ઇંડોનેશિયાના બાલી દ્વીપ (ટાપુ) પર આવેલાં વિવિધ મંદિરો અને તેમનો સંક્ષિપ્‍ત ઇતિહાસ

Article also available in :

શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી મુકુલ
ગાડગીળના નેતૃત્‍વ હેઠળ  ‘દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોની અભ્‍યાસ-યાત્રા’

તંપકસિરિંગ ગામ પાસે આવેલા તીર્થક્ષેત્રમાં સ્‍નાન કરી રહેલા ભક્તો

 

બાલીમાંના ૭ સાગર મંદિરોમાંથી એક રહેલું ‘તનાહ લોટ મંદિર’. બાલિની ભાષામાં ‘તનાહ લોટ’ અર્થાત્ ‘સમુદ્ર ભૂમિ’ એવો અર્થ થાય છે !
શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ

‘ઇંડોનેશિયાના બાલી દ્વીપ પર ૮૭ ટકા લોકો હિંદુ છે. બાલી ખાતે મંદિરોને ‘પૂરા’ નામથી સંબોધવામાં આવે છે. તેમાંના પૂરા બેસાખી, પૂરા તીર્થ એંપુલ, પૂરા તનાહ લોટ અને પૂરા ઉલુવાતૂ પ્રમુખ છે. આજે આપણે તેમાંના પૂરા તીર્થ એંપૂલ, પૂરા તનાહ લોટ અને પૂરા ઉલુવાતૂ આ મંદિરો વિશે જાણી લઈશું.

શ્રી. વિનાયક શાનભાગ

 

૧. પૂરા તીર્થ એંપૂલ: પવિત્ર અમૃત તીર્થ
પાસે રહેલું અને શ્રીમન્‍નારાયણ માટે બાંધેલું મંદિર

બાલીની રાજધાની દેનપાસરથી ૩૫ કિ.મી. અંતર પર રહેલા તંપકસિરિંગ ગામ પાસે  એક મોટું તીર્થક્ષેત્ર છે. આ ઠેકાણે એક મંદિર પણ છે. ‘આ મંદિર શ્રીમન્‍નારાયણ માટે બાંધ્‍યું હોવું જોઈએ’, એવું કહેવાય છે. બાલી ખાતેના હિંદુઓ આ તીર્થને ‘પવિત્ર અમૃત તીર્થક્ષેત્ર’ માને છે. ‘આ તીર્થક્ષેત્રમાં સ્‍નાન કરવાથી ચામડીના રોગ અને અન્‍ય વ્‍યાધિઓ દૂર થાય છે’, એવી ભક્તોની શ્રદ્ધા છે. તેને કારણે અનેક ભક્તો આ તીર્થક્ષેત્રમાં સ્‍નાન કરવા માટે આવે છે. આ તીર્થક્ષેત્રથી ૫૦ મીટર અંતર પર મુખ્‍ય મંદિર અને તે મંદિરની બાજુમાં મુખ્‍ય સ્‍વયંભૂ તીર્થક્ષેત્ર છે.

 

૨. પૂરા તનાહ લોટ : વરુણ
દેવતા અને સમુદ્રદેવતા માટે બાંધેલું મંદિર

બાલી ખાતે ૭ સાગર મંદિરો છે. તેમાંનું  એક એટલે ‘તનાહ લોટ મંદિર.’ બાલિની ભાષામાં ‘તનાહ લોટ’ અર્થાત્ ‘સમુદ્ર ભૂમિ’ એવો અર્થ થાય છે. સમુદ્ર ભૂમિ કહેવાનું એક કારણ એમ કે, આ મંદિર સમુદ્રમાં; પણ ભૂમિને સંલગ્‍ન છે. બાલી ખાતેના હિંદુઓનું કહેવું છે કે, આ મંદિરની નીચે અનેક ઝેરીલા નાગ છે. આ નાગ મંદિરનું નિરંતર રક્ષણ કરે છે. આ મંદિર નિરર્થ નામના એક ઋષિએ વરુણદેવતા અથવા સમુદ્રદેવતા માટે બાંધેલું મંદિર હોવું જોઈએ. આ મંદિર બાલીની રાજધાની દેનપાસર શહેરથી ૨૦ કિ.મી. અંતર પર છે. મંદિરમાં કોઈપણ મૂર્તિ નથી અને કેવળ એક પૂજાપીઠ છે. તેને ‘પદ્માસન’ કહે છે.

 

૩. પૂરા ઉલુવાતૂ : રુદ્ર માટે બાંધેલું મંદિર

બાલીની રાજધાની દેનપાસર શહેરથી દક્ષિણ દિશામાં ૨૦ કિ.મી. અંતર પર પૂરા ઉલુવાતૂ આ મંદિર સમુદ્ર કિનારે છે. સમુદ્રસપાટીથી ૭૦ મીટર ઉંચાઈ પર રહેલી એક મોટી ટેકડી પર આ મંદિર છે. મંદિરની નીચે જોઈએ, તો ત્રણે બાજુએ વિશાળ એવો સમુદ્ર છે. આ મંદિર બાલી ખાતેના ૭ સાગર મંદિરોમાંનું એક છે. ‘આ મંદિર નિરર્થ નામના ઋષિએ રુદ્ર માટે બાંધ્‍યું હોવું જોઈએ’, એવું કહેવાય છે. આ જ ઠેકાણે નિરર્થ ઋષિ નિર્વાણ પામ્‍યા; તેથી આ ઠેકાણે પ્રત્‍યેક વર્ષે તેમના માટે એક ઉત્‍સવ ઊજવવામાં આવે છે. આ મંદિરના વિસ્‍તારમાં અનેક વાનરો છે. અહીંના વાનરો વિશે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે અને આ વાનરો અન્‍ય વાનરો કરતાં જુદાં હોવાનું તેમણે કહ્યું છે. આ મંદિર પાસે પ્રતિદિન સાંજે પર્યટકો માટે સ્‍થાનિક પારંપારિક કચક નૃત્‍યનું પ્રસ્‍તુતિકરણ હોય છે.’

શ્રી. વિનાયક શાનભાગ, ચેન્‍નઈ

Leave a Comment