આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ યોગ્‍ય વસ્‍ત્ર : ધોતિયું

Article also available in :

૧. ધોતિયું

આ અખંડ સૂતરમાંથી બનાવવામાં આવે છે. નૈસર્ગિક સૂતરમાં સાત્ત્વિકતા અને ઇશ્વરી ચૈતન્ય હોય છે. અખંડ સૂતર હોવાને લીધે ધોતિયામાંથી સાત્ત્વિકતા અને ઈશ્વરી ચૈતન્ય પણ અખંડપણે ધોતિયામાં રહે છે અને ધોતિયું પરિધાન કરનારા જીવને તેનો અખંડ લાભ થાય છે.

 

૨. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી યોગ્ય વસ્ત્ર : ધોતિયું

સામાન્યપણે ધોતિયું બે રીતે નાભિ પર પરિધાન કરવામાં આવે છે. ‘ષટ્કચ્છ’ એટલે છ ઠેકાણે ખોસીને પહેરેલું અથવા નાભિ પાસે ગાંઠ મારીને ખોસેલું. પ્રાંત અનુસાર અથવા સ્થાનિક પ્રથા અનુસાર ધોતિયું પહેરવાની પદ્ધતિ થોડીઘણી પલટાઈ શકે. ધોતિયું પહેરવાની પદ્ધતિ જાણનારા વ્યક્તિ પાસેથી ધોતિયું કેવી રીતે પહેરવું એ સીખી લેવું સહેલું છે.

 

૩. ધોતિયું પહેરવાથી થનારા લાભ

અ. ધોતિયું નાભિ પર પહેરવાથી અનિષ્‍ટ શક્તિઓના આક્રમણો સામે સંપૂર્ણ રીતે રક્ષણ થવું

‘ધોતિયું નાભિ પર પહેરવાથી નાભિ પર ધોતિયાની પાટલીઓનો થર આવે છે. તેને કારણે નાભિનું અનિષ્‍ટ શક્તિઓનાં આક્રમણો સામે સંપૂર્ણ રીતે રક્ષણ થાય છે. જો નાભિ ખુલ્‍લી રહે, તો અનિષ્‍ટ શક્તિઓને તેના પર આક્રમણ કરીને તેમાંથી કાળી શક્તિ સંપૂર્ણ શરીરમાં પ્રક્ષેપિત કરવાનું વધારે સહેલું હોય છે. તેથી પેટના સર્વ અવયવોને વધારે અપાય થઈ શકે છે.

આ. પાટલીઓને કારણે કમર નીચેના ભાગમાં નિરંતર ચૈતન્‍ય પૂરું પડતું હોવાથી ત્‍યાંની કાળી શક્તિ નષ્‍ટ થવી

પાટલીઓના એક પર એક આ રીતે ૫ અથવા તેના કરતાં પણ વધારે થર બને છે. તેને કારણે ધોતિયામાં મૂળમાં જ રહેલું ચૈતન્‍ય ધોતિયામાં જ સંગ્રહિત થાય છે. તેને કારણે ધોતિયું પરિધાન કરેલા જીવને આ ચૈતન્‍યનો ૨૪ કલાક લાભ મળે છે. કછોટાની પાટલીઓને કારણે કમરના નીચેના ભાગમાં ચૈતન્‍યનો નિરંતર પુરવઠો કરવામાં આવતો હોવાથી ત્‍યાંની કાળી શક્તિ નષ્‍ટ થાય છે. તેમજ નવદ્વારોમાંથી જનનેંદ્રિય અને ગુદદ્વાર દ્વારા અનિષ્‍ટ શક્તિઓનાં આક્રમણો વધારે પ્રમાણમાં થતા હોવાથી અને ત્‍યાં જ કછોટાની પાટલીઓનું સંરક્ષણ-કવચ હોવાથી જીવનું આ આક્રમણો સામે નિરંતર રક્ષણ કરવામાં આવે છે.

ધોતિયાની પાટલીઓ કરીને તે નાભિસ્‍થાન પર ખોસવાથી નાભિ અને પેટમાંના અવયવોનું અનિષ્‍ટ શક્તિઓનાં આક્રમણો સામે રક્ષણ થવું
કછોટાની પાટલીઓ પાછળ ખોસવાથી કમરના નીચેના ભાગનું અનિષ્‍ટ શક્તિઓનાં આક્રમણો સામે રક્ષણ થવું તેમજ મૂલાધાર ચક્રને ચૈતન્‍ય મળવું

ઇ. પાટલીઓને કારણે મૂલાધાર ચક્રને ચૈતન્‍ય પૂરું પડવું

આગળ ખોસેલી પાટલીઓને કારણે નાભિ, સ્‍વાધિષ્‍ઠાનચક્ર અને પેટમાંના સર્વ અવયવોનું રક્ષણ કરવામાં આવે છે. કછોટાની પાટલીઓને કારણે મૂલાધાર ચક્રને ચૈતન્‍ય પૂરું પાડવામાં આવે છે. તેને કારણે મૂલાધાર ચક્રમાં રહેલું વાસનાઓનું કેંદ્ર ક્ષીણ થઈને આવો જીવ સંયમી જીવન જીવવાનું શીખે છે. જો આવો જીવ સાધના પણ કરતો હોય, તો તેનો વાસનાક્ષય વહેલો થઈને તેની આધ્‍યાત્‍મિક પ્રગતિ વેગે થાય છે.

ઈ. ધોતિયાને ચૂણી પડીને તેમાંના ચૈતન્‍યને કારણે જીવનું નિરંતર રક્ષણ થવું

ધોતિયું પરિધાન કરવાની પદ્ધતિને કારણે જીવના બન્‍ને પગ પર ધોતિયાની ચૂણી પડે છે. તેને કારણે ધોતિયામાંનું ચૈતન્‍ય પ્રવાહી થઈને જીવના દેહ (શરીર) પર ફરતું રહે છે અને તેનું એક વલય પણ શરીર ફરતું નિર્માણ થાય છે. તેને કારણે જીવનું નિરંતર રક્ષણ થાય છે.’ – સૌ. રાજશ્રી ખોલ્‍લમ (ચૈત્ર સુદ સાતમ, કળિયુગ વર્ષ ૫૧૧૧, ૨.૪.૨૦૦૯)

 

૪. ધોતિયું, અબોટિયું અને પિતાંબર

‘ધોતિયું બને ત્‍યાં સુધી ધોળા રંગનું હોય છે. આ હંમેશાં પરિધાન કરવાનું વસ્‍ત્ર છે. ખાસ કરીને પૂજાકર્મ, ધાર્મિક વિધિ સમયે પરિધાન કરવામાં આવતા કૌશેય (રેશમી) વસ્‍ત્રને અબોટિયું કહે છે. આ લાલ, પીળું અથવા કેસરી એવા વિવિધ રંગોમાં હોય છે. પીળા રંગના અબોટિયાને પિતાંબર કહે છે.’ – એક વિદ્વાન (સૌ. અંજલી ગાડગીળના માધ્‍યમ દ્વારા, અષાઢ સુદ ત્રીજ, કળિયુગ વર્ષ ૫૧૧૦, ૫.૭.૨૦૦૮)

Leave a Comment