પર્યાપ્‍ત આહાર લઈને પણ ‘લેવાઈ ગયા જેવું લાગવું અથવા શક્તિહીન થવા જેવું લાગવું’ આના પર આયુર્વેદના પ્રાથમિક ઉપચાર

પર્યાપ્‍ત આહાર લેવા છતાં પણ કેટલાક લોકોને આમ થાય છે. જઠરાગ્‍નિ (પાચનશક્તિ) મંદ થઈ હોવાનું આ લક્ષણ છે. આના પર આગળ આપેલા ક્રમવાર પ્રાથમિક ઉપચાર કરવા.

આયુર્વેદની કેટલીક સુવર્ણયુક્ત ઔષધિઓ

આયુર્વેદિક ઔષધિઓમાં ‘સુવર્ણયુક્ત ઔષધિઓ (સુવર્ણકલ્‍પ)’ ઉત્તમ ‘રસાયણ’ તરીકે માનવામાં આવે છે. ‘સુવર્ણ’ અર્થાત્ ‘સોનું’. સુવર્ણયુક્ત આયુર્વેદિક ઔષધિઓમાં સોનાનું ભસ્‍મ હોય છે.

ઘરે જ કરો રીંગણની વાવણી

વાવણી કેવી રીતે કરવી, એ સમજવા માટે યુ-ટ્યૂબ પરનો વિડિયો વાચકોની સગવડ માટે આપી રહ્યા છીએ. આ વિડિયોમાંનો કેટલોક ભાગ ઉપરોક્ત લેખમાં આપેલી જાણકારી કરતાં જુદો હોઈ શકે. વિડિયોમાં જ્‍યાં રોપોની વાવણી માટે વિશિષ્‍ટ પ્રકારની માટી કહી છે, ત્‍યાં નૈસર્ગિક પદ્ધતિથી જીવામૃત વાપરીને સૂકા ખરેલાં પાન કોહવીને બનાવેલું હ્યુમસ પણ (સુપીક માટી પણ) ઉપયોગમાં લઈ શકાય છે

ઘરે જ કરો આદુંની વાવણી !

જો આદું વ્‍યાવસાયિક (ધંધા) તરીકે વાવવું હોય, તો એપ્રિલના પ્રથમ પખવાડિયામાં વાવવું. જો વધારે મોડું થાય, તો બીજા પખવાડિયામાં લગાડવું; પણ તેનાથી વધારે મોડું કરવું નહીં. તમે જો એક-બે કુંડામાં જ આદું વાવવાના હોવ, તો તે સમગ્ર વર્ષ દરમ્‍યાન ગમે ત્‍યારે વાવી શકાય.

ઘરે જ કરો કોથમીર અને ફુદીનાની વાવણી

ફુદીનાના રોપનાં મૂળિયાં વધારે ઊંડા જતાં નથી. તેથી સામાન્‍ય રીતે ૬ ઇંચ ઊંડું કૂંડું ઘણું થયું. ફુદીનો ચોમાસામાં આંગણામાં ઉગેલા ઘાંસની જેમ આડો ફેલાતો હોવાથી કૂંડાનો વ્‍યાસ મોટો રાખવો હિતાવહ છે. તેથી કૂંડાને બદલે પહોળું ટબ ઇત્‍યાદિ લેવું શ્રેયસ્‍કર છે.

ઘરે જ કરો બટાકાની વાવણી

માટીમાંથી ફણગા ઉપર આવતા રહે, તેમ તેમ તેના ફરતે સેંદ્રિય ખાતર મિશ્રિત માટી નાખતી જવી. તેને કારણે ફણગા સીધા ઊભા રહેશે. બટાકાના રોપનું થડ અત્‍યંત નાજુક હોવાથી તેને આધાર આપવાની આવશ્‍યકતા હોય છે.

શાકભાજી માટે તડકાની આવશ્‍યકતા

સંપૂર્ણ તડકાની આવશ્‍યકતા રહેલા શાક અડધા તડકામાં અને અડધા તડકાની આવશ્‍યકતા રહેલા શાક જો છાંયામાં લગાડીએ, તો તેનો ફાલ સરખો નહીં આવે, એમ નથી પણ તેમને લાગનારાં ફળો રંગ અને આકારમાં ઓછા હશે. સ્‍વાદ તો તેજ રહેશે; પણ સંખ્‍યા ઓછી હશે અને કળીથી માંડીને પાકવાનો સમય પણ વધારે હશે.

આયુર્વેદના પ્રાથમિક ઉપચાર

‘સૂતશેખર રસ’ આ ઔષધીની એક ગોળીનું ઝીણું ચૂર્ણ બનાવવું. (એક થાળીમાં ગોળી મૂકીને તેના પર પવાલાથી અથવા વાટકીથી દાબ આપવાથી ગોળીનું ચૂર્ણ થાય છે.) આ ચૂર્ણ બજર (છીંકણી) સૂંઘે છે, તે રીતે નાકમાં ખેંચવું. એમ કરવાનું જો ન ફાવતું હોય, તો એક ચમચી પ્રવાહી ઘીમાં આ ગોળીનું ચૂર્ણ ભેળવવું.

અણુયુદ્ધને કારણે થનારા પ્રદૂષણથી રક્ષણ થવા માટે કરવાનો ઉપાય : અગ્‍નિહોત્ર

પ્રદૂષણના વિવિધ દુષ્‍પરિણામ શાળાના પાઠ્યપુસ્‍તકોમાં આપવામાં આવે છે; પણ તેના પર નક્કર ઉપાયનું આચરણ થતું નથી. પૃથ્‍વીનું સંતુલન બગાડવામાં પ્રદૂષણ આ મહત્ત્વનો ઘટક છે; તે સાથે જ પ્રદૂષણને કારણે માનવી શરીર અને મનનું સંતુલન બગડે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે સહેલો ઘરગથ્‍થુ ઉપચાર !

જેમને કડવા લીમડાના તાજાં પાન મળી શકતા નથી, તે લોકો ‘નીમવટી’ (કડવા લીમડાના પાનના ચૂર્ણની ગોળીઓ) લઈ શકે છે. બે ગોળીઓ સવારે નયણે કોઠે થોડા પાણી સાથે લેવી. ત્‍યાર પછી અર્ધો કલાક કાંઈ ખાવું-પીવું નહીં. નાના છોકરાઓને એક ગોળી આપવી. આ ગોળીઓ જો ન મળે, તો ‘ગૂળવેલ ઘનવટી’ અથવા ‘ગિલોય ઘનવટી’ ગોળીઓ લઈએ, તો પણ ચાલે