શ્રી હનુમાનચાલિસાનું પઠણ કરવું, તેમજ હનુમાનજીનો તારક અને મારક નામજપ કરવો આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ લાભદાયક

શ્રી હનુમાનચાલિસાનું પઠણ કરવું, તેમજ હનુમાનજીનો તારક અને મારક નામજપ કરવો આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ લાભદાયક હોવો; પરંતુ સ્‍તોત્રપઠણની તુલનામાં નામજપનું પરિણામ વધારે થવું.

શ્રી હનુમાન

‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલયે’
યુનિવર્સલ થર્મો સ્‍કૅનર’ ઉપકરણ દ્વારા કરેલી વૈજ્ઞાનિક કસોટી

‘સમાજમાંની મોટાભાગની વ્‍યક્તિઓને અનિષ્‍ટ શક્તિનો ત્રાસ હોય છે. કેટલીક વાર અનિષ્‍ટ શક્તિઓને કારણે વ્‍યક્તિને શારીરિક અને માનસિક ત્રાસ થાય છે, તેમજ જીવનમાં અન્‍ય પણ અડચણો આવે છે. અનિષ્‍ટ શક્તિઓનું નિવારણ કરનારી દેવતાઓમાંથી એક એટલે હનુમાનજી.

સર્વ દેવતાઓમાંથી કેવળ મારુતિને અનિષ્‍ટ શક્તિ ત્રાસ આપી શકતી નથી. લંકામાં લાખો રાક્ષસો હતા, તો પણ મારુતિને કાંઈ કરી શક્યા નહીં. તેથી જ મારુતિને ‘ભૂતોના સ્‍વામી’ કહ્યું છે. ભૂત જો કોઈને વળગે, તો તે વ્‍યક્તિને મારુતિના દેવાલયમાં લઈ જાય છે અથવા મારુતિસ્‍તોત્ર, હનુમાનચાલિસા બોલે છે. હનુમાનજીના નામજપથી અનિષ્‍ટ શક્તિઓના ત્રાસ સામે રક્ષણ થાય છે.’

સંદર્ભ : સનાતનનો લઘુગ્રંથ – ‘મારુતિ’

‘શ્રી હનુમાનચાલિસાનું પઠણ કરવું અને હનુમાનજીનો નામજપ કરવો, તેનું તે કરનારાઓ પર શું પરિણામ થાય છે ?’, આ બાબતનો વિજ્ઞાન દ્વારા અભ્‍યાસ કરવા માટે રામનાથી, ગોવા ખાતે સનાતનના આશ્રમમાં ‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય’ વતી કસોટી કરવામાં આવી. સદર કસોટીમાં ‘યુ.ટી.એસ. (યુનિવર્સલ થર્મો સ્‍કૅનર)’ ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્‍યો. આ કસોટીનું સ્‍વરૂપ, તેનાં નિરીક્ષણો અને નિષ્‍કર્ષ નીચે આપી રહ્યા છીએ.

 

૧. કસોટીનું સ્‍વરૂપ

આ કસોટી અંતર્ગત કુલ ૩ કસોટીઓ કરવામાં આવી. પ્રથમ કસોટીમાં તીવ્ર આધ્‍યાત્‍મિક ત્રાસ (નોંધ) ધરાવનારી વ્‍યક્તિ અને આધ્‍યાત્‍મિક ત્રાસ ન ધરાવનારી વ્‍યક્તિએ શ્રી હનુમાનચાલિસાનું પઠણ કરવા પહેલાં અને પઠણ કર્યા પછી તેમનાં ‘યુ.ટી.એસ.’ ઉપકરણ દ્વારા કરેલા નિરીક્ષણો નોંધવામાં આવ્‍યાં. હનુમાનચાલિસાનું પઠણ કરવા માટે બન્‍ને વ્‍યક્તિઓને પ્રત્‍યેકને ૧૫ મિનિટ લાગી.

બીજી કસોટીમાં તેમણે ‘શ્રી હનુમતે નમઃ ।’ આ તારક નામજપ ૧૫ મિનિટ કર્યો. તેમજ ત્રીજી કસોટીમાં તેમણે હનુમાનજીનો ‘ૐ હં હનુમતે નમઃ ।’ આ મારક નામજપ ૧૫ મિનિટ કર્યો. તેમણે તે નામજપ કરવા પહેલાં અને નામજપ કર્યા પછી તેમનાં ‘યુ.ટી.એસ.’ ઉપકરણ દ્વારા કરેલા નિરીક્ષણોની નોંધ કરવામાં આવી. આ નિરીક્ષણોની સર્વ નોંધનો તુલનાત્‍મક અભ્‍યાસ કરવામાં આવ્‍યો.

નોંધ – આધ્‍યાત્‍મિક ત્રાસ

આધ્‍યાત્‍મિક ત્રાસ હોવો, અર્થાત્ વ્‍યક્તિમાં નકારાત્‍મક સ્‍પંદનો હોવાં. વ્‍યક્તિમાં નકારાત્‍મક સ્‍પંદનો ૫૦ ટકા અથવા તેનાં કરતાં વધારે પ્રમાણમાં હોવા, એટલે તીવ્ર ત્રાસ, નકારાત્‍મક સ્‍પંદનો ૩૦ થી ૪૯ ટકા હોવા, એટલે મધ્‍યમ ત્રાસ, જ્‍યારે ૩૦ ટકા કરતાં ઓછા હોવા, એટલે મંદ આધ્‍યાત્‍મિક ત્રાસ હોય છે. આધ્‍યાત્‍મિક ત્રાસ પ્રારબ્‍ધ (નસીબ), પૂર્વજોના ત્રાસ ઇત્‍યાદિ આધ્‍યાત્‍મિક સ્‍તર પરના કારણોસર થાય છે. આધ્‍યાત્‍મિક ત્રાસનું નિદાન સંત અથવા સૂક્ષ્મ સ્‍પંદનોના જાણકાર સાધક કરી શકે છે.

વાચકોને સૂચના

‘યુ.ટી.એસ.’ ઉપકરણનો પરિચય’, ‘ઉપકરણ દ્વારા કરવાની કસોટીમાંના ઘટક અને તેમનું વિવરણ’, ‘ઘટકનું પ્રભામંડળ માપવું’, ‘પરીક્ષણની પદ્ધતિ’ અને ‘કસોટીમાં સામ્‍ય આવવા માટે લીધેલી કાળજી’ આ હંમેશનાં સૂત્રો સનાતન સંસ્‍થાના https://www.sanatan.org/gujarati/universal-scanner આ લિંક પર આપ્‍યાં છે.

 

૨. કસોટીમાંના નિરીક્ષણો

૨ અ. નકારાત્‍મક ઊર્જા

૨ અ ૧. તીવ્ર આધ્‍યાત્‍મિક ત્રાસ ધરાવનારી વ્‍યક્તિએ શ્રી હનુમાનચાલિસાનું પઠણ કર્યા પછી તેનામાંની નકારાત્‍મક ઊર્જાનું પ્રભામંડળ ૩.૪૯ મીટર ન્‍યૂન (ઓછું) થયું. તેણે હનુમાનજીનો તારક અને મારક નામજપ કર્યા પછી તેનામાંની નકારાત્‍મક ઊર્જા દૂર થઈ.

૨ અ ૨. આધ્‍યાત્‍મિક ત્રાસ ન ધરાવનારી વ્‍યક્તિમાં નકારાત્‍મક ઊર્જા જોવા મળી નહીં.

૨ આ. સકારાત્‍મક ઊર્જા

બધી જ વ્‍યક્તિ, વાસ્‍તુ અથવા વસ્‍તુમાં સકારાત્‍મક ઊર્જા હોય છે જ, એવું નથી.

૨ આ ૧. હનુમાનજીનો મારક નામજપ કર્યા પછી તીવ્ર આધ્‍યાત્‍મિક ત્રાસ ધરાવનારા વ્‍યક્તિમાં સૌથી વધારે સકારાત્‍મક ઊર્જા નિર્માણ થવી. આ વ્‍યક્તિમાં આરંભમાં સકારાત્‍મક ઊર્જા બિલકુલ નહોતી. તેણે શ્રી હનુમાનચાલિસાનું પઠણ, તેમજ હનુમાનજીનો તારક અને મારક નામજપ કર્યા પછી તેનામાં સકારાત્‍મક ઊર્જા નિર્માણ થઈ. તેનું પ્રભામંડળ ક્રમવાર ૨.૦૪ મીટર, ૫.૪૭ મીટર અને ૯.૨૨ મીટર હતું; અર્થાત્ હનુમાનજીનો મારક નામજપ કર્યા પછી તેનામાં સૌથી વધારે સકારાત્‍મક ઊર્જા નિર્માણ થઈ.

૨ આ ૨. હનુમાનજીનો મારક નામજપ કર્યા પછી આધ્‍યાત્‍મિક ત્રાસ ન ધરાવનારી વ્‍યક્તિની સકારાત્‍મક ઊર્જાના પ્રભામંડળમાં સૌથી વધારે વૃદ્ધિ થવી. આ વ્‍યક્તિમાં આરંભમાં સકારાત્‍મક ઊર્જા હતી. તેનું પ્રભામંડળ હતું. તેણે શ્રી હનુમાનચાલિસાનું પઠણ, તેમજ હનુમાનજીનો તારક અને મારક નામજપ કર્યા પછી તેની સકારાત્‍મક ઊર્જાના પ્રભામંડળમાં ક્રમવાર ૧.૬૪ મીટર, ૨.૬૫ મીટર અને ૩.૪૫ મીટર વૃદ્ધિ થઈ; અર્થાત્ હનુમાનજીનો મારક નામજપ કર્યા પછી તેની સકારાત્‍મક ઊર્જાના પ્રભામંડળમાં સૌથી વધારે વૃદ્ધિ થઈ.

૨ ઇ. કુલ પ્રભામંડળ (નોંધ)

નોંધ

કુલ પ્રભામંડળ : વ્‍યક્તિના સંદર્ભમાં તેની લાળ, તેમજ વસ્‍તુના સંદર્ભમાં તેના પરની માટીના કણ અથવા તેનો થોડોક ભાગ ‘નમૂના’ તરીકે ઉપયોગ કરીને તેવ્‍યક્તિનું અથવા વસ્‍તુનું ‘કુલ પ્રભામંડળ’ માપવામાં આવે છે. સામાન્‍ય વ્‍યક્તિ અથવા વસ્‍તુનું કુલ પ્રભામંડળ સામાન્‍ય રીતે ૧ મીટર હોય છે.

૨ ઇ ૧. હનુમાનજીનો મારક નામજપ કર્યા પછી તીવ્ર આધ્‍યાત્‍મિક ત્રાસ ધરાવનારા વ્‍યક્તિના કુલ પ્રભામંડળમાં સર્વાધિક વૃદ્ધિ થવી.  શ્રી હનુમાનચાલિસાનું પઠણ, તેમજ હનુમાનજીનો તારક અને મારક નામજપ કર્યા પછી તેના કુલ પ્રભામંડળમાં ક્રમવાર ૦.૨૦ મીટર, ૦.૭૦ મીટર અને ૫.૫૮ મીટર વૃદ્ધિ થઈ; અર્થાત્ હનુમાનજીનો મારક નામજપ કર્યા પછી તેના કુલ પ્રભામંડળમાં સર્વાધિક વૃદ્ધિ થઈ.

૨ ઇ ૨. હનુમાનજીનો મારક નામજપ કર્યા પછી આધ્‍યાત્‍મિક ત્રાસ ન ધરાવનારી વ્‍યક્તિના કુલ પ્રભામંડળમાં સર્વાધિક વૃદ્ધિ થવી. શ્રી હનુમાનચાલિસાનું પઠણ, તેમજ હનુમાનજીનો તારક અને મારક નામજપ કર્યા પછી તેના કુલ પ્રભામંડળમાં ક્રમવાર ૧.૯૯ મીટર, ૩.૩૨ મીટર અને ૪.૧૨ મીટર વૃદ્ધિ થઈ; અર્થાત્ હનુમાનજીનો મારક નામજપ કર્યા પછી તેના કુલ પ્રભામંડળમાં સર્વાધિક વૃદ્ધિ થઈ.

 

૩. કસોટીના નિષ્‍કર્ષ

શ્રી હનુમાનચાલિસાનું પઠણ, તેમજ હનુમાનજીનો તારક અને મારક નામજપ કરવો લાભદાયી છે; પરંતુ સ્‍તોત્રપઠણની તુલનામાં તારક નામજપ કરવો અને તેનાં કરતાં પણ મારક નામજપ કરવો વધારે પરિણામકારી છે, આ બાબત સદર વૈજ્ઞાનિક કસોટી દ્વારા ધ્‍યાનમાં આવે છે.

 

૪. નિષ્‍કર્ષો પાછળનું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર

૪ અ. શ્રી હનુમાનચાલિસા

‘શ્રી હનુમાનચાલિસા સ્‍તોત્રની રચના સંત ગોસ્‍વામી તુલસીદાસે ૧૬મા શતકમાં કરી.  શ્રી હનુમાનચાલિસા અવધી ભાષામાં છે. આ સ્‍તોત્રમાં ૪૦ શ્‍લોક છે, તેથી તેને ચાલીસા કહે છે.’ સંદર્ભ:https://mr.wikipedia.org/wiki/હનુમાન ચાલીસા ‘સ્‍તૂયતે અનેન ઇતિ’ અર્થાત્ જેના દ્વારા દેવતાનું સ્‍તવન કરવામાં આવે છે તે સ્‍તોત્ર, એવી આ સ્‍તોત્ર શબ્‍દની વ્‍યાખ્‍યા છે. સ્‍તોત્રમાં દેવતાની સ્‍તુતિ સાથે જ સ્‍તોત્રપઠણ કરનારા ફરતે કવચ (સંરક્ષણ આવરણ) નિર્માણ કરવાની શક્તિ પણ હોય છે. સ્‍તોત્રમાં આપેલી ફળશ્રુતિ પાછળ રચયિતાનો સંકલ્‍પ હોવાથી તે પઠણ કરનારાને ફળશ્રુતિને કારણે ફળ મળે છે.’

સંદર્ભ :  સનાતનનો લઘુગ્રંથ – ‘શ્રીરામરક્ષાસ્‍તોત્ર’ – હિંદી અને મરાઠી ભાષાઓમાં ઉપલબ્‍ધ.

૪ આ. હનુમાનજીનો નામજપ

‘મારુતિમાં રહેલી પ્રગટ શક્તિ (૭૨ ટકા) અન્‍ય દેવતાઓની (૧૦ ટકા) તુલનામાં ઘણી વધારે હોવાથી અનિષ્‍ટ શક્તિઓના નિવારણાર્થે, તેમજ રોગનિવારણાર્થે મારુતિની ઉપાસના કરવામાં આવે છે. મારુતિના (હનુમાનજીના) નામજપથી અનિષ્‍ટ શક્તિઓના ત્રાસ સામે રક્ષણ થાય છે.’

સંદર્ભ : સનાતનનો લઘુગ્રંથ – ‘મારુતિ’

શ્રી હનુમાનચાલિસાનું પઠણ, તેમજ શ્રી હનુમાનજીના નામજપમાં રહેલી સકારાત્‍મક ઊર્જાને કારણે કસોટીમાંની બન્‍ને વ્‍યક્તિઓ પર સારું પરિણામ થયું. શ્રી હનુમાનચાલિસા કરતાં શ્રી હનુમાનજીના નામજપનું પરિણામ વધારે પ્રમાણમાં થયું. તેમાં પણ હનુમાનજીના તારક સ્‍વરૂપના નામજપ કરતાં મારક સ્‍વરૂપના નામજપનું પરિણામ સર્વાધિક થયું. તેનું કારણ ‘હનુમાનજીના તારક સ્‍વરૂપના નામજપ કરતાં મારક સ્‍વરૂપના નામજપમાં વધારે શક્તિ હોય છે’, એ છે.’

સૌ. મધુરા ધનંજય કર્વે, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, ગોવા. (૧૬.૪.૨૦૧૯)
ઈ-મેલ : mav.research૨૦૧૪@gmail.com

Leave a Comment