સાધકો દ્વારા ગીતામાંનાં સૂત્રોનું આચરણ કરાવી લઈને તેમને બંધનમુક્ત કરનારા પરાત્‍પર ગુરુ ડૉક્‍ટર !

Article also available in :

પૂ. અનંત આઠવલે

પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીએ તમો સર્વ સાધકોને એક અતિશય સારી વાત શીખવી છે. તમે પ્રત્‍યેક કૃતિનો આરંભ ઈશ્‍વરને નમસ્‍કાર કરીને કરો છો અને પ્રત્‍યેક કાર્ય પૂર્ણ થયા પછી તમે ફરીવાર નમસ્‍કાર કરીને કૃતજ્ઞતા વ્‍યક્ત કરો છો. સંગણક પરની સેવા થયા પછી તમે તેને પણ નમસ્‍કાર કરીને જ તે બંધ કરો છો.

ભગવાન શ્રીકૃષ્‍ણએ ગીતામાં કહ્યું છે,

यत्‍करोषि यदश्‍नासि यज्‍जुहोषि ददासि यत् ।

यत्तपस्‍यसि कौन्‍तेय तत्‍कुरुष्‍व मदर्पणम् ॥

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્‍યાય ૯, શ્‍લોક ૨૭

અર્થ : હે કૌન્‍તેય (કુંતીપુત્ર અર્જુન), તુ જે કર્મ કરે છે, જે કાંઈ ખાય છે, જે હવન કરે છે, જે દાન આપે છે અને જે તપ કરે છે, તે સર્વ મને અર્પણ કર.

ગીતામાં ભગવાનની તેવી આજ્ઞા છે. ‘એમ કરવાથી શું થાય છે ?’, આ વાત તેમણે આગળના શ્‍લોકમાં કહી છે.

शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्‍धनैः ।

संन्‍यासयोगयुक्‍तात्‍मा विमुक्‍तो मामुपैष्‍यसि ॥

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્‍યાય ૯, શ્‍લોક ૨૮

અર્થ : આ રીતે જેમાં સર્વ કર્મો મને ભગવાનને અર્પણ થાય છે, આવા સંન્‍યાસયોગથી યુક્ત ચિત્ત ધરાવતો તું શુભાશુભ ફળસ્‍વરૂપ કર્મબંધનમાંથી મુક્ત થઈશ અને મારી સાથે આત્‍મસાત થઈ જઈશ.

પ્રત્‍યેક કર્મનું શુભ અને અશુભ ફળ હોય છે. શુભાશુભ ફળ એટલે પુણ્‍ય અને પાપ. તે પુણ્‍ય અને પાપને કારણે જ આપણે જન્‍મ-મૃત્‍યુના બંધનમાં અટવાઈ જઈએ છીએ. તેમાંથી મુક્ત થવા માટે આપણે કરી રહેલું પ્રત્‍યેક કર્મ ભગવાનને અર્પણ કરવાથી તે કર્મનો ત્‍યાગ થાય છે. તેને કારણે તમારું સંન્‍યાસ-કર્મયોગનું આચરણ થાય છે; કારણકે સંન્‍યાસમાં ત્‍યાગ હોય છે. તેથી ‘પાપ-પુણ્‍ય અને કર્મબંધનની પેલેપાર જઈને તે બંધનમાંથી પણ તમે મુક્ત થશો અને મારી સાથે એકરૂપ થશો’, એવું જે ભગવાને ગીતામાં કહ્યું છે, તે પરાત્‍પર ગુરુ ડૉક્‍ટર તમો સાધકો પાસેથી પ્રત્‍યક્ષમાં કરાવી લઈ રહ્યા છે. એમ કરવાથી ભગવાન તમને મુક્તિ પ્રદાન  કરશે.

 

સાધકોને નિર્દોષ બનવાની
શિખામણ આપનારા પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી !

અ. શ્રીમદ્ શંકરાચાર્યજીએ રામનાથી આશ્રમમાં આવ્‍યા પછી ‘निर्दोषं हि समं ब्रह्म ।’ એમ કહેવું

થોડા વર્ષો પહેલાં રામનાથી આશ્રમમાં પૂર્વામ્‍નાય શ્રીગોવર્ધનમઠ પુરી પીઠાધીશ્‍વર શ્રીમદ્ જગદ્‌ગુરુ શંકરાચાર્ય સ્‍વામી શ્રી નિશ્‍ચલાનંદસરસ્‍વતી મહારાજ પધાર્યા હતા. તે સમયે હું ત્‍યાં નહોતો. હું મુંબઈ ખાતે રહેતો હતો. તે સમાચાર મેં દૈનિક ‘સનાતન પ્રભાત’માં વાંચ્‍યા હતા. ત્‍યારે તેમણે કહ્યું હતું, ‘निर्दोषं हि समं ब्रह्म ।’ (શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્‍યાય ૫, શ્‍લોક ૧૯) અર્થાત્ ‘સચ્‍ચિદાનંદઘન પરમાત્‍મા નિર્દોષ અને સમ છે.’

તેનો અર્થ એમ છે કે, ‘બ્રહ્મ નિર્દોષ છે. બ્રહ્મમાં કોઈપણ દોષ કે વિકૃતિ હોતી નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્‍સર આ ષડ્‌રિપુ છે. તે બ્રહ્મમાં હોતા જ નથી અને બ્રહ્મનો બીજો ગુણ તેમણે ‘બ્રહ્મ સમ છે’, એમ કહ્યું છે. ગુસ્‍સો-દ્વેષ, શીત-ઉષ્‍ણ, આ સર્વેમાં બ્રહ્મ સમ રહે છે. તેને કોઈપણ વસ્‍તુ અથવા કોઈપણ વિશેષ વાતમાં રુચિ હોતી નથી, તેમજ કશાની પણ અરુચિ પણ હોતી નથી. શંકરાચાર્યને રામનાથી આશ્રમમાં ‘निर्दोषं हि समं ब्रह्म ।’  એમ કહેવું શા માટે લાગ્‍યું હશે ? રામનાથી આશ્રમમાં તેમને ‘જે નિર્દોષ છે અને સમવૃત્તિના છે, જે કોઈની સાથે વધારે મૈત્રી કરતા નથી અને કોઈનો દ્વેષ પણ કરતા નથી’, એવા સાધકો જોવા મળ્યા હશે. તેથી જ તેમણે એમ કહ્યું હશે.

આ. નિર્દોષ અને સમવૃત્તિના સાધકો બ્રહ્મમાં સ્‍થિત હોવા ‘એમ થવાથી શું થાય છે ?’,

એ તે શ્‍લોકની આગળની પંક્તિમાં કહ્યું છે.

तस्‍माद़्‍ब्रह्मणि ते स्‍थिताः ।

– શ્રીમદ્ ભગવદ્દગીતા , અધ્‍યાય ૫, શ્‍લોક ૧૯

અર્થ : જેમનું મન સમભાવમાં સ્‍થિર થયું છે, તે સચ્‍ચિદાનંદઘન પરમાત્‍માના ઠામે જ સ્‍થિર હોય છે.

સમવૃત્તિને કારણે તે સાધકો બ્રહ્મમાં જ સ્‍થિત હોય છે. જે નિર્દોષ છે, જેમનામાં કોઈપણ સ્‍વભાવદોષ નથી, તેમનામાં સમવૃત્તિ આપમેળે જ આવે છે. નિર્દોષત્‍વ અને સમવૃત્તિ એકજ સિક્કાની બે બાજુઓ છે. જ્‍યારે જો સમવૃત્તિ પૂર્ણ રીતે આવી હોય, તો માનવી નિર્દોષ બનશે અથવા જો પૂર્ણ નિર્દોષત્‍વ થાય, તો તે આપમેળે જ સમવૃત્તિનો થશે. જે સાધક નિર્દોષ અને સમવૃત્તિના થયા, તે બ્રહ્મમાં જ લીન રહે છે. શંકરાચાર્યજીએ આપણા આશ્રમમાંના તમો સાધકોને જોઈને જ એમ કહ્યું હશે. તેમણે નિર્દોષત્‍વનું મહત્વ વિશદ કર્યું; કારણકે તે જ સાધનાનું મૂળ છે.

આપણે જ્‍યારે ભક્તિ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, જપ કરીએ છીએ, ત્‍યારે શું થાય છે ? આપણે ૧૦ વાર નામજપ કરવાનો સંકલ્‍પ કરીએ, એક સહસ્ર વાર નામજપ કરવાનો સંકલ્‍પ કરીએ, ૧ લાખ નામજપ કરવાનો સંકલ્‍પ છોડીએ, તો પણ તેને કારણે ભગવાન પ્રસન્‍ન થશે નહીં; પણ જ્‍યારે આપણે ધ્‍યાનથી નામજપ કરીએ છીએ, આપણું ધ્‍યાન સાંસારિક બાબતોમાં રહેવાને બદલે ભગવાનના ઠામે રહે છે, ત્‍યારે ચિત્તવૃત્તિમાં વિકૃતિ રહેતી નથી આ વધતા વધતા ધીમે ધીમે તે તેની પ્રવૃત્તિ બને છે અને માનવી વિકૃતિરહિત બની જાય છે.

ઇ. કોઈપણ માર્ગથી સાધના કરીએ, તો પણ
‘માનવીને નિર્દોષ બનાવવો’ આ સાધનાનો ઉદ્દેશ હોવો

પ્રત્‍યેક સાધનામાં આ જ ઉદ્દેશ હોય છે, પછી તે ભક્તિમાર્ગ હોય કે પતંજલયોગ હોય, જેને ‘योगश्‍चित्तवृत्तिनिरोधः ।’ (પાતઞ્જલયોગદર્શન, સમાધિપાદ, સૂત્ર ૨) અર્થાત્ ‘યોગ ચિત્તમાંની વૃત્તિઓનો નિરોધ કરે છે’, એવું કહેવામાં આવ્‍યું છે. ચિત્તમાંની વૃત્તિઓ શું હોય છે ? યોગ મનમાં આવનારા અસંખ્‍ય સારાં-નરસાં એવા સર્વ જ વિચારોને અટકાવે છે. સર્વ વિચાર જો રોકાઈ જાય, તો દોષ ક્યાં રહે છે ? પ્રત્‍યેક સાધનાનો ઉદ્દેશ ‘માનવીને નિર્દોષ કરવો’ એ જ હોય છે અને તે જ પ્રત્‍યેક પ્રકારની સાધનામાંનું પ્રમુખ સૂત્ર છે. કેવળ કર્મ કરશો, તો ફસાઈ જશો; પણ જ્‍યારે આપણે નિષ્‍કામ કર્મ કરીશું, ત્‍યારે આપણા મનમાં વિકૃતિ રહેશે જ નહીં. એ જ મૂળ મુદ્દો છે. આ વાત પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજી આપણી પાસેથી પ્રત્‍યક્ષમાં કરાવી લઈ રહ્યા છે.

આવા ઉચ્‍ચ સ્‍તર પરના ગુરુ આપણને સહુકોઈને મળ્યા છે. તેમને મારા નમસ્‍કાર !’

 – પૂ. અનંત આઠવલે (પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના જ્‍યેષ્‍ઠ ભાઈ), ઢવળી, ફોંડા, ગોવા.
સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment