મુંડૂ (લુંગી જેવું વસ્‍ત્ર) કરતાં ધોતિયું શ્રેષ્‍ઠ હોવા પાછળનું શાસ્‍ત્ર

Article also available in :

‘દક્ષિણ ભારતીઓને ‘મુંડૂ (લુંગી જેવું વસ્‍ત્ર)’ આ તેમના પારંપારિક પહેરવેશનું વિશેષ અભિમાન છે. ખરું જોતાં ઋષિ-મુનિઓના કાળથી ચાલી આવેલો હિંદુઓનો પહેરવેશ ‘ધોતિયું’ હિંદુઓની પ્રાચીન પરંપરા અને તે હિંદુ સંસ્‍કૃતિનું અવિભાજ્‍ય અંગ જ છે. પશ્‍ચિમીઓનું આંધળું અનુકરણ, ધર્મશિક્ષણનો અભાવ ઇત્‍યાદિ કારણોસર ધોતિયું પરિધાન કરવાની હિંદુઓની પ્રાચીન સંસ્‍કૃતિ ધીમે ધીમે નાશ પામતી જઈ રહી છે અને મુંડૂ પહેરવાની પ્રથા હિંદુઓએ સ્‍વીકારી છે. આજના ‘ફેશન’ના યુગમાં ‘ધોતિયું પહેરવું’, આ પછાત હોવાનું લક્ષણ પણ માનવામાં આવે છે; કારણકે ‘ધોતિયું આ કેવળ ખેડૂતો અને પુરોહિતોએ પરિધાન કરવાનું વસ્‍ત્ર છે’, એવી લોકોની ભ્રામક કલ્‍પના થઈ છે. ઘણાં હિંદુઓને તો ધોતિયું પરિધાન કરવાનું કઠિન લાગે છે અથવા પહેરવાનો કંટાળો પણ આવે છે. એકાદ અનુષ્‍ઠાન કે ધાર્મિક વિધિ કરતી વેળાએ અથવા મંદિરમાં જતી વેળાએ ઘણાં હિંદુઓ ધોતિયું પહેરવા માટે સિદ્ધ (તૈયાર) હોતા નથી.

‘મુંડૂ પહેરવું’, આ અસાત્ત્વિક છે અને મુંડૂ પહેરેલી વ્‍યક્તિ ભણી સૂક્ષ્મમાંની અનિષ્‍ટ શક્તિઓ આકર્ષિત થાય છે તેમજ તેને કારણે વ્‍યક્તિને શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક ત્રાસનો સામનો કરવો પડે છે. મુંડૂ પહેરવા માટે ધર્મશાસ્‍ત્રએ પણ અનુમતિ આપી નથી. આનાથી ઊલટું ‘ધોતિયું પરિધાન કરવું’, આ સાત્ત્વિક છે અને તે પહેરવાથી ઈશ્‍વરી ચૈતન્‍ય ગ્રહણ થાય છે અને ધર્મપાલન પણ થાય છે.

‘આ લેખ વાંચીને ‘ધોતિયું પહેરવું’ આ હિંદુ સંસ્‍કૃતિમાંના પહેરવેશ વિશેના એક મહત્ત્વના આચાર વિશે વાચકોનું અભિમાન વૃદ્ધિંગત થાય, તેમજ ઈશ્‍વરી ચૈતન્‍ય પ્રાપ્‍ત કરવા માટે તેઓ ધોતિયું પરિધાન કરવાનો આરંભ કરે’, એ જ શ્રી ગુરુચરણોમાં પ્રાર્થના !’ – સંકલક

 

૧. મુંડૂ (મુંડ, લુંગી જેવું વસ્‍ત્ર)

મુંડૂ પહેરેલી વ્‍યક્તિ

મુંડૂ સુતરાઉ અથવા રેશમી હોય છે. તે ધોળું, ભગવું અથવા આછા પીળા રંગનું હોય છે. તે ગોળ (વર્તુળાકાર) સીવેલું હોતું નથી. મુંડૂને ઝીણી સોનેરી અથવા રંગીન કિનાર હોય છે. તેની લંબાઈ ધોતિયા કરતાં ઓછી હોય છે. સર્વસામાન્‍ય રીતે દક્ષિણ ભારતના પુરુષો ધાર્મિક વિધિ સમયે રેશમી મુંડૂ અને દૈનંદિન વ્‍યવહારમાં સુતરાઉ મુંડૂ પહેરે છે.

૧ અ. મુંડૂ પરિધાન કરવું, આ હિંદુઓના ધર્મગ્રંથ અનુસાર અયોગ્‍ય હોવું

૧ અ ૧. કછોટો ખોસ્‍યાવિના વસ્‍ત્ર પહેરવું એ અસુરોની પદ્ધતિ હોવી

વસ્‍ત્રના, ઉદા. ધોતિયાની પાટલીઓ કરીને તે ભાગ કમરની પાછળ ખોસવો, તેને ‘કછોટો ખોસવો’ કહે છે.

परिधानाद़् बहिः कक्षा निबद्धा ह्यासुरी भवेत् ।

– યાજ્ઞવલ્ક્યસ્મૃતિ

અર્થ : ગોળ વીંટેલા વસ્‍ત્રનો કછોટો બહાર છોડવો (અર્થાત્ કછોટો પાછળ ખોસ્‍યા વિના વસ્‍ત્ર પહેરવું), આ અસુરોની પદ્ધતિ છે.

૧ આ. મુંડૂ પહેરવાનાં દુષ્‍પરિણામ

૧ આ ૧. લિંગ અને ગુદદ્વારમાંથી સંક્રમિત થનારી રજ-તમ લહેરો અથવા દેહના ત્‍યાજ્‍ય વાયુ અને મળ-મૂત્રને કારણે મુંડૂનું પોલાણ ત્રાસદાયક શક્તિથી ભારિત થઈને પાતાળમાંની ત્રાસદાયક લહેરો આકર્ષિત થવી

‘મુંડૂ પહેરેલા પુરુષોના પગ ફરતે પોલાણ નિર્માણ થાય છે. મુંડૂ પેટ પર બાંધવામાં આવતું હોવાથી લિંગ અને ગુદદ્વારમાંથી સંક્રમતિ થનારી રજ-તમ લહેરો અથવા દેહમાંના ત્‍યાજ્‍ય વાયુ અને મળ-મૂત્રને કારણે મુંડૂનું પોલાણ ત્રાસદાયક શક્તિથી ભારિત થઈને પાતાળમાંની ત્રાસદાયક લહેરો આકર્ષિત કરવાનું કાર્ય કરે છે. મુંડૂના પોલાણમાં નિર્માણ થયેલી પાતાળમાંની ત્રાસદાયક લહેરો મૂલાધારચક્રથી મણિપુરચક્રોના ભાગમાં પ્રસરણ પામીને જીવને પાતાળમાંની ત્રાસદાયક શક્તિથી ભારિત કરે છે. તેને કારણે મુંડૂ પહેરવું, હિંદુ ધર્મમાં નિષિદ્ધ છે.

૧ આ ૨. મુંડૂમાંથી માયાવી શક્તિ પ્રક્ષેપિત થવી

વસ્‍ત્રની (ઉદા. ધોતિયાની) પાટલીને કારણે ગ્રહણ થનારી સાત્ત્વિક લહેરો નાભિના સ્‍થાન પર ઘનીભૂત થાય છે. વસ્‍ત્રને (ઉદા. લેંઘાને, ચણિયાને) ગાંઠ મારવાથી પણ સાત્ત્વિક લહેરો નાભિના સ્‍થાન પર ઘનીભૂત થાય છે, તેમજ વસ્‍ત્રના પોલાણમાંથી આકર્ષિત થનારી ત્રાસદાયક શક્તિ પણ અટકાવવામાં આવે છે. આનાથી ઊલટું મુંડૂને નાડીની ગાંઠ ન હોવાથી તેના પોલાણમાંથી આકર્ષિત થનારી ત્રાસદાયક શક્તિ કોઈપણ માધ્‍યમ દ્વારા અટકાવી ન હોવાથી વ્‍યક્તિના કુંડલિનીચક્રો પર દુષ્‍પરિણામ થાય છે. મુંડૂમાં પાતાળમાંની ત્રાસદાયક શક્તિ આકર્ષિત થતી હોવાથી તેના માધ્‍યમ દ્વારા અન્‍ય જીવ અને વાયુમંડળ પર માયાવી શક્તિ પ્રક્ષેપિત પણ કરવામાં આવે છે.

– શ્રી. નિષાદ દેશમુખ (સૂક્ષ્મ દ્વારા પ્રાપ્‍ત થયેલું જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૮.૩.૨૦૧૮)

૧ ઇ. છવારની સાડીને કારણે પગના સ્‍થાન પર પોલાણ નિર્માણ થતું હોય, તો પણ છ વારની સાડી સાત્ત્વિક હોવા પાછળનું કારણ

‘ચણિયો, છ વારની સાડી, મુંડૂ ઇત્‍યાદિ વસ્‍ત્રો ઊંચાઈમાં લાંબા હોય છે અને તેમનો મોટો ઘેર નિર્માણ થતો હોવાથી પગ ફરતે પોલાણ નિર્માણ થાય છે. તેને કારણે સૂક્ષ્મમાંથી પગ સુધીના વસ્‍ત્રોમાં શક્તિ કાર્યરત રાખવામાં આવે છે અને વસ્‍ત્રોમાં જે શક્તિ કાર્યરત હોય તે જ આકર્ષિત કરવામાં આવે છે, ઉદા. છ વારની સાડીમાં ઈશ્‍વરી શક્તિ હોવાથી પોલાણમાં નિર્ગુણ તત્ત્વ, જ્‍યારે મુંડૂમાં ત્રાસદાયક શક્તિ હોવાથી તેના પોલાણમાં પાતાળમાંની ત્રાસદાયક શક્તિ આકર્ષિત થાય છે.’

– શ્રી. નિષાદ દેશમુખ (સૂક્ષ્મ દ્વારા પ્રાપ્‍ત થયેલું જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૦.૧૦.૨૦૧૭ અને ૨૦.૧૦.૨૦૧૭)

 

૨. ધોતિયું

ધોતિયું પરિધાન કરવું, એ હિંદુઓની પ્રાચીન પરંપરા છે અને તે હિંદુ સંસ્‍કૃતિનું એક અવિભાજ્‍ય અંગ જ છે.

૨ અ. ધોતિયું પહેરવું, હિંદુ ધર્મ પ્રમાણે હોવું

ધોતિયું પરિધાન કરેલી વ્‍યક્તિ

૨ અ ૧. હિંદુઓના પ્રાચીન ધર્મગ્રંથમાં ધોતિયું પરિધાન કરવા વિશે રહેલો ઉલ્‍લેખ

૨ અ ૧ અ. ‘કછોટો રહેલું વસ્‍ત્ર (ઉદા. ધોતિયું) પહેરવું’, એ પવિત્રતાનું દર્શક હોવું

વસ્‍ત્રની, ઉદા. ધોતિયાની પાટલી કરીને તે ભાગ કમરની પાછળની બાજુ કરોડ પાસે ખોસવી, આને ‘કછોટો ખોસવો’ કહે છે.

वामे पृष्‍ठे तथा नाभौ कक्षत्रयमुदाहृतम् ।

एभिः कक्षैः परीधत्ते यो विप्रः स शुचिः स्‍मृतः ॥

– બોધાયનસ્‍મૃતિ

અર્થ : ડાબી બાજુ (પેટની ડાબી બાજુ), પાછળ (કરોડ પાસે) અને સામે નાભિ પાસે, આ ત્રણેયને ‘કક્ષાત્રય’ અથવા ‘ત્રિકક્ષ’ કહે છે. જે વિપ્ર (વિદ્યાસંપન્‍ન બ્રાહ્મણ) (ઓછામાં ઓછું) આ ત્રણ ઠેકાણે વસ્‍ત્ર ખોસે છે (ધોતિયું પરિધાન કરે છે), તેને પવિત્ર ગણવામાં આવે છે.

૨ આ. ધોતિયું પરિધાન કરવાનું મહત્ત્વ

‘ગૃહસ્‍થાશ્રમી જીવોનો સ્‍તર વધારે ન હોવાથી તેમનો દેહ રજ-તમ પ્રધાન હોય છે. જીવના પેટમાં રહેલા મળ-મૂત્ર અને ત્‍યજી દેવા લાયક ઊર્જાને કારણે પેટથી લિંગ સુધીનો શરીરનો આ ભાગ વધારે પ્રમાણમાં રજ-તમ પ્રધાન હોય છે. ધોતિયું નાભિ પર અર્થાત્ મણિપુરચક્ર પર બાંધવામાં આવે છે. ધોતિયું દેહને સ્‍પર્શ કરીને, તેમજ દેહને તદ્દન ચોંટીને પહેરેલું હોવાથી દેહમાંથી પ્રક્ષેપિત થનારું રજ-તમ ધોતિયાના સત્ત્વગુણને કારણે નષ્‍ટ થાય છે અને ધોતિયાને કારણે દેહની સાત્ત્વિકતા વૃદ્ધિંગત થવામાં સહાયતા થાય છે.’

– શ્રી. નિષેદ દેશમુખ (સૂક્ષ્મમાંથી પ્રાપ્‍ત થયેલું જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૯.૩.૨૦૧૮)

૨ ઇ. ધોતિયું પરિધાન કરવાથી થનારા કેટલાક લાભ

૨ ઇ ૧. પાચનક્રિયા સારી થવામાં સહાયતા થવી

‘ધોતિયું પહેરવાથી મણિપુરચક્ર પર દબાણ નિર્માણ થઈને પાચનક્રિયા સારી થવામાં સહાયતા થાય છે.’ – શ્રી. જી. અરુણકુમાર શિવમ્ (શિવાગમ વિદ્યાનિધી), ઇરોડ, તામિલનાડુ. (૧૮.૫.૨૦૧૭)

૨ ઇ ૨. આરોગ્‍ય સુધરવામાં સહાયતા થવી

‘મોટાભાગે વ્‍યક્તિનું શારીરિક અને માનસિક આરોગ્‍ય બગડવામાં રજ-તમપ્રધાન મન કારણીભૂત પુરવાર થાય છે. વ્‍યક્તિના શરીરમાંના સ્‍વાધિષ્‍ઠાન અને મણિપુર ચક્રો પર રજ-તમનો પ્રભાવ વધવાથી વ્‍યક્તિને વિવિધ શારીરિક વિકાર થાય છે. સર્વસામાન્‍ય રીતે અનાહતચક્ર મન સાથે સંબંધિત ભલે હોય, તો પણ સ્‍વાધિષ્‍ઠાન અને મણિપુર ચક્રો પર રજ-તમનો પ્રભાવ વધવાથી ક્રમવાર વાસના અને ક્રોધ આ વિકારો નિર્માણ થાય છે. ધોતિયું પહેરવાથી નિર્માણ થનારી સાત્ત્વિકતા આ ચક્રોને શુદ્ધ રાખે છે. પરિણામે આ ચક્રો પરનો રજ-તમનો પ્રભાવ ઓછો થવામાં સહાયતા થાય છે. તેને કારણે મન નિયંત્રિત રહે છે. સહેજે નવા નવા રોગ ઉત્‍પન્‍ન થવાની અને જૂના વિકારો પાછા થવાની સંભાવના ન્‍યૂન થાય છે. ટૂંકમાં અનિદ્રા, માનસિક તાણ, અતૃપ્‍તતા, અશાંતિ જેવી અનેક સમસ્‍યાઓ ન્‍યૂન થવામાં ધોતિયું પહેરવું લાભદાયક છે.’

– શ્રી. રામ હોનપ (સૂક્ષ્મ દ્વારા પ્રાપ્‍ત થયેલું જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૮.૭.૨૦૧૭)

૨ ઈ. લેંઘા જેવું પહેરી શકાય તેવું તૈયાર મળતું ધોતિયું (ધોતી-લેંઘો) વાપરવું અયોગ્‍ય હોવું

‘તૈયાર ધોતિયું સીવતી વેળાએ ધોતિયાને છિદ્રો પાડીને સિલાઈ કરવામાં આવે છે. છેદ કરવો, અર્થાત્ વાયુમંડળમાંની રજ-તમાત્‍મક લહેરોને આકર્ષિત કરી લેવી. આનાથી ઊલટું ગાંઠ મારીને વાપરવાના વસ્‍ત્રોને બટન ઇત્‍યાદિ લગાડેલા ન હોવાથી વસ્‍ત્રો પર સિલાઈ થતી ન હોવાથી અથવા ન્‍યૂનતમ સિલાઈ થઈને સિલાઈ દ્વારા છિદ્રો પડીને તેમાંથી રજ-તમાત્‍મક લહેરો વસ્‍ત્રમાં ઘુસવાની શક્યતા અતિશય ઓછી હોય છે.’

– એક વિદ્વાન, ૨૯.૧૦.૨૦૦૭ (સનાતનનાં સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળે કરેલું લખાણ ‘એક વિદ્વાન’, ‘ગુરુતત્ત્વ’ ઇત્‍યાદિ નામોથી પ્રસિદ્ધ છે.)

* સૂક્ષ્મ : વ્‍યક્તિનાં સ્‍થૂળ એટલે પ્રત્‍યક્ષમાં દ્રશ્‍યમાન થનારા અવયવ નાક, કાન, આંખો, જીભ અને ત્‍વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિની પેલે પારનું  એટલે ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરી ચૂકેલી કેટલીક વ્‍યક્તિઓને આ ‘સૂક્ષ્મ’ સંવેદનાઓની જાણ થાય છે. આ ‘સૂક્ષ્મ’ના જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્‍લેખ છે.

* સૂક્ષ્મમાંનું દેખાવું, સંભળાવું ઇત્‍યાદિ (પંચ સૂક્ષ્મજ્ઞાનેંદ્રિયો થકી જ્ઞાનપ્રાપ્‍તિ થવી) : કેટલાક સાધકોની અંતર્‌દૃષ્‍ટિ જાગૃત થાય છે, એટલે તેમને આંખોથી જોઈ ન શકાય તે જોવા મળે છે, તો કેટલાક જણાને સૂક્ષ્મમાના નાદ અથવા શબ્‍દો સંભળાય છે.

Leave a Comment