આંતરરાષ્‍ટ્રીય કીર્તિ ધરાવતા સંમોહન-ઉપચાર તજ્‌જ્ઞ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી !

અધ્‍યાત્‍મ એ જ અત્‍યુચ્‍ચ પ્રતિનું શાસ્‍ત્ર
હોવાની પ્રતીતિ અનુભવનારા પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી !

બ્રિટન ખાતે સંમોહન-ઉપચાર બાબતે સંશોધન કરવા જઈ રહ્યા હતા તે સમયે મુંબઈ વિમાનઘર પર થયેલો સત્‍કાર

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ વર્ષ ૧૯૭૧ થી વર્ષ ૧૯૭૮ના સમયગળામાં સંમોહન-ઉપચાર પદ્ધતિ વિશે સફળ સંશોધન કર્યા પછી તેમની સંમોહન-ઉપચાર તજ્‌જ્ઞ તરીકે આંતરરાષ્‍ટ્રીય કીર્તિ થઈ. વર્ષ ૧૯૭૮માં મુંબઈ ખાતે પાછા આવ્‍યા પછી તેમણે મુંબઈમાં મનોવિકાર વિશેના સંમોહન-ઉપચાર તજ્‌જ્ઞ તરીકે સ્‍વતંત્ર વ્‍યવસાય ચાલુ કર્યો. વર્ષ ૧૯૮૨માં તેમણે ભારતીય વૈદ્યકીય સંમોહન અને સંશોધન સંસ્‍થાની સ્‍થાપના કરી. વર્ષ ૧૯૭૮ થી ૧૯૮૩ના સમયગાળામાં તેમણે ૫૦૦ કરતાં વધુ આધુનિક વૈદ્યોને (ડૉક્‍ટરોને) સંમોહનશાસ્‍ત્ર અને સંમોહન-ઉપચારના સિદ્ધાંતો અને પ્રાત્‍યક્ષિકો વિશે અમૂલ્‍ય માર્ગદર્શન કર્યું.

સંમોહન ઉપચારમાંની સ્‍વયંસૂચનાઓની નવીનતાપૂર્ણ પદ્ધતિઓ શોધવી

બ્રિટનમાં મનોવિકાર ધરાવતા દર્દીઓ પર સારવાર કરતી વેળાએ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને ધ્‍યાનમાં આવ્‍યું કે, મનોવિકાર મૂળભૂત રીતે સ્‍વભાવદોષ અને અહમ્‌ને કારણે નિર્માણ થાય છે. સ્‍વભાવદોષ માટે દવા ન હોવાથી તેમણે સ્‍વભાવદોષ અને અહમ્ નિર્મૂલન કરવાની ઉપચારપદ્ધતિઓ શોધી કાઢી. તેમને એમ પણ ધ્‍યાનમાં આવ્‍યું કે, દર્દીઓ જેની પાસે ઉપચાર કરાવતા હોય, તેની પાસે તેમને વારંવાર જવું પડે છે. તેથી દર્દીઓનો સમય અને પૈસા બન્‍ને વેડફાય છે, તેમજ ઉપાય પણ થઈ શકતા નથી. તેના પર માત કરવા માટે તેમણે સ્‍વયંસૂચના ઉપાયપદ્ધતિ શોધી કાઢી. તે પદ્ધતિનો ઉપયોગ કરીને દર્દી સમગ્ર દિવસ દરમ્‍યાન ૧૦-૧૫ વાર પણ ઉપાય કરી શકે. તેને કારણે તે વહેલો સાજો થતો હતો.

‘ભારતીય વૈદ્યકીય સંમોહન અને સંશોધન સંસ્‍થા’ની સ્‍થાપના અને તેના દ્વારા કરેલું કાર્ય

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ ૧.૧.૧૯૮૨ના દિવસે ‘ભારતીય વૈદ્યકીય સંમોહન અને સંશોધન સંસ્‍થા (ધ ઇંડિયન સોસાયટી ફૉર ક્લિનિકલ હિપ્નોસિસ એંડ રિસર્ચ)’ની સ્‍થાપના કરી. ‘આંતરરાષ્‍ટ્રીય સંમોહન સંસ્‍થા’ સાથે સંલગ્‍ન રહેલી આ સંસ્‍થાની ‘વૈદ્યકીય દૃષ્‍ટિકોણ દ્વારા સંમોહનશાસ્‍ત્ર વિશે સંશોધન કરવું અને ભારતમાં સંમોહન ઉપચારપદ્ધતિનો પ્રચાર કરવો’, આ ઉદ્દેશો હતા. આ સંસ્‍થામાં ૮ થી ૧૦ ડૉક્‍ટર્સ સંશોધનરત હતા. આ સંસ્‍થા દ્વારા ડૉક્‍ટર, દંતવૈદ્ય, માનસશાસ્‍ત્રજ્ઞ (સાયકૉલૉજિસ્ટ) અને માનસોપચારતજ્‌જ્ઞો માટે ૧૯૮૨ થી ૧૯૮૬ના સમયગાળામાં મુંબઈ, વડોદરા, કોલકાતા ઇત્‍યાદિ સ્‍થાનો પર સંમોહન ઉપચારશાસ્‍ત્રના અભ્‍યાસવર્ગો આયોજિત કરીને લગભગ ૪૦૦ તજ્‌જ્ઞોને લાભ આપ્‍યો.

સંમોહનશાસ્‍ત્ર અને સંમોહન-ઉપચાર વિશે ગ્રંથસંપદા !

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ લખેલા ધ ઇંડિયન જર્નલ ઑફ ક્લિનિકલ હિપ્નોસિસ એંડ રિસર્ચ ના ૧ થી ૫ ભાગ (વર્ષ ૧૯૮૩ – વર્ષ ૧૯૮૭), હિપ્નોથેરપી ઍકૉર્ડિંગ ટુ ધ પર્સનાલિટી ડિફેક્‍ટ મૉડેલ ઑફ સાયકોથેરપી, સંમોહનશાસ્‍ત્ર અને સંમોહન ઉપચાર, સુખી જીવન માટે સંમોહન-ઉપચાર, શારીરિક વિકારો પર સ્‍વસંમોહન ઉપચાર, લૈંગિક સમસ્‍યાઓ પર સ્‍વસંમોહન ઉપચાર, મનોવિકારો પર સ્‍વસંમોહન ઉપચાર (૨ ભાગ), સ્‍વભાવદોષ નિર્મૂલન અને ગુણ સંવર્ધન પ્રક્રિયા (૪ ભાગ), આ ગ્રંથ; લોકપ્રિય સામયિકો દ્વારા પ્રસિદ્ધ થયેલા તેમના ૧૨૩ લેખ અને વિદેશમાં વખાણ પામેલા શોધ-નિબંધ આ તેમના વૈદ્યકીય  ક્ષેત્રમાંની સફળ કારકીર્દિની તેમજ સંમોહન-ઉપચારના સંદર્ભમાં વ્‍યાસંગપૂર્ણ અને અદ્વિતીય સંશોધન કર્યું હોવાની ફલનિષ્‍પત્તિ છે.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને એવો અનુભવ થયો કે ‘સંમોહન ઉપચારોથી સાજા ન થઈ શકનારા મનોરુગ્‍ણ સંતોએ કહેલી સાધના કર્યા પછી સાજા થાય છે’. ત્‍યાર પછી ‘કેવળ સ્‍વભાવદોષ અને અહમ્ એ જ સર્વ મનોવિકારોનું મૂળ કારણ હોતું નથી, પણ ‘પ્રારબ્‍ધ અને અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ’ આ અધ્‍યાત્‍મમાંના કારણો પણ ઘણાં મહત્વનાં છે’, એ તેમના ધ્‍યાનમાં આવ્‍યું. તેથી વર્ષ ૧૯૮૩ થી વર્ષ ૧૯૮૭ના સમયગાળામાં તેમણે અધ્‍યાત્‍મમાંના અધિકારી રહેલા લગભગ ૨૫ સંતો પાસે જઈને અધ્‍યાત્‍મનો અભ્‍યાસ કર્યો અને અધ્‍યાત્‍મશાસ્‍ત્રની શ્રેષ્‍ઠતા ધ્‍યાનમાં આવ્‍યા પછી પોતે સાધનાનો આરંભ કર્યો. વર્ષ ૧૯૮૭માં તેમને ઇંદોર નિવાસી શ્રેષ્‍ઠ સંત પ.પૂ. ભક્તરાજ મહારાજજીના રૂપમાં ગુરુપ્રાપ્તિ  થઈ.

સુખી જીવન અને વ્‍યક્તિત્‍વ વિકાસ માટે ઉપયુક્ત ગ્રંથમાલિકા

(અંગ્રેજી, હિંદી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ)

૧. સંમોહન ઉપચાર

૨. સંમોહનશાસ્‍ત્ર અને સંમોહન ઉપચાર (ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ)

૩. સુખી જીવન માટે સંમોહન ઉપચાર (ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ)

૪. સ્‍વભાવદોષ (ષડ્‌રિપુ)-નિર્મૂલનનું મહત્ત્વ અને ગુણ-સંવર્ધન પ્રક્રિયા

૫. સ્‍વભાવદોષ (ષડ્‌રિપુ)-નિર્મૂલન પ્રક્રિયા

૬. સ્‍વભાવદોષ નિર્મૂલન માટે બૌદ્ધિક અને કૃતિના સ્‍તર પરના પ્રયત્નો

૭. સ્‍વભાવદોષ નિર્મૂલન માટે આધ્‍યાત્‍મિક સ્‍તર પરના પ્રયત્નો

 

આપત્‍કાળમાં વૈદ્ય, ઔષધિઓની
અનુપલબ્‍ધતામાં ઉપયુક્ત સનાતનની ગ્રંથમાલિકા

૧. સ્‍વસંમોહન ઉપચાર
૨. લૈંગિક સમસ્‍યાઓ પર સ્‍વસંમોહન ઉપચાર

ઘણીવાર દર્દી પોતાની ઉપર ઉપચાર કરી શકતો નથી. આવા સમયે કોઈપણ અભ્‍યાસી અને અન્‍યોને સહાય્‍ય કરવાની વૃત્તિ ધરાવનારી વ્‍યક્તિ સંમોહન ઉપચારશાસ્‍ત્રનો અભ્‍યાસ કરીને દર્દી ઉપર ઉપચાર કરી શકે છે. આવી સારવાર કરવાનું સહેલું પડે, તે માટે આ ગ્રંથમાં વિવિધ લૈંગિક સમસ્‍યાઓ પર ઉપચાર કર્યા હોવાનાં ઉદાહરણો વિગતવાર આપ્‍યાં છે.

૩. મનોવિકારો પર સ્‍વસંમોહન ઉપચાર (ભાગ ૧)

મનોવિકારો પરની ઉપચાર પદ્ધતિઓ, સંમોહન ઉપચારપદ્ધતિઓની વિશિષ્‍ટતાઓ ઇત્‍યાદિની ચર્ચા સદર ગ્રંથમાં કરી છે. સ્‍વસંમોહનશાસ્‍ત્રનો ઉપયોગ કરીને નિદ્રામાં બોલવાની ટેવ, ડર ઇત્‍યાદિ મનોવિકાર ધરાવતા દર્દીઓ પર ઉપચાર કર્યા હોવાના ઉદાહરણો આમાં આપ્‍યાં છે તેમજ વ્‍યસનમુક્તિ માટે અને પરીક્ષામાં મળેલા અપયશ પર માત કરવા માટે ઉપયુક્ત માર્ગદર્શન પણ કર્યું છે.

૪. મનોવિકારો પર સ્‍વસંમોહન ઉપચાર (ભાગ ૨)

સંમોહન ઉપચાર પદ્ધતિ મનને નિરોગી કેવી રીતે રાખવું, તેનું શિક્ષણ આપે છે. સદર ગ્રંથમાં સંમોહનશાસ્‍ત્રનો ઉપયોગ કરીને દર્દી ઉપર અથવા પોતાની ઉપર તબક્કાવાર ઉપચાર કરવાની પદ્ધતિ, ઉપચારની કાળને અનુસરીને ફલનિષ્‍પત્તિ ઇત્‍યાદિ વિશે વિગતવાર વિવરણ આપ્‍યું છે તેમજ કેટલાક મનોવિકાર ધરાવનારા દર્દીઓ ઉપર ઉપચાર કર્યા હોવાનાં વિગતવાર ઉદાહરણો પણ આપ્‍યાં છે.

૫. શારીરિક વિકારો પર સ્‍વસંમોહન ઉપચાર

પોતાની કુશળતા, તાકાત અને વ્‍યક્તિત્‍વ સુધારવાના પ્રયત્નો કરતી વેળાએ સંમોહનશાસ્‍ત્રનો ઉપયોગ કરવો ઉપયોગી પુરવાર થાય છે. સદર ગ્રંથમાં સંમોહનશાસ્‍ત્રનો ઉપયોગ કરીને દર્દી અથવા પોતાની ઉપર તબક્કાવાર ઉપચાર કેવી રીતે કરવા, આ બાબત સ્‍થૂળ શરીર, દમ, તોતડું બોલવું, આકડી (ફીટ) આવવી ઇત્‍યાદિ વિકાર ધરાવનારા દર્દીઓ ઉપર ઉપચાર કર્યા હોવાનાં ઉદાહરણો આપીને સ્‍પષ્‍ટ કરવામાં આવી છે.

Leave a Comment