શરીર પર આવેલું ત્રાસદાયક (કાળું) આવરણ શા માટે અને કેવી રીતે કાઢવું ?

૧. વ્‍યક્તિ પર ત્રાસદાયક આવરણ ફરીફરીને આવવાનાં કારણો

૧ અ. કાળમહાત્‍મ્‍ય અનુસાર થનારો અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ

કાળમહાત્‍મ્‍ય અનુસાર હમણાના સૂક્ષ્મમાંના આપત્‍કાળમાં સરવાળે જ અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ વધતો હોવાથી વ્‍યક્તિ પર ત્રાસદાયક આવરણ ફરીફરીને આવતું હોય છે.

૧ આ. પ્રારબ્‍ધ અનુસાર થનારો અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ

તેને કારણે પણ વ્‍યક્તિ પર ત્રાસદાયક આવરણ આવતું હોય છે.

૧ ઇ. વ્‍યક્તિમાંના સ્‍વભાવદોષ અને અહમ્

૧. સ્‍વભાવદોષોને કારણે વ્‍યક્તિના મનોદેહમાં સૂક્ષ્મ જખમો નિર્માણ થાય છે. સૂક્ષ્મ જખમોમાંથી રજ-તમયુક્ત સ્‍પંદનો નિર્માણ થાય છે. તેને કારણે તેમજ રજ-તમયુક્ત સ્‍પંદનોને કારણે અનિષ્‍ટ શક્તિ તરત જ તે વ્‍યક્તિ ભણી આકર્ષિત થવાથી વ્‍યક્તિ પર ત્રાસદાયક આવરણ આવે છે.

૨. અહમ્ અનેક સ્‍વભાવદોષોનું મૂળ છે; તેથી સ્‍વભાવદોષો પ્રમાણે જ અહમ્ પણ અનિષ્‍ટ શક્તિઓના ત્રાસ માટે કારણીભૂત થાય છે.

 

૨. વ્‍યક્તિ પર ત્રાસદાયક આવરણ આવવાથી વ્‍યક્તિની થનારી હાનિ

૨ અ. વિવિધ શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક ત્રાસ થવા અથવા પહેલેથી જ રહેલા ત્રાસ વૃદ્ધિંગત થવા

વ્‍યક્તિ પર ત્રાસદાયક આવરણ આવવાથી તેને ‘ન સૂઝવું, મન અસ્‍વસ્‍થ હોવું, મનમાં નકારાત્‍મક વિચાર આવવા, નિરુત્‍સાહી લાગવું, ‘નામજપ કરવો જોઈએ’ એવું ન લાગવું, ઉપાયોનું પરિણામ ન થવું’, આના જેવા ત્રાસ થાય છે. ક્યારેક શરીરના એકાદ ભાગમાં વેદના થવી, પિત્ત થવા જેવા ત્રાસ પણ થઈ શકે છે. વ્‍યક્તિ પર આવરણ આવવાથી તેના પહેલેથી જ રહેલા ત્રાસ હજી વધે છે.

૨ આ. નામજપ ઇત્‍યાદિ આધ્‍યાત્‍મિક ઉપાયોનો વિશેષ લાભ ન થવો

વ્‍યક્તિ પર જો ત્રાસદાયક આવરણ આવ્‍યું હોય, તો તે શારીરિક, માનસિક કે આધ્‍યાત્‍મિક ત્રાસના નિર્મૂલન માટે ભલે ગમે તેટલો સમય નામજપ ઇત્‍યાદિ ઉપાયો કરે, તો પણ આવરણને કારણે તે ઉપાયોનાં સાત્ત્વિક સ્‍પંદનો તેના ભણી જોઈએ એટલા પ્રમાણમાં પહોંચતા નથી અને તેને કારણે તેના ત્રાસનું નિવારણ વહેલું થતું નથી.

૨ ઇ. સાધનાને કારણે મળનારું ચૈતન્‍ય પણ તેટલા પ્રમાણમાં ગ્રહણ ન થવું

 

૩. સમગ્ર દિવસ દરમ્‍યાન કેટલી વાર આવરણ કાઢવું ?

વ્‍યક્તિ પર સમગ્ર દિવસ દરમ્‍યાન વચ્‍ચે વચ્‍ચે આવરણ આવતું જ હોય છે. તેથી વ્‍યક્તિએ સામાન્‍ય રીતે પ્રત્‍યેક કલાકમાં એકવાર તોયે આવરણ કાઢવું જોઈએ.

 

૪. આવરણ કાઢવાની પદ્ધતિ

૪ અ. આવરણ કાઢવા બાબતે સામાયિક સૂચના

૪ અ ૧. આવરણ કાઢવા પહેલાં ગુરુ અથવા ઉપાસ્‍યદેવતાને ‘મારા પરનું આવરણ સરખું નીકળી જવા દેજો’, એવી ભાવપૂર્ણ પ્રાર્થના કરવી.

૪ અ ૨. આવરણ કાઢતી વેળાએ ઉપાસ્‍યદેવતાનો અથવા ત્રાસનિવારણ માટે ઉપયુક્ત રહેલા દેવતાનો નામજપ કરવો.

૪ અ ૩. આવરણ કાઢતી વેળાએ આંખો ખુલ્‍લી રાખવી.

૪ અ ૪. પોતાના હાથથી અથવા સાત્વિક  ઉત્‍પાદન અથવા વસ્‍તુની સહાયતાથી આવરણ કાઢવું.

૪ અ ૪ અ. પોતાના હાથથી આવરણ કોણે કાઢવું ?

પોતાને જરા સરખો અથવા મધ્‍યમ આધ્‍યાત્‍મિક ત્રાસ હોય તો પોતાના હાથથી આવરણ કાઢવું. હાથોથી આવરણ કાઢતી વેળાએ હાથની આંગળીઓ દ્વારા પ્રક્ષેપિત થઈ રહેલી પ્રાણશક્તિને કારણે આવરણ દૂર થવામાં સહાયતા થાય છે. આવી વ્‍યક્તિઓએ સાત્વિક ઉત્‍પાદન અથવા વસ્‍તુની સહાયતાથી આવરણ કાઢવામાં પણ વાંધો નથી.

૪ અ ૪ આ. સાત્વિક ઉત્‍પાદન અથવા વસ્‍તુની સહાયતાથી આવરણ કોણે કાઢવું ?

પોતાને તીવ્ર આધ્‍યાત્‍મિક ત્રાસ હોય તો સાત્વિક  ઉત્‍પાદન અથવા વસ્‍તુ (ઉદા. પ્રજ્‍વલિત ન કરેલી સાત્વિક ઉદબત્તી, સાત્વિક લઘુગ્રંથ, નિયતકાલિક ‘સનાતન પ્રભાત’, મોરપીછું)ની સહાયતાથી આવરણ કાઢવું. સાત્વિક ઉત્‍પાદન અથવા વસ્‍તુમાંની સારી શક્તિને કારણે શરીર પર આવેલું આવરણ દૂર થવામાં સહાયતા થાય છે.

૪ અ ૫. આવરણ શરીરના કયા ભાગનું કાઢવું ?

અ. સહસ્રારચક્રથી સ્‍વાધિષ્‍ઠાનચક્ર સુધી આવરણ કાઢવું.

આ. માથું અને ડોકમાં આવરણ આવવાનું પ્રમાણ અધિક હોય છે. તેથી આ ભાગમાં આગળથી, ઉપરથી અને પાછળથી આવરણ કાઢવું.

ઇ. શરીરનો દુઃખનારો અવયવ અથવા વિકારગ્રસ્‍ત ઇંદ્રિય ફરતેનું પણ આવરણ કાઢવું.

૪ અ ૬. આવરણ કાઢવાની કૃતિ પ્રત્‍યેક સમયે સામાન્‍યરીતે ૫ મિનિટ તોયે કરવી.
૪ અ ૭. આવરણ કાઢી લીધા પછી ઉપાસ્‍યદેવતા પ્રત્‍યે ભાવપૂર્ણ કૃતજ્ઞતા વ્‍યક્ત કરવી.

૪ આ. સનાતનના આશ્રમમાં નિવાસ કરનારા સાધકોએ આવરણ કાઢવાની પદ્ધતિ

સનાતનના આશ્રમમાં અને સેવાકેંદ્રોમાં રહેનારા સાધકો ધ્‍યાનમંદિર, સંતો પહેલાં રહેતા હતા તે ઓરડામાં ઇત્‍યાદિ ઠેકાણે બેસીને નામજપ ઇત્‍યાદિ ઉપાયો કરતા હોવાથી ત્‍યાંની સાત્વિકતાને કારણે સાધકોએ પોતાના શરીર પરનું કાઢેલું ત્રાસદાયક આવરણ વાતાવરણમાં ફેલાવાને બદલે તરત જ નષ્‍ટ થાય છે. તેથી નજીકમાં બેસેલા સાધકોને તે ત્રાસદાયક શક્તિનો ત્રાસ થતો નથી. સનાતનના આશ્રમમાં અને સેવાકેંદ્રોમાં રહેલા સેવાના સ્‍થાનો અથવા ઓરડાઓ પણ સારી એવી સાત્વિકતા ધરાવે છે જ. તેથી ત્‍યાં પણ આવરણ કાઢતી વેળાએ નજીક બેઠેલા સાધકોને તે ત્રાસદાયક શક્તિનો ત્રાસ થતો નથી.

૪ ઇ. ઘેર રહેનારા સાધકોએ આવરણ કાઢવાની પદ્ધતિ

૪ ઇ ૧. આવરણ કાઢવા પહેલાં ઓરડામાં સાત્વિક ઉદબત્તી અને સંતોના અવાજમાંનાં ભજનો લગાડવાં.
૪ ઇ ૨. આવરણ કાઢતી વેળાએ બને ત્‍યાં સુધી ઓરડામાં એકલાએ બેસવું !

એમ બનતું ન હોય તો બે વ્‍યક્તિઓમાં ન્‍યૂનતમ ૫ – ૬ ફૂટનું અંતર રાખવું. આટલું અંતર રાખવાથી આવરણ કાઢવાની કૃતિને કારણે નીકળેલી ત્રાસદાયક શક્તિનો બીજી વ્‍યક્તિને ત્રાસ થશે નહીં.

૪ ઇ ૩. આવરણ કાઢી લીધા પછી સાત્વિક ઉદબત્તીની સહાયતાથી વાસ્‍તુશુદ્ધિ કરવી !

વાસ્‍તુમાંના પ્રત્‍યેક ઓરડામાં જમણી બાજુથી ડાબી બાજુ, આ રીતે, તેમજ ભીંતની કિનારેથી ફરતાં ફરતાં વાસ્‍તુશુદ્ધિ કરવી. ત્‍યાર પછી ઉદબત્તી ઓરડામાં જ લગાડી રાખવી. તેને કારણે જો ઓરડામાં ત્રાસદાયક શક્તિ ફેલાઈ હોય તો તે નષ્‍ટ થશે.

૪ ઇ ૪. ઓરડામાં મૂકેલા સંતોના અવાજમાંના ભજનો થોડા સમય માટે ચાલુ જ રાખવાં.

 

વિગતવાર માહિતી માટે વાંચો

સનાતનના ગ્રંથ ‘વિકાર-નિર્મૂલન માટે પ્રાણશક્તિ (ચેતના) વહન સંસ્‍થામાંની અડચણો કેવી રીતે શોધવી ?’ અને ‘પ્રાણશક્તિવહન સંસ્‍થામાંની અડચણોને કારણે થનારા વિકારો પર કરવાના ઉપાય’ (હિંદી ભાષામાં ઉપલબ્‍ધ)

 (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે

Leave a Comment