સંગીત ચિકિત્‍સાને કારણે દુઃસાધ્‍ય બીમારીઓ પર ઉપચાર કરવા સંભવ !

Article also available in :

૧. પુણે ખાતેના વાદ્યસાધક પં. મિલિંદ તુળણકર જલતરંગ અને અન્‍ય વાદ્યયંત્રોના માધ્‍યમ દ્વારા કરી રહ્યા છે રોગીઓ પર ઉપચાર !

ઉજ્‍જૈન (મધ્‍યપ્રદેશ) : સંગીતના સુરોને કારણે કોમા અને કર્કરોગ જેવી દુઃસાધ્‍ય બીમારીઓ પર પણ ઉપચાર કરવામાં સહાયતા થાય છે. જલતરંગ અને અન્‍ય વાદ્યયંત્રોના માધ્‍યમ દ્વારા પુણે ખાતેના વાદ્યસાધક પં. મિલિંદ તુળણકર ગત ૧૩ વર્ષોથી આવા પ્રકારની બીમારીથી પીડિત રોગીઓને સાજા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સદર ચિકિત્‍સા તેમણે ભારત સાથે જ અન્‍ય ૧૫ દેશોમાંના ૩ સહસ્રથી અધિક લોકોને પણ શીખવી છે.

૧. પુણે ખાતેની એક કંપનીમાં ઉચ્‍ચ પદ પર કાર્યરત રહેલા ૭૦ વર્ષની વ્‍યક્તિને સ્‍મૃતિભ્રંશની બીમારી થઈ હતી. તેમના પર પં. તુળણકર સંગીત ચિકિત્‍સાના માધ્‍યમ દ્વારા ગત ૪ માસથી ઉપચાર કરી રહ્યા છે. તે વ્‍યક્તિ હવે પં. તુળણકરને ઓળખવા લાગી છે. તે હાર્મોનિયમ પર ગીત પણ વગાડવા લાગી છે. સંગીત ચિકિત્‍સાને કારણે નાનપણમાં શીખેલા સૂરનું તેને સ્‍મરણ થવા લાગ્‍યું છે.

૨. પુણે ખાતે એક ૨૫ વર્ષની વ્‍યક્તિ કોમામાં ગઈ હતી. તેને આશરે ૨૦ દિવસ જલતરંગ સહિત અન્‍ય વાદ્યો સંભળાવવામાં આવ્‍યાં. હવે તે કોમામાંથી બહાર પડી છે.

૩. પં. તુળણકરના મતમાં, ભારતીય શાસ્‍ત્રીય સંગીત એક વૈજ્ઞાનિક સંગીત છે. સંગીતની સ્‍મૃતિ નષ્‍ટ થતી નથી. તે મૃત્‍યુ પછી પણ વ્‍યક્તિ સાથે જાય છે.

 

૨. સંગીત ચિકિત્‍સા અને આરોગ્‍યનો સંબંધ

મગજને કારણે શરીર નિયંત્રિત થાય છે. સંગીતનો સીધો સંબંધ મગજ અને મન સાથે હોય છે. હળવું સંગીત મનને શાંતિ આપે છે. તેને કારણે રક્તદબાણ અને અનિદ્રા જેવી બીમારીઓમાં હળવું સંગીત સર્વાધિક ઉપયોગી પુરવાર થાય છે. માનવી શરીરની રચના એવી રીતે બનેલી હોય છે કે, તે સંગીતના સુરોને વહેલી સ્‍વીકારે છે. સવારે હળવા શાસ્‍ત્રીય સંગીતની દ્રુત લય સાંભળવાથી રક્તપ્રવાહ મધ્‍યમ બને છે.

(સંદર્ભ : દૈનિક ભાસ્‍કર)

 

૩. દુખાવો ઓછો કરવા માટે અને એકાગ્રતા વધારવા માટે સંગીત ઉપયુક્ત હોવાનું બ્રિટિશ વિદ્યાપીઠનું સંશોધન

* આ વિશે તથાકથિત પુરો(અધો)ગામી, બુદ્ધિજીવી અને બુદ્ધિપ્રામાણ્‍યવાદીઓને શું કહેવું છે ?

* ‘સંગીત દ્વારા પણ ઉપચાર કરી શકાય છે’, એવું હિંદુઓના ધર્મશાસ્‍ત્રમાં કહ્યું છે. એમ હોવા છતાં તેમને ઢોંગ કહેનારા અથવા તેમના પર ટીકા કરનારા હવે તોયે સંગીતના ઉપચાર માન્‍ય કરશે ખરાં ? બ્રિટિશ વિદ્યાપીઠના આ સંશોધન દ્વારા હિંદુઓના ધર્મશાસ્‍ત્રોનું મહત્ત્વ ફરી એકવાર રેખાંકિત થાય છે !

લંડન – સ્‍ટ્રોક (આઘાત) લાગેલા રુગ્‍ણ, તેમજ શારીરિક અને માનસિક રોગ પર સંગીત ઉપચાર પદ્ધતિ (મ્‍યુઝિક થેરપી) ઉપયુક્ત પુરવાર થઈ શકે છે. આ સાથે જ દુખાવો (વેદના) ઓછો કરવો, તેમજ એકાદ દુઃસાધ્‍ય બીમારી પર માત કરતી વેળાએ મનની સ્‍થિતિ સારી રહેવી અથવા એકાગ્રતામાં વૃદ્ધિ થવી, એ માટે સંગીત ઉપચારોનો સારો ઉપયોગ થઈ શકે છે, એવું સંશોધન બ્રિટનની ‘એંગ્‍લિયા રસ્‍કિન યુનિવર્સિટી’એ કર્યું છે.

૧. આ અભ્‍યાસ માટે સંશોધકોએ ૧૭૭ રુગ્‍ણોને ચૂંટ્યા હતા. આ રુગ્‍ણો ૨ વર્ષોના સમયગાળામાં ૬૭૫ સંગીત ઉપચાર સત્રોમાં સહભાગી થયા હતા. આ સત્રોમાં ડ્રમ, ગિટાર સાથે અનેક વાદ્યોનો સમાવેશ હતો.

૨. આ સત્રોમાં ફિજિઓથેરપી, વ્‍યાવસાયિક ઉપચારપદ્ધતિ (ઑક્યુપેશનલ થેરપી), વાચા ઉપચારપદ્ધતિ (સ્‍પીચ થેરપી) અને માનસશાસ્‍ત્ર ચિકિત્‍સા (ક્લિનિકલ સાયકોલૉજી) આ ક્ષેત્રોમાંના તજ્‌જ્ઞોની પણ સહાયતા લેવામાં આવી.

૩. ‘રુગ્‍ણોની માનસિક સ્‍થિતિમાં સુધાર જોવા મળવાની સાથે જ તેમની ઉદાસીનતાનું પ્રમાણ પણ ઓછું થયું અને ઉત્‍સાહમાં વૃદ્ધિ થઈ છે’, એવું સંશોધન દ્વારા સ્‍પષ્‍ટ થયું. તેને કારણે ‘કોઈપણ બીમારી પર સંગીત ઉપચાર પદ્ધતિ ઉપયુક્ત પુરવાર થઈ શકે છે’, એવું સંશોધકોનું કહેવું છે.

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment