મૂઢમાર/ઇજા થવી અને મરડાટ આ બીમારીઓ માટે હોમિયોપથી ઔષધિઓની જાણકારી

Article also available in :

વર્તમાનના ધાંધલધમાલના જીવનમાં ગમે તેને અને ગમે ત્યારે ચેપી રોગોના અથવા  અન્ય કોઈપણ વિકારોનો સામનો કરવો પડી શકે છે. આવા સમયે તરત જ ક્યારેય તજ્જ્ઞ વૈદ્યકીય સલાહ ઉપલબ્ધ થઈ શકશે જ, એમ કાંઈ કહેવાય નહીં. શરદી, ઉધરસ, તાવ, ઊલટીઓ, અતિસાર (ઝાડા), બદ્ધકોષ્ઠતા, આમ્લપિત્ત જેવી વિવિધ બીમારીઓ માટે ઘરમાંને ઘરમાં જ ઉપચાર કરી શકાય, આ દૃષ્ટિએ  હોમિયોપથી ચિકિત્સાપદ્ધતિ સર્વસામાન્ય લોકો માટે અત્યંત ઉપયોગી છે. આ ઉપચાર પદ્ધતિ ઘરમાંને ઘરમાં જ કેવી રીતે કરી શકાય ?  હોમિયોપથીની ઔષધિઓ કેવી રીતે તૈયાર કરવી ? તેમનો સંગ્રહ કેવી રીતે કરવો ? આવી અનેક બાબતો વિશેની જાણકારી આ લેખમાળા દ્વારા આપી રહ્યા છીએ.

પ્રત્યક્ષ બીમારી પર સ્વઉપચાર ચાલુ કરવા પહેલાં ‘હોમિયોપથી સ્વઉપચાર વિશેનાં માર્ગદર્શક સૂત્રો અને પ્રત્યક્ષ ઔષધ કેવી રીતે ચૂંટવું ?’, આ વિશેની જાણકારી વાચકોએ પહેલા સમજી લેવી અને તે અનુસાર પ્રત્યક્ષ ઔષધિઓ ચૂંટવી, એ વિનંતિ !

સંકલક : ડૉ. પ્રવીણ મેહતા, ડૉ. અજિત ભરમગુડે અને ડૉ. (સૌ.) સંગીતા અ. ભરમગુડે

હોમિયોપથી વૈદ્ય (ડૉ.) પ્રવીણ મેહતા

 

૧. મૂઢમાર/ઇજા થવી (Bruise/Injury)

પડવું, ભટકાવું, અપઘાત આ કારણોસર શરીરને મૂઢમાર લાગી શકે છે. બાહ્ય ઘટકોને કારણે જાણીજોઈને અથવા અજાણ્‍યે શરીરના જીવિત ભાગની થયેલી હાનિ, આને ‘ઇજા’, કહે છે. ઇજાની વ્‍યાપ્‍તિ અનુસાર વિશ્રાંતિ લેવી, ઇજા થયેલા ભાગ પર ૩-૪ વાર પ્રત્યેક વેળાએ ૧૦ મિનિટ બરફ લગાડવો, ઇત્‍યાદિ ઉપચાર કરવા. જો ઘા થયો હોય, તો તે સ્‍વચ્‍છ કરવો; ઘા જો ઊંડો હોય તો તેના પર મલમપટ્ટી કરવી. ઘાને દુર્ગંધ આવતી નથી ને, તેમાં પરૂ થતું નથી ને, આ ભણી ઝીણવટથી ધ્‍યાન આપવું. જો ઘા પુષ્કળ મોટો હોય તો ત્‍યાં ટાંકા આવી શકે છે, તે માટે રુગ્‍ણને રુગ્‍ણાલયમાં ભરતી કરવો.

૧ અ. આર્નિકા મોન્‍ટાના (Arnica Montana)

સર્વ પ્રકારની ઇજા (injury), મૂઢમાર (bruise), અપઘાતમાં સ્‍નાયુઓને માર લાગવો (post traumatic soft tissue injury)

અડધો કપ પાણીમાં આ ઔષધીના મૂળ અર્કના (mother tincture ના) ૪ થી ૫ ટીપાં નાખવા અને તે મિશ્રણમાં પલાળેલી સુંવાળા કાપડની પટ્ટી તે મૂઢમાર લાગેલા ભાગ પર મૂકવી, તેમજ પેટમાં ૩૦ પોટેન્‍સીનું આ જ ઔષધ આપવું. તેને કારણે સોજો ઓછો થવામાં તરત જ સહાયતા થાય છે.

૧ અ. બેલિસ પૅરેન્‍નિસ (Bellis Perennis) : ઇજા વધારે ઊંડી હોવી

૧ આ. કૅલંડુલા ઑફિસિનૅલિસ (Calendula Officinalis) : ઘા (wound) થવો

૧ ઇ. એકિનેશિયા એંગસ્‍ટિફોલિયા (Echinacea Angustifolia) : વ્રણ (ulcer), ઘાને દુર્ગંધી આવવી

૧ ઈ.  નેટ્રમ્ સલ્‍ફ્‍યુરિકમ્ (Natrum Sulphuricum) : માથાને માર લાગવો

૧ ઉ. હાયપેરિકમ્ પર્ફોરેટમ્ (Hypericum Perforatum) : નસો (nerves), આંગળીની ટોચ, કરોડરજ્‍જુનું છેવટનું ગુદા પાસેનું હાડકું (coccyx), કરોડ, (બરડો, spine) ને માર લાગવો

૧ ઊ. રૂટા ગ્રૅવિઓલેન્‍સ (Ruta Graveolens) : ઠોંસો અથવા બુઠ્ઠાં (ધાર વિહોણાં) શસ્‍ત્રોથી લાગેલો મૂઢમાર, ત્‍વચા કાળી-ભૂરી પડી જવી

૧ ઓ. લેડમ્ પાલુસ્‍ત્રે (Ledum Palustre) : ઉંદર, બિલાડી, કૂતરું કરડવાથી, તેમજ ખીલો અથવા અન્‍ય ધારદાર શસ્‍ત્રને કારણે થનારા ઘા

૧ ઔ. સ્‍ટાફીસાગ્રિયા (Staphysagria) : ધારદાર શસ્‍ત્રોને કારણે, તેમજ શસ્‍ત્રકર્મ કરવાથી થનારા ઘા

૧ અં. સિંફાયટમ્ ઑફિસિનૅલિસ (Symphytum Officinalis) : હાડકાં, આંખો, અસ્‍થિબંધનો (Ligaments), સ્‍નાયુબંધનો (Tendons), કોણી (tennis elbow) આ ઠેકાણે માર લાગવો

૧ અઃ. પાયરોજેનિયમ (Pyrogenium) : ઘા દૂષિત થઈને તેમાં પરૂ થવું

ડૉ. અજિત ભરમગુડે

 

૨. મરડાટ (Sprain)

સાંધા ફરતેના અસ્‍થિબંધનને (ligament) થયેલી ઇજાને ‘મરડાટ’, એમ કહે છે. મરડાયેલા ભાગમાં વેદના થાય છે અને સોજો ચડે છે. આવી પરિસ્‍થિતિમાં તે ભાગ પર વજન ન નાખવું. જે કૃતિ અથવા હિલચાલથી તે ભાગમાં વેદના થતી હોય, તે સર્વ ટાળવી. મરડાયેલા ભાગને પૂર્ણ વિશ્રાંતિ આપવી. તે ભાગને બરફથી શેકવાથી ત્‍યાંનો સોજો વહેલો ઉતરે છે અને વેદના કેટલાક પ્રમાણમાં ઓછી થાય છે. લવચીક પટ્ટીથી (elastic bandage) મરડાયેલો ભાગ ઘટ્ટ બાંધી રાખવો પણ લાભદાયક નિવડે છે. મરડાવાના ઉપર જણાવેલાં લક્ષણો ઉપરાંત કોઈપણ વિશિષ્‍ટ લક્ષણ હોય, તો તે ઔષધ લેવું, આ ઔષધિઓનાં નામ આગળ  આપવામાં આવ્યું છે.

ડૉ. (સૌ.) સંગીતા અ. ભરમગુડે

૨ અ. આર્નિકા મોન્‍ટાના (Arnica Montana) : મરડાવાને કારણે સંબંધિત ભાગ કાળો-ભૂરો પડીને અસહ્ય વેદના થવા લાગે તો આ ઔષધ પ્રથમ દેવું.

૨ આ. હ્રસ ટૉક્સિકોડેંડ્રૉન (Rhus Toxicodendron)

૨ ઇ. વજનદાર વસ્‍તુ ઉપાડીને કેડવાથી કાયમની પીઠ દુઃખવી, કમરનો દુખાવો થવો

૨ ઈ. બસમાં અનેક કલાક હાથથી આધાર પકડીને ઊભું રહેવું પડ્યું હોવાથી કાંડા દુખવા, મુષ્ટીયોદ્ધાઓનાં કાંડા દુખવા, દોડતી વેળાએ ઘૂંટી મરડાવી, તેમજ મજૂરોના પીઠના સ્નાયુઓ દુખવા

૨ ઉ. બેલિસ પૅરેનિસ (Bellis Perennis) : મોટરકાર અથવા આગગાડીના અપઘાતમાં પીઠની કરોડને ઇજા થવી, અંદરના સ્‍નાયુઓને ઇજા થવી (injury to deeper tissues), સ્‍નાયુઓ પુષ્‍કળ કડક થવા (marked stiffness)

‘ઘરમાં જ રહીને કરી શકાય એવા ‘હોમિયોપૅથી’ ઉપચાર !’ આ આગામી ગ્રંથમાંનો ચુનંદો ભાગ લેખના રૂપમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. તેથી સ્‍વઉપચાર કરવાની દૃષ્‍ટિએ સાધકો, વાચકો, રાષ્‍ટ્ર-ધર્મપ્રેમીઓ, હિતચિંતકો, અર્પણદાતાઓએ આ લેખ આપત્‍કાળની દૃષ્‍ટિએ સંગ્રહિત રાખવો. આપત્‍કાળમાં ડૉક્‍ટર, વૈદ્ય કોઈ પણ ઉપલબ્‍ધ ન હોય, ત્‍યારે આ લેખમાળા વાંચીને પોતે પોતાના પર ઉપચાર કરી શકાય છે.

Leave a Comment