સાધકોને અધ્‍યાત્‍મનું જ્ઞાન આપીને પ્રત્‍યેક ક્ષણે તેમનું ઘડતર કરનારાં સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ !

‘ગત ૪ વર્ષોમાં સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળે ઘણું બધું આપ્‍યું અને પુષ્‍કળ શીખવ્‍યું. તેમણે જે જે શીખવ્‍યું, અને દૃષ્‍ટિકોણ આપ્‍યા, તે સર્વ ચિરંતન છે અને અમને મોક્ષમાર્ગ પર લઈ જનારા છે. તેમની પાસેથી શીખવા મળેલાં સૂત્રો અત્રે આપી રહ્યા છીએ.

શ્રી. વિનાયક શાનભાગ

 

૧. સાધકોને સમજાય એવી સંગણકીય ભાષામાં અધ્‍યાત્‍મનું અત્‍યુચ્‍ચ શિક્ષણ આપવું

૧ અ. સ્‍વભાવદોષ અને અહમ્-નિર્મૂલન પ્રક્રિયાનું, તેમજ ભગવાનના અનુસંધાનમાં રહેવાનું મહત્વ!

૧ અ ૧. ભગવાને જીવને આપેલું ‘મેમરી કાર્ડ’ અત્‍યુચ્‍ચ ક્ષમતા ધરાવે છે અને મૃત્‍યુ પછી આગળના લોકમાં જવા માટે તે ‘મેમરી કાર્ડ’માં વ્‍યક્તિએ ભરેલો અનાવશ્‍યક ‘ડાટા’ (નોંધ) ‘ડિલીટ’ કરીને તેમાં ભક્તિનો ડાટા ભરવો પડવો

સદ્‌ગુરુ કાકીએ કહ્યું, ‘‘મૃત્‍યુ એટલે આ શરીર છોડીને અન્‍ય શરીર ધારણ કરવું. આપણે કપડાં બદલાવીએ છીએ, તેવું જ આ છે. કરેલાં કર્મો અનુસાર આપણે માનવી યોનિમાંથી ‘કૂતરું’, ‘બીલાડી’ ઇત્‍યાદિ કોઈપણ યોનિમાં જઈએ છીએ, અર્થાત્ માનવીરૂપી કપડાંનો ત્‍યાગ કરીને આપણે કૂતરું, બીલાડી રૂપી કપડાં ધારણ કરીએ છીએ; પણ આ પ્રક્રિયા અતિશય ભયંકર હોય છે અને તેથી ત્‍યાં ગુરુની આવશ્‍યકતા હોય છે. આપણી પાસે સારી ક્ષમતાનું ‘મેમરી કાર્ડ’ હોવાની આવશ્‍યકતા હોય છે.

અહીં ‘મેમરી’ અર્થાત્ ભગવાનની ‘મેમરી.’ પૃથ્‍વી પરના કેટલાંક ‘જી.બી.’ (ગિગા બાઈટ) અથવા ‘ટિ.બી.’ (ટ્રેટા બાઈટ)ના ‘મેમરી કાર્ડ’ની તુલનામાં ભગવાને જીવને આપેલું ‘મેમરી કાર્ડ’ અત્‍યુચ્‍ચ ક્ષમતા ધરાવે છે.

મૃત્‍યુ પછી નીચલી યોનિમાં જવાને બદલે આગળના લોકમાં જવા માટે ભગવાને આપેલા ‘મેમરી કાર્ડ’માં આપણે ભરેલો અનાવશ્‍યક ‘ડાટા’ (નોંધ) ‘ડિલીટ’ કરીને તેમાં ભક્તિનો ‘ડાટા’ ભરવો પડે છે. ત્‍યારે આપણું કાર્ડ ભગવાનનું બને છે અને જીવ ભગવાનની નજીક જાય છે. જો જીવની ‘હાર્ડ ડિસ્‍ક’ અથવા ‘મેમરી કાર્ડ’ પૂર્ણ ભરેલું હોય, તો પછી ભગવાનના વિચાર કેવી રીતે અંદર આવે ? તે માટે આપણી ‘હાર્ડ ડિસ્‍ક’ ખાલી કરવી પડે છે. ત્‍યારે જ આપણે ભગવાનના વિચાર ગ્રહણ કરી શકીએ છીએ. ‘હાર્ડ ડિસ્‍ક’ જો પૂર્ણ ભરેલી હોય, તો તેના પર આપણે નવો ‘ડાટા’ કેવી રીતે ‘કૉપી’ કરી શકીએ ?

૧ અ ૨. ઈશ્‍વરનાં સ્‍પંદનો નિરંતર આપણી દિશામાં આવતા હોવા છતાં પણ કેવળ આપણી ‘મેમરી’ ભરેલી હોવાથી આપણે ઈશ્‍વરનાં સ્‍પંદનો ગ્રહણ કરી શકવામાં ઓછા પડવા

તેમણે કહ્યું, ‘‘ઉપર આકાશમાં ઈશ્‍વરનો ‘સર્વ્‍હર’ છે. તે શોધતો હોય છે કે, ‘કોની ‘હાર્ડ ડિસ્‍ક’ ખાલી છે ?’ જો આપણી ‘હાર્ડ ડિસ્‍ક’ પૂર્ણ ભરેલી હોય, તો ઈશ્‍વરનો ‘સર્વ્‍હર’ કહે છે, ‘હું અન્‍ય સ્‍થાન પર જાઉં છું, જ્‍યાં ‘હાર્ડ ડિસ્‍ક’ ખાલી હોય.’ બ્રહ્માંડની ગતિ નિરંતર ચાલુ હોય છે અને ઈશ્‍વરનાં સ્‍પંદનો સતત આપણી દિશામાં આવતા હોય છે. કેવળ આપણી ‘મેમરી’ ભરેલી હોવાથી આપણે ઈશ્‍વરી સ્‍પંદનો ગ્રહણ કરી શકતા નથી. ઈશ્‍વર બારણું પૂછતાં આવે છે; પણ આપણને તે સમજાતું નથી.

૧ અ ૩. સાધકની ‘હાર્ડ ડિસ્‍ક’ને ‘ફંગસ’ (ફૂગ) ચડે કે, તેને સ્‍વભાવદોષ અને અહમ્ નિર્મૂલન પ્રક્રિયા માટે મોકલવો પડવો

‘જ્‍યારે ‘હાર્ડ ડિસ્‍ક’ને ‘ફંગસ્’ લાગે છે, ત્‍યારે ‘હાર્ડ ડિસ્‍ક’ની દુરુસ્‍તી કરવી પડે છે. તેવી જ રીતે જ્‍યારે સાધકની ‘હાર્ડ ડિસ્‍ક’ને ‘ફંગસ્’ લાગે છે, ત્‍યારે તેને સ્‍વભાવદોષ અને અહમ્ નિર્મૂલનની પ્રક્રિયા માટે મોકલવો પડે છે. આ પ્રક્રિયા કર્યા પછી થોડો સમય ‘હાર્ડ ડિસ્‍ક’ સારી રીતે ચાલે છે; પણ જો કાળજી લેવામાં ન આવે, તો સાધકોને ફરીફરીને પ્રક્રિયા માટે મોકલવા પડે છે. તે માટે જ ભગવંતનું અનુસંધાન નિરંતર હોવું મહત્વનું છે; પણ આપણે હજી સુધી મન અને બુદ્ધિમાં જ અટવાયા છીએ.

૧ આ. સદ્‌ગુરુ કાકીએ વર્ણન કરેલી જીવના પ્રવાસની સુંદર પ્રક્રિયા !

હજી આપણે ઘણું ઊંડાણમાં જવાનું છે. ‘જીવ, જીવાત્‍મા, શિવ, શિવાત્‍મા’, આ રીતે જતાં જતાં આગળ આત્‍મકોશ આવે છે અને ત્‍યાર પછી ‘આત્‍મા.’ અહીં સુધી આપણો પ્રવાસ છે.

૧. જ્‍યારે આપણે જીવાત્‍મા સુધી પહોંચીએ છીએ, ત્‍યારે આપણને ભાન થાય છે કે, ‘મારા દ્વારા ભૂલ થઈ છે. મારે સુધરવું જોઈએ.’

૨. જીવાત્‍માથી આગળ વધ્‍યા પછી પ્રસંગ અથવા ભૂલ થાય તે પહેલાં જ પોતાને ભાન થાય છે, ‘આવી સ્‍થિતિમાં મારા દ્વારા ભૂલ થઈ શકે છે’ અને આપણે સતર્ક થઈએ છીએ.

૩. શિવાત્‍મા હંમેશાં આનંદમાં હોય છે. આ સ્‍થિતિમાં જીવ દ્વારા આપમેળે જ યોગ્‍ય કૃતિ થાય છે અને તેનું તેને ભાન પણ રહેતું નથી.

૪. જ્‍યારે જીવ આત્‍માની નજીક પહોંચે છે, ત્‍યારે તે સતત આનંદમાં જ રહેવા લાગે છે. આ સ્‍થિતિમાં ભગવાન જ બધું કરતા હોય છે. ખરૂં જોતાં આવી સ્‍થિતિ ધરાવનારાઓ માટે ભગવાનને જ બધું કરવું પડતું હોય છે. ભગવાન આપણા માટે માનવી બને છે, એટલે ઊલટું થાય છે. સંત એકનાથ માટે શ્રીખંડ્યા આવે છે. સંત જનાબાઈ માટે પાંડુરંગ દળણાં દળે છે. આ રીતે આપણા જીવનમાં પણ થાય છે.

આ રીતની આ સુંદર પ્રક્રિયા છે. ‘અધ્‍યાત્‍મમાંનું અદ્વૈત આ જ છે’, આ એકવાર સમજાય કે, કોઈપણ વાતનો આપણા પર તણાવ આવતો નથી. આપણી સાધના એક લયમાં થવા લાગે છે અને આપણે ઈશ્‍વરની નજીક જઈ શકીએ છીએ.

‘ગુરુદેવ, તમે અને સદ્‌ગુરુ ગાડગીળ કાકી એકજ છો. તમે જ તેમનાં મુખમાંથી બોલો છો અને અમો સાધકોનું ઘડતર કરો છો. ભ્રમણ પર હતો ત્‍યારે પ્રત્‍યેક પગલે તેની અનુભૂતિ થઈને પણ તેવું ભાન નિરંતર રહેતું નથી. ગુરુદેવ, આ ભાન સતત મારા મનમાં રહેવા દો અને સદ્‌ગુરુનો સહવાસ, તેમની શિખામણ અને કૃપાવર્ષાવનો લાભ વધારેમાં વધારે કરવાનું ફાવે, એ જ આપનાં ચરણોમાં પ્રાર્થના છે.’

શ્રી. વિનાયક શાનભાગ, ગૅંગટોક, સિક્કીમ. (૧૯.૧૨.૨૦૧૮)

Leave a Comment