સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના અદ્વિતીય કાર્ય અને વિશિષ્ટતાનો સંક્ષિપ્ત પરિચય !
ભગવાન જ જાણે મારો હાથ પકડીને મને આગળ લઈ જાય છે. પહેલાં સાધકોએ પ્રશ્ન પૂછ્યા પછી મારા દ્વારા તેમને આપમેળે ઉત્તરો આપવામાં આવતા હતા. આગળ જઈને મારા મનમાં એકાદ પ્રશ્ન નિર્માણ થયો કે, તરત જ ભગવાન મને તે પ્રશ્નનો ઉત્તર પણ સૂઝવતા. હવે મનમાં પ્રશ્ન પણ નિર્માણ ન થતાં આપમેળે જ યોગ્ય તે સૂઝે છે અને તે પ્રમાણે કૃતિ કરવાથી કાર્ય સારું થાય છે.