‍ય અને ભાવપૂર્ણ ગાયનને કારણે સાંભળનારા ભક્તોને તે સંગીતનો લાભ થતો.

કેવળ આવા દૈવી સંગીતમાં જ સંત મીરાબાઈએ પ્રાશન કરેલા ઝેરનું અમૃતમાં રૂપાંતર થવાનું સામર્થ્‍ય હોય છે. સંત માણિકવાસાગરને મળેલી શિક્ષાના સમયે ભર તડકામાં તપેલી રેતીનું રૂપાંતર શીતલ જળમાં કરવાનું સામર્થ્‍ય હોય છે, તેમજ ભક્ત (સંત) કાન્‍હોપાત્રાને ભગવાનમાં વિલીન કરવાનું, જ્‍યારે સંત ગોરા કુંભારના મરી ગયેલા દીકરાને જીવિત કરવાનું સામર્થ્‍ય હોય છે.

‘હે પ.પૂ. ગુરુદેવ, હે પરમેશ્‍વર, તમે જ ૧૪ વિદ્યા અને ૬૪ કળાઓનું મૂર્ત સ્‍વરૂપ છો. આપના સ્‍મરણથી મળનારા આનંદનો અંશાત્‍મક ભાગ પણ અમને ઐહિક બાબતોમાંથી મળશે ખરો ? હે ભગવન્, હે પ્રભો, આપની જ કૃપાથી અમને આપનું અખંડ મનન, ચિંતન અને નિદિધ્‍યાસ લાગવા દેજો. અમે આપના શ્રીચરણકમળોમાં એકરૂપ થઈએ ત્‍યાં સુધી આપના અખંડ સ્‍મરણમાં રહી શકીએ’, એવી પ્રાર્થના !’

– (પૂ.) સૌ. ઉમા રવિચંદ્રન્, ચેન્‍નઈ, તામિલનાડુ. (૨૬.૧૧.૨૦૧૮)

Leave a Comment