પીઠનો દુખાવો (Backache) આ બીમારી માટે હોમિયોપથી ઔષધિઓની જાણકારી

Article also available in :

વર્તમાનના ધાંધલધમાલના જીવનમાં ગમે તેને અને ગમે ત્‍યારે ચેપી બીમારીઓ અથવા અન્‍ય કોઈપણ વિકારોનો સામનો કરવો પડે છે. આવા સમયે તરત જ તજ્‌જ્ઞ વૈદ્યકીય સલાહ ઉપલબ્‍ધ થશે જ, એવું કહી શકાય નહીં. શરદી, ઉધરસ, તાવ, ઊલટી, ઝાડા, બદ્ધકોષ્‍ઠતા, આમ્‍લપિત્ત આવી વિવિધ બીમારીઓ માટે ઘરગથ્‍થુ ઉપચાર કરી શકાય, આ દૃષ્‍ટિએ હોમિયોપથી ચિકિત્‍સા પદ્ધતિ સર્વસામાન્‍ય લોકો માટે અત્‍યંત ઉપયોગી છે.

પ્રત્‍યક્ષ બીમારી માટે સ્‍વઉપચાર ચાલુ કરવા પહેલાં ‘હોમિયોપથી સ્‍વઉપચાર વિશેનાં માર્ગદર્શક સૂત્રો અને પ્રત્‍યક્ષ ઔષધી કેવી રીતે ચૂંટવી ?’, આ વિશેની જાણકારી વાચકોએ પહેલા વાંચીને સમજી લેવી અને તે અનુસાર પ્રત્‍યક્ષ ઔષધિઓ ચૂંટવી, એવી વિનંતિ !

સંકલક : હોમિયોપથી ડૉ. પ્રવીણ મહેતા, ડૉ. (સૌ.) સંગીતા અ. ભરમગુડે અને ડૉ. અજિત ભરમગુડે

હોમિયોપથી વૈદ્ય (ડૉ.) પ્રવીણ મહેતા

પીઠમાં મંદથી તીવ્ર વેદનાઓ થવી આને ‘પીઠનો દુખાવો’ કહે છે. કેટલીક વાર આ વેદનાઓ પગની દિશામાં ફેલાય છે. પડી જવાથી થયેલી ઇજા, વજનદાર વસ્‍તુ ઉપાડવી, વયને કારણે અથવા મણકામાંની ચકતીનો ઘસારો, ઇત્‍યાદિ કારણોસર આ વેદનાઓ થઈ શકે છે. પીઠનો દુખાવો હોય, ત્‍યારે લાંબો સમય બેસી રહેવું, વજનદાર વસ્‍તુ ઉપાડવાનું ટાળવું. યોગાસનો, વ્‍યાયામ, શરીરની ઢબ (posture) યોગ્‍ય કરવી, માલિશ કરવાથી પણ લાભ થાય છે. પીઠનો દુખાવો આ લક્ષણ ઉપરાંત કયા વિશિષ્ટતાપૂર્ણ લક્ષણો હોય, તો તે ઔષધિ લેવી, આ બાબત ઔષધિઓના નામની આગળ આપવામાં આવી છે.

 

૧. આર્નિકા મોન્‍ટાના (Arnica Montana)

૧ અ. આઘાતજન્‍ય ઇજા (traumatic injuries) અથવા અતિ શ્રમને કારણે પીઠ દુખવી

૧ આ. પીઠનો ભાગ દુખતો હોય, લૂલો કે ઠેસ લાગી હોય તે પ્રમાણે જણાવવો,

૧ ઇ. જે જે જગ્‍યા પર સૂવા જઈએ, તે તે જગ્‍યા અતિ કડક લાગવી

૧ ઈ. પ્રતિદિન વાપરતા હોઈએ તે સુંવાળું ગાદલું; શરીરને સ્‍પર્શ થાય ત્‍યાં કડક લાગવાથી ક્યાંય પણ ટેકો દેવાતો નથી. ક્યાંક તોયે સુંવાળી જગ્‍યા મળશે, એની શોધમાં અસ્વસ્થ થઈને વારેઘડીએ જગ્યા ફેરવતા રહેવું

ડૉ. અજિત ભરમગુડે

 

૨. કાલી કાર્બોનિકમ્ (Kali Carbonicum)

૨ અ. પીઠમાં સોઈ ભોંકવા પ્રમાણે તીવ્ર વેદના થવી

૨ આ. પીઠ ભાંગી ગયા પ્રમાણે જણાવવું

૨ ઇ. પીઠમાં નબળાઈ જણાવવી

૨ ઈ. પડ્યા રહેવાથી અથવા વિશ્રાંતિ લેવાથી વેદના વધુ થવી

૨ ઉ. ચાલવાથી અથવા હિલચાલ કરવાથી સારું લાગવું

૨ ઊ. ગર્ભવતી સ્‍ત્રીઓની અથવા ગર્ભપાત થયા પછી પીઠ દુખવી

 

૩. હ્રસ ટૉક્સિકોડેંડ્રૉન (Rhus Toxicodendron)

૩ અ. ઘણી ભારે વસ્‍તુ ઉપાડવાથી કેડવાથી વેદના થવી, વરસાદમાં પલળવું, ભેજવાળા કપડાં પહેરીને અથવા ભેજવાળી પથારી પર સૂવું, આને કારણે પીઠ દુખવી

૩ આ. પીઠ ઝલાઈ જવી, ઠેસ લાગી હોય તે પ્રમાણે અને દાહ જણાવવો

૩ ઇ. હિલચાલ કર્યા પછી વેદના ઓછી થવી

ડૉ. (સૌ.) સંગીતા અ. ભરમગુડે

 

૪. બ્રાયોનિયા અલ્‍બા (Bryonia Alba)

૪ અ. પીઠમાં ભોંકાયા પ્રમાણે વેદના થવી

૪ આ. હિલચાલ કરવાથી વેદના વધવી

૪ ઇ. દાબ દેવાથી અને પૂર્ણ વિશ્રાંતિ લીધા પછી વેદના ઓછી થવી

 

૫. બર્બેરિસ્ વલ્‍ગૅરિસ્ (Berberis Vulgaris)

૫ અ. મૂત્ર અથવા ગુદાશય સંબંધની ફરિયાદ સાથે જ પીઠનો દુખાવો હોય તો ઉપયોગી

Leave a Comment