જગતમાં અત્યંત જાગૃત જ્વાલામુખી રહેલા ઇંડોનેશિયામાંના પર્વતો બ્રોમો, સુમેરુ અને મેરાપીના દર્શન

સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળજીના
નેતૃત્વ હેઠળ મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના
જૂથનો ઇંડોનેશિયા ખાતેનો અભ્યાસ-ભ્રમણ વૃત્તાંત

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીકસમ અને જગતમાં  અત્યંત
જાગૃત જ્વાલામુખી રહેલા પર્વતો બ્રોમો, સુમેરુ અને મેરાપીના દર્શન તેમજ
સમુદ્રમંથન સમયે વલોણા (રવાઈ)નું કાર્ય કરેલા સુમેરુ પર્વતમાંના વિષ્ણુતત્ત્વની થયેલી અનુભૂતિ !

સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ

૧૫મી સદી સુધી ઇંડોનેશિયામાં હિંદુ રાજાઓનું રાજ્ય હતું. એક સમયે સમગ્ર જગતમાં ફેલાયેલી હિંદુ સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય વતી સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ અને તેમની સાથે ૪ વિદ્યાર્થી સાધકો હાલમાં ઇંડોનેશિયા ભ્રમણ કરી રહ્યા છે. તેમણે મુલાકાત લીધેલા સ્થળોની વિશિષ્ટતાઓ, માન્યવરોની લીધેલી મુલાકાતો અને ત્યાંની હિંદુ સંસ્કૃતિના ચિહ્નો દર્શાવનારો આ લેખ !

૧. ધુમાડો નીકળતો હોય તે સમયે બ્રોમો પર્વત અને ૨. દૂર સૌથી ઊંચો દેખાઈ રહેલો સુમેરુ પર્વત
જ્વાલામુખીને કારણે ધુમાડો નીકળી રહ્યો હોય તે સમયે બ્રોમો પર્વતનું છાયાચિત્ર
યોગ્યકર્તા શહેર નજીક રહેલો અને શિવજીનું રૂપ ધારણ કર્યું હોવાની હિંદુઓની શ્રદ્ધા રહેલો મેરાપી પર્વત

 

વિષ્ણુતત્ત્વથી ભારિત અને સમુદ્રમંથન થયેલા દૈવી
પ્રદેશમાં એક દિવ્ય યોગીએ  પ્રચંડ આશીર્વાદ સ્વરૂપ ફગાવેલો તુલસીનો
હાર ડોકમાં પડ્યો હોવા વિશે સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળને થયેલો સ્વપ્ન દૃષ્ટાંત

ભ્રમણ સમયે અમારું વાસ્તવ્ય સુરાબાયા શહેરમાં હતું. સમુદ્રમંથન થયેલા સુમેરુ પર્વતનો ભાગ અહીં જ છે. દિનાંક ૧૬.૩.૨૦૧૮ના પરોઢિયે મને એક સુંદર સ્વપ્ન દૃષ્ટાંત થયો. તેમાં હું સહસાધક સાથે એક ઠેકાણે ગઈ હતી. ત્યાં ભગવા વસ્ત્ર પરિધાન કરેલા એક મહાન દિવ્ય યોગીજીએ દૂરથી જ મોટો તુલસી હાર મારી દિશામાં ફેંક્યો. કોઈ ટેકા વિના ઉડતો ઉડતો તે હાર મારી ડોકમાં બરાબર ગોઠવાયો.

તુલસીનો તે હાર પ્રચંડ મોટો હતો અને ડોકમાં પહેર્યા પછી પણ જમીન પર ઝૂલતો હતો, તેમ છતાં પણ મને તેનું વજન જણાતું નહોતું. ‘આ સમુદ્રમંથન થયેલો શ્રીવિષ્ણુનો દૈવી પ્રદેશ છે, તેથી શ્રીવિષ્ણુને પ્રિય એવા તુલસીપત્રનો હાર ભગવાને જ મારી ડોકમાં પહેરાવ્યો’, એવું મને લાગ્યું. ‘ પરાત્પર ગુરુ ડૉક્ટર આઠવલેજીના સંકલ્પથી આરંભ થયેલા મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના પ્રસારકાર્ય માટે ભગવાને આપેલો આ એક મોટો આશીર્વાદ જ છે’, એવું મને જણાયું.

 સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ

‘ભારતથી ૪ સહસ્ર કિ.મી. દૂર રહેલા ઇંડોનેશિયામાં પહેલેથી જ હિંદુ સંસ્કૃતિ કેવી રીતે વિદ્યમાન હતી, તે અમને નજીકથી જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તે માટે અમે મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.’

 સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય

‘૧૫ માર્ચના દિવસે અમે મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય વતી સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ સાથે યોગ્યકર્તા શહેરથી ૫૦૦ કિ.મી. દૂર રહેલા સુરાબાયા શહેરમાં પહોંચ્યા. સુરાબાયા ઇંડોનેશિયાનું ક્રમાંક ૨ નું શહેર છે. આ સ્થાન પર ૯૯ ટકા મુસલમાન લોકસંખ્યા છે. અમને સુરાબાયાથી ૧૦૦ કિ.મી. દૂર રહેલા સુમેરુ પર્વતના દર્શન કરવા હતા. ઇંડોનેશિયા એટલે જીવિત જ્વાલામુખીનો દેશ !

આ દેશમાં કુલ ૧૪૦ પર્વત છે. તે બધા જ જ્વાલામુખી દ્વારા નિર્માણ થયા છે. તેમાંનો સૌથી ઊંચો અને જોખમકારક જ્વાલામુખી પર્વત એટલે મેરાપી પર્વત, ત્યાર પછી સુમેરુ પર્વત અને અગુંગ પર્વત. મેરાપી પર્વત યોગ્યકર્તા શહેર નજીક છે. સુમેરુ સુરાબાયાની નજીક છે. અને અગુંગ પર્વત બાલી ટાપુ પર છે. સુમેરુ પર્વતના દર્શન આપણે દૂરથી જ લઈ શકીએ; કારણકે આ પર્વતને ઇંડોનેશિયા-રહેવાસી હિંદુઓ પવિત્ર માને છે.’ (પૂર્વાર્ધ)

   ૧. સમુદ્રમંથનમાં વલોણાનું કાર્ય જેણે કર્યું, તે સુમેરુ પર્વત !

સુમેરુ પર્વત વિશે આપણે ભાગવતમાં, તેમજ જુદા જુદા પુરાણોમાં વાંચેલું હોય છે. સમુદ્રમંથન સમયે ઝેરણીનું કાર્ય જેણે કર્યું હતું, તે પર્વત એટલે જ સુમેરુ પર્વત ! જે સમયે ક્ષીરસાગરમાંથી અમૃત મેળવવા માટે દેવ અને અસુરોને સમુદ્રમંથન કરવું હતું, તે સમયે વિષ્ણુ કહે છે, ‘જો આપણે હિમાલય સ્થિત મંદાર પર્વત અહીં લઈ આવીશું અને તેની ઝેરણી બનાવીને મંથન કરીશું, તો સારું થશે.’ આ રીતે મંદાર પર્વતનો એક ભાગ અહીં લઈ આવવામાં આવ્યો. તે ભાગને જ ‘સુમેરુ પર્વત’ કહે છે.

આ સુમેરુને ધારણ કરવા માટે શ્રીમન્નારાયણે કૂર્મ અવતાર ધારણ કર્યો હતો. આ કિસ્સો પણ અહીં જ બન્યો હોવાથી ઇંડોનેશિયા સ્થિત વિષ્ણુના પ્રત્યેક મંદિરમાં સુમેરુ અને કૂર્મ રહેલા ચિહ્નો જોવા મળે છે. સમુદ્રમંથન આ જ દેશમાં થયું હોવાનો હજી એક સ્પષ્ટ પૂરાવો એટલે ઇંડોનેશિયાની એક બાજુ ઉત્તર ભણી પ્રશાંત મહાસાગર અને દક્ષિણ ભણી હિંદ મહાસાગર છે. સદર મહાસાગરોમાં સમુદ્રમંથન માટે સર્વ દેવી-દેવતાઓ આવ્યા હતા તેમજ ઋષિ-મુનિઓ ઉપસ્થિત હતા. સર્વ દૈવી શક્તિ આ સ્થાને ઉપસ્થિત હોવાથી સુમેરુ પર્વત દૈવી ઉર્જાથી ભારિત છે. સુમેરુ પર્વતની પાસે ૩૦ કિ.મી. વિસ્તારમાં કોઈ રહેતું નથી અને સરકારે પણ તેની પાસે સૈન્ય ઊભું કર્યું છે.

   ૨. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીકસમ ક્રમવાર બ્રોમો, સુમેરુ અને મેરાપી પર્વતો !

સુરાબાયા શહેરથી ૧૦૦ કિ.મી.ના અંતર પર પર્વતોની મોટી હરોળ છે. આ પર્વત-હરોળમાં અનંતગુડંગ, અર્જુન, બ્રહ્મ, સુમેરુ એવા અનેક પર્વત છે. આ આઠ-દસ પર્વતોમાં જે સૌથી ઊંચો પર્વત દેખાય છે, તે જ ‘સુમેરુ’ ! સ્થાનિક ભાષામાં ‘બ્રોમો’ ‘સુમેરુ’  અને ‘મેરાપી’ નામથી પ્રખ્યાત આ ત્રણ પર્વત અહીંના હિંદુઓ માટે પવિત્ર છે. બ્રોમો અર્થાત્ સાક્ષાત્ બ્રહ્મા, સુમેરુ એટલે શ્રીવિષ્ણુ અને મેરાપી એટલે શિવ ! આ ત્રણ પર્વત જગત્માં સૌથી ભયાનક જ્વાલામુખી છે. આ ત્રણેય પર્વતોમાં એકજ સમયે વિસ્ફોટ થાય છે. મેરાપી પર્વતમાં જ્યારે જ્વાલામુખી વિશે હિલચાલ જોવા મળે છે, તેવી જ હિલચાલ અન્ય બે પર્વતોમાં પણ જોવા મળે છે. (તેને ‘સિસ્મિક એક્ટિવ્હિટી’ કહે છે.) આના પરથી ધ્યાનમાં આવે છે કે, આ ત્રણેય પર્વત ત્રિદેવ જ છે.

૩. પર્વતોમાંના દેવત્વની પ્રતીતિ –
શ્રી મહાલક્ષ્મીજી અને શ્રીવિષ્ણુની સ્તુતિ ગાઈ રહ્યા હતા
ત્યારે વિષ્ણુસ્વરૂપ રહેલા સુમેરુ પર્વતના ગર્ભમાં વિસ્ફોટ થવો

સુમેરુ પર્વતના દર્શન લેવા માટે અમે સુરાબાયાથી રાત્રે ૧૧ કલાકે પ્રયાણ કર્યું. ત્રણ કલાકના પ્રવાસ પછી ‘પનાંજકાન્’ પર્વત પર પહોંચ્યા. ત્યાં થોડો વખત વિશ્રાંતિ કરીને પરોઢિયે સાડા ત્રણ કલાકે અમે તે પર્વતની ટોચ પરથી સૂર્યોદય જોવા માટે ગયા. આ દૃશ્ય જોવા માટે સમગ્ર જગત્માંથી પર્યટકો આવતા હોય છે. ‘પનાંજકાન્’ પર્વત સમુદ્રસપાટીથી ૧૦ સહસ્ર ફૂટ ઊંચાઈએ છે. ત્યાંથી અમને સુમેરુ અને બ્રહ્મ પર્વતના દર્શન થવાના હતા. બરાબર પરોઢિયે સાડાચાર કલાકે સૂર્યનું પહેલું કિરણ પડવાની સાથે જ સુમેરુના અમને પ્રથમ દર્શન થયા. બ્રહ્મ પર્વતના પણ દર્શન થયાં. સાડાપાંચ સુધી અમે આ બધા દૃશ્યો ચિત્રબદ્ધ કર્યા. તે સમયે અમને મોટી અનુભૂતિ થઈ.

સુમેરુ પર્વતને કારણે, અર્થાત્ સમુદ્રમંથન દ્વારા આપણને અમૃત મળ્યું. શ્રીકૃષ્ણના હાથમાંનો પાંચજન્ય શંખ, શ્રીવિષ્ણુના હાથમાંની ગદા, સ્વર્ગમાંની અપ્સરા, કામધેનુ ગાય, પારિજાત વૃક્ષ, સાત મુખ ધરાવતો ઉચ્ચશ્રૈવાસ ઘોડો, ઇંદ્રનો ઐરાવત હાથી, વિષ્ણુના મુગુટમાં રહેલો કૌસ્તુભ મણિ, હલાહલ ઝેર (તે શિવજીએ પ્રાશન કર્યું), ધન્વંતરી દેવતા, ચંદ્ર, કલ્પવૃક્ષ, શારંગ નામક ધનુષ્ય, આ બધું સમુદ્રમંથન દ્વારા જ મળ્યું છે. સૌથી મહત્ત્વનું એટલે વિષ્ણુના હૃદયમાં વાસ કરનારાં શ્રી મહાલક્ષ્મીજી પણ એ જ સમુદ્રમંથન દ્વારા આવ્યા છે.

તેને કારણે સુમેરુ પર્વતનું સ્થાન આપણે શ્રી મહાલક્ષ્મીજીના ઉત્પત્તિ સ્થાન તરીકે કહી શકીએ. જ્યારે અમે સર્વ સાધકો અહીં શ્રી મહાલક્ષ્મીજીનું વર્ણન કરી રહ્યા હતા અને વિષ્ણુસ્તુતિ ગાઈ રહ્યા હતા, તે જ સમયે સુમેરુ પર્વતના ગર્ભમાં વિસ્ફોટ થયો. તે અમે પ્રત્યક્ષમાં જોયું. ત્યારે અમે સુમેરુ પર્વતના ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા વ્યક્ત કરી. આ સમયે સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળજીએ અમને આ રીતે પ્રાર્થના કરવા માટે કહ્યું, ‘હે સુમેરુ પર્વત, તમે તો સાક્ષાત્ વિષ્ણુ જ છો. આગામી સંકટકાળમાં સર્વ સાધકોનું રક્ષણ કરશો અને તમારામાં સ્થિત જ્વાલામુખી દ્વારા, અર્થાત્ જુવાળથી અનિષ્ટ શક્તિઓનો નાશ કરો.’

– શ્રી. વિનાયક શાનભાગ, ઇંડોનેશિયા.