પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યને ગુરુ, સંત અને ઋષિઓએ આપેલા આશીર્વાદ !

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી દ્વારા આટલું કાર્ય થવા પાછળનું કારણ એટલે તેમની તાલાવેલી, ભક્તિ અને તેમને મળેલા ગુરુ, સંત અને મહર્ષિના આશીર્વાદ, એ છે.

 

અ. શ્રી ગુરુદેવના આશીર્વાદ

‘પ.પૂ. ભક્તરાજ મહારાજ (પ.પૂ. બાબા)ની પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી પર ઑગસ્‍ટ ૧૯૮૭માં તેમના શિષ્‍ય તરીકે સ્‍વીકાર કરવાથી માંડીને આજ સુધી સ્‍થૂળ અને સૂક્ષ્મમાંથી કૃપાદૃષ્‍ટિ રહી છે. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને વિવિધ પ્રસંગો દ્વારા આપેલી શિખામણ અને તેમની અધ્‍યાત્‍મમાં કરાવી લીધેલી પ્રગતિ, એ પ.પૂ. બાબાના કૃપાશીર્વાદનું પરિણામ છે. તેની વિગતવાર માહિતી સનાતન-નિર્મિત ‘આદર્શ શિષ્‍ય’, ‘ગુરુ’ અને ‘સંત ભક્તરાજ મહારાજની શિખામણ’ આ ગ્રંથમાલિકામાં આપી છે. (મરાઠી અને અંગ્રેજી ભાષાઓમાં ઉપલબ્‍ધ)

પ.પૂ. ભક્તરાજ મહારાજ એ જ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યનું પ્રેરણાસ્‍થાન છે. પ.પૂ. બાબાની સંકલ્‍પશક્તિ અને કૃપાશીર્વાદને કારણે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય પ્રત્‍યેક દિવસે વધી રહ્યું છે. આ વિશે શબ્‍દોમાં કાંઈ વ્‍યક્ત કરવું સંભવ નથી. છતાં પણ પ.પૂ. બાબાનો પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી પરનો પ્રેમ, તેમજ તેમણે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્ય માટે આપેલા આશીર્વાદ લૌકિક અર્થથી સમજાય, એ માટે સદર પ્રકરણ સંકલિત કર્યું છે.’

 શ્રી. ચેતન રાજહંસ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

અ ૧. પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ પરાત્‍પર
ગુરુ ડૉ. આઠવલેજીને અધ્‍યાત્‍મપ્રસારના કાર્ય માટે આપેલા આશીર્વાદ !

‘અધ્‍યાત્‍મ-પ્રસારના સંદર્ભમાં પ.પૂ. બાબાએ મને આગળના વર્ષે ઉત્તરોત્તર અધિક ઉન્‍નત સ્‍તર પરના આશીર્વાદ આપ્‍યા.

વર્ષ ૧૯૯૨ : અધ્‍યાત્‍મનો પ્રસાર સમગ્ર મહારાષ્‍ટ્રમાં કરો.

વર્ષ ૧૯૯૩ : અધ્‍યાત્‍મનો પ્રસાર સમગ્ર ભારતમાં કરો.

વર્ષ ૧૯૯૫ : અધ્‍યાત્‍મનો પ્રસાર સમગ્ર જગત્‌માં કરો.

૯ ફેબ્રુઆરી ૧૯૯૫ના દિવસે પ.પૂ. બાબાનો અમૃતમહોત્‍સવ અમે ઊજવ્‍યો. ત્‍યારે તેમણે મને આશીર્વાદ તરીકે ધર્મપ્રસારનો સંદેશ આપનારો શ્રીકૃષ્‍ણાર્જુન ધરાવનારો ચાંદીનો રથ આપ્‍યો’.  – (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે

અ ૨. પ.પૂ. ભક્તરાજ મહારાજે પરાત્‍પર
ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય પોતે જ ચલાવવાના હોવા વિશે પૂરાવેલી સાક્ષી !

ફેબ્રુઆરી ૧૯૯૫માં પ.પૂ. બાબાનો અમૃતમહોત્‍સવ થયો. ત્‍યારે એકવાર અચાનક ઊઠીને વિશિષ્‍ટ અવાજમાં શ્રી. શરદ મેહેરને કહ્યું, ‘‘સનાતન હું ચલાવીશ !’’

 

આ. સંતોના આશીર્વાદ (વર્ષ ૧૯૯૬ થી)

વર્ષ ૧૯૯૬ થી પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ અનેક સાધુ-સંતોનો ચરણસ્‍પર્શ કર્યો અને તેમની સાથે આત્‍મીયતા કેળવી. તેથી તેમના આશીર્વાદ સંસ્‍થાના કાર્યને નિરંતર મળ્યા અને મળી રહ્યા છે. વર્ષ ૨૦૦૭ થી પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી પ્રકૃતિ અસ્‍વાસ્‍થ્‍યને કારણે ક્યાંય પણ જઈ શકતા નથી, તો પણ અનેક સંતો કાર્ય સાથે જોડાઈ રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે.

 

ઇ. મહર્ષિના આશીર્વાદ (એપ્રિલ ૨૦૧૪ થી)

વર્ષ ૨૦૧૪ થી સપ્‍તર્ષિ જીવનાડીપટ્ટી અને ભૃગુ સંહિતાના વાચક ક્રમવાર પૂ. ડૉ. ૐ ઉલગનાથન્ અને ડૉ. વિશાલ શર્માના માધ્‍યમ દ્વારા ઋષિ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યના પ્રત્‍યેક બાબતે આશીર્વાદ સ્‍વરૂપ માર્ગદર્શન કરી રહ્યા છે.

 (વધુ માહિતી માટે વાંચો – ગ્રંથ ‘પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યમાં વિવિધ સંતોનો સહભાગ’ (મરાઠી અને અંગ્રેજી ભાષાઓમાં ઉપલબ્‍ધ)

Leave a Comment