ઇંડોનેશિયામાંનાં અદ્વિતીય પ્રાચીન મંદિરો અને તેમનાં બાંધકામમાંની વિશિષ્‍ટતાઓ

Article also available in :

‘માનવી જીવનમાં કાળને પુષ્‍કળ મહત્ત્વ છે. ‘કાળગતિ ઓળખી લઈને જીવનમાંની પ્રત્‍યેક કૃતિ કરતા કરતા પોતાની (વ્‍યષ્‍ટિ) અને આગળના સ્‍તર પર સમાજની (સમષ્‍ટિ) ઉન્‍નતિ કરવા માટે પ્રયત્ન કરવા’, આ માનવીજીવનનું ખરું ધ્‍યેય છે. હિંદુ ધર્મમાં પહેલાંના કાળમાં આ જ શિક્ષણ ગુરુગૃહે રહીને અધ્‍યયન કરતા બાળકોને આપવામાં આવતું હતું. કાળ ઓળખી શકાય તે માટે વ્‍યષ્‍ટિ સાધનાનો પાયો પાકો હોવો જોઈએ. પહેલાંના લોકો સાધના કરનારા હોવાથી તેઓ આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ સક્ષમ અને દ્રષ્‍ટા હતા. તેઓ કાળ ઓળખીને જીવનમાંની પ્રત્‍યેક કૃતિ કરનારા હતા.

તેમના દ્રષ્‍ટાપણાના ઉદાહરણો ઇંડોનેશિયામાં ઠેકઠેકાણે જોવા મળે છે. તેમાંથી જ એક ઉદાહરણ એટલે ઇંડોનેશિયામાંનાં મંદિરો છે. આ મંદિરોની રચના અને તેમની સંકલ્‍પના જોતાં ધ્‍યાનમાં આવે છે કે, લાખો વર્ષો પહેલાં આ ઠેકાણે હિંદુઓનું સામ્રાજ્‍ય અને સંસ્‍કૃતિ હતાં. અહીં થયેલા જ્‍વાળામુખીનો ઉદ્રેક અને ભૂકંપને કારણે અહીંના ઘણાં મંદિરોની હાનિ થઈને માનવીવસ્‍તી અન્‍યત્ર વિસ્‍થાપિત થઈ. કાળાંતરે થયેલા રાજનૈતિક પાલટમાં અને અન્‍ય પંથીઓનાં આક્રમણોને કારણે અહીં હજી વધારે હાનિ થઈ.

ઇંડોનેશિયાના એક મંદિરના પ્રવેશદ્વાર પર બેસાડેલું કાળનું મુખ (કાળનું મુખ વર્તુળમાં મોટું કરીને બતાવ્‍યું છે.)

 

૧. મંદિરનાં નામો દેવતાઓને સંબોધીને રાખવામાં આવવાં

ઇંડોનેશિયામાંનું પ્રંબનન મંદિર એક સમયે જગત્‌નું સૌથી ઊંચું શિખર ધરાવતુ મંદિર હતું. પ્રંબનન આ ‘પરબ્રહ્મન’ શબ્‍દનો અપભ્રંશ છે. આના પરથી મંદિરોનાં નામો પણ દેવતાઓને સંબોધીને રાખવામાં આવતાં હોવાનું ધ્‍યાનમાં આવે છે. કેટલાક શતકો જ્‍વાળામુખીની રાખ નીચે દટાયેલા હોવા છતાં અહીંના અનેક મંદિરો આજે પણ તેમની અદ્વિતીયતાનું ભાન કરાવી આપે છે.

 

૨. મંદિરોના પ્રવેશદ્વાર પર બેસાડેલું
કાળનું મુખ એ મંદિરોની રચના કરનારા
વાસ્‍તુવિશારદના દ્રષ્‍ટાપણાનું ઉદાહરણ હોવું

આ મંદિરનું બાંધકામ કરતી વેળાએ તેમના પ્રવેશદ્વાર પર કાળનું મુખ બેસાડેલું જોવા મળે છે. (ઉપરનું છાયાચિત્ર જુઓ.) મંદિરની રચના કરનારા વાસ્‍તુવિશારદોએ (architects એ) તેમના આધ્‍યાત્‍મિક સામર્થ્‍ય દ્વારા કાળનો પડદો ખસેડીને ‘આગામી કાળ વિનાશનો હશે’, એમ જાણ્‍યું હતું. તેથી તેમણે કાળને ઓળખીને અને કાળની સાક્ષીથી જ આ મંદિરની નિર્મિતિ વિશિષ્‍ટ પદ્ધતિથી કરી હોવાનું સમજાય છે. કાળની સાક્ષીથી મંદિરોની રચના કરી હોવાને કારણે આજે અનેક શતકો વીતી ગયા હોવા છતાં સર્વ મંદિરો ઠાઠમાઠથી ઊભા છે. તેમના સૌંદર્યના દર્શન લેવાથી આંખો ધરાઈ જાય છે, જ્‍યારે તેનું વર્ણન કરતી વેળાએ શબ્‍દો અપૂરાં પડે છે.

 

૩. ઘર્ષણશક્તિના આધાર
પર એકમકમાં પત્‍થરો ગૂંથીને કરેલું મંદિરોનું
બાંધકામ અને તેની પાછળનો વ્‍યાપક દૃષ્‍ટિકોણ

વાસ્‍તુવિશારદોએ મંદિરોની બાંધણી એકાદ જોડણીના કોયડા પ્રમાણે કરેલી જોવા મળે છે. મંદિરોના સાવ શિખરો સુધીનું બાંધકામ કરતી વેળાએ મોટાં મોટાં પથ્થરો એકબીજા પર થનારી ઘર્ષણશક્તિના આધાર પર એકબીજામાં અટકાવ્‍યા છે. બે પથ્થરો વચ્‍ચે ચૂનો, સિમેંટ જેવું કોઈપણ પ્રકારનું ચોંટાડનારું મિશ્રણ ઉપયોગમાં લેવાયું નથી. આવા પ્રકારનું બાંધકામ કરવા પાછળનાં ૨ કારણો સમજાયાં.

અ. મંદિરમાં પ્રતિષ્‍ઠાપિત દેવતાની મૂર્તિની નિરંતર પૂજા-અર્ચના કરવાથી મૂર્તિમાં તે દેવતાનું તત્ત્વ જાગૃત થયેલું હોય છે. જો મૂર્તિ ભગ્‍ન થાય, તો આ તત્ત્વ વાતાવરણમાં અલોપ થઈ જાય છે. અને તે ઠેકાણે નવી મૂર્તિની સ્‍થાપના કરીને ફરીવાર તે જ ભક્તિભાવથી પૂજા-અર્ચના કરીને દેવતાનું તત્ત્વ જાગૃત કરવું પડે છે. આ બધું ટાળવા માટે અને ‘દુર્દૈંવથી મંદિરને ભૂકંપ જેવી નૈસર્ગિક આપત્તિને કારણે જો કાંઈ હાનિ પહોંચે જ, તો તેના પથ્થર અંદરની દેવતાની મૂર્તિ પર પડીને તે ભગ્‍ન થવાથી રક્ષણ થાય’, એ માટે મંદિરની રચના કરતી વેળાએ જ તે સારી અને યથાયોગ્‍ય પદ્ધતિથી કરી હોવાનું દેખાઈ આવે છે.

આ. એકાદ મંદિર પડીભાંગે, તો પણ તેના પથ્થરોનો સરખો અભ્‍યાસ કરીને મંદિરને ફરીવાર બાંધી શકાય છે, આ વિશેષ છે.

આ રીતે કેવળ ઘર્ષણશક્તિના આધાર પર ઘણાં શતકોથી ઊભા રહેલાં મંદિરો જોઈને કૃતજ્ઞતાથી આપણા હાથ આપમેળે જ જોડાઈ જાય છે. આનાથી ઊલટું આજના બાંધકામો જોતાં તે કેટલાક વર્ષો પણ ટકતા નથી. એટલું જ નહીં, જ્‍યારે દુર્દૈંવથી જો એકાદ વાસ્‍તુ પડીભાંગે જ, તો પૂર્ણ રીતે ભોંયભેગી થઈ જાય છે. તેનું બાંધકામ હતું તેવું કરી શકાતું નથી. ક્યાં ઝીણવટથી વિચાર કરનારા આપણા પૂર્વજ, જ્‍યારે ક્યાં આજની સ્‍થિતિ ! તેની તુલના કરવી પણ મહાન ભારતીય સંસ્‍કૃતિ માટે કલંક સમાન છે.

આ રીતે સર્વાંગીણ વિચાર કરનારી આપણી મહાન હિંદુ સંસ્‍કૃતિ વિશે આપણે સહુકોઈએ ગર્વ જાળવીને તેના રક્ષણ માટે કટિબદ્ધ થવું આવશ્‍યક છે. આ કટિબદ્ધતા સમાજમાં નિર્માણ કરવા માટે હિંદુ રાષ્‍ટ્રને કોઈ પર્યાય નથી !’

 – શ્રી. સત્‍યકામ કણગલેકર, સીમ રીપ, કંબોડિયા.

Leave a Comment