સર્વ દોષોનો રાજા ‘આળસ’ !

૧. ‘આળસ’ દોષને કારણે અનેક દોષોની અધિકાઈ થવી

‘આળસ’ આ દોષ સર્વ દોષોનો રાજા છે. આ તમોગુણી દોષ છે. તે એકાદ ગુંડાની જેમ અનેક દોષોને લઈને ફરતો હોય છે, ઉદા. જો આળસ હોય, તો એકાદ કૃતિ આપણે અપેક્ષિત સમયમાં કરવાને બદલે ‘પછી કરીશું’, એવો વિચાર કરીએ છીએ. તેને કારણે આગળ જણાવેલા અનેક દોષોની અધિકાઈ વધી જાય છે અને સાધના અંતર્ગત અપરિમિત હાનિ થાય છે.

(સદ્‌ગુરુ) શ્રી. રાજેંદ્ર શિંદે

૧ અ. અવ્‍યવસ્‍થિતતા

એકાદ વસ્‍તુ લીધા પછી, તે કામ થઈ ગયા પછી તે વસ્‍તુ જગ્‍યા પર મૂકતા નથી અથવા મૂકીએ તો તે અયોગ્‍ય રીતે મૂકીએ છીએ.

૧ આ. ટાળાટાળ કરવી

એકાદ કૃતિ સમયસર કરવાને બદલે ‘પછી કરીશું’, એવો વિચાર કરીને તે કરવામાં ઢીલાઈ કરીએ છીએ. તે કરવા માટે અન્‍યોને કેડે પડવું પડે છે, તેમજ સમય નીકળી ગયા પછી તે કૃતિ કરવાથી ફળનિષ્‍પત્તિ ઓછી થાય છે.

૧ ઇ. ભૂલકણું

અનેક વાર ‘એકાદ કૃતિ પછી કરીએ’, એમ લાગીને તે પ્રલંબિત રાખવામાં આવે છે. તેને કારણે ઘણીવાર તે કૃતિ કરવાનું ભૂલાઈ જાય છે.

૧ ઈ. સાતત્‍ય ન રહેવું

આળસને કારણે કોઈપણ બાબત કરવામાં નિરંતરતા ટકી રહેતી નથી, ઉદા. વ્‍યષ્‍ટિ સાધનાના પ્રયત્ન કરવાનું કહીએ, તો તે આરંભમાં ચાલુ થાય છે; પણ થોડા સમયગાળા પછી તે બંધ થાય છે.

૧ ઉ. ગાંભીર્યનો અભાવ

આળસને કારણે વ્‍યષ્‍ટિ સાધના અથવા સાધના અંતર્ગત એકાદ કૃતિ કરવી જોઈએ, આ વાતને મહત્ત્વ આપવામાં આવતું નથી. પરિણામે ‘ગંભીરતાનો અભાવ’ આ દોષને કારણે કૃતિ કરવામાં આવતી નથી અને કરી હોય, તો તે વ્‍યવસ્‍થિત થતી નથી.

૧ ઊ. અન્‍યોનો વિચાર ન કરવો

આળસને કારણે અન્‍યોનો વિચાર અલ્‍પ થાય છે, અર્થાત્ પ્રેમભાવ નિર્માણ થવામાં અડચણ આવે છે; કારણકે પ્રેમભાવ નિર્માણ કરવા માટે આપણે અન્‍યો માટે કાંઈક કૃતિ કરવી પડે છે. આળસ દોષને કારણે તે ટાળવાનું થાય છે.

૧ એ. સમય વેડફવો

આળસુ વ્‍યક્તિ વધારે સૂવું, આરામ કરવો, બેસી રહેવું, ગપ્‍પા મારવા જેવી વાતોમાં વધારે સમય પસાર કરે છે; અર્થાત્ સમય વેડફે છે.

૧ ઐ. નિયોજનનો અભાવ

આળસુ વ્‍યક્તિ આળસને કારણે નિયોજન કરવાને બદલે જેમ બની શકે, તેમ કાર્ય કરતી રહે છે અને તેનું નિયોજન કરીએ, તો પણ આળસને કારણે તેના દ્વારા તે પ્રમાણે કૃતિ થતી નથી.

૧ ઓ. સમયસર કરવાનો અભાવ

આળસ કરનારા સાધક નિયોજન અનુસાર અને સમયમર્યાદા રાખીને કૃતિ કરતા નથી. આવા સાધકો સેવા અને સત્‍સંગ માટે પણ સમયસર પહોંચતા નથી અથવા એકાદને આપેલા સમયનું પાલન કરતા નથી.

૧ ઔ. ‘સ્‍વ’નો વિચાર કરવો

આળસુ વ્‍યક્તિ પોતાનો વિચાર અધિક કરે છે. તેની મહેનત કરવાની સિદ્ધતા ઓછી હોય છે.

૧ અં. ટાળાટાળ કરવી અને સાંભળવાની વૃત્તિ ન હોવી

આળસને કારણે ઘણી બાબતો કરવાનું ટાળવામાં આવે છે. ટાળાટાળ કરવી, સાંભળવાની વૃત્તિ ન હોવા જેવા અનેક દોષ આવા સાધકોમાં નિર્માણ થાય છે.

 

૨. વ્‍યવહારમાં પણ આળસુ લોકોને સુખ મળતું ન
હોવું અને સાધનામાંનો આનંદ તો ઘણા દૂર પરનું સોપાન હોવું

આળસુ માનવી વિશે સંસ્‍કૃતમાં એક સુભાષિત પ્રસિદ્ધ છે.

अलसस्‍य कुतो विद्या अविद्यस्‍य कुतो धनम् । 

अधनस्‍य कुतो मित्रम् अमित्रस्‍य कुतः सुखम् ॥

અર્થ

આળસુ માણસને વિદ્યા કેમ કરીને મળે ? અવિદ્યા ધરાવનારને ધન કેવી રીતે મળે ? ધનહીન માણસને મિત્ર ક્યાંથી મળે અને જેને મિત્ર નથી તેને સુખ કેવી રીતે મળે ?

આ રીતે આળસુ વ્‍યક્તિને વ્‍યક્તિગત જીવનમાં પણ સુખ પ્રાપ્‍ત થતું નથી. સાધનામાંનો આનંદ મળવો, એ તો ઘણા દૂરનું સોપાન છે. તેથી સાધકો, જો આપણામાં આળસ દોષ હોય, તો તે દૂર કરવા માટે આજથી જ યુદ્ધ સ્‍તર પર પ્રયત્ન કરો.

‘સાધકોને આ દોષ પર માત કરવાની બુદ્ધિ થાય’, એવી ગુરુદેવનાં ચરણોમાં પ્રાર્થના છે.’

(સદ્‌ગુરુ) શ્રી. રાજેંદ્ર શિંદે, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ. (૬.૮.૨૦૧૮)

Leave a Comment