આયુર્વેદના પ્રાથમિક ઉપચાર

‘સૂતશેખર રસ’ આ ઔષધીની એક ગોળીનું ઝીણું ચૂર્ણ બનાવવું. (એક થાળીમાં ગોળી મૂકીને તેના પર પવાલાથી અથવા વાટકીથી દાબ આપવાથી ગોળીનું ચૂર્ણ થાય છે.) આ ચૂર્ણ બજર (છીંકણી) સૂંઘે છે, તે રીતે નાકમાં ખેંચવું. એમ કરવાનું જો ન ફાવતું હોય, તો એક ચમચી પ્રવાહી ઘીમાં આ ગોળીનું ચૂર્ણ ભેળવવું.

મૂત્રાશય સાથે સંબંધિત વિકારો માટેના ઉપાય !

કુશમૂળિયા, કાસમૂળિયા, શેરડીના મૂળ, શરમૂળ, ખસ પ્રત્‍યેક ૪૦૦ ગ્રામ લઈને ૨૦ લિટર પાણીમાં ઉકાળીને ૫ લિટર રહે ત્‍યાં સુધી ઉકાળો કરવો અને તેમાં કાકડીના બી, કોળાના બી, ચીભડાના બી, જ્‍યેષ્‍ઠીમધ, આમળા નાખવા.

મોટી બીમારીઓ માટે આયુર્વેદિક ઔષધિઓ !

અશોક (આસોપાલવ)નું ગર્ભાશય પર અધિક પ્રભાવથી કાર્ય થાય છે. તેને કારણે ગર્ભાશયની શિથિલતા નષ્‍ટ થાય છે. ગર્ભાશયની બળતરા અને શૂલ નષ્‍ટ થાય છે અને યોનિ માર્ગે વધારે રક્તસ્રાવ થતો હોય, તો તે થોભી જાય છે. અશોકની છાલ તુટેલા અસ્‍થિને સાંધવામાં સહાયતા કરે છે.

પેટ સાફ થવા માટે રામબાણ ઘરગથ્‍થુ ઔષધી : મેથીના દાણા

મેથીના દાણા પેટમાં ગયા પછી ફૂલે છે અને તેમાં રહેલી ચીકાશને કારણે તે આંતરડામાંનો મળ આગળ ધકેલે છે. આંતરડામાં આવશ્‍યક તેટલું પાણીનું પ્રમાણ મેથીના દાણાને કારણે જળવાય છે.

લક્ષણ પ્રમાણે આયુર્વેદિક ઔષધીઓ

પહેલાં પ્રત્‍યેક ઘરમાં રક્તચંદનની ઢીંગલી રહેતી. હવે તો તેનું નામ પણ દુર્લભ થયું છે ! વર્તમાનમાં તો મોટાભાગના રુગ્ણો પાસે તે હોતી જ નથી. રક્તચંદનની ઢીંગલી પુષ્‍કળ ઉપયુક્ત અને બહુગુણી ઔષધી હોવાથી પહેલાં તે પ્રત્‍યેક ઘરમાં અગત્‍યતાપૂર્વક વસાવવામાં આવતી

ધૂમપાન : શ્‍વસનતંત્રના રોગ પ્રતિબંધિત થઈ શકે તેવો આયુર્વેદિક ઉપચાર !

વિષાણુઓને કારણે શરદી, ઉધરસ જેવી માંદગી થવાની સંભાવના હોય તો  પ્રતિબંધાત્‍મક ઉપાય તરીકે, તેમજ એવી માંદગી થઈ હોય તો તે વહેલી સાજી થાય, એ માટે આ લેખમાં જણાવ્‍યા પ્રમાણે પ્રતિદિન ધૂમપાન કરવું.

શિયાળાના વિકારો પર સહેલા ઉપચાર

વાતાવરણમાં રહેલા કોરાપણાને કારણે ત્‍વચા અને હોઠ ફાટી જાય છે. (તેમને ચીરા પડે છે.) ખાસ કરીને પગના તળિયા અને હથેળીમાં ચીરા પડે છે. ત્‍વચા કોરી પડવાથી ખંજવાળ આવે છે.