ઇંડોનેશિયા ખાતેના જાવા દ્વીપ પર સ્‍થિત પ્રંબનન મંદિરમાંનું ‘રામાયણ’ નૃત્‍યનાટ્ય !

Article also available in :

૧. મુસલમાન બહુસંખ્‍યાંક
ઇંડોનેશિયામાં રામાયણને પ્રાધાન્‍ય આપ્‍યું હોવું

‘આજની ઘડીમાં ૯૫ ટકા મુસલમાન રહેલા ઇંડોનેશિયામાં ૪૦૦ વર્ષો પહેલાં બધા જ હિંદુ હતા’, આ વિધાનને ઇંડોનેશિયાના અનેક લોકો પીઠબળ આપે છે. મુસલમાન હોવા છતાં પણ અહીંના લોકોનાં નામો ‘વિષ્‍ણુ’, ‘સૂર્ય’, ‘રામ’, ‘ભીષ્‍મ’, ‘યુધિષ્‍ઠિર’, ‘ભીમ’ આ પ્રમાણે છે. અહીંના લોકો મુસલમાન ભલે હોય, તો પણ તેમણે રામાયણને પ્રધાનતા આપી છે. જાવા દ્વીપ પર શ્રીરામને ‘રામા’, સીતામાતાને ‘શિંતા’, રાવણને ‘ર્‌હાવણ’, જ્‍યારે લંકાને ‘અલેંકાપુરી’ કહે છે.

 

૨. અનેક શતકોથી જાવા દ્વીપ પર
રામાયણમાંનાં પ્રસંગો પર આધારિત નૃત્‍યકલા પ્રસિદ્ધ
હોવી અને આજે પણ પ્રતિદિન આ કલાનું મંદિરમાં પ્રસ્‍તુતિકરણ થતું હોવું

જાવા એ ઇંડોનેશિયામાંનું સૌથી મોટું દ્વીપ (ટાપુ) છે અને આ દ્વીપ પર અનેક શતકોથી રામાયણમાંનાં પ્રસંગો પર આધારિત નૃત્‍યનાટ્ય કલા પ્રસિદ્ધ છે. યોગ્‍યકર્તા શહેરથી ૧૭ કિ.મી. અંતર પર પ્રંબનન નામક ગામ છે. અહીં ‘ચંડી પ્રંબનન’ નામક મંદિરોનો સમૂહ છે. ‘ચંડી’ એટલે મંદિર અને ‘પ્રંબનન’ અર્થાત્ પરબ્રહ્મન્. ‘પરબ્રહ્મ મંદિર સમૂહ’ એવો તેનો અર્થ થાય છે. એક સમયે વિશ્‍વમાં સૌથી ઊંચાઈ પર આવેલું આ મંદિર જોવા માટે પ્રતિદિન સહસ્રોની સંખ્‍યામાં ભક્તો અને પર્યટકો આવે છે. આ મંદિરના ભવ્‍ય પરિસરમાં પ્રતિદિન સાંજે ૭ થી રાત્રે ૯ સુધીના સમયગાળામાં રામાયણ પરના પ્રસંગો પર આધારિત નૃત્‍યનાટ્ય પ્રસ્‍તુત કરવામાં આવે છે. ઉનાળાના દિવસોમાં આ નૃત્‍યનાટ્ય મંદિરના બહારના પરિસરમાં એક મોટા વ્‍યાસપીઠ પર પ્રસ્‍તુત કરવામાં આવે છે, જ્‍યારે ચોમાસામાં એક સભાગૃહમાં (‘ઇંડોર સ્‍ટેડિયમ’માં) પ્રસ્‍તુત કરવામાં આવે છે.

નૃત્‍યનાટ્યમાં સીતા સ્‍વયંવર સમયે પ્રભુ શ્રીરામચંદ્ર ધનુષ્‍ય ઉપાડવાનો પ્રસંગ પ્રસ્‍તુત કરતી વેળાએ કલાકાર

 

સીતાહરણ કરનારા રાવણ સાથે જટાયુએ યુદ્ધ કર્યું. તે સમયે રાવણે તેનો વધ કર્યો હોવાનો પ્રસંગ પ્રસ્‍તુત કરતી વેળાએ કલાકાર

 

હનુમાને સીતામાતાને મળીને શ્રીરામની મુદ્રિકા (વીંટી) ભેટ આપી તે પ્રસંગ પ્રસ્‍તુત કરનારા કલાકાર

 

૩. જાવા દ્વીપ પરના રામાયણ
પર આધારિત નૃત્‍યનાટ્યમાંના કેટલાક
પ્રસંગ અને તે નૃત્‍યનાટ્યની વિશિષ્‍ટતાઓ

આ નૃત્‍યનાટ્યમાં સીતા સ્‍વયંવર, મારિચે સુવર્ણમૃગનું રૂપ ધારણ કરવું, સીતાના કહેવાથી રામ અને લક્ષ્મણ આ મૃગની પાછળ જવા, રાવણે સીતાનું હરણ કરવું, રાવણે જટાયુનો વધ કરવો, હનુમાનજીએ સીતામાતાને મળીને શ્રીરામની મુદ્રિકા (વીંટી) તેમને આપવી, હનુમાને લંકાદહન કરવું, રામ-રાવણ યુદ્ધ, સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપવી એવા પ્રસંગો અતિશય સુંદર ભાવમુદ્રાથી પ્રસ્‍તુત કરવામાં આવે છે.

ઇંડોનેશિયામાંના જાવા બેટ પરનું આ એક પારંપારિક નૃત્‍યનાટ્ય છે અને ૨૦ કલાકારો આ નૃત્‍યનાટ્ય અતિશય સુંદર ભાવમુદ્રમાં પ્રસ્‍તુત કરે છે. આ નૃત્‍યનાટ્યને અનુરૂપ એવું પારંપારિક સંગીત હોય છે. સૂત્રસંચાલક વચ્‍ચે વચ્‍ચે પાર્શ્‍વભૂમિ કહીને કથાનક આગળ લઈ જતા હોય છે. નૃત્‍યનાટ્યનું સંગીત ‘જાવાનીસ્’ ભાષામાં હોય, તો પણ કલાકારોની ભાવમુદ્રાથી કથા સમજવી સહેલી પડે છે. નૃત્‍યનાટ્ય જોતી વેળાએ પૂર્ણ સમય આંખો નૃત્‍યનાટ્ય ભણી કેંદ્રિત હોય છે. સુંદર પ્રસ્‍તુતિકરણને કારણે ‘આપણે પ્રત્‍યક્ષમાં ‘રામાયણ’ નિહાળી રહ્યા છીએ’, એમ લાગે છે.

 

૪. કૃતજ્ઞતા

સચ્ચિદાનંદ પરબ્રહ્ય ડૉક્‍ટરજી, તમે હંમેશાં કહો છો કે ‘‘પૃથ્‍વી પર ભલે ગમે તેટલા મહાન પુરુષો અને રાજાઓ થઈ ગયા હોય, તેમ છતાં શ્રીરામ અને શ્રીકૃષ્‍ણને લોકો કદીપણ ભૂલશે નહીં; કારણકે તેઓ ભગવાનના અવતાર હતા.’’ ભારતથી દૂર રહેલા ઇંડોનેશિયામાં હજી પણ ત્‍યાંના લોકોએ રામાયણ નૃત્‍યનાટ્યના માધ્‍યમ દ્વારા રામના આદર્શો જાળવ્‍યા છે. ‘રામાયણ’ પ્રત્‍યક્ષમાં બનીને યુગાનુયુગ વીતી ગયા, તો પણ જુદાં જુદાં રૂપોમાં રામાયણની કથા જગત્‌માં અનેક સ્‍થાનોએ કહેવામાં આવે છે. શ્રીમન્‍નારાયણ સ્‍વરૂપ શ્રીરામજીની લીલાઓ વિશદ કરનારા આ સર્વ ભક્તોને ત્રિવાર વંદન ! ‘સચ્ચિદાનંદ પરબ્રહ્ય ડૉક્‍ટરજી, આ સર્વ પ્રત્‍યક્ષ અનુભવવા અને શીખવા મળ્યું’, એ માટે અમે સર્વ સાધકો આપનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞ છીએ.’

શ્રી. વિનાયક શાનભાગ, ઇંડોનેશિયા

Leave a Comment