સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના અદ્વિતીય કાર્ય અને વિશિષ્ટતાનો સંક્ષિપ્ત પરિચય !

Article also available in :

સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ વ્યાપક અધ્યાત્મપ્રસાર માટે ‘સનાતન સંસ્થા’ની સ્થાપના કરી. તેમણે ઝડપી ઈશ્વરપ્રાપ્તિ માટે ‘ગુરુકૃપાયોગ’ આ સાધનામાર્ગની નિર્મિતી કરી. આ વિશેની અધિક માહિતી વાંચો.

અનુક્રમણિકા

૧. આંતરરાષ્ટ્રીય કીર્તિના સંમોહન-ઉપચારતજ્જ્ઞ

૧ અ. વર્ષ ૧૯૭૧થી વર્ષ ૧૯૭૮ના સમયગળામાં બ્રિટનમાં સંમોહન-ઉપચાર પદ્ધતિ વિશે સફળ સંશોધન

૧ અ ૧. સંમોહન-ઉપચારમાં નાવીન્યપૂર્ણ સંશોધન

૧ આ. ‘સંમોહન-ઉપચાર તજ્જ્ઞ’ તરીકે મુંબઈમાં વ્યવસાય (વર્ષ ૧૯૭૮ થી વર્ષ ૧૯૯૪)

૧ ઇ. વર્ષ ૧૯૮૨માં ‘ભારતીય વૈદ્યકીય સંમોહન અને સંશોધન સંસ્થા’ની સ્થાપના

૧ ઈ. સંમોહનશાસ્ત્ર અને સંમોહન-ઉપચારના સિદ્ધાંતો વિશે ૬ ગ્રંથોનું પ્રકાશન

 

૨. સાધના વિશેના માર્ગદશન માટે  ‘સનાતન ભારતીય સંસ્કૃતિ સંસ્થા’ની સ્થાપના (૧.૮.૧૯૯૧)

૨ અ. વર્ષ ૧૯૯૫ સુધી મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક રાજ્યોમાં અધ્યાતમ વિશે અભ્યાસવર્ગ લેવા, ગુરુપૂર્ણિમા મહોત્સવ ઊજવવો, ઇત્યાદિ

૨ આ. વર્ષ ૧૯૯૬ થી વર્ષ ૧૯૯૮ આ સમયગાળામાં મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક રાજ્યોમાં સાધના વિશે સેંકડો જાહેરસભાઓ સંબોધવી

 

૩. સાધના, રાષ્ટ્રક્ષણ, ધર્મજાગૃતિ ઇત્યાદિ વિવિધ વિષયો પર વિપુલ ગ્રંનિર્મિતિ (વર્ષ ૧૯૯૫થી આરંભ) અને ગ્રંથ-પ્રકાશન

૩ અ. સનાતનના ગ્રંથોની કેટલીક મુખ્ય વિશિષ્ટતાઓ

૧. કાળ અનુસાર આવશ્યક એવી યોગ્ય સાધનાની શીખ

૨. સાધનામાં આવતી અડચણો દૂર કરીને સાધનાને દિશા આપનારું માર્ગદર્શન

૩. અધ્યાત્મની પ્રત્યેક કૃતિ વિશે ‘શા માટે અને કેવી રીતે’ના શાસ્ત્રીય ઉત્તરો

૪. વિજ્ઞાનયુગના વાચકોને સમજાય એવી આધુનિક વૈજ્ઞાનિક (ઉદા. સારણી, ટકાવારી) ભાષામાં જ્ઞાન

વર્તમાનના વિજ્ઞાનયુગની પેઢીને વિજ્ઞાનની ભાષામાં સમજાવીએ તો તેમને વિષય તુરંત સમજાય છે. તેથી સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉકટર શાસ્ત્રીય પરિભાષામાં ગ્રંથ લખે છે. તે ગ્રંથોમાં વિષય સ્પષ્ટ થવા માટે આકૃતિઓ, સારણીઓ, ટકાવારી, સૂક્ષ્મસંબંધી પ્રયોગો ઇત્યાદિ હોય છે, તેમજ લખાણની પ્રસ્તુતિ સૂત્રબદ્ધ પદ્ધતિથી હોય છે.

૪ અ. ટકાવારીનું ઉદાહરણ : ગુરુકૃપાયોગમાં કહેલી અષ્ટાંગ-સાધનાના ઘટકોનું વ્યષ્ટી અને સમષ્ટી સાધનામાં મહત્ત્વ

 

વ્યષ્ટી સાધના  (પ્રમાણ-ટકા) સમષ્ટી સાધના  (પ્રમાણ-ટકા)
૧. સ્વભાવદોષ નિર્મૂલન ૫૦ ૫૦
૨. અહં નિર્મૂલન ૧૦ ૧૦
૩. નામજપ ૧૦
૪. સત્સંગ ૧૦
૫. સત્સેવા ૧ ૧
૬. ભાવ
૭. ત્યાગ
૮. પ્રીતી
કુલ  ૧૦૦  ૧૦૦

૪ આ. સૂત્રબદ્ધ પદ્ધતિથી પ્રસ્તુતિ   

‘સનાતનનો પ્રત્યેક ગ્રંથ ‘અધ્યાત્મ વિશ્વવિદ્યાલયનો પાઠ્યપુસ્તક’ હોવાને કારણે ગ્રંથમાંનું લખાણ ૧, ૧ અ, ૧ અ ૧, ૧ અ ૧ અ, એવી સૂત્રબદ્ધ પદ્ધતિમાં લખાયું છે.

૫. તાત્ત્વિક વિવેચન જ નહીં, પરંતુ સાધના કૃતિમાં લાવવા વિશે માર્ગદર્શન

૬. વ્યક્તિએ સાધના કરવાથી તેના પર થતો સારો પરિણામ; અંગ્રેજી અક્ષર જ નહીં, પરંતુ દેવનાગરી અક્ષર સાત્ત્વિક હોવા; તીર્થક્ષેત્રનું મહત્ત્વ ઇત્યાદિ વિશે વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા કરેલા સંશોધનનો અંતર્ભાવ

૭. સાત્ત્વિક પહેરવેશ, આહાર, ઇત્યાદિનો વ્યક્તિ પર થનારો સારો પરિણામ ઇત્યાદિના વિશે સૂક્ષ્મ સ્તર પરની પ્રક્રિયા દર્શાવનારા ચિત્રો અને લખાણ

૮. સનાતનના મોટા ભાગના ગ્રંથમાંનું ૨૦ ટકા જ્ઞાન અત્યાર સુધી પૃથ્વી પર ક્યાય ઉપલબ્ધ ન હોય એવું અદ્વિતીય છે.

૩ આ. ગ્રંથ-પ્રકાશન

અધ્યાત્મ, ધર્મ, દેવતા, ધર્મજાગૃતિ, રાષ્ટ્રરક્ષણ ઇત્યાદિ વિષયો પર ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી સનાતનના ૩૬૬ ગ્રંથોનું ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી, કન્નડ, તામિલ, તેલુગુ, મલ્યાલમ, બંગાળી, ઓડિયા, આસામી, પંજાબી અને નેપાળી આ ૧૩ ભાષાઓમાં ૯૯ લાખ ૧૦ સહસ્ર નકલો પ્રકાશિત થઈ છે.

 

૪. ઝડપી ઈશ્વરપ્રાપ્તિ માટે ‘ગુરુકૃપાયોગ’ નામના સાધના માર્ગનું નિર્માણ

૪ અ. આ યોગમાં સાંપ્રદાયિક સાધનામાં જેમ કહેવામાં આવે છે તે પ્રમાણે સહુને એક જ સાધના કહેવામાં આવતી નથી પણ ‘વ્યક્તિ તેટલી પ્રકૃતિ, તેટલાં સાધના માર્ગો’ એ સિદ્ધાંત અનુસાર સાધના કહેવામાં આવે છે.
૪ આ. ‘અષ્ટાંંગ સાધના (સ્વભાવ દોષ-નિર્મૂલન અને ગુણવૃદ્ધિ, અહં-નિર્મૂલન, નામજપ, સત્સંગ, સત્સેવા, ભાવજાગૃતિ માટે પ્રયત્ન, સત્ માટે ત્યાગ અને પ્રીતિ), ઇત્યાદિ આ સાધનામાર્ગની પ્રમુખ વિશિષ્ટતાઓ છે.

 

૫. હિંદુ રાષ્ટ્રની (ઈશ્વરી રાજ્યની) (નોંધ) સ્થાપનાનો  ઉદ્દઘોષ અને કાર્ય-આરંભ  (વર્ષ ૧૯૯૮)

(નોંધ : હિંદુ રાષ્ટ્ર (ઈશ્વરી રાજ્ય) – ‘हीनान् गुणान् दूषयति इति हिंदू’ એવા સાત્ત્વિક લોકોનું રાષ્ટ્ર એટલે ‘હિંદુ રાષ્ટ્ર ’જ છે.)

 

૬. વ્યાપક અધ્યાત્મપ્રસાર માટે ‘સનાતન સંસ્થા’ની સ્થાપના (૨૨.૩.૧૯૯૯)

૬ અ. વ્યક્તિને થનારાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રાસના મૂળ કારણો એટલે ‘પ્રારબ્ધ અને અનિષ્ટ શક્તિ’ હોવાનું ધ્યાનમાં લાવી આપવું, તેમજ તેના પરના કાયમી સ્વરૂપના ઉપાય ધરાવતી ‘સાધના’ કહેવી.

૬ આ. જિજ્ઞાસુ અને સાધકને સકામ સાધનામાં અટવાઈ જવા નહીં દઈને નિષ્કામ સાધના શીખવીને ઈશ્‍વરપ્રાપ્તિ માટેની દિશા ચીંધવી

૬ આ ૧. વ્યવહારિક લાભ માટે અથવા અડચણોના સંદર્ભમાં આધ્યાત્મિક સ્તર પરનું માર્ગદર્શન કરવું.

૬ ઇ. સાધના વિશેની અડચણો અને ત્રાસ ઇત્યાદિ વિશે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અવરોધો શોધીને તે અનુસાર ઉપાય કહેવા

૬ ઈ. સત્સંગ, વ્યાખ્યાનો ઇત્યાદિનું નિયોજન કરવું; કુંભમેળામાં અધ્યાત્મપ્રસાર કરવો; ધર્મપ્રસારના કાર્યમાંની અડચણો દૂર થાય તે માટે યજ્ઞયાગ, ધાર્મિક વિધિ ઇત્યાદી કરવા;
દૂરચિત્રવાહિની (દૂરદર્શન )પરથી  હિંદુ ધર્મનો વિષય પ્રભાવશાળી રીતે પ્રસ્તુત કરવો અને તે માટે ‘વક્તા પ્રશિક્ષણ કાર્યશાળા’નું નિયોજન કરવું ઇત્યાદિ

૬ ઉ. બુદ્ધિથી સમજમાં આવનારા જ્ઞાનની પેલેપાર જઈને જ્ઞાન મેળવવું, ઉદા. ‘કોઈ એક મૂર્તિમાં દેવતાના તત્ત્વનું પ્રમાણ કેટલું છે’, એ વિશે ધ્યાન દ્વારા અથવા સુક્ષ્મ માધ્યમ દ્વારા જ્ઞાન મેળવવું

૬ ઊ. સનાતન સંસ્થાનું સંકેતસ્થળ – Sanatan.org : પ્રત્યેક મહિને ૧ લાખ ૨૫ સહસ્રથી પણ અધિક વાચકોની સંખ્યા ધરાવતું આ સંકેતસ્થળ ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી, તામિલ, કન્નડ, તેલુગુ, મલ્યાલમ અને નેપાળી આ નવ ભાષામાં કાર્યરત છે. અધ્યાત્મશાસ્ત્ર, હિંદુ ધર્મ, દેવતા, સાધના, આચારપાલન ઇત્યાદિ વિશેની માહિતી આ સંકેતસ્થળ પર આપવામાં આવી છે.

 

૭. સાધક કેળવવા

ઈશ્‍વરપ્રાપ્તિ માટે, તેમ જ રાષ્ટ્ર અને ધર્મના કાર્ય માટે તન, મન અને ધનનો ત્યાગ કરનારાં સહસ્રો સાધક કેળવવા.

 

૮. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડો. આઠવલેજીએ કરેલા સાધનાના યોગ્ય માર્ગદર્શનને કારણે સાધકોની આધ્યાત્મિક ક્ષમતામાં વૃદ્ધિ થવી, તેમજ કેટલાક સાધકો સંતપદે (ગરુપદે), સદગુરુ પદ પર અને પરાત્પર ગુરુ પદ પર આરૂઢ થવા

૮ અ. સાધકોની આધ્યાત્મિક ક્ષમતામાં વૃદ્ધિ થવી

કેટલાક સાધકોને અધ્યાત્મશાસ્ત્રના વિવિધ વિષયો પર પૃથ્વી પર ક્યાંય પણ ઉપલબ્ધ ન હોય એવું જ્ઞાન સુક્ષ્મ માધ્યમ દ્વારા મળે છે. કેટલાક સાધકો એકાદ વસ્તુનું અથવા ઘટનાનું સૂક્ષ્મ પરીક્ષણ કરે છે. (એવા સમયે તે સાધકોને તે વસ્તુ અથવા ઘટના ઇત્યાદિ વિશે સૂક્ષ્મ માધ્યમ દ્વારા જ્ઞાન મળે છે.) કેટલાક સાધકો અન્ય સાધકોનો આધ્યાત્મિક સ્તર જાણી શકે છે. કેટલાક સાધકોને સૂક્ષ્મ માધ્યમ દ્વારા સારાં અને અનિષ્ટ સ્પંદનો ઓળખતા આવડે છે.

૮ આ. સાધકોની ઝડપી આધ્યાત્મિક ઉન્નતિ થવી

માર્ચ ૨૦૨૫ સુધી ૧૩૨ સાધકો સંતપદ પર આરૂઢ થયા છે, જ્યારે ૬૦ ટકા અને તેથી અધિક આધ્યાત્મિક સ્તર ધરાવતા સહસ્ત્ર સાધકો સંતપદ પ્રાપ્ત કરવાના માર્ગ પર આગળ વધી રહ્યા છે.

૮ ઇ. અન્ય સંપ્રદાયોની તુલનામાં સનાતનની એક અનોખી વિશિષ્ટતા

સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉક્ટરજીએ અનેક સંત અને સાધકોને કેળવ્યા હોવાથી સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉક્ટરજીની જેમજ સનાતનના સંતગણ અને સાધકો વિશે પણ વિપુલ લેખ-સાહિત્ય  પ્રકાશિત થવું : મોટાભાગના સંપ્રદાયોમાં કેવળ તેમના પ્રમુખો વિશે માહિતી પ્રકાશિત કરવામાં આવતી હોય છે, તેમના શિષ્યો વિશેની (માહિતી) હોતી નથી. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉક્ટરજીએ  અનેક સંત અને સાધકોને કેળવ્યા હોવાથી સનાતનના સંતગણ અને સાધકોએ કરેલું માર્ગદર્શન, તેમના વિચાર, તેમની કાવ્ય રચનાઓ, તેમના વિશે અન્ય સાધકોને થયેલી અનુભૂતિઓ ઇત્યાદિ વિપુલ લેખન સાહિત્ય ‘સનાતન પ્રભાત’માં પ્રકાશિત થતું હોય છે. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉક્ટર હવે સનાતનના સંતોના ચરિત્રો પણ પ્રકાશિત કરવાના છે.

 

૯ . ગુરુકુલ સમાન એવા ’સનાતન આશ્રમ’નું નિર્માણ અને સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડો. જયંત આઠવલેજીની પ્રેરણા થકી અન્ય આશ્રમોની સ્થાપના

સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉક્ટરજીએ રામનાથી (ગોવા) ખાતે તીર્થક્ષેત્ર સમાન ચૈતન્યની અનુભૂતિ પ્રદાન કરનારાં આશ્રમનું નિર્માણ કર્યું છે. આ આશ્રમમાં સાધકો પૂર્ણ સમય સાધનારત રહે છે અને રાષ્ટ્ર અને ધર્મ વિશેનું કાર્ય પણ ચાલી રહ્યું છે.

 

૧૦. સાધના વિશે માર્ગદર્શન કરનારી ધ્વનિ-ચક્રિકાઓ (ઑેડિઓ સીડી) અને ધર્મશિક્ષણ આપનારી ધ્વનિચિત્ર-ચક્રિકાઓ (વ્હિડિઓ સીડી)ની નિર્મિતિ તેમજ સમાજ, રાષ્ટ્ર અને ધર્મની જાગૃતિ માટે કેટલાક લઘુચિત્રોની નિર્મિતિ

 

૧૧. ‘કલા માટે કલા’ નહીં, જ્યારે ‘ઈશ્વરપ્રાપ્તિ માટે કલા’ વિશે માર્ગદર્શન અને ચિત્રકલા, મૂર્તિકલા, સંગીત, નૃત્ય ઇત્યાદિ વિવિધ કલાઓ વિશે સંશોધન

૧૧ અ. સાધકોને કલામાં અંતર્ભૂત રહેલું કૌશલ્ય વધારવાની સાથે સાધનાની પ્રગતિ વિશે પણ માર્ગદર્શન : સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોકટર ચિત્રકલા, મૂર્તિકલા, સંગીત, નૃત્ય, ધ્વનિચિત્રીકરણ ઇત્યાદિ વિષયોમાં સાધકોનું કેવળ જે તે ક્ષેત્રમાં સંબંધિત પ્રાવીણ્ય વધી શકે, એ માટે માર્ગદર્શન કરવાને બદલે તે માધ્યમ દ્વારા સાધકોની સાધનામાં પ્રગતિ થાય, એ માટે પણ માર્ગદર્શન કરે છે.


૧૧ આ. ચિત્રકલા અને મૂર્તિકલા : સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોક્ટરજીના માર્ગદર્શન હેઠળ સિદ્ધ કરેલાં દેવી-દેવતાઓના ચિત્રોમાં ૨૭ થી ૩૧.૩ ટકા, જ્યારે શ્રી ગણેશમૂર્તિમાં ૨૮.૩ ટકા જેટલું તે દેવતાનું તત્ત્વ આવ્યું છે. (કળિયુગમાં દેવી-દેવતાઓના ચિત્રમાં અથવા મૂર્તિમાં વધુમાં વધુ ૩૦ ટકા જેટલું જ તે તે દેવતાનું તત્ત્વ આવી શકે છે.) સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોક્ટર ચિત્રો અને મૂર્તિઓમાં ‘શક્તિ, ભાવ, ચૈતન્ય, આનંદ અને શાંતિના સ્પંદનો કેટલા પ્રમાણમાં છે’, એ પણ કહે છે.

૧૧ ઇ. સૂષ્મ ચિત્રકળા : કેટલાક સાધકોને એકાદ વિષયના સંદર્ભમાં સૂક્ષ્મ માધ્યમ દ્વારા જે જણાય છે અથવા અંતરદૃષ્ટિથી જે દેખાય છે, તે વિશે તેમણે કાગળ પર દોરેલાં ચિત્રને ‘સૂક્ષ્મ જ્ઞાન વિશેનું ચિત્ર’ એમ કહે છે. ‘સૂક્ષ્મ જ્ઞાન વિશેનું ચિત્રાંકન’ એટલે ‘સૂક્ષ્મ ચિત્રકલા’  એવી ચિત્રકલામાંની અભિનવ શાખા સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોક્ટરજીએ શોધી કાઢી અને સૂક્ષ્મ ચિત્રકામ કરવાની ક્ષમતા ધરાવનારાં સાધકોને તે શીખવી. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોક્ટરજીએ આ ચિત્રોના વિવિધ પ્રકાર પણ (ઉદા. આભાસી ચિત્ર, કાલ્પનિક ચિત્ર, કલાત્મક ચિત્ર, માયાવી ચિત્ર, ઇત્યાદિ પ્રકાર પણ) શોધી કાઢ્યા. સૂક્ષ્મ ચિત્રાંકન કરનારાં સાધકોએ દોરેલાં સૂક્ષ્મ જ્ઞાન વિશેના ચિત્રોની સત્યતા સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોક્ટરજી તપાસે છે અને તે ચિત્રોની ટકાવારી વિશે પણ કહે છે.

૧૧ ઈ. અક્ષરો અને આંકડાનું લેખન : સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોક્ટરજીના માર્ગદર્શન હેઠળ નિર્માણ કરેલાં દેવનાગરી અક્ષરો અને આંકડામાં ૩૧ ટકા સાત્ત્વિકતા આવી છે. (કળિયુગમાં અક્ષરો અથવા આંકડામાં વધુમાં વધુ ૩૦ ટકા જ સાત્ત્વિકતા આવી શકે છે.)

૧૧ ઉ. સાત્ત્વિક રંગોળીઓ : સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોક્ટરજીના માર્ગદર્શન હેઠળ દોરવામાં આવેલી જે તે રંગોળીઓમાં જે તે દેવતાઓનાં (શ્રી ગણપતિ, શ્રીકૃષ્ણ, શ્રી લક્ષ્મી, દત્ત અને શિવ આ દેવતાઓનુુંં) સરેરાંશ ૩ થી ૪ ટકા તત્ત્વ અને ચૈતન્ય, આનંદ ઇત્યાદિ સ્પંદનો આવ્યા છે, તેમજ એક રંગોળીમાં ૧૦ ટકા  ગણેશતત્ત્વ  આવ્યું છે. (કળિયુગમાં રંગોળીઓમાં વધુમાં વધુ ૧૦ ટકા દેવતાતત્ત્વ અને શક્તિ, ભાવ, ચૈતન્ય, આનંદ અને શાંતિના સ્પંદનો આવી શકે છે.)


૧૧ ઊ. સાત્ત્વિક મેંદી : સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોક્ટરજીના માર્ગદર્શન હેઠળ શ્રી સરસ્વતી, શ્રીકૃષ્ણ અને શ્રી લક્ષ્મીની ર થી ૪ ટકા સુધી તત્ત્વ ધરાવતી મેંદીની કલાકૃતિઓ નિર્માણ કરાઈ છે. (કળિયુગમાં મેંદીની કલાકૃતિઓમાં વધુમાં વધુ ૫ ટકા જેટલું દેવતા તત્ત્વ આવી શકે.)


૧૧ એ. સંગીત

૧. ગાયન : સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોક્ટરજીના માર્ગદર્શન હેઠળ ‘શાસ્ત્રીય સંગીત’થી માંડીને ‘વિવિધ દૈવી નાદ (ધ્વનિ)’ સુધીનો અધ્યાત્મશાસ્ત્રીય અભ્યાસ, ‘પશ્ચિમી સંગીત’ અને ‘ભારતીય સંગીત’નો સાત્ત્વિકતાની દૃષ્ટિએ તુલનાત્મક અભ્યાસ, તેમજ સંગીતનો વ્યક્તિ, પ્રાણી અને વનસ્પતિ પર પડનારો પ્રભાવનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. એની સાથે ‘સંગીત-ઉપાયોનો મનુષ્યના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રાસ પર પડનારો પ્રભાવ’ એ વિશે પણ સંશોધન ચાલુ છે.

૨. વાદ્યવાદન : સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોક્ટરજીના માર્ગદર્શન હેઠળ પશ્ચિમી વાદ્યોમાંથી સાત્ત્વિક સંગીત નિર્માણ કરવું, તેમજ પશ્ચિમી વાદ્ય અને ભારતીય વાદ્ય, સંતોએ વાદ્ય (ઉદા.વીણા) વગાડવા અને અન્ય વ્યક્તિએ વાદ્ય (ઉદા.વીણા) વગાડવા ઇત્યાદિનો  તુલનાત્મક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

૩. નૃત્ય : સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોકટરજીના માર્ગદર્શન હેઠળ ‘ભારતીય નૃત્ય પ્રકાર’ અને ‘પશ્ચિમી નૃત્યપ્રકાર’નો સાત્ત્વિકતાની દૃષ્ટિએ તુલનાત્મક અભ્યાસ, તેમજ નૃત્યમાંની વિવિધ શારીરિક સ્થિતિ અને મુદ્રાઓનું આધ્યાત્મિક દૃષ્ટિએ સંશોધન ચાલુ છે.

 

૧૨. સૂક્ષ્મમાંની અનિષ્ટ શક્તિઓના પ્રકાર અને તેમના કાર્ય વિશે વિવિધતા સભર સંશોધન

અ. અનિષ્ટ શક્તિઓની યોનીમાંથી પાતાળમાંના ‘માંત્રિક’ જેવી બળવાન અનિષ્ટ શક્તિઓનો વિશ્‍વને પરિચય કરાવી આપવો
આ. અનિષ્ટ શક્તિઓની શક્તિ ટકાવારીમાં ગણવાની રીત
ઇ. આધ્યાત્મિક ત્રાસ ધરાવનારાં સાધકોનો ત્રાસ ઓછો થવા માટે વિવિધ આધ્યાત્મિક પ્રયોગો કરવા, ઉદા. ગાયન, વાદન, નૃત્ય ઇત્યાદિ.
ઈ. સાધકોને ત્રાસ આપનારી અનિષ્ટ શક્તિઓ પાસે રહેલાં જ્ઞાનનો ઉપયોગ સમષ્ટિ માટે કરવો

 

૧૩. મનુષ્યને થનારાં શારીરિક, માનસિક, તેમજ અનિષ્ટ શક્તિઓના ત્રાસ પરની ઉપાયપદ્ધતિઓ વિશે સંશોધન

૧૩ અ ૧. આધ્યાત્મિક ઉપાયોની નવતર પદ્ધતિઓને શોધી કાઢવી

અ. નામજપ ઉપાયોની વિવિધ પદ્ધતિઓની શોધ, ઉદા. ‘એક-પછી-એક’ એમ બે નામજપ કરવા

આ. દેવી-દેવતાઓની સાત્ત્વિક નામજપ-પટ્ટીઓના ઉપાય (દેહશુદ્ધિ, વાસ્તુશુદ્ધિ અને વાહનશુદ્ધિ કરવાની પદ્ધતિઓ સાથે)

ઇ. શરીરમાંના કુંડલિની ચક્રના સ્થાન પર દેવતાઓના સાત્ત્વિક ચિત્રો અથવા નામજપ-પટ્ટીઓ લગાડવી

ઈ. સનાતન દ્વારા નિર્મિત સાત્ત્વિક ગણેશમૂર્તિ ફરતે પ્રદક્ષિણા કરવી

ઉ. સંતો દ્વારા ઘણા સમય સુધી નિવાસ કરેલા વાસ્તુમાં અથવા ઓરડીમાં બેસીને નામજપ કરવો

ઊ. સંતો દ્વારા ઘણા સમય સુધી વપરાશમાં લીધેલી વસ્તુઓનો આધ્યાત્મિક ઉપાય માટે ઉપયોગ કરવો

એ. પંચતત્ત્વો અનુસાર( પંચમહાભૂતો અનુસાર) ઉપાય : ઉદાહરણો

પૃથ્વીતત્ત્વનો ઉપાય : કપાળ પર સાત્ત્વિક કંકુ લગાડવું (તિલક કરવું),

આપતત્ત્વનો ઉપાય : તીર્થ પ્રાશન કરવું,

તેજતત્ત્વનો ઉપાય : વિભૂતિ લગાડવી,

વાયુતત્ત્વનો ઉપાય : વિભૂતિ ફૂંકવી અને

આકાશતત્ત્વનો ઉપાય : સંતોએ ગાયેલા ભજનો સાંભળવા

૧૩ અ ૨. વિકાર-નિર્મૂલન અને અધ્યાત્મિક ત્રાસ નિવારણ માટે વિવિધ ઉપાયપદ્ધતિઓની શોધ

અ. સ્પર્શવિહીન બિંદુદબાણ (એક્યુપ્રેશર) : આ પદ્ધતિ અનુસાર સારો અધ્યાત્મિક સ્તર
ધરાવનારાં સાધક રુગ્ણને સ્પર્શ કર્યા વિના (થોડા છેટેથી) રુગ્ણ પર અધિક સારી રીતે બિંદુદાબન ઉપાય કરી શકાય.

આ. ખાલી ખોખાંના ઉપાય : ખાલી ખોખામાં પોલાણ હોવાથી પોલાણમાં આકાશતત્ત્વ હોય છે. આ આકાશતત્ત્વને કારણે ઉચ્ચ સ્તરના આધ્યાત્મિક ઉપાય થાય છે.

ઇ. પ્રાણશક્તિ (ચેતના) વહન ઉપાય : હાથની આંગળીઓમાંથી બહાર પડનારી પ્રાણશક્તિની સહાયથી ઉપાય કરવાની આ સરળ પદ્ધતિ છે અને આ પદ્ધતિ દ્વારા સ્વયં પર, તેમજ દૂર અંતર પરના રુગ્ણ પર પણ ઉપાય કરી શકાય.

 

૧૪. સ્વયંના (સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડો. જયંત આઠવલેજીના) દેહ, નખ, વાળ અને ત્વચા, તેમજ સ્વયંના વપરાશની વસ્તુઓમાં થયેલા દૈવી પરિવર્તન વિશે સંશોધન

 

૧૫. સ્વયંના (સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડો. જયંત આઠવલેજીના) મહામૃત્યુયોગનો સંશોધનયુક્ત અભ્યાસ

 

૧૬. હિંદુ ધર્મમાંની આચરણ તથા પાલન અંગેની કૃતિ અને ધાર્મિક કૃતિ, તેમજ સૂક્ષ્મ પંચમહાભૂતોને કારણે બની રહેલી બુદ્ધિઅગમ્ય ઘટનાઓનું વૈજ્ઞાનિક ઉપકરણો (ઉદા.‘યુનિવર્સલ ઑરા  સ્કેનર’) અને તંત્ર- જ્ઞાન (ઉદા. ‘પૉલીકોન્ટ્રાસ્ટ ઇન્ટરફેરન્સ ફોટોગ્રાફી’) દ્વારા સંશોધન

 

૧૭. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવતી સહસ્ત્રો વસ્તુઓનું જતન

 

૧૮. ઉચ્ચ સ્વર્ગલોક, મહર્લોક અને જનલોકમાંથી પૃથ્વી પર જન્મેલાં દૈવી (સાત્ત્વિક) બાળકો ઓળખવા અને તેમના વિશે સંશોધન કરવું (અત્યાર સુધી ૨ બાળક-સંતોનો પરિચય સમાજને કરાવી આપ્યો છે.

 

૧૯. જ્યોતિષશાસ્ત્ર (ફલજ્યોતિષ, હસ્તસામુદ્રિક અને પાદસામુદ્રિક શાસ્ત્ર) અને નાડીભવિષ્ય (નાડી પટ્ટીઓ પર લખી રાખેલું ભવિષ્ય) દ્વારા બહુવિધ સંશોધન

 

૨૦. સ્વભાષા રક્ષણ માટે દિશાદર્શન, ભાષાના સૂક્ષ્મ પાસાં વિશે સંશોધન અને ભાષાની વિશિષ્ટતાઓનો સંગ્રહ

અ. લેખનકાર્યમાં પરકીય ભાષાના શબ્દોનો વપરાશ ટાળવો અને લખાણ વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધ હોવું, આ બાબતો ભણી સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોક્ટરજી વિશેષ ધ્યાન આપે છે.

આ. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોક્ટરજીએ આધ્યાત્મિક સંશોધન કરીને ‘મરાઠી ભાષા એ સંસ્કૃત પછી સૌથી અધિક સાત્ત્વિક ભાષા છે’, એ દર્શાવી આપ્યું છે.

ઇ. મરાઠી ભાષામાં વિવિધ અર્થ ધરાવનારા શબ્દો અને વાક્યોનો સંગહ કરવાનું અલગ કાર્ય પણ તેમણે કર્યું છે, ઉદા. ‘પૂજ્ય’ આ શબ્દને ‘શૂન્ય’ અને ‘પૂજનીય’ એમ ૨ અલગ અર્થ થાય છે. આવા શબ્દ અને વાક્યનો સંગ્રહ આગળ ગ્રંથરૂપે પ્રકાશિત કરવામાં આવશે.

 

૨૧. જ્યોતિષશાસ્ત્ર (ફલજ્યોતિષ, હસ્તસામુદ્રિક અને પાદસામુદ્રિક શાસ્ત્ર) અને નાડીભવિષ્ય (નાડીપટ્ટીમાં લખી રાખેલું ભવિષ્ય) આ દ્વારા વિવિધાંગી સંશોધન

 

૨૨. ધર્માધિષ્ટિત હિંદુ રાષ્ટ્રની (ઈશ્વરી રાજ્યની) સ્થાપના માટે કટિબદ્ધ રહેલા પ્રખર હિન્દુત્વનિષ્ટ નિયતકાલિક ‘સનાતન પ્રભાત’નાં સંસ્થાપક અને પ્રથમ સંપાદક (૨૮ એપ્રિલ ૧૯૯૮ થી ૧૯ એપ્રિલ ૨૦૦૦ સુધી)

૨૨ અ. ‘સનાતન પ્રભાત’ નિયતકાલિક સમૂહ

દૈનિક – મરાઠી (૪ આવૃત્તિઓ)

સાપ્તાહિક – મરાઠી અને કન્નડ

પાક્ષિક – હિંદી અને અંગ્રેજી

સંકેતસ્થળ : SanatanPrabhat.org

૨૨ આ. વિશિષ્ટતાઓ

૧. રાષ્ટ્ર અને ધર્મની જાગૃતિ માટે દૈનિક વર્તમાનપત્ર, સાપ્તાહિક, પાક્ષિક, માસિક આવા નિયતકાલિકો વિવિધ ભાષામાં ચાલુ કર્યાં.

૨. સમાચારમાં ‘રાષ્ટ્રભિમાની અને ધર્માભિમાની વાચકોનો દૃષ્ટિકોણ કેવો હોવો જોઈએ’, આ સમજવા માટે સમાચારો પર ટિપ્પણી લખવાનું આરંભ કર્યું. આવું કરનારું ‘સનાતન પ્રભાત’ આ એકમાત્ર નિયતકાલિક છે.

૨૨ ઇ. ‘ઈંટરનેટ’ પરથી ‘હિંદુ વાર્તા’ વૃતવાહિનીનો સંકલ્પ : ૨૯.૧૨.૨૦૧૪ થી ૨૯.૧.૨૦૧૬ આ સમય દરમ્યાન ‘હિંદુ વાર્તા’ આ ઉપક્રમ દ્વારા હિંદુઓની વૃતવાહિનીનો પાયો નાખ્યો.

 

૨૩. ધર્માંધિષ્ટિત હિંદુ રાષ્ટ્રની (ઈશ્‍વરી રાજ્યની) સ્થાપના માટે કાર્ય

અ. લોકશાહીમાં દુષ્પ્રવૃત્તિઓનાં નિર્મૂલન માટે વૈધ (કાયદાકીય) માર્ગે કાર્ય

આ. હિંદુ રાષ્ટ્ર-સ્થાપના વિષય પર ગ્રંથમાલિકાની નિર્મિતિ, તેમજ નિયતકાલિક અને સંકેતસ્થળ દ્વારા માર્ગદર્શન

ઇ. સંત, સંપ્રદાય, હિંદુત્વનિષ્ઠ, દેશભક્ત અને સામાજિક કાર્યકર્તાઓનું સંગઠન અને તેઓને આધ્યાત્મિક સ્તર પર દિશા દેખાડવી

ઈ. આધ્યાત્મિક સ્તર પરનું કાર્ય

ઈ ૧. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોક્ટરજીનાં અસ્તિત્વથી કાર્ય થવું : અત્યુચ્ચ કોટીના સંતોના કેવળ અસ્તિત્વથી જ કાર્ય થઈ જાય.  આ કારણેજ શારીરિક અસ્વસ્થતાને લીધે વર્ષ ૨૦૦૭ થી સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોક્ટરજી ક્યાંય બહાર જઈ શકતા ન હોય, તો પણ તેમનાં અસ્તિત્વ માત્રથી હિંદુ રાષ્ટ્ર-સ્થાપનાનું કાર્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે, ઉદા. કાર્યને અનેક સંતોનાં આશીર્વાદ મળી રહ્યા છે, અનેક રાષ્ટ્રપ્રેમી અને ધર્મપ્રેમીઓ હિંદુ રાષ્ટ્ર-સ્થાપના માટે સંગઠિત અને સક્રિય થઈ રહ્યા છે.

 

૨૪. ભાવી ભીષણ આપત્કાળના દૃષ્ટિકોણથી કાર્ય

૨૪ અ. ભાવી ભીષણ આપત્કાળનો વિચાર દૂરદૃષ્ટિથી ઘણાં વર્ષો પહેલાં કરેલું કારણકે આપત્કાળમાં આધુનિક વૈઘ (ડૉક્ટર), વૈઘ, ઔષધી વગેરે ઉપલબ્ધ રહેશે નહીં અને જીવન રક્ષણ માટે ઉપયોગી થનારી વિવિધ ઉપચારપદ્ધતિઓ વિશેની વિપુલ માહિતીનો ખજાનો સંગ્રહિત કરવો અને આગળ આ વિષય પર ગ્રંથ પણ પ્રસિદ્ધ કરવો.

૨૪ આ.  પ્રથમોપચાર પ્રશિક્ષણ, આપત્કાલિન સહાયતા પ્રશિક્ષણ અને અગ્નિશમન પ્રશિક્ષણ  વિશે જનજાગૃતિ કરવી.

૨૪ ઇ. ‘ભાવી ભીષણ આપત્કાળમાં જીવન રક્ષણ થવા માટે હમણાંથી જ સાધના કરવા સિવાય કોઈ પર્યાય નથી’, આ વાત સમાજમનમાં અંકિત કરવી.

 

૨૫. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉક્ટરજીનું કાર્ય સમગ્ર વિશ્‍વમાં ફેલાઈ જશે’, આ ગૌરવોદ્વાર નાડીપટ્ટી-વાચક અને જ્યોતિષે કાઢવા

અ. તમિલનાડુનાં પૂ. ડૉ. ૐ ઉલગનાથન્, પૂણે ખાતેનાં શ્રી. મુદ્લિયાર ગુરુજી ઇત્યાદિે ૫-૬ નાડીપટ્ટી-વાચકોએ ‘સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી એ રાષ્ટ્ર અને ધર્મનું મહાન કાર્ય કરે છે અને આ કાર્ય આગળ જઈને ઘણું વધશે અને સમગ્ર વિશ્વમાં ફેલાશે’, આવા ઉદ્ગાર કાઢ્યા છે.

આ. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉક્ટરજીની જન્મપત્રિકા અને હાથ-પગના નિશાન ‘તે કોના છે’, એ જાણ્યા વિના તે જોઇને કલ્યાણ ખાતેના સૌ. ઇંદીરા સોનાવણે, ડોંબિવલી ખાતેના ડૉ. ઉદયકુમાર પાધ્યે ઇત્યાદિે ૭ -૮ જ્યોતિષોએ પણ ઉપર પ્રમાણે ગોરવોદ્વાર કાઢ્યા છે.

ઇ. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉક્ટરજીનો મહામૃત્યુયોગ ટળે અને તેમનાં રાષ્ટ્ર અને ધર્મના કાર્યમાંની અડચણો દૂર થાય, આ માટે કેટલાક સંત, નાડીપટ્ટી-વાચક અને જ્યોતિષી પોતાની જાતે અનુષ્ઠાનો, ધાર્મિક વિધિઓ ઇત્યાદિના માધ્યમ સહાયતા કરે છે.

 

૨૬. ભાવી હિંદુ રાષ્ટ્રનું દાયિત્વ, તેમજ ધર્મસત્તાની ધુરા સંભાળવા માટે આગળની પેઢીને સક્ષમ કરવી

અ. સાધનાનો સંસ્કાર દૃઢ થયેલા ધર્મપ્રસારક સિદ્ધ કરવા

આ. વિવિધ સેવાક્ષેત્રનાં (આધ્યાત્મિક સંશોધન, ગ્રંથનિર્મિતિ, કલા, ધ્વનિચિત્રીકરણ ઇત્યાદિે ક્ષેત્રના) અનેક સાધકોને તે તે કાર્ય ઉત્તમ રીતે ચલાવી શકે તે માટે સક્ષમ કરવા.

ઇ. દૈવી (સાત્વિક) બાળકોને ભાવી હિંદુ રાષ્ટ્ર સંભાળવાની દૃષ્ટિએ સક્ષમ કરવા : ઈશ્વરે ગત કેટલાક વર્ષોમાં ઉચ્ચ લોકમાંથી સેેંકડો જીવોને પૃથ્વી પરનાં ઘણાં દેશોમાં જન્મ આપ્યો છે. જન્મથી જ આધ્યાત્મિક સ્તર સારો હોવાને કારણે આ બાળકો ‘દૈવી બાળક’ છે. ‘તેમનામાં રહેલા સુપ્ત ગુણ ઓળખીને તેમને વિવિધ સેવા શીખવાડવી અને આગળના સ્તરની સાધના કહીને તેમને સંતપદ સુધીનો માર્ગ બતાવવો’, આ પ્રકારે તેમને હિંદુ રાષ્ટ્ર સાંભળવાની દૃષ્ટિએ સક્ષમ કરવાનું ચાલુ છે.

 

૨૭. ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર માટે ‘ભારત ગૌરવ પુરસ્કાર’ પ્રદાન કરીને ફ્રાન્સના સૅનૅટમાં સન્માન (૫ જૂન ૨૦૨૪)

અધિક વૃત્ત વાંચો.. ફ્રાન્સના સૅનૅટમાં ‘ભારત ગૌરવ પુરસ્કાર’ પ્રદાન કરીને સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડો. જયંત આઠવલેજીનું સન્માન !  (https://www.sanatan.org/gujarati/13570.html)

(સંપૂર્ણ પરિચય માટે વાંચો – સનાતનનો મરાઠી ભાષામાંનો ગ્રંથ ‘સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલે યાંચ્યા સર્વાંગીણ કાર્યાચા સંક્ષિપ્ત પરિચય’)

 

સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડોક્ટરજીએે ‘પોતાનું કાર્ય અને વિશિષ્ટતા વિશેનો પરિચય’ વાંચ્યા પછી તેમનાં મનમાં ઈશ્વર પ્રતિ નિર્માણ થયેલો કૃતજ્ઞતાભાવ !

‘સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડો. જયંત આઠવલેનું અદ્વિતીય કાર્ય અને વિશિષ્ટતાનો સંક્ષિપ્ત પરિચય !’ આ મારા વિશેનો લેખ વાંચ્યા પછી મારા મનમાં વિચાર આવ્યો, ‘આટલા ઓછા કાળમાં આટલું વિવિધાંગી કાર્ય મારા હાથે કેવી રીતે થયું ? ગ્રંથલેખન; ચિત્રકલા; સંગીત ઇત્યાદિ કલા; આશ્રમના વાસ્તુનું નિર્માણકાર્ય આના જેવા અનેક ક્ષેત્રોમાં શિક્ષણ લીધું ન હોવા છતા હું તે તે ક્ષેત્રનાં સાધકોને આધ્યાત્મિક સ્તર પર માર્ગદર્શન કેવી રીતે કરી શક્યો ? શારીરિક અસ્વસ્થતાને લીધે મને ઓરડાની બહાર જવું પણ જયારે અઘરુ થતું હોવા છતા પણ રાષ્ટ્ર અને ધર્મ વિશેના કાર્યની અભિનવ કલ્પના મને કેવી રીતે સૂઝે છે ? કેટલાય રાષ્ટ્રપ્રેમી અને ધર્મપ્રેમીઓએ મને જોયો ન હોવા છતા પણ તેમનાં મનમાં મારા વિશે પૂજ્ય ભાવ કેવી રીતે નિર્માણ થાય છે અને તેઓ સનાતનના કાર્ય સાથે કેવી રીતે જોડાઈ ગયા છે ?’

આ બધાનો ઉત્તર એકજ છે અને તે છે ‘સાધના’ !  હું સાધના કરુંં છું એટલે ભગવાન જ મને તે તે સમયે જે યોગ્ય છે તે સૂઝાડે છે.  ‘    આ અનુસાર ભગવાન જ જાણે મારો હાથ પકડીને મને આગળ લઈ જાય છે. પહેલાં સાધકોએ પ્રશ્ન પૂછ્યા પછી મારા દ્વારા તેમને આપમેળે ઉત્તરો આપવામાં આવતા હતા. આગળ જઈને મારા મનમાં એકાદ પ્રશ્ન નિર્માણ થયો કે, તરત જ ભગવાન મને તે પ્રશ્નનો ઉત્તર પણ સૂઝવતા. હવે મનમાં પ્રશ્ન પણ નિર્માણ ન થતાં આપમેળે જ યોગ્ય તે સૂઝે છે અને તે પ્રમાણે કૃતિ કરવાથી કાર્ય સારું થાય છે. ટૂંકમાં ‘    (ભાવાર્થ : આ મારા કારણે થયું નથી.) જાણે ભગવાન મને સતત એની લાગણી કરાવે છે. આ કારણે ‘હું પુષ્કળ કાર્ય કરું છું. મારી પુષ્કળ પ્રસિદ્ધિ થવી જોઈએ’, આના જેવો અહંકાર પણ મારા મનમાં નિર્માણ ન થાય, એની ભગવાન કાળજી લે છે. આ માટે ભગવાનના ચરણોમાં અનંત કોટિ કૃતજ્ઞ છું.’

– ડૉ. આઠવલે

 

સંત રહીમનું સુવચન અનુભવનારા સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી !

‘સંત રહીમનું ‘ એટલે ‘એક પ્રાપ્ત કર્યું તો સર્વ પ્રાપ્ત થાય છે’, આ સુવચન હું પ્રતિદિન અનુભવું છું. મારા સંદર્ભમાં ‘એક પ્રાપ્ત’ એટલે ‘ભગવાનનો આશીર્વાદ’ અને ‘સર્વ પ્રાપ્ત’ એટલે વિવિધ વિષયો અંતર્ગત સેવા કરી શકાય, ઉદા. ચિત્રકલા, સંગીત, મૂર્તિકલા, શાસ્ત્રીય સંશોધન ઇત્યાદિે અનેક વિષયોની કાંઈ પણ માહિતી ન હોવા છતાં તે વિશે હું સાધકોને માર્ગદર્શન કરી શકું છું.’

– ડૉ. આઠવલે

અનિષ્ટ શક્તિઓ : વાતાવરણમાં સારી અને અનિષ્ટ શક્તિઓ કાર્યરત હોય છે. ‘અથર્વવેદમાં અનેક ઠેકાણે અનિષ્ટ શક્તિઓ, ઉદા. અસુર, રાક્ષસ, પિશાચ, તેમજ કરણી, ભાનામતીનો પ્રતિબંધ કરવા માટે મંત્રો આપ્યા છે. અનિષ્ટ શક્તિઓના ત્રાસના નિવારણ માટે વિવિધ આધ્યાત્મિક ઉપાયો વેદ ઇત્યાદિ ધર્મગ્રંથોમાં કહ્યા છે.

‘સૂક્ષ્મ’ : વ્યક્તિના સ્થૂળ એટલે પ્રત્યક્ષ દેખાઈ પડનારા અવયવ નાક, કાન, આંખો, જીભ અને ત્વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિને પેલે પાર, એટલે ‘સૂક્ષ્મ.’ આ ‘સૂક્ષ્મ’ના જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે.

Leave a Comment